જીત...સમર્પણ ની....(2) Bhavin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

જીત...સમર્પણ ની....(2)

(પાર્ટ -2 )

આ બધું હોવા છતાં પણ એના માં એક ખામી પણ હતી અને એ હતી એની દોસ્ત દિશા. ખુલ્લા વાળ, ઘાયલ કરનારી આંખો, સ્મિતથી ભરેલો ગોળમટોળ ચેહરો, વતોડિયો મિજાજ અને એકદમ ઓપન કલ્ચર માં ઉછેરેલો જીવ, જેના જીવનની બધી જ દિશાઓ ખુલેલી એ દિશા.

અનંત અને દિશા ની મૈત્રી ની શરૂઆત એક બોલીવુડ ફિલ્મ ની કહાની થી પણ વિશિષ્ટ હતી. અનંત ની જે વાક્ચાતુર્ય અને બીજી કલાઓ માં નિપુણતા નું એક મોટું કારણ હતું એનો પુસ્તકો પ્રત્યે નો લગાવ. એને નવા નવા વિષયો નો વાંચન નો ખુબજ શોખ, એ જરૂરી નહતું કે એ વિષય પછી કોઈ પણ હોય, એ બધુજ વાંચતો.

બ્યુટીકલા હોય કે પાકકલા, યુદ્ધ ની કહાની હોય કે પ્રેમ ની, કવિતાઓ હોય કે શેક્સપિયર ના નાટકો, વિજ્ઞાન કથા હોય કે રામાયણ, ગીતા જેવા મહાગ્રન્થો, બધુ જ એના વાંચન લિસ્ટ માં હોય કોકટેલ ની જેમ. બૂકસ્ટોર પર જયારે જતો ત્યારે એ દુકાનવાળો પણ નક્કી ના કરી શકતો કે આ કઈ પ્રકાર નો વાંચક છે. એવોજ એક દિવસ હતો જયારે અનંત દુકાન પર હતો ને એક કુરિયર વાળો પાર્સલ આપવા આવ્યો. દુકાનદારે પાર્સલ ખોલી ને જોયું તો કોઈ એક કસ્ટમર એ મંગાવેલી એક ખુબજ રેર અને પ્રખ્યાય બુક. એ બુક માટે દુકાનદાર ને કિંમત કરતા ખુબ વધારે મળવાનું હતું એ પણ ફાઇનલ હતું. પણ ત્યાં જ જાણે દુકાનદાર ના નસીબ માં શનિ ની પનોતી નો સમય શરૂઆત થઈ હોય એમ અનંત ની નજર એ બુક પર પડી,

બુક ઉઠાવી અને આમ તેમ પાના ફેરવ્યા ને કહ્યું આ બુક મારી, દુકાનદાર ની નીચેથી જાણે જમીન ખસ્કી ગઈ હોય, આભ માંથી જાણે વીજળી તૂટી પડી હોય, આંખ માં અંધારા આવી ગયા હોય એમ બિચારો બેબાકળો થઇ ને કહે ભાઈ! તું આ આખી દુકાન લઈ જ પણ આ ચોપડી ને છોડી દે...હવે તો અનંત નું મન વધુ લલચાયું, જાણે કે હવે

તો આ ચોપડી જ વાંચવી. એ કઈ પણ કીધા વગર ચોપડી લઇ ને જતો રહ્યો અને દુકાન વાળો જાણે માટી ના પૂતળા ની જેમ બસ જોતોજ રહ્યો. વાત એવી હતી કે દુકાનદાર એ આ ચોપડી માટે દસ હજાર એડવાન્સ લીધા હતા અને સમયમર્યાદા માં જો બુક આપવા નો વાયદો પણ. બુક પાછી છેક દુનિયા ના બીજે છેડે આવેલા પ્રકાશન માંથી ખાસ ઓર્ડર આપી માંગવી હતી. સાંજ પડી ને બુક ને લેવા માટે જેમને ઓર્ડર આપ્યો એ વ્યક્તિ બૂક લેવા આવી. દુકાનદાર પાસે કોઈ જવાબ નહતો એટલે એણે બહાનું કર્યું કે હજી બુક નથી આવી, પણ એ લોકો પણ એક ના બે થવા તૈયાર નહતા કારણ કે એમને એમાંથી નાટક ભજવાવનું હતું. દુકાનદાર એ લોકો ને અનંત નો નંબર આપી ને વાત ને કહ્યું કે જો બુક જોયતી હોય તો આમની પાસેથી તમારે લઈ લેવી.

દિશા જે આ ગ્રુપ ની લીડર હતી એને આ બુક મેળવવા માટે અનંત ને કોલ કર્યો પણ અનંત એ ચોખ્ખી ના પડી બુક આપવાની. હવે વાત વટ પર આવી હતી. બૂક તો હવે એક માધ્યમ બની ગયું દિશા ની તીર નું.

