આજે સવાર સવારમાં કેમ બધા વહેલિ ઊઠી ગયા? રસોઈ ધરમાં આવતાજ રૂષભે સીધો સવાલ કર્યો બાને.
બા: આજે આપણે બધાવે ભોળેશ્વર મહાદેવ ના મંદીર પર જવાનું છે દર્શન કરવા ને તારા મમ્મી પપ્પાને ને મારી ને તારા દાદા ની માનતા પરી કરવા.
રૂષભ: પણ શેની માનતા બા?
ત્યાજ રૂષભ ન મમ્મી કામીની બેન આવીને રૂષભ ને જલદીથી તૈયાર થવાનું કીધુ, ને તારા સવાલો ના જવાબ આપણે પછી કરશું. આટલું કહી કામીની તેમના કામ કરવા લાગી
રૂષભ ઓકે મોમ કહીને તૈયાર થવા ચાલ્યો ગયો.
આ બાજુ જેરામ ભગત ઘરમાં પ્રવેશ કરતાં જ બધાને આદેશ આપ્યો કે જલદી તૈયાર થાજો, હમણાંજ મનસુખ મેર ની સુમો આવસે ૧૦. વાગ્યા નુ કીધું છે એમને ૯.૩૦ થયા છે બવ ટાઈમ નથી. આ બાજુ વનીતાબા એ જેરામ ભગત ને ચા આપી ને કીધું કે બધા તૈયાર જ થાય છે, છોકરાવ છે એટલે થોડીક વાર લાગે થોડું આમ થી આમ થાય એતો.
૯.૫૦ થય ને મનસુખ મેર આવી ગયા તેમની ગાડી લઈને. જેરામ ભગત તેમની પત્ની વનીતાબા ને તેમના દીકરા વહુ ભરત ને કામીની એમ ચારેય જણા ગાડીમાં સામાન ગોઠવવામાં લાગી ગયા. આ બાજુ રૂષભ ને તેમની નાની બહેન ચાંદની પણ આવીને તેમની બનતી મદદ કરવા લાગ્યા.
********
જેરામ ભગત મુળ ખેડૂત તેમની આખી જીંદગી તેમણે ખેતી માં કાઢી નાખી, તેમના દીકરા ભરતે ૧૨ ચોપડી ભણીને જામનગર આવી ગયો. શરૂઆત માં ગરમ મસાલા ની ઘરેઘર ફેરી કરતો ને ગુજરાન ચલાવતો પરંતુ છેલ્લા અમુક વર્ષથી તેમણે પોતાએ ગરમ મસાલા બનાવાનું ચાલુ કર્યું ને આજે ભગતછાપ મસાલા નામ હતું માર્કેટમાં. ભરતભાઈ નો એક દીકરો એટલે રૂષભ જે ૧૮ વર્ષનો હતો ને જામનગરની પ્રખ્યાત એમ.પી.શાહ કોલેજમાં કોલેજના પહેલા વર્ષ માં અભ્યાસ કરતો જયારે તેમની દીકરી ચાંદની ૧૦ માં ધોરણમાં સજુબા ગર્લ્સ સ્કૂલમાં ભણતી.
ગાડીમાં બધા બેસીગયા એટલે ભગતે ભોળાનાથ ની જય બોલાવી ને બધા ભોળાનાથ ને યાદ કરતા... ભોળેશ્વર બાજુ જવાની શરૂઆત કરી.
મનસુખ મેરે પણ વાતાવરણ ને ભકતીમય કરવા નીરન્જન પંડ્યા ના મધુર સુરમાં ગવાયેલ ઓમ જય શીવ ઓમકારા કેસેટ ચાલુ કરી.
ओम् जय शिव ओंकारा, प्रभु जय शिव ओंकारा ।
ब्रह्मा, विष्णु, सदाशिव, अर्द्धांगी धारा ॥ ओम् जय शिव ...
एकानन, चतुरानन, पंचानन राजे ।
हंसासन, गरुड़ासन, वृषवाहन साजे ॥ ओम् जय शिव ...
दो भुज, चारु चतुर्भुज, दशभुज अति सोहे ।
तीनों रुप निरखते, त्रिभुवन-जन मोहे ॥ ओम् जय शिव ...
બધા ગીત સાંભળવા માં તલ્લીન થઈ ગયા. ખરેખર નીરંજન પંડ્યા ના સુરમાં ભોળાનાથ ના ગીત સાંભળવાની મજા કાંઈક અલગ હોય છે.
એમ કરતા કરતા લાલપુર આવ્યું એટલે ભરતભાઈ એ ગાડી સરસ મજાની ચાની લારી આગળ ઊભી રખાવી.
ગાડીમાં થી ઊતરી ને મનસુખ મેરે અને ભગતે શીવાજી બીડી ને ન્યાય આપ્યો, ને ભરતભાઈ એ પાંચ ચાય અને બે કોફીનો ઓર્ડર આપ્યો. ખરેખર આ દેશી દુધની ચાય ને એમાપણ માલધારી એ બનાવેલ કડક મીઠ્ઠી ચાય પીવાની મજા આખી અલગ છે, આવી ચા કે કોફી પીવાનો ટેસ્ટ મોટા શહેરોમાં જુજ જોવા મળે. બધાવે ચા-પાણી પતાવી ગાડીમાં બેસીને નીકળ્યા ભોળેશ્વર ભણી. રૂષભે ગાડીમાં બેસતાજ સવાલ કર્યો દાદા આવી ચા કેમ આપણા ઘરે ન બન્ને? ભગતે જણાવ્યું કે હવે શેરમાં વધુ પડતા પાવડર ના દુધ અથવા તો જે દુધ મળે તેપણ મલાઈ નીકાળેલ મળે એટલે આવી ચા ન મળે.
