Indefinite Love books and stories free download online pdf in Gujarati

અનહદ પ્રેમ - પ્રસ્થાવ

“લાલા જાગ હવે, તારી બસ આવી જાશે!”- રસોડામાંથી મમ્મી બોલ્યા.
દરરોજ સવારે આ વાક્ય બોલવામાં આવે એટલે ઊઠી જવાનું, જો ન ઉઠ્યા તો વેલણ સાથે સાક્ષાત મા દુર્ગા આપને પ્રસાદ આપવા પ્રગટ થઇ જાય. મારી સ્ટોરી સાંભળતા પહેલા એક વોર્નિંગ આપી દવ, ભુલે-ચુકે જો હસવાનું મન થાય તો છાના માના હસી લેજો, નહીતર પછી પેટનો દુ:ખાવો થાય તો મને નહી કહેતા.
આખરે મોજ મજાનું ઉનાળું વેકેશન પુરૂ થયું.આજે સ્કુલનો પહેલો દિવસ હતો. હું આંખો ચોળતા-ચોળતા પથારીમાં બેઠો થયો એટલામાં મા દુર્ગા દર્શન આપવા આવતા હોય એવું લાગતા હું ઝડપથી બાથરૂમ તરફ ધસી ગયો અને બ્રશ કરવા લાગ્યો.
“લાલ્યા, જાગ્યો કે મેથીપાક ખાવાનો છે?”- રૂમના બારણેથી મમ્મી બોલ્યા.
“જાગી ગ્યો છું, નાવા બેઠો છું, શું હવે ફોટો પાડીને મોકલું?”-મેં મશ્કરીમાં જવાબ આપ્યો.
“વાયડીનો થા મા!, તૈયાર થઇને નાસ્તો કરી લે, ઉતાવળ રાખજે!”-મમ્મી કહીને રસોડામાં વ્યસ્ત થઇ ગયા.
હું તૈયાર થઈને નીચે નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયો અને પછી રોજનો કકળાટ ચાલુ, તારું ગણિત બહુ ખરાબ છે, ભણવામાં ધ્યાન આપ નહિંતર તારા પપ્પા ઓફિસે લઇ જશે અને પછી મને કહેતો નહિ વગેરે વગેરે...
હવે તો રોજનું રૂટિન થઈ જશે, દરરોજ જમતી વખતે તમને ન ગમતું જ્ઞાન અમૃત વગર પૂછયે આપવામાં આવશે. તમને ગમે કે ન ગમે તમારે સાંભળવું જ પડશે.હા, એ વાત સાચી કે હું ભણવામાં ડફોળ પણ શું લતા મંગેશકર, વિરાટ કોહલી ને આ બધા ભણીને સફળ થયા છે પણ આમને કોણ સમજાવે અને મારે તો ટ્રાય પણ ન કરાય નહીંતર પરિણામ ગંભીર આવે.
હું જેમ-તેમ નાસ્તો કરી બેગ લઇ ઘરની બહાર નીકળો અને નિશાંત(મારો જીગરી)ના ઘર બાજુ ચાલવા લાગ્યો, નિશાંત અને હું બાળપણના મિત્રો, મારી નોન-સ્ટોપ બદમાશીઓનો સ્પીડ બ્રેકર, હંમેશા સાથે જ હોય અને મારા કારનામાઓમાં મારો એકસરખો હકદાર.
નિશુ(નિશાંત) ઘરમાં હતો, મેં ઘરની બહારથી તેને સાદ પાડ્યો.
"નિશુ જલ્દી કર બસ આવવાની તૈયારી છે!", ઘરમાં એને બધા કાનો કહે અને એ એના વ્યક્તિવને ખુબ શોભતું કારણકે ,આ કાનો હંમેશા ગોપીઓથી ઘેરાયેલો હોય, દેખાવે પણ એકદમ ચોકલેટી બોય જેવો પણ તે મારી કરતાં ઘણો હોંશિયાર કલાસમાં ટોપ પર જ હોય અને આપણે હંમેશા છેલ્લાથી ટોપમાં.
નિશાંત પોતાના અંદાજમાં ટાય બાંધતો ઘરની બહાર નીકળ્યો, એક વાત એની બહુ ખરાબ આવીને તરત તમને ટોપો જરૂર કહેશે પણ એના મોઢે ટોપો સાંભળવું મને ગમતું

"કાં ટોપા, સ્કૂલ ચાલુ થઇ ગઈ છે, ગેમ ઇઝ ઓન બ્રો"- નિશાંત મારા ખભ્ભા પર હાથ રાખીને બોલ્યો
"હા કાનુડા, તારે કેદી ગેમ બંધ થય હતી, આ બસ આવી ગઈ."- રસ્તા પર નજર કરતા બસ ઘરના દરવાજે આવી ગઈ
"કેમ છે પાર્ટી ને?"બસમાંથી ચેતન બોલ્યો- ચેતન અમારી ગેંગનો મેમ્બર, રંગીલું રાજકોટ ગેંગનો મેમ્બર, આ ગેંગમાં હજુ એક મેમ્બર બાકી આગળ જોતા રહો..
"હા ચીબા, હા મોજ હા"- મેં અને નિશાંતે બસમા ચડતા ચડતા જવાબ આપ્યો.

આજ બસમાં આમ તો બધાજ જુના સ્ટુડન્ટસ હતા પણ એક વ્યક્તિ નવું હતું, મારી નજર એ તરફ વળી અને બસ એકીટશે એને જ જોતો રહ્યો એટલામાં નિશાંત પાછળથી ધક્કો માર્યો,
"અલ્યા, ક્યાં ખોવાણો છું? હાલ આપણી રિઝર્વ સીટ ખાલી છે."- અમે હંમેશા છેલ્લેથી ત્રીજી સીટમાં બેસતા.
પણ મારું ધ્યાન તો પેલા નવા મહેમાન તરફ જ હતું, નિશાંત અને ચેતન પોતાનામાં મશગુલ હતાં અને હું આ નવી છોકરી જેનાથી મારી નજર હટતી નહોતી, ત્યાં ખોવાયેલો હતો, એટલામાં બસ ઉભી રહી અને ઝમકું બસમાં ચડી, ઝમકું જેનું નામ રાધિકા અમારા ગ્રુપની ચોથી સભ્ય, એને ઝમકું કહો એટલે બહું ખારી થાય.
"આયા આવતી રે ઝમકું, સીટ ખાલી છે."- આમ બસમાં બધા સ્કૂલ ફ્રેન્ડ્સ જ હતા એટલે અમે રાધિકાને બસમાં ય ચિડવતા.
મારૂ ધ્યાન પાછું પહેલી પરી(હસવું નહી-મારી દ્રષ્ટિએ) તરફ ગયું, એટલામાં રાધિકાને ખબર પડી ગઈ કે હું એને જોવું છું
"એય આકાશ, ક્યાં ધ્યાન છે તારૂં હે?, તારેય રોમિયો બનવાનું છે કે શું?"-રાધિકા બોલી
"તારૂં કામ કરને આવી મોટી જગમાતા" કહીને મેં તેનું ધ્યાન ભટકાવ્યું અને એની સાથે વાતો કરવા લાગ્યો.
આખરે અમારૂ મુકામ અમારી સ્વતંત્રતાની જેલ અમારી સ્કૂલ આવી ગઈ.નામ આમ તો સર જે હાઈસ્કૂલ હો! પણ જુના જમાનાની અંગ્રેજો વખતની સ્કુલ. પણ મજા બહુ આવે સ્કૂલમાં.

બીજા રસપ્રદ વિકલ્પો