જીત સમર્પણ ની... Bhavin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીત સમર્પણ ની...

એ આવી.......અંદર થી અવાજ આવ્યો....

બારણે ઉભેલા અનંત દરવાજા પર વારંવાર બેલ મારી રહ્યો હતો,

મમ્મીએ ઉતાવળે આવી દરવાજો ખોલ્યો,

રાત ના લગભગ એક વાગ્યો હશે ,

દરવાજો ખોલતા અનંત સીધોજ કઈ બોલ્યા વગર પોતાના રૂમ માં જતો રહયો, મમ્મી એ જમવાનું પણ પૂછ્યું પણ કોઈજ પ્રત્યુત્તર નહીં, ચેહરા પર અનેક ભાવો સ્પષ્ટ દેખાતા હતા.

રૂમ માં જઈ ને સીધોજ અરીસા સામે ઉભો રહી ને પોતાની જાત ને જાણે એક લાંબી યાત્રા ના ફ્લશબેક માં લઇ જય રહ્યો હતો,

મોબાઈલ માં રિંગ રણકી પણ તેને સાઇલેન્ટ કરી ને ફેંકી દીધો, મનમાં ને મનમાં એટલા બધા ભાવો એકસાથે ઉભરી રહ્યા હતા કે તેને પોતાની જાત નો કંટ્રોલ હતો નહીં.

અનંત ની સામે એક અનંત સફર નો જાણે શૉ ચાલતો હોય તેમ તે બધું નિહાળી રહ્યો હતો,

તેને માતા નો એ પ્રથમ સ્પર્શ યાદ આવ્યો જેનાથી એને પેહલી વાર દુનિયા માં સ્પર્શ નો અનુભવ કર્યો હતો, જેનાથી થોડુંક પણ અંતર એને અસહાયક મહેસુસ થતું હતું,

તેને એ રાત યાદ આવી કે જેમાં માએ એને સુવાડવા માટે રાતભરના ઉજાગરા કરેલા,

જિંદગી માં ક્યારેય પણ એક રાગ ન ગાનારી મમ્મી એ એના માટે અલગ અલગ રાગ ના હાલરડાં ગાયા હતા.

દુનિયા માં એક જ રડવાનું એવું છે જેને સાંભળી ને કોઈ ખુશ થાય તો એ છે બાળક નું એ મીઠું રુદન જે સાંભળી એની માતા ખુબજ ખુશ થતી.

એને છાતી એ ચાંપી ને જાણે પોતાના શરીર નો જ એક હિસ્સો હોય એવો અનુભવ કરતી.

એ જયારે પ્રથમ ડગ ભરવા માટે તૈયાર થયો ત્યારે એનો સહારો બનીને એજ ઉભી હતી,

વ્યક્તિ કયારેય પોતાની જાત વિશે પણ નહિ વિચારતો હોય એટલું એક એક માઁ એના સંતાન વિશે વિચારે છે,

સ્ત્રી જ્યાં સુધી માઁ ના બની હોય ત્યાં સુધી એનો પ્રેમી કદાચ એનું સર્વસ્વ હોય શકે , કદાચ બીજું કઈ હોય શકે પણ જયારે એ જ સ્ત્રી માઁ બની જાય ત્યારે એનો પ્રથમ અને છેલ્લો પ્રેમ એનું સંતાન જ બની જાય છે.

એ દિવસે જયારે એ પ્રથમ વખત મમ્મી બોલ્યો, એ સમયે તો દરેક શબ્દો આ શબ્દ માં સમાય ગયા હોય એવું લાગ્યું.

જેમ જેમ તે મોટો થયો એમ દરેક દિવસ ને રાત જાણે નવા નવા ચિત્રો ના રંગ ની જેમ નિખરતા રહ્યા,

પછી એક દિવસ આવ્યો જયારે ભણવા માટે સ્કૂલે જવાનું થયું ત્યારે શરૂઆત તો બન્ને માટે ખુબજ કઠિન બની કેમ કે જન્મ પછી પહેલીવાર આટલા લાંબા સમય માટે દૂર રહેવાનું થયું હતું મન તો માનતું નહતું પણ પોતના અંશ ના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કેટલું જરૂરી છે એ પણ એ જાણતી હોય છે. એને પોતાની જાત ને કેળવી અને સુંદર ભવિષ્ય સપના સંજોતિ કામ માં વ્યસ્ત બની જતી.

