અનહદ પ્રેમ પ્રકરણ-૧ પહેલો દિવસ Hardevsinh Mori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ પ્રેમ પ્રકરણ-૧ પહેલો દિવસ

(સ્કુલનો પહેલો દિવસ)
બસ હંમેશા સ્કુલના ગેટથી થોડે દૂર ઊભી રહેતી. બસ ઉભી રહી એટલે બધા નિચે ઉતરવા લાગ્યા અને પેલા નવા મહેમાન, મારી પરી નિચે ઉતરવા લાગી. શિયાાળાનો સમય હતો એટલે બહાર જેમ ફિલ્મોમાં બતાવે એમ પવન ઝોરથી ફૂંકાઇ રહ્યો હતો અને તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા. મારૂ ધ્યાન પાછું ન ચાહવા છતા એના તરફ વળ્યું અને એકીટશે એને જ જોઇ રહ્યો. તે નિચે ઉતરીને બહેનપણી સાથે વાતો કરતી હતી (કદાચ કોઇકની મજાક ઉડાવતી હતી) અને જોર-જોરથી હસતી હતી. મારી તો નજર જ નહોતી હટતી એટલામાં ઝમકુ-રાધિકાએ પાછો મને ટોક્યો.
“નિચે ઉતરવાનું છે કે પછી આયાંથી જ નિહાળવાની છે?”
“તારે બિજું કોઇ કામ નથી? હું તો તમારા ઉતરવાની રાહ જોઉં છું”- મેં ચતુરાઇ ભર્યો જવાબ આપ્યો, પણ ચાલ્યો નહી.
“એમ, બારીમાં જોતા-જોતા અમારી રાહ જોવેશ તું? હાલ છાનો-માનો, બધા નિચી ઉતરી ગયા.”-મારો હાથ ખેંચીને રાધિકાએ મને ઉભો કર્યો અને અમે બસમાંથી નિચે ઉતરી ગયા.
“માનસી, ઓયે માનસી” - રસ્તામાંથી કોઇ છોકરીએ તેને સાદ પાડયો.
તો આમ, આ પરીનું નામ માનસી છે એ જાણવું મળ્યું, હું તો ચાલુ થઇ ગયો પછી આકાશ-માનસી કેવું લાગશે સાથે, માનસી અહા! કેટ્લું મસ્ત નામ છે!, એ એમ વગેરે વગેરે હું મનમાં જ બબડવા લાગ્યો અને ખબર નહી ક્યાંથી પણ પેલી એડ(જાહેરાત) યાદ આવી ગઇ કે
“મન મે લડ્ડુ ફુટા?”,
“હા, ભાઇ હા!”- મેં મનમાંજ જવાબ આપી દિધો.
એટલામાં સ્કુલનો બેલ વાગી ગ્યો એટલે હું મારૂ ધ્યાન હટાવી મારી ગેંગ સાથે પ્રાર્થના હોલ તરફ જવા લાગ્યો.
આજે સ્કુલ નો પહેલો દિવસ હતો એટલે પ્રિન્સિપાલ તથા સ્કુલનો બધો જ સ્ટાફ હાજર હતો. પ્રાર્થના હોલ વિદ્યાર્થીઓથી ખચાખચ ભરેલો હતો. પ્રિન્સિપાલ દ્વારા નવા આવેલ વિદ્યાર્થીઓનું સ્વાગત ભાષણ આપવામાં આવ્યું.
“વ્હાલા વિદ્યાર્થીઓ હું એમ.ડી. પટેલ તમારા સૌનું ગુજરાતની સૌથી પ્રખ્યાત સ્કુલમાં સ્વાગત કરૂ છું, આશા છે કે તમે બધા શિસ્ત અને નિયમોનું પાલન કરશો અને સ્કુલની ગરિમા જાળવી રાખશો તથા પોતાના અથાગ પરિશ્રમ દ્વારા સ્કુલનું નામ રોશન કરશો. મને તમારા બધા ઉપર પુરો ભરોશો છે. મન લગાવીને ભણશો અને તોફાન કરશો તો તમારે દર્શન અને પ્રસાદ બન્ને લેવા પડશે. વેલકમ ટુ સર જે હાઇસ્કુલ.”