અનંત અને દિશા કયારેય એકબીજા ને મળ્યા પણ નહોતા પણ કોઈ અદ્રશ્ય શક્તિ હતી જે એકબીજા ને મેળવવા માટે આકર્ષિત કરી રહી હોય.

દિશા એ આજે સવાર થીજ નક્કી કર્યું હતું કે આજે કાં તો એ બૂક લઈ નેજ પાછી આવશે અથવા આ શો પડતો મુકશે. એને  સૌ પ્રથમ અનંતના નંબર પર ફોન કર્યો, ત્યાંથી એને તેનું સરનામું મેળવ્યું અને અનંત ને લંઘવા માટે   દિશા એ તીર ચડાવ્યું.

એને સફેદ કલર નું એક્ટિવા પર ગુલાબી ચુડીદાર અને બ્લુ જીન્સ, આંખું મોઢું ઢકાઈ એ રીતે દુપ્પટો બાંધ્યો. એ નીકળી એની મંજિલ ને ગોતવા અથવા તો એમ કહી શકાય કે નિયતિ તેને લઈ ગઈ.

જેમ જેમ એ નિયત કરેલા સરનામાં પર નજીક જતી હતી તેમ તેમ તેનામાં એક અજીબ પ્રકાર નું ચુંબકીય બળ તેને પોતાની તરફ ખેંચી રહયું હોય એવું લાગ્યું. એ જેવી સોસાયટી ના ગેટ પર પહોંચી એવુજ જાણે કે એ એક અલગ દુનિયા માં પ્રવેશી હોય એવું તેને લાગ્યું. એની એવું લાગ્યું કે જાણે પોતે ટાઈમ ટ્રાવેલ કરી રહી હોય, એની સામે એક પછી એક ભૂતકાળ ના ચિત્રો ઉભા થવા માંડયા. આ એજ ગેટ હતો જયા બાળપણ માં એ લોકો લોઢું-લાકડું રમ્યા તા, એજ ગેટ કે જેના પર ચડી ને ઠેકડા માર્યા તા, બધા મિત્રો સાથે તહેવારો ઉજવ્યા તા હોળી ના રંગો હોય કે દિવાળીના ફટાકડા બધા એ સાથેજ ફોડ્યા તા, ઉત્તરાયણ ની દોરી રંગવાની, પતંગ ને કના બાંધવાના અને સવારે શેરડી, ચીકી, જીંજરા ખાતા કાયપો છે.....એવી બૂમો પડવાની મજા....

જેમતેમ કરી દિશા થોડી સ્વસ્થ બની અકટીવા પાર્ક કરી ને સોસાયટી ની અંદર ગઈ, બધું એવુજ હતું જે તેને દેખાઈ રહ્યું હતું, એજ દરવાજા, એજ વૃક્ષો, એજ થાંભલા, એના પર નીચે આવી ગયા હોય એવા લટકતા તાર.  આ બધું જોતી તે નિયત ઘર પર પોહચી ને બેલ મારવા જતી હતી ત્યાંજ એને એ દરવાજો યાદ આવ્યો, ભૂખરા ગ્રે રંગ નો દરવાજો જાણે પેહલેથીજ તેના આવવાની તૈયારી માં હોય એમ તેને આવકારી રહ્યો હતો. બાજુ માં ઉભેલું લીમડા નું ઝાડ તેને નમી નમી ને આવકારી રહ્યું તું, એને બેલ માર્યો, કોઈ એ જવાબ ના આપ્યો એટલે એને દરવાજે થી અંદર જવાનું વિચાર્યું. જેવી એ દરવાજા પાસે આવી એને તેનું બાળપણ ના દિવસ યાદ આવી ગયો. કેમ આજે એને આ બધું યાદ આવી રહ્યું છે એ સમજી શક્તી નથી. એને દરવાજો ખોલી અંદર ગઈ એજ પગથિયાં, એજ બગીચો, એક કુંડા, એજ ખુરશી અને ટેબલ બધું એજ કે જે એને જોયેલું હતું, તે આ બધું જોતા અંદર પ્રવેશી ને ઘર ના દરવાજા પર થી સાદ પડ્યો....કોઈ છે...હેલ્લો....

આંટી..... હેલ્લો......

અંદર નો દરવાજો ધીમેક રહી ને ખુલ્યો, અને એક નવયુવાન, રમતિયાળ, શાંત ચેહરો ફોન માં વાત કરતા કરતા બહાર આવ્યો. દિશા ની આંખો દિશાહીન થઈ ગઈ. શું બોલવું ને શું પૂછવું કઈ યાદ જ ના આવ્યું! એને ઊંડે ઊંડે કૈક યાદ કરવાની કોશિશ કરી.

ક્રમશઃ…

(વાંચકમિત્રો તમારા અભિપ્રાય અમને રેટિંગ દ્વારા આપવ વિનંતી તથા રીડ અને શેર કરવાનું ના ભૂલશો, આગળ નો પાર્ટ ટૂંક સમય માંજ આવશે)