ધડકનોનાં સૂર - 2 Kuntal Sanjay Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ધડકનોનાં સૂર - 2

*ધડકનોનાં સૂર*
🎼🎼🎼🎼🎼

*ધક ધક - 2*
💗💗💗💗
દોસ્તો, થોડું યાદ કરી લઈએ..અખિલેશ અને નીતિની લવશીપ આગળ વધી ને અખિલેશ સ્ટડી માટે કેનેડા ગયો.હવે જોઈએ...
************************
અખિલેશ સ્ટડી કમ્પ્લીટ કરી પરત ફર્યો ને જોબ પણ તરત જ મળી ગઈ. હવે,નીતિ અને અખિલેશ નાં પેરેન્ટ્સ ની સાસુ સસરા બનવા માટેની ચળવળ શરૂ થઈ ગઈ!
હું હવે નીતિમય બની રહયો હતો.ક્યાંય પણ જાઉં કોઈપણ લૅડીઝ વેર જોઉં એમ થાય કે આ નીતિ,તારે માટે લઇ જ લઉં, તું કેવી રોકતી હતી મને.! "અખિલ આફ્ટર મૅરેજ હું જાડી થઈ ગઈ તો..તું પછી અપાવ્યા કરજે બધું"અને હું અટકી જતો.પરિવારમાં હોવાં છતાં પરિવારથી અળગા આપણે બે એમ રહેતાં!
એમ કરતાં આપણાં લગ્ન નજીક આવી ગયાં.એ 5 દિવસ આપણે એકબીજાંને મળવું નહિ એમ નક્કી કર્યું.અને હું તારાં વિચારોમાં જ દિવસ રાત રહેતો ઘરમાં બેન પણ બહુ ચીડવતી, "મિ. આશિક..5 દીવસમાં મજનૂ બની જશે એ દેખાઈ રહ્યું છે"એમ બોલી ખિલ ખિલ કરતી જતી રહેતી.યુ નો નીતિ,આપણી બાબતે એ સારું હતું કે આપણાં પ્રેમથી કોઈને કોઈ જ પ્રૉબ્લેમ નહોતો.ઘરમાં પણ ખુશ બધાં ને ફ્રેન્ડ્સ પણ ખુશ!
આજે પીઠી નો દિવસ હતો,કઝીન ભાભીઓ એ પણ ચીડવવામાં કોઈ કસર નહિ રાખી,"નીતિ એ તો તમને અમારી સાથેનાં પ્રેમમાં અનીતિ કરતાં શીખવી દીધાં.હવે તો અખિલેશ નું અખિલ વિશ્વ જ નીતિ માં સમાઈ જશે." "ધક ધક" ધડકન વિચલિત! ભાભીનાં આ વાક્ય પર.એમ થતું હતું કે ક્યારે આ વિધિ પૂરી થાય ને ક્યારે કૉલ કરું?બેન બોલી "ભાઈ,તું છેને આ પીઠીમાં દુનિયાનો સૌથી હેન્ડસમ મેન લાગી રહ્યો છે.. કા.....શ કે નીતિ જોઈ શકતે!"અને પાછી ખીલખીલાઈ!હવે હદ બહારની બેચેની..મનમાં ને મનમાં ગણગણવા લાગ્યો,"ઇન્તેહા હો ગઈ..ઈન્તેઝાર કી.. આઈ ના કુછ ખબર મેરે યાર કી .."બધાં વિખરાયા કે તરત હું રૂમમાં ને સીધો તને કૉલ કર્યો,તું પણ રાહ જોઇને જ બેઠી હોય એમ રિંગ વાગી કે તરત ઉપાડ્યો..ને સીધી જ "લવ યુ અખિલ,મિસ યુ અખિલ" ને કિસ્સિયો પે કિસ્સીયો..તારો-મારો પ્રેમ સરખો પણ તારું આવું વળગણ ક્યારેક ડરાવી દેતું નીતુ.
