પ્રેમ ની લવ સ્ટોરીઝ - ૪ Mohit Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની લવ સ્ટોરીઝ - ૪

હેલ્લો...

રામ રામ ...

પ્રેમ ની દુનિયા માં તમારું ફરી એક વાર હૃદય થી સ્વાગત કરું છું....

પ્રેમ થોડો ખોવાઈ ગયો હતો...ક્યાંય પ્રેમ ને પ્રેમ મળવાની આશા રહી નોતી....

આવા સુના સુના પ્રેમ ના જીવન માં ફરી એક વાર એક જોરદાર પ્રતિસાદ આવી પડ્યો....

તો ચાલો પ્રેમ ના જીવન માં ફરી એક આટો મારિયે અને એક ડૂબકી કરીએ એની ચોથી લવ સ્ટોરી માં...

વાર્તા -

"hi"

રવિવાર ની મસ્ત સવાર માં મોડો મોડો હુ ઉઠ્યો...

ઉઠતા સાથે આપડા બધાની એક કોમન આદત છે... ફોન જોવાની...

મે પણ ઉઠતા સાથે ફોન ચેક કર્યો.... તો ઉપર ફેસબૂક મેસેન્જર પર કોઇનો મેસેજ આવેલો.....

એક બબલી નો પ્રોફાઈલ પિક હતો.... જે ઉપર "ટિંગ" સાથે આવ્યો હતો...

મે જોયુ તો કોઈક... ક્યાંય નો સાંભળેલા નામ નું વ્યક્તિ હતું... નામ હતું "બ્રિષ્ટી" ..

મને થયું હસે કોઈક નવરું... આમ પણ મોટા ભાગ ના એમાં નવરા ( મારા જેવા ) ને ખોટા માણસો વધારે હોય છે... ...ના ના આ હુ નથી કહેતો... ખુદ માર્ક ભાઈ નું કેવું છે... ખોટા એટલે લખણ ના ખોટા નઈ... ફેંક આઈડી વાળા.....

હા.. તો મે જોયુ ને હુ સવાર સવાર ની ક્રિયાઓ માં લાગી ગયો....

સુ?

ના ના ... મને મોબાઈલ જોડે લઈ જવાની ટેવ નથી...પેહલા હતી હવે છૂટી ગઈ....
( હસી લેવું ... હસવાના પૈસા નથી )

નવરો થઈ ચા નાસ્તો કરી હુ ફોન લઈ ને સમાચાર વાંચવા બેઠો....

તો એ બબલી વાળા ફોટા નું સ્મરણ થયું... ને મે રિપ્લાઈ આપ્યો...

" કોણ ?"

ને હુ ફરી વાંચવામાં વ્યસ્ત થઈ ગયો...

લગભગ ૨૦ મિનિટ પછી એમાં સામેથી ફરી મેસેજ આયો..

" સુ તમે મને ઓળખો છો?"

" લ્યો બસ... મેસેજ તમે કર્યો...ને હુ ક્યાંથી ઓળખતો હોવ?

" ના ના આ તો જસ્ટ પૂછ્યું ...."

" બરાબર... તો મેસેજ કેમ કર્યો જાણી શકું? કઈ મદદ કરી શકું?"

" ના ના કઈ નઈ બસ આ તો તમારી પ્રોફાઇલ મને સારી લાગી એટલે મે મેસેજ કર્યો."

" ઓહો હો.... તો સુ સારું લાગ્યું તમને... મેડમ?.."

" સારું એટલે કે એવું લાગ્યું કે કોઈક સારા વ્યક્તિ છો"

" એવું જો પ્રોફાઈલ જોઇને લાગવા લાગે ને... તો અત્યાર સુધી માં ૫૦ ૬૦ માંગા આવી ગયા હોય... આમ કુંવારા ના ફરતા હોય મેડમ "

એણે હસવાના ઇમોજી સાથે જવાબ આપ્યો.... " વાત તો તમે સાચી કરી હો "

ને આમ પેહલા વાર ની વાત ચીત અડધો કલાક ચાલી....