એક પછી એક દિવસ ને એમ કરતા કરતા વર્ષો વીતતા ગયા ને અનંત એક દિવસ પોતાના નિર્ણયો જાતે લેતો થઈ ગયો.

અનંત સ્કૂલ પુરી કરી ઉચ્ચ અભ્યાસ માટે કોલેજ માં જવાની તૈયારી કરી રહ્યો હતો, આમ તો કેવાય કે પુત્ર ના લક્ષણ પારણાં માંથી એ પ્રમાણે જ એની કારકિર્દી ને એની માતા ના અગાથ સાથ બન્ને એ ભવિષ્યને ,ના ના... ઉજ્જવળ ભવિષ્ય ને ઘૂંટણ ટેકવા મજબુર કરી દીધું હતું.

પણ આજે તે એકદમ તૂટી ગયો હતો, સમય પણ તેની સામે માઈક લઈ ને તેનો નિર્ણય પુછી રહ્યો હોય એવું તેને લાગતું હતું. તેની હાલત ચક્રવ્યૂહ માં ફસાયેલા અભિમન્યુ જેવી હતી. એકબાજુ ઝળહળતી કારકિર્દી તો બીજી બાજુ એને સક્ષમ બનાવનાર જનેતા હતી. એવું નોહ્તું કે એને બે માંથી એક ની પસંદગી કરવાની હતી પણ બન્ને ને એકસાથે ન્યાય આપવાની વાત હતી,
જયારે આપણે ન્યાયની વાતો કરીયે ત્યારે ખરેખર એક બાજુ આપણે અન્યાય જ કરતા હોઈએ છે કારણ એક ને ન્યાય તો જ મળી શકે જો બીજા ને અન્યાય થાય....
આમ તો અનંત કોઈ હઠીલો હેન્ડસમ બોય નહોતો પણ તેને કુદરતી સુંદરતા-કૃષ્ણ ને જોઈ ને લોકો ના મન માં ભાવ જાગે-એકદમ શાંત અને ગેહરાઈ વાળી આંખો જાણે હ્ર્દય ની વાતો કરતી હોય, એક સામાન્ય યૌગિક સ્મિત, સામાન્ય કાળા પણ થોડા વાંકડિયા વાળ. કપડાં નું એને મન કોઈ વધુ મહત્વ નહીં, એ કોઈ પણ આઉટફિટ માં પોતાને ફિટ કરી લે, સ્વભાવ થી બધા ને એની જોડે વાતો કરવું ગમે, એની વાતોજ એનું વ્યક્તિવ બતાવી દેતી. જેવું તેનું વ્યક્તિત્વ તેનાથી એકદમ વિપરીત તેનો શોખ, એને બાળપણ થી વાર્તા, નાટક વગેરે માં ખુબજ રુચિ અને ફક્ત શોખ પૂરતું મર્યાદિત નહીં પણ ગાંડપણ કહો તોય ચાલે. એના જીવનનું એકજ લક્ષ્ય કે દેશ ની સિતારાનગરી માં જઈ ને તેની આજુબાજુ પરિભ્રમણ કરવું, એની ચમક ને નજીક થી મહેસુસ કરવી અને આમાં જ ખોવાય જવું. એ રાત્રે ના દેખાય એટલા સિતારા ના સપના દિવસ ના જોતો હતો, ફક્ત એક્ટિંગ નહિ પણ એને લખવા, ડાયરેક્ટ કરવા માં પણ ખુબજ લગાવ. એ જયારે લખવા બેસે ત્યારે વાંચનાર ને શબ્દો ગિટારના તાર ની ઝનઝનાટ , વાંસળી ના સ્વરો, મૃદંગ નાદ બનીને હૃદય માં જ ઉતરતા. કોઈ વાર કુદરત ની કરામત જોવામાં એટલો મસ્ત બની જતો કે જાણે પોતેજ એનો ડિરેક્ટર હોય. આ બધું હોવા છતાં પણ એના માં એક ખામી પણ હતી અને એ હતી એની દોસ્ત દિશા.