લાગણીના તાર ખૂબ જ જીણા તાર હોયછે. પણ એનો મતલબ એવો નથી હોતો કે કોઈ પણ એને સરળતાથી તોડી શકે.. જયારે માણસ ડીપ્રેસનમાં હોય અથવા કોઈ મુક્શેલીમાં હોય ત્યારે ખૂબ જ એકલું અનુભવે છે, પોતાને તૂટેલું ખૂબ જ નાનું અને અશક્ત સમજી બેસવાની ભૂલ કરેછે, ત્યારે એમને બધી જગ્યાએ નેગેટીવ જ દેખાઈ રહ્યું હોયછે અને પોતાની સાથે જ દુનિયામાં સૌથી ખરાબ થઇ રહ્યુંછે એવી લાગણી થતી હોયછે હકીકત માં આવું તો નથી હોતું. એમને માત્ર કોઈ એવું અંગત વ્યક્તિ જોતું હોયછે જેમની પાસે એ પોતાની મન ની વાત કરી શકે, શંકાનું સમાધાન કરી શકે. મુશ્કેલીઓ બતાવી સકે, થોડું રોઈ શકે અને પોતાનામાં રહેલી એબિલીટી બતાવી સકે, એમને એકલા ન હોવાનો દાવો કરી શકે. એમને ગેરમાર્ગે જતા રોકી શકે. સાચી સલાહ આપી શકે. કોઈ વ્યક્તિ એમને સમજી શકે, અંગત લાગણી ઓ ની આપ લે કરી શકે , પોતાનું સમજે પણ આવા કિસ્સાઓ માં દરેક પાસે કોઈ એવી વ્યક્તિ હોય એવું જરૂરી તો નથી.
બીજા કોઈની તો શું વાત કરું હું મારું જ ઉદાહરણ આપૂને તો થોડાક સમય પેહલા મારા જીવન માં પણ ઘણા એવા બનાવો બન્યા હતા કે જેના કરને ખુદ ને ખૂબ જ એકલુ નિરાશ અને હારેલું અનુભવતી હતી. હા આવા પણ વિચાર જરૂર આવતા કે આત્મહત્યા કરી લઉં પણ શાયદ હિમ્મત ન હતી. ખુબ જ અલગ જ પ્રકારની એ વખતની લાગણી અને અનુભવ હતા.પણ સમય અને સંજોગ બન્ને એ કઈક અલગ જ વિચાર્યું હતું મારા માટે... એ સમયે ઘણી વખત એવા પણ વિચારો આવે જે પોતાને નુકસાન પોચાડવા ના હોય અને એ સામાન્યછે આ સમય માટે પણ ખબર નહી મેં આત્મહત્યા ન જ કરી અને અત્યારે તમારા સાથે વાતો કરી રહી છુ.
હવે પ્રશ્ન આશ્ચર્ય અને પ્રશ્ન બેય થયા હશેકે આવું બધું થયું છતાં પણ આ વિષય ઉપર હું કેમ કહી રહી છુ, કારણકે મારે તમને બધાને એ કેહવું છેકે એ સમયે મેં શું કર્યું, મારા પણ કોઈ દોસ્ત કે કોઈ અંગત વ્યક્તિ ન હતા, છતાં પણ પોતાને કેવી રીતે નેગેટીવ વિચારો અને વાતોથી મેં મારાથી દુર રાખી. એક સમયે હું કોઈ પણ સ્થિતિમાં હાર ણ માનવા વાળી વ્યક્તિ અને આજે આત્મહત્યાના વિચાર કરુંછુ, પરિસ્થિતિથી હારવું મને ક્યારેય સ્વીકાર્ય ન હતું. આત્મહત્યા એટલેકે સૌથીમોટી હાર.. લોકોથી સમાજથી પરિસ્થિતિથી પોતાનાથી અને આત્મસન્માનથી જે મને કોઈ સંજોગમાં નહોતું પસંદ ત્યારે માત્ર મેં ભરોસો રાખ્યો સમય ઉપર.
એ સમયે જયારે હું આવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હતી ત્યારે હું એક ખૂબ જ અગત્યનું અને મહત્વનું કાર્ય કરતી, અને એ હતું કે હું કંઈપણ વાત હોય તો એને હું મારી ડાયરી માં લખી લેતી સારી ખરાબ જે પણ હોય અનો સૌથી મોટો ફાયદો એ થાયછેકે આપણું મન હલકું થઇ જાય છે. પોતાના થી ખરાબ વિચારો દૂર રાખવા દયાન કરવું.. અને ખાસ પોતાને કોઈ ને કોઈ કાર્યમાં વ્યસ્ત રાખવું જેથી બીજુ બધું વિચારવા નો સમય જ ન મળે. આપણે ઘણી પ્રવૃત્તિઓનો શોખ હોયછે એ કરો જેનાથી મન પણ ખુશ રહેછે. અલગ અલગ ગીતો સાંભળો જેમાં ખુશી હોય. હાસ્યમુવી જોવો. પુસ્તકો વાંચો જે આપને હમેશાં ખોટા રસ્તા ઉપર જતા અટકાવે છે. અને ખાસ સમય ઉપર ભરોસો રાખો જે મેં મારા ખરાબ સમયમાં કર્યું, સમય ખરેખર બધું ઠીક કરીદેછે બુસ સમયને થોડા સમયની જરૂર હોય છે