એવું ફરીથી લાગવા લાગ્યું જાણે ગયા જનમ નું કોઈક ખોવાયેલું મારું જનમ જનમ નું પાર્ટનર મને આ ફોન ના માધ્યમ થી મળી આવ્યું...

ને પ્રેમ નું દિલ ૩ વાર ઢીકા ખાધા પછી... ફરીથી ચોથી વાર ... ગમે એટલા "વાર" સહન કરવા તૈયાર થઈ જ ગયું....

ને એમ ને એમ રોજ વાતો થવા લાગી....

નામ,ગામ,ઠામ, ભણતર, નાત, જાત,શહેર,...

એક બીજા ની બધી નાની નાની ડેટેલ ની આપ લે થઈ ગઈ....

ને લગભગ ૨૦ દિવસ સુધી ચેટીંગ ચાલ્યું....

ને ૨૧ માં દિવસે... રાત ના મોડે ગપ્પા મારતા મારતા મે પૂછી લીધું...

" તમારા લગ્ન થઈ ગયા છે? "

" જો હુ આ વાત નો જવાબ આપીશ તો કદાચ તમે મને અત્યારે જ મૂકીને જતા રેહસો "

" અરે રે એવું તો સુ છે ? " " મને જણાવી સકે તું ...જો મારા પર ભરોસો હોય તો ."

( અમુક વાર આખી જિંદગી ભરોસો ના આવે ને આવા મામલા માં ફટાફટ આવી જાય હો )

ને એણે મને એની આપવીતી જણાવી...

" મારા લગ્ન થઈ ગયા હતા... પણ વરસ પેહલા મે છૂટાછેડા લઈ લીધા છે..."

મને થયું...લ્યો બસ આ જ બાકી હતું.!!!!.. અત્યાર સુધી દગો ને નાત જાત ને બધુંય નડ્યું ને હવે આ બાકી રઈ ગયું તું જીવન માં!!!! ... આ દાડો જોવાનો હતો!!!!!..

મારું દિલ તો અત્યારે ઠેકડા મારી રહ્યું હતું દુઃખ માં... પણ તોય મે તેને પૂછ્યું....

હા એ જણાવી દઉં એની ઉંમર મારા કરતા નાની હતી... ને પાછું એને જોઈ લાગ્યું નતું કે એ પરણેલી હસે...

" પણ કારણ સુ હતું છૂટાછેડા નું? મને આખી વાત કર તો કંઇક ખબર પડે.."

" મારા લગ્ન હુ ૨૦ ની હતી ત્યારે કરાઈ નાખ્યા હતા.... હજી મારી કૉલેજ પણ પૂરી થઈ નતી... પણ સગા માં સગુ હતું ને પપ્પા એ કીધુ ને ઘર ને એ સારું હતું તો મારું કૉલેજ પતે એ પેહલા જ ગોઠવી નાખ્યું "

" પછી ? "

" એને બીમારી હતી... કઈ કરી સકતો ના હતો.. પાછળ થી ખબર પાડી કે બઉ બધું ભેગું છે... ને મારી જોડે દગો કર્યો છે.....હુ ૬ મહિના જ રહી...શરૂઆત માં નવું નવું જ લાગ્યું તે ચાલ્યું મહિનો... પછી ખબર પડતી ગઈ.... ને એક વરસ ના લગ્ન માં હુ ૬ મહિના જ રહી ને મારા મમ્મી ના ઘરે આવતી રઈ ને પછી ગઈ જ નઈ..."

હુ આવક બનીને બધું વાંચતો હતો...

એ બોલી...

" પેહલા તો મે એમ જ માન્યું કે આ જ કિસ્મત છે... પણ એમ કેમ રેહવાય.... વળી એ બીક હતી કે હુ મારા માં બાપ ના ઘરે જઇશ તો લોકો સુ કહેશે... ઈજ્જત આબરૂ નું સુ.....પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મે કંટાળી ને ફિનાઇલ પી લીધું... પણ મને કોઈ દવાખાને ના લઈ ગયું.... ને ના મારી દરકાર કરી... જાણે હુ મરી જાઉં તો કોઈ ને કઈ ફરક નતો....પછી મે નિર્ણય કરી લીધો ને હુ મારા પપ્પા ના ઘરે આવી ગઈ.... ને બસ એક મહિના માં મે છૂટાછેડા લઈ લીધા..."