થોડુંક લાંબુ લાગે છે ને પણ અમને આ સૌથી સહેલું લાગે છે કે કારણ કે છેલ્લા દસ વર્ષથી અમે આ છાપેલું ભાષણ સાંભળતા આવ્યા છીએ.
એક બાજું આ ભાષણ ચાલુ હતું અને બીજી બાજું અમારી મસ્તી ચાલું હતી.
“એય આકાશ, ઓલો ચશ્મીશ જો, આજેય ઇ જ ટી-શર્ટ અને જીન્સમાં આવ્યો છે.”-ચેતને મારા કાનમાં કિધૂં.(ત્રિવેદી સર ઉર્ફે ચશ્મીશ- અમારા અંગ્રેજી શિક્ષક અને હંમેશા સ્કુલના પહેલા દિવસે પીળું ટી-શર્ટ અને ડેનીમ જીન્સ પહેરીને આવતા.)
“આને એની ઘરવાળી બિજા કપડાં નહી પહેરવા દેતી હોય, બેલ્ટ ય જોને જાણે તુટું-તુટું હોય એમ છે.”-નિશાંત આ ટીખળમાં જોડાણો.
“એલા એમ.ડી. આયા જોવે છે.”-મને ત્રિવેદી સરને જોઇને હસવું આવતા મે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો.
એટલામાં ભાવના મેડમ(અમારા કલાસ ટીચર અને ગુજરાતી શિક્ષક) અમને જોઇ ગયા
“છેલ્લે કોણ બડબડ કરે છે?, ચાલો પ્રાર્થાના શરૂ કરો.”
અમે અમારી નિયત કરેલી પ્રાર્થના “હમકો મનકી શક્તિ દેના” અડધી ખુલ્લી આંખે બોલી ક્લાસમાં જવાનું ફરમાન મળતા ક્લાસ તરફ વળ્યા.
અમે પ્રગતિ કરીને બોર્ડના સકંજામાંથી નિકળી ધોરણ-11 કોમર્સમાં પ્રવેશ મેળવી લિધો હતો. ક્લાસમાં ઘણા જુના વિદ્યાર્થીઓ અને ઘણા નવા વિદ્યાર્થીઓ હતા. આ નવા વિદ્યાર્થીઓમાં એક વ્યક્તિ શાંત બેઠું હ્તુ અને એ હતી માનસી.મારૂ ધ્યાન બસ ત્યાં જ હતું,પછી અમે અમારી નિયત સીટ છેલ્લી બેંચે જઇને સેટ થઇ ગયા. રાધિકા છોકરીઓના સેક્શનમાં હતી અને અમે છોકરાઓના સેકશનમાં. ટીચર હજુ ક્લાસમાં આવ્યા નહોતા એટલે બધા વાતુના વડા કરતા હતા. હું મારા જુના મિત્રો સાથે વાતો કરતો હતો. એટલામાં ક્લાસ ટીચર ભાવના મેડમ વર્ગખંડમાં પધાર્યા અને આખો ક્લાસ શાંત થઇ ગયો પણ અમે તો આદતથી મજબૂૂૂર એટલે મેડમનું ભાવભર્યું સ્વાગત કર્યું.
“ગુડ મોર્નિંગ ભાવના મેડમ”- મેં અને ટોળકીએ ઉભા થઇને જોરથી અને લાબું કિધું, પછી તો બધા ઉભા થયા ને એકસાથે અભિવાદન કર્યું.
“ગુડ મોર્નિંગ ક્લાસ, અને હા ગુડ મોર્નિંગ બાલ્કની તમે હજુ મારૂ માથું ખાવા છો એમને!”- ભાવના મેડમે અમને હસતા-હસતા જવાબ આપ્યો.
“હા, મેડમ”- મારા મોંઢામાંથી ભુલથી નિકળી ગયુ.
“હા વાળીના હેઠો બેસ છાનો-માનો.”
“ચાલો બધા હાજરીમાં ધ્યાન આપજો,”-મેડમે હાજરી પૂરવાનું ચાલું કર્યું.
1 2 3 4 5 એમ કરતા કરતા મારો રોલ નંબર સાત આવી ગયો અને મે જવાબમાં પ્રેજન્ટ મેડમ કહી દીધુ, પછી રોલ નંબર આવ્યો 34 અને મેડમે કિધું
“રોલ નંબર 34, માનસી ઉપાધ્યાય”
“પ્રેજન્ટ મેમ”- માનસીબેન(મારી નહી) ઉભા થયાને એક મધુર સુરની જેમ અવાજ નિકળ્યો.
