હવે પ્રશ્ન આશ્ચર્ય અને પ્રશ્ન બેય થયા હશે કે આવું બધું થયું છતાં પણ આ વિષય ઉપર હું કેમ કહી રહી છુ, કારણકે મારે તમને બધાને એ કેહવું છેકે એ સમયે મેં શું કર્યું, મારા પણ કોઈ દોસ્ત કે કોઈ અંગત વ્યક્તિ ન હતા, છતાં પણ પોતાને કેવી રીતે નેગેટીવ વિચારો અને વાતોથી મેં મારાથી દુર રાખી. એક સમયે હું કોઈ પણ સ્થિતિમાં હાર ણ માનવા વાળી વ્યક્તિ અને આજે આત્મહત્યાના વિચાર કરુંછુ, પરિસ્થિતિથી હારવું મને ક્યારેય સ્વીકાર્ય ન હતું. આત્મહત્યા એટલેકે સૌથીમોટી હાર.. લોકોથી સમાજથી પરિસ્થિતિથી પોતાનાથી અને આત્મસન્માનથી જે મને કોઈ સંજોગમાં નહોતું પસંદ ત્યારે માત્ર મેં ભરોસો રાખ્યો સમય ઉપર.
અને ખાસ પોતાને કોઈ ને કોઈ કાર્યમાં વ્યસ્ત રાખવું જેથી બીજુ બધું વિચારવા નો સમય જ ન મળે. આપણે ઘણી પ્રવૃત્તિઓનો શોખ હોયછે એ કરો જેનાથી મન પણ ખુશ રહેછે. અલગ અલગ ગીતો સાંભળો જેમાં ખુશી હોય. હાસ્યમુવી જોવો. પુસ્તકો વાંચો જે આપને હમેશાં ખોટા રસ્તા ઉપર જતા અટકાવે છે. અને ખાસ સમય ઉપર ભરોસો રાખો જે મેં મારા ખરાબ સમયમાં કર્યું, સમય ખરેખર બધું ઠીક કરીદેછે બુસ સમયને થોડા સમયની જરૂર હોય છે. વ્યક્તિ ખરાબ નથી હોતી માત્ર પરિસ્થિતિ અનુકુળ નથી હોતી લોકો રોજ કેટલો સંઘર્ષ કરતા હોય છે, જીવવામાટે કમાવામાટે, પોતાના પરિવારના સુખ માટે, ગરીબી ભૂખ લોકોના મેણાટોણા સાંભળવા પડતા હશે એ લોકો હર નથી માનતા, જેલોકોને જન્મતા ખોટખાંપણ હોય અથવા પછીથી થઇ હોય એવા લોકો પણ ગર્વ થી જીવેછે , તો આપને આપણું આવું અમુલ્ય જીવન શુકામ આમ જ પૂરું કરીદઈએ.. જે સપના બંધ આંખોએ જોયા છે એને ખુલી આંખે પુરા પણ કરવાના છે.
અને અંતમાં એક વખત એટલું જરૂર કહીશકે પોતાને મારવા પેહલા એમનો જરૂર વિચાર કરજોકે જેમને તમને જન્મ આપ્યો છે તમારા મૃત્યુ પછી એમની શું હાલત હશે એ જીવતા જીવ જ મરીજાય. તમારા વગર એમની શુ હાલત હશે એ ની તમે કલ્પના પણ નથી કરી શકતા. જ ઉંમરે એમને સહારાની જરૂર હોય છે ત્યારે એમને જ્યારે કાંધ આપવી પડે એ બાપની મનઃ સ્થિતિનો વિચાર જરૂર કરો..મેં એક કિસ્સો સાંભળેલો સમાચારમાં એ મને અત્યારે યાદ આવે છે અને હું જરૂર કહીશ સમાચારમાં કઈકએવું હતુંકે “પિતાએ એમની એક કીડની વેચી અને દીકરીને ડોક્ટરનું ભણવા મોકલી અને દીકરીએ એના બોયફ્રેન્ડ સાથે જગડો અને બ્રેકઅપ થતા હોસ્ટેલની છત ઉપરથી આત્મહત્યા કરી” આ સામચાર વાંચીને મારા સશબ્દો જ ખૂટી ગયા હતા... શરીરનો ભાગ વેચી બાપે આપેલી સફળ થવાની સીડી જયારે નનામી બની હશે .. જન્મદાતા નું ન જાણે શું થયું હશે??
હા !!! જે ગયા છે એ પાછા નથી આવવાના જાણું છુ, ભગવાનને એ પ્રાથના કરીશકે એમની આત્માને શાંતિ પ્રદાન કરે પણ મારી લોકોને એજ વિનતીછે મારી વાત એમના સુધી જરૂર પોહચાડો જેને જરૂર છે હમેશાં લોકોનો સહારો બનો.. શકય છે આપણા થોડા સમય આપવા થઈ આપણી થોડી વેટ સાંભળવા થી એમને સમજવા થી કોઈ નું અમૂલ્ય જીવન બચીજાય. જ્યારે પણ કોઈ પરિસ્થિતિ ન સમજાય ત્યારે બસ શાંતી થી ભગવાનને પ્રાથના જરૂર કરવીકે તું સાથે રહેજે અને રસ્તો બતાવજે .
આજ બસ આટલુજ.. પાછા મળીશું #હુંઅનેમારીવાતો માં પાછા આવતા વખતે...
( આ સાથે કોઈ પણ વિષય વાત કે પ્રશ્ન મને કમેન્ટમાં પૂછી શકોછો આપને જરૂર એમના ઉપર ચર્ચા અને વાતો કરશું #હુઅનેમારીવાતો માં )
સમાપ્ત
કાન્હ્વી