હુ કઈ લખ્યા વિના એની વાર્તા સાંભળતો રહ્યો....

" મે તો જે હતું એ કઈ દીધું... હવે તમારે રેહવું ના રેહવુ મારી જોડે વાત કરવી ના કરવી હુ તમારા પર છોડુ છું..."

ને એ ઑફલાઈન થઈ ગઈ....

ને થયું મારા મગજ માં મહાભારત ચાલુ....

"મ...હા.....ભા.......... ર..... ત......"
મહેન્દ્ર કપૂર નો અવાજ ગુંજી ગયો....

એનું સાચું નામ અલગ હતું....
"બ્રિષ્ટી" નતુ... હા સાચું નામ મને જણાવી દીધું હતું... પણ હુ એને "એફબી ગલ" કહેતો...

બીજું નાત જાત ને એ બધું સરખું જરૂર હતું...પણ આ તો એવો હથોડો માર્યો હતો કે એક કુંવારો છોકરો .... ને એ પણ પ્રેમ જેવો... પ્રેમ માં અવાર નવાર દગા ખાઈ બેઠેલો તો કેટલું વિચારે....

ને મને એ રાત ઊંઘ ના આવી... ઘણું વિચાર્યું....ને સવાર થતાં એક નિર્ણય સાથે મે એને મેસેજ કર્યો...

" તારી જોડે જે થયું એમાં તારો કોઈ વાંક નથી.... જે થવાનું હતું થઈ ગયું... રહી વાત મારી.. તો મને તારી પર વિશ્વાસ છે . કે તે મને બધી સાચી વાત કરી.... હુ ના તને છોડીને જઇશ... પણ હવે તને મારા જીવન માં લાવા કોશિશ જરૂર કરીશ... એક વાર દુઃખી થઈ ચૂકી છો... કદાચ મારા જીવન માં એટલે જ આવી કે હુ તને સુખ આપુ...મને કઈ જ વાંધો નથી "

ને મે આ ભડાકો તો કરી નાખ્યો... પણ હવે આયો પિકચર માં ઈન્ટરવલ...

ધીમે ધીમે અમારી વાતો વધી ને વાત ચેટીંગ થી લઈ ફોન ને વિડિયો કોલ સુધી જવા લાગી.....

ને થોડા દિવસ થયા ને મે એને કીધુ કે હુ ઘરે વાત કરી દઉં છું... જો તું તૈયાર હોય તો....

એણે કીધુ હુ તૈયાર જ છું....

ને મે હિંમત સાથે ઘરે વાત કરી દીધી...

( પ્રેમ હવે નાનપણ વાળો નથી...b.ed કરી લીધું ને હવે કમાય પણ છે ને પરણવા ને લાયક પણ.. એટલે થોડીક આવી વાત તો કરી સકે ને... )

ઘરે જ્યારે વાત કરી તો પેહલા તો જે બોમ્બ ફૂટ્યો ને એક કલાક જે સાંભળ્યું એનો પાર નતો......

"ગાંડો છો?... પરણેલી છે..અહીંયા નથી...... ક્યાં રહી આવી હોય.. સુ હોય.. સુ ના હોય... ભાન પડે છે?....તને અમે સુ નથી પરણાવાના?... આ બધા ધંધા બંધ કરી દેજે .. આવું કોઈ દિવસ નો બને...દયાવાન છો?...દુઃખ દૂર કરવા બેઠો છો?... વગેરે વગેરે...."

વાંક કોઈ નો નથી ..ઘર માં વડીલ હોય ને આ આપડો જોરદાર સમાજ તો પાછો ખરો જ... એટલે બધા એમની રીતે સાચા....