મારૂ ધ્યાન પાછું એ પરી તરફ દોરાઇ ગયુ.હાજરી પૂરી થતા મેડમે પોતાનો જુનો રેકોર્ડ ચાલું કર્યો.
“પોતાની ચોપડી ખોલો અને બધાનું ધ્યાન ચોપડીમાં, ટાંકણી પડે ને તોય મને સંભળાય એવી શાંતિ જોઇ મારે.”
“તો આ કવિતા છે નરસિંહ મહેતાની- હળવે હળવે હરજી મારે”-મેડમે કવિતાનું શિર્ષક વાંચ્યું.
“કોણ આ કવિતા વાંચશે?”- મેડમે પૂછ્યું.
કોઇએ હાથ ઉંચો ન કર્યો પણ મેડમે ફરી વખત પૂછતા એક હાથ ઉંચો થયો.
“મેડમ હું વાંચું?”-નો ડાઉટ એ હાથ માનસીનો હતો.
“હા માનસી બેટા બહુ સરસ, ચાલુ કર”
“હળવે હળવે હરજી મારે મંદિરીયે પધારોજી”-માનસી કવિતા પાઠ ચાલુ કર્યો.
એક બાજુ માનસી નરસિંહ મહેતાની કવિતા વાંચતી અને બિજી બાજું મને લાગતું કે એ કવિતા મારે માટે વાંચે છે.
“હળવે હળવે આકાશ મારા દિલમાં પધારોજી”- મને લાગતું કે તે કંઇક આવું બોલે છે.
મારી આ ધ્યાનભંગ પરિસ્થિતી જોઇને ચેતને મને રોકયો અને ચોપડીમાં ધ્યાન આપવા કિધું.
માનસીએ કવિતા પૂરી વાંચી અને મેડમે આ કવિતાનો મતલબ સમજાવ્યો અને આખરે ક્લાસ પુરો થયો.
પછી આવ્યા મારા વિલન ટીચર, મયંક ગજેરા અમારા એકાઉન્ટ શિક્ષક અને વાઇસ પ્રિન્સિપાલ પણ ગજબનું વ્યક્તિત્વ. સંપૂર્ણ અભ્યાસક્રમ ચોપડીમાં જોયા વગર ભણાવવાવાળા એક આદર્શ શિક્ષક.
મયંક સાહેબે ક્લાસમાં આવીને સૌથી પહેલા અમારી તપાસ કરી કે 10મા ધોરણની તોફાની ગેંગ આવી છે કે નહી. અમે બધાએ સાહેબને ગુડ મોર્નિંગ વિશ કર્યું પણ બન્યું એવું કે મારાથી થોડાક લાંબું બોલાય ગયું.
“તો હા, આકાશભાઇ તમે આવ્યા છો, ચાલો આયાં આવતા રહો. બોર્ડ સાફ કરો.”-સાહેબે મને બોલાવ્યો.
હું ઝડપથી બોર્ડ તરફ ગયો અને બોર્ડ સાફ કરી દિધુ પણ પાછા જતા પહેલા સાહેબે રોકી લિધો.
મે મનમાં કિધું કે સલવાઇ ગયો બેટા, હવે થાશે તારા આબરૂની ચટણી.
“આકાશ, બધાને મારો પરિચય અને પછી બધાને તારો પરિચય આપ, ચાલ શરૂ કર”-સાહેબે કિધું.
મારા પગ ધ્રુજવા લાગ્યા, મોંઢું નિચુ કરી નાંખ્યુ કેમ કે આખો કલાસ મને જ તાડતો અને ખાસ કરીને માનસી. મારા દોસ્તો નાલાયક હસતા હતા.
હું કંઇ ન બોલ્યો એટલે સાહેબ સમજી ગયા કે આ મોંઢું નહી ખોલે.
“હવે નથી ગુડ મોર્નિંગ નિકળતું, તારી જ તપાસ કરતો હતો મહેમાન સામેથી મળી ગયા,જા , બેસી જા”- સાહેબે તો ઇજ્જ્તનો ફાલુદો કરી નાંખ્યો, એવું લાગ્યું કે જાણે કોઇએ ચીરહરણ કરી નાંખ્યુ હોય.
હું છેલ્લી બેંચ સુધી જતો હતો એટલામાં છોકરીઓ હસતી હતી અને દુ:ખ તો ઇ વાતનું છે કે માનસી પણ હસતી હતી અને હા મારા નફ્ફ્ટ દોસ્તો પણ.
બપોરે લંચ બ્રેક થતા અમે લોકો સ્કુલ કેન્ટીનમાં લંચ કરવા બેઠા. હું મારી ગેંગ સાથે નાસ્તો કરતો હતો.એમાં નવા એડમીશન લિધેલા બે છોકરા નાસ્તો કરવા એક ટેબલ ઉપર બેઠા.(રેગીંગ કરવું ખરાબ વાત છે. રેગીંગથી લોકોને માનસિક અસર થાય છે કરતા પહેલા વિચારવું.)
“એય લંગૂર, નવું એડમીશન? આયાં આવો બેય”- ચેતને બેય છોકરાને બોલવ્યાં.
“ક્યાં ક્લાસમાં એડમીશન લિધું છે?”-નિશાંતે પુછ્યુ
“10મા ધોરણમાં”-બેય છોકરા એકસાથે બોલ્યા.
“આ લાલ શર્ટવાળો કેટલો ક્યુટ લાગે છે નહી.”-રાધીકાએ એક છોકરો તરફ ઇશારો કર્યો, છોકરાએ મુખડું મલકાવ્યું પણ,
“તંબુરો ક્યુટ લાગે છે, ચીબા જેવું નાક છે, આયા આવો નમૂનાઓ”-ચેતને બેયને બોલાવ્યો.
“નામ શુ છે તમારૂ બેયનું?”-ચેતને પૂછ્યું
“મેહુલ, યશ”
“ચાલો બેય એક બિજાને ઝાપટ મારો”-નિશાંતે કિધું.
“બેય એક બિજાને ઝાપટ મારો નહિતર બેય ના પેંટ ઉતરાવીશ ચાલો ઉતાવળ કરો.”-ચેતને કિધું.
પેલા બન્નેએ એકબિજાને ઝાપટ મારી, માનસી આ બધું છેટેથી જોતી હતી, પણ ખબર નહી ક્યાથી એમ.ડી. સાહેબ કેન્ટીનમાં આવી ગયા અને અમારે ભાગવું પડ્યું. લંચબ્રેક પૂરો થયો અને અમે કલાસમાં પાછા જતા રહ્યા.
જેમ-તેમ કરી ક્લાસ પૂરા કર્યા પણ ચાલુ ક્લાસે માનસીને જોવાની હિંમત ન થઇ. આખો દિવસ એજ વિચારવામાં નિકળી ગયો કે માનસી શું વિચારતી હશે મારા વિશે.સ્કુલ છુટી એટલે બધા બસ તરફ વળ્યા અને પાછું આપણું હરામીપણું ચાલું થઇ ગયું. હવે તો એની ઝલક જોવા માટે હું છાનો-માનો કંઇકને કંઇક બહાનું ગોતતો. ક્યારેક વગર કારણે બસની સીટમાંથી ઉભો થતો તો કયારેક ડ્રાઇવરને બસ ધિમે હાંકો એમ કહેવાને બહાને ઉભો થઇ એને જોઇ લેતો.

માનસીના બસ-સ્ટોપ પર બસ ઉભી રહી અને તે નીચે ઉતરી ગઇ.એ સ્ટોપ હતું પંચાયતનગર,બસમાંથી ઉતર્યા પછી તે રોડ ક્રોસ કરીને સામેની બાજુ જતી હતી મારૂ ધ્યાન એના તરફ જ હતું,આજે રાધિકા સાથે ઝઘડીને બારીની સિટ લિધી હતી જેથી હું એને જોઇ શકું, ધિમે ધિમે એ પોતાના ઘરના રસ્તા તરફ વળી અને ગાયબ થઇ ગઇ. એ સામે નહોતી તેમ છતાં જાણે આંખોની સામે હોય એમ લાગતું એક વાર તો ભુલથી રાધિકાને માનસી કહી દિધું. પછી તો શું એને ચીડવવાનું ચાલું કરી દિધું પણ મારૂ બસ સ્ટોપ આવી ગયું અને હું બચી ગયો.જેમ-તેમ કરી નિચે ઉતર્યો અને સિધો જ ઘરમાં જતો રહ્યો.