જોતજોતામાં લગ્નનો દિવસ આવી ગયો,મને ઘોડી ચડેલો જોવા તું છત પર આવી ને હું અનિમેષ તને જોતો જ રહ્યો! આમ પણ તને લાલ કલર બહુ જ સુટ થતો હતો અને આજે તો દુલહન નો લૂક... અહાહાહા! લાલ પરી જ જોઈ લો!"ધક ધક" ધડકન વિચલિત!આજુબાજુના અવાજ બંધ ને જાણે ,"દેખો ચાંદ આયા... ચાંદ નઝર આયા..." મનમાં જ ગવાઈ ગયું.તારી નજર મારાં પર ગઈ તારા મૈત્રક રચાયું ને તું સાવ પાગલ ત્યાંથી પણ ફ્લાઇંગ કિસ્સી આપી કૂદાકૂદ!મને ત્યારે એમ થતું નીતિ કે તારી અંદર જ હું બાળક પણ મેળવી શકીશ! યુ નો,તારી આવી નાદાનિયત મને તારી અંદર રહેલાં બાળસુલભ નખરાંઓને પ્રેમ કરવાં મજબૂર કરતી.
હવે વરઘોડો માંડવા સુધી આવી પહોંચ્યો.વિધિ પૂરી થઈ ને મ્હાયરે પહોંચ્યો.તારાં આવવાનો સમય થયો ને હું તો એવો અધીરો કે ક્યારે તારો હાથ પકડું ને ક્યારે ફેરાં પૂરા કરું તું આવી,હસ્તમેળાપનો સમય આવ્યો પંડિતજી બોલ્યાં કે તરત તે તો હાથ લંબાવી દીધો.મારી બાજુમાં બેઠેલો રોનક બોલી ઉઠ્યો,"ભાભી ને બહુ ઉતાવળ લાગે છે હે ને ભાભી?!"બધાં હસી પડ્યાં ને તું શરમાઈ ગઈ!
લગ્ન આટોપાઈ ગયાં.હવે બેસબ્રિ થી જેની રાહ જોતાં હતાં એ રાત આવી.મેં એક મસ્ત સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું.આ રાત માટે જ સ્પેશિયલ.તું અંદર કેવી ફિલ્મી સ્ટાઈલથી બેઠી હતી! આમેય આપણે બે થોડાં ફિલ્મી તો ખરા જ ને.હું આવ્યો મેં ધીમેથી દરવાજો બંધ કર્યો ને તું બોલી,"અખિલ,જલ્દી ઘૂંઘટ ઉઠાવ ગભરામણ થાય છે".હું ખડખડાટ હસી પડ્યો,મેં કહ્યું,કોણ કહે છે ઘૂંઘટ રાખ."અને તારો એ જવાબ.."લે,તું તો જો આજની જ તો રાત હોય આમ,ઘૂંઘટમાં રહેવાની.આ ઘૂંઘટ તારે જ ઉઠાવવાનો છે ચાલ, જલદી!"હું તરત લપકયો તારી પાસે,મેં તારા ને મારા શોખ મુજબ બધાં સોંગ્સનું મેશ અપ બનાવી રાખ્યુ હતું તારે માટે એ જ સરપ્રાઈઝ હતી.શરૂ થયાં એકદમ મસ્ત બેકગ્રાઉન્ડ સોંગ્સ..."સુહાગરાત હે.. ઘૂંઘટ ઉઠા રહા હું મેં...સિમટ રહી હે તું શરમાકે ..."ને તું શરમાયા વગર જ મારી બાહોંમાં આવી ગઈ!આજે બધાં થી અળગા થઈ,બધું જ અળગું કરી બે જીવનો એકાકાર થવાની પહેલી રાત હતી.મેં તારા એક એક આભૂષણો અળગા કરવાની શરૂઆત કરી.નિતુ, તું ગજબ ખૂબસૂરત છે એવું મેં પહેલીવાર આટલું ધ્યાનથી જોયું હતું.ધીમે ધીમે તને અનાવરણ કરતો રહ્યો ને તું ખરેખર શરમાતી હતી આંખ બંધ રાખીને!મારાં અધરો એનું કામ કરવામાં મશગૂલ ને બેકગ્રાઉન્ડ સોંગ"દૂરી ના રહે કોઈ...આજ ઈતને કરીબ આઓ..મેં તુમ મેં સમા જાઉં..તુમ મુઝમે સમાં જાઓ.."અને...અને...એ રાતે એની મદહોશિયત છલકાવી દીધી અને એ સ્વપ્નિલ રાત જીવવાનું સ્વપ્ન પૂર્ણ થયું!
હવે....બીજે દિવસે...
ક્રમશ:
*કુંતલ ભટ્ટ"કુલ"*

*મિત્રો,"ધક ધક ભાગ 3"લઈને ટૂંક સમયમાં જ આવીશ.આ ભાગને પણ "ધક ધક ભાગ 1"ની જેમ જ આપ સૌના પ્રતિભાવો થી અભિભૂત કરશો.*🙏🏻😊