વચ્ચે થી મનસુખ માસતરે વાત નો દોર પોતાના હાથમાં લેતા બોલ્યા કે બેટા ગામડાની દેશી મજા ને ચોખાઈ શેરમાં રૂપીયા દેતા પણ ન મળે, ચાય ની વાત કરૂ તો બેટા એના ચાર પ્રકાર હોય. રૂષભ ને ચાંદની ને સાંભળી નવાય લાગી શું ચાય ના વરી પ્રકાર થોડા હોય એ બન્ને એટલી જ ખબર હતી કે ચાય તો કાં મોરી હોય કાંતો મીઠ્ઠી, એમને જાણીને ઉત્સાહ વધ્યો જાણવાની. ફરી મનસુખ મેરે વાત ને આગળ વધારતા કીધુ કે ચાય ના પ્રકાર એટલે
૧. આપુળી જે સોળે સોળ આના ચોખા દુધમાંથી બનાવેલ હોય જેમાં પાણી તો હોયજ નહીં એને આપુળી કહેવાય જેને પીવાથી એનો સ્વાદ કેટલો સમય જીભપર જળવાય રહે.
૨. બાપુળી જેમાં ૨૫% પાણી ને ૭૫% દુધ હોય એ બાપુળી જે લગભગ આપણા ઘરમાં અત્યારે વધુ પડતી પીવાતી હોય.
૩. સગુળી જેને આપણા ઘરે મહેમાન આવ્યા હોય ને માવતર કહે બેટા ચા બનાવજે જેમાં ૫૦% દુધ ને ૫૦% પાણી હોય એને કહેવાય સગુળી.
૪. ચાય નો ચોથો પ્રકાર એટલે જગુળી જે મોટાભાગે ક્યાંય સતસંગ હોય ને માનવ મેરામણ ભેગું થયું હોય ત્યાં બનાવામાં આવે તે સગુળી, જેમાં ૭૫% પાણી ને ૨૫% દુધ હોય મનસુખ મેરે તેમની કાઠીયાવાડી ભાષામાં સમજાવી બાળકોને જ્ઞાન પીરસી ને મોજ કરી.. રૂષભ ને ચાંદની ને મનસુખ કાકાની વાતો સાંભળી મજાપડી ગય.
ગાડી તેમનો રસ્તો કાપી ને તેની ગતીએ દોડીરહી હતી ને ભગત નો પરીવાર રસ્તા પર નજર માંડી ને લીલીછમ હરીયાળી ને નીહાળતા પ્રકૃતિ ના ખેલ ને જોય રહ્યા હતા. અચાનક રૂષભ ને યાદ આવતા તેણે મનસુખ કાકા ને ભગત નું પસંદગી નું ગીત વગાળવા નું કહ્યું... મનસુખ મેરે ગીત ગોતી ને ચાલુ કર્યું ત્યાંતો ભગતબાપા ને મોજ પડી ગય. આખરે ગીત હતુંજ એવું....
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..
દયા કરી દર્શન શિવ આપો...
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા..
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો...
દયા કરી...
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી..
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો...
દયા કરી...
નેતિ નેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે..
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો...
દયા કરી...
હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી..
થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો... દયા કરી...
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું..
મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો...
દયા કરી...
ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો..ગાળો માનવ મદા, ટાળો ગર્વ સદા, ભક્તિ આપો... દયા કરી...
ગીત પુરૂ થયું હવે તો ભોળેશ્વર આવવાને થોડીકજ વાર હતી, બધા હવે પહોંચવા ની રાહ જોતા હતા તો આ બાજુ રૂષભ ને ફરી વીચાર આવવા લાગ્યો કે શું હશે એવી માનતા? આમતો ભગવાન નું દીધેલ બધું છે પરંતુ કેમ મમ્મી-પપ્પા ને દાદા-દાદી ને શું તકલીફ થઈ હશે જેથી માનતા રાખી? એનો જવાબ તો હવે તેમના વડીલોજ આપી શકે, એ બસ ક્યારે પુછે ને ક્યારે એના મનને શાંતિ થાય એના વીચારોમાં એ ખોવાયેલો હતો.
રૂષભ નો સ્વભાવ થોડો ચંચળ હતો કોઈ પણ વાત હોય જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી એને ચેન ન પડે.
શું રૂષભ ને એના સવાલ નો જવાબ મળશે કે શું? એતો આવનારો સમય કહશે, તો જાણવા માટે વાંચતાં રહો મારી સૌ પ્રથમ ધારાવાહિક ધાર્યું ધણીનુ થાય. હું કોઈ લેખક નથી પરંતુ મારા વીચારોને,જોયેલ જાણેલ ને લેખન સ્વરૂપ મુકુ છું, ક્યાંય પણ વ્યાકરણની કે બીજી ભુલ હોય તો મને ચોક્કસ જણાવશો. આપની સારી કે નરસી કોમેન્ટ અને આપના વીચારો મને એક ઉત્સાહ આપસે ને આગળ લખવાની પ્રેરણા આપશે... આભાર
ભાવીક એલ. બીદ
bidbhavik@yahoo.com
254722520929 (Nairobi).