પણ મારા મન માં તો એમ કે આ બિચારી નો સુ વાંક...

મે ૩ દિવસ પછી ફરી ઘર માં વાતાવરણ શાંત પડતાં વાત કરી ને મમ્મી મે સમજાવ્યા....

એને હુ વાત કરતો હતો બધી આમ થયું તેમ થયું... એ કહેતી

"થઈ જશે"....

ને મે મારા મમ્મી ને મનાવી લીધા કે એ મારા ના થનારા સાસુ જોડે વાત કરે ....

ઘર ગમે તે દુનિયા ના ખૂણા નું હોય... વાત તો "હોમ મિનિસ્ટર" ની જ ચાલે...

એટલે પેહલા મમ્મીઓ ને પકડવામાં આવી....

વાત સરસ થઈ.. નિર્ણય એ આયો કે ઘરે પોત પોતાના ઘર વાળા ને વાત કરી ને જોવાનું ગોઠવી.. ગમશે તો ઠીક.. લેખ હસે બેય ના તો થઈ જાસે.. નઈ તો સંબંધ રેસે...

અમારા બેય વચે ખુશી ની લેહેર દોડી ગઈ.....

અરે અરે..... તમે પણ ખુશ થઈ જાઓ છો હો.... ઊભા રો ઊભા રો.....

"પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત"

મારા ઘરે મારા પપ્પા ને વાત થઈ તો એમને તો રેડી થયા.. કે ભલે દીકરી સારી હોય તો આપડે કઈ વાંધો નથી....

પણ પણ પણ પણ....

મોટી રોન કાઢી મારા ના થનાર સસરા એ....

એના ઘરે જેવી એના મમ્મી એ વાત કરી તો એના પપ્પા એ ભડાભડી બોલાવી....

ને એ હદે બોલ્યા... " એટલા મોટા થઈ ગયા છો.. જાતે ગોત્સો... જાતે લગ્ન કરશો... બાપ તો કઈ છે નઈ..." એ જે હોય જેવો હોય....ના કહી દે જે... ને જો વાત કરી છે હવે તો ફોન પણ લઈ લઈશ...."

ને એ મારી ફેસબુક ગલ નો ફોન આયો... ફોન માં રડતા રડતા બધું સંભળાવી લીધું......

મે પણ એ ડાયલોગ કીધો...

" થઈ જશે " ( પિકચર જોડે કઈ લેવા દેવા નથી )

પણ આ વખતે મારા કેહવાથી ના થયું.. એના પપ્પા મારા ના થનાર સસરા એક ના બે ના થયા....( પેહલા તો ભૂલ કરી હોશિયારી માં... પણ અમુક પુછડી સીધી ના થાય ને )

ને આ ફેસબૂક ગલ નું મન ભાંગી ગયું... મે પણ બઉ ખેંચવાની કોશિશ કરી...બઉ સમજાવી....

ત્યાં સુધી કીધુ કે "આવતી રે..." હાલ લેવા આવું....મૂકી દે ઘર...... પ્રેમ છે વિશ્વાસ છે તો સુ ચિંતા....

પણ એને દોષ આપુ કે એને પપ્પા ને... એ એમ પણ ના માની...

" હુ ભાગુ તો ઘર ની ઈજ્જત જાય.... મારું તો જે થવાનું હતું થઈ ગયું.... પણ તમારુ સુ... તમારી તો આખી જિંદગી છે.. .. હુ તો એક વાર બધું સહન કરી ને ટેવાયેલી છું.... પણ તમે નથી....ભૂલી જાઓ હવે આ બધું.... ફ્રેન્ડ રહીશું... ને મે કદાચ જો કઈ વધારે કરવાનું કર્યું તો ફોન જાસે ને મને વળી ગમે ત્યાં પધરાવી દેસે......સુ તમે એવું ઈચ્છો છે?"

( આમાં બીક પોતાને બીજે પધરાવવા ની હતી... કે ફોન જતા રેવા ની... એ મને થોડુક સમજાયું