INDIA to ભારત - 3 Saurabh Sangani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

INDIA to ભારત - 3

દાદા નાના બાળક ને હાથ માં વાટકામાં લોટ ભરીને કીડિયારું પૂરવા જ્યાં કીડીઓ હોય ત્યાં લઈજાય છે એટલે કેવાણુ કીડી ને કણ હાથી ને મન, આજેય મહામારીમાં એવી પ્રવૃતિઓ થાય છે કે કોઈ ભૂખે સુવે નય આખા દેશ માં ચાલી રહ્યું છે, દુનિયાના વિકસિત દેશો, મહાસત્તા ને ત્યાં બીમાર લોકોને જમાડવા વારા કોઈ નથી, આ પણ આ બજારતીય માનશ છે, કે આ મહામારીના સંકટ ની અંદર, મુશ્કેલી ના સમય ની અંદર, યુદ્ધ ના સમય ની અંદર તમામ લોકો જે સક્ષમ છે એ પીડિત લોકોને માટે ઘરની બહાર નીકળતા હોય છે આ દુનિયાના બીજા દેશો માં થતું નથી, આપણે ત્યાં એવા પ્રકલ્પો ચાલુ થઇ ગયા ઘણા એવા સેન્ટરો ચાલુ થઇ ગયા છે જ્યાં જમવાનું બનાવવામાં આવે છે તયાર રાશન ની કીટો બનાવવામાં આવે છે, વિતરણ કરવામાં આવે છે, અમેરિકા,બ્રિટન, રસિયા જેવા દેશો એવું કરી સકતા નથી, કેમ કરી સકતા નથી ? કેમકે મૂળભૂત વિચારધારા ની અંદર આ મુદ્દો જ નથી ત્યાં એકજ મુદ્દો છે કે અમે સરકાર કરીકે અમે તમને એક ભથ્થું આપી દઈએ તમારે જે કરવું એ કરો, પરંતુ ત્યાં એ ભથ્થું કેના માટે વાપરવું કેમ વાપરવું એની સમજણ નથી, અમેરિકા જેવા દેશે ભારત ના લોકડાઉન ની સરાહના કરી પણ તેને લોકડાઉન કરવાની હિમ્મત થતી નથી કેમ કેમકે દુનિયા ભર ના દેશો ભારત સિવાયના દેશો આર્થિક વ્યવસ્થા પર પોતાના દેશ નો વિચાર કરી રહ્યા છે જયારે ભારત એક માત્ર દેશ એવો છે કે પોતાનાજ માણસો, પોતાની જનતા, પોતાના નાગરિકો ની ચિંતા કરીને પોતાના દેશ ની વ્યવસ્થા ગોઠવવાનું અભિયાન એ પ્રકારનું કામ કાજ ચાલે,

માણસો હશે તો બધું થશે આપણે ત્યાં જુના ઘડિયા માં એવું કેતા કે કમાવાનું કમાવાનું પણ માણસો કમાવ, માણસો કમાવશો તો બધું તમારી પાસે આવશે માત્ર રૂપિયા કમાયેલા હસો તો જરૂર પડ્યે માણસો નય આવે રૂપિયાથી, પણ તમે માણસો કમાયેલા હસો તો રૂપિયા જેટલા જરૂર પડશે એટલા આવશે, અને એ પરંપરા ની અંતર્ગત ભારત અત્યારે ચાલી રહ્યું છે,

આપણે ત્યાં કોરોનટાઇન થવું એ નવીનવાઈની વાત નથી આપણે ત્યાં બહેનો થતી જ હોય છે, શરદી ઉધરસ તાવ આવે તો માણસ કોરોનટાઇન થતોજ હોય છે આ ભારતીય સુશ્રુતા છે, ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે, શરીર નું તાપમાન વધ્યું છે એક દિવસ આરામ કરવા દો, ગરમ પાણી પીવડાવજો, આ આપણે ત્યાં નવીનવાઈની વાત નથી હજારો વર્ષો થયા આર્યુવેદ માં કહ્યું છે,

૧૯૧૮ માં એ સ્પેનિશ ફલૂ આવ્યોતો અને આખી દુનિયાની અંદર કરોડો લોકો એની જપત માં આવી ગ્યાતા ને મૃત્યુ પામ્યા હતા ભારત ની અંદર પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારે ગાંધીજીએ એક યોજના બનાવી હતી કે કેવી રીતે રેવું, કેવી રીતે બેસવું, કોને કોને ક્યાં રેવું, કેવી રીતે ખાન-પાન કરવાનું, શું ઉકાળા પીવાના કેવાય છે કે ગાંધીજીના આશ્રમ ની અંદર કોઈને આ ફલૂ ની અસર નોતી થઇ,

એવી રીતે આફ્રિકા ની અંદર પણ એક સમયે આવી કોઈ મહામારી આવીતી ત્યારે ત્યાં પછી ગાંધીજી પોચ્યાતા અને ત્યાં જૉનેશબર્ગ ની અંદર ત્યાં આશ્રમ ની અંદર સિસ્ટમ બનાવી હતી, અને ત્યાં એ સિસ્ટમ પ્રમાણે ત્યાંના લોકોને રાખ્યા, તો એ વખતના ત્યાંના કોઈ અગ્રણી એ ઉલ્લેખ કર્યો છે કે ગાંધીજી ના હોત તો અમે ના હોત એવી મુશ્કેલી માં આવી ગ્યાતા, ગાંધીજી આપણા હજારો વર્ષો ની પરંપરા માંથી ઉતરેલા એક પોત, એમાંથી ઉતરેલું એક રત્ન એ ક્યે છે કે સ્વરાજ,સ્વદેશી ને સર્વોદય આ ત્રણ મુદ્દા પર ભારતીય સમાજે ચાલવાની આવશક્યતા છે, અત્યારે સ્વદેશીને પણ હૈયા માં ધારણ કરવાની જરૂર છેજ સ્વદેશી એટલે પોતાનું કોણ, સમાજ નું કોણ, આ દેશ નું કોણ એને ઓળખીને સમજીને તારવવાની જરૂર છે, એવી રીતે આપણે કઈ ચીજ-વસ્તુ વાપરીએ છીએ એ પોતાની કઈ વસ્તુ છે પોતાના લોકોએ કઈ બનાવીછે એ વાપરવાનો આગ્રહ રાખીને થોડી ઘણી પડતી અગવડ પણ એને સ્વીકારવાની જરૂર છે,

ભારત ની તાકાત છે દુનિયાની કઈ વસ્તુ વાપરવી એને કઈ વસ્તુ આપવી એ નકી કરવાની કે અમે કઈ વસ્તુ તમારી લેશુ એ દુનિયાને બતાવવાની જરૂર છે, અને માત્ર ભારતીય પરંપરા પ્રમાણેજ આ શક્ય બનશે એમનમ ના થાય કેમકે ભારતીય પરંપરા બધા ના સુખ માટેની જ હોય છે,

"आनोभद्रना यंतुविश्वना"

આપણે એવું નથી કહેતા કે આપણુંજ સાચું છે, તમારી પાસે પણ દુનિયામાં ઘણું સારું સાચું છે તો અમે એને પણ સ્વિકારીએ છીએ, તો ભારતીય સમાજ ની અંદર, ભારતીય સંસ્કૃતિ ની અંદર 'ઓન્લી' આજ નથી 'ઓલશો' આજ પણ છે તો ભારતની બારની તમામ સંસ્કૃતિઓ માં તમામ બાર ના પંથ માં તમામ બારણાં ધાર્મિક પુસ્તકોમાં 'ઓન્લી' માત્ર ઓન્લી આજ છે, અને બખેડાઓ, એના ઝગડાઓ, એના આતંકવાદ આ જે બધું ઉભું થઇ રહ્યું છે એ ઓન્લી ના કારણે થાય છે, દરેક ભારતની બારણાં કયેછે અમારુંજ સાચું, અમેજ સાચા, અમારુંજ મોટું આખી દુનિયા અમે કઈયેં એમજ કરવું જોઈએ, આખી દુનિયાએ અમારું સ્વીકારવું જોઈએ ભારતે એવું નથી કહ્યું ભારત એમ ક્યે છે આ શ્રેષ્ઠ છે, તમને યોગ્ય લાગે તો આ વિચારો,

આપણે ત્યાં અશ્વ્મેઘ યજ્ઞ પણ થાય છે અને ઘરની અંદર એક છાણા માં હોમ પણ થાય છે, આ વિકલ્પ છે,

માણસ ની મતિ, બુદ્ધિ, વિકલ્પતા, શક્તિ એના આધારે જે કરી શકે એ કરો ભારતીય સંસ્કૃતિ આ ક્યે છે, તમારાથી થાય એવું કરો આ છે ઓલ્સો છે ઓન્લી નથી,

ઓલ્સો ના કારણે ભારતીય સમાજ દુનિયાભર માં પ્રસરેલો હતો, દુનિયાભર માં ભારતીય સંસ્કૃતિ ના અવષેશો મળશે એ કઈ લડાઈ કરવામાટે તલવાર કે શસ્ત્ર લઈને ગયેલા લોકો નોતા આપણા ઋષિમુનિઓ ગ્યાતા, આપણા વેપારીઓ ગયેલા હતા, આપણા શિક્ષકો ગયેલા હતા અને ત્યાંના માણસોને માણસ ની જેમ જીવવા માટેનું જ્ઞાન આપવામાટે ગયા હતા એ દુનિયામાં પ્રસ્થાપિત થયેલું છે અને એને ભૂલવાળી દેવામાં આવ્યું એટલા માટે દુનિયામાં આ મહામારીઓ માં માત્ર ને માત્ર આર્થિક વ્યવસ્થા પર ગોઠવવામાં અર્થતત્ર ની ચિંતા કરે છે અને ભારત એની ચિંતા કરતું નથી માણસો હશે તો એની રીતે આપમેળે અર્થત્રંત્ર આગળ આવશે,

ક્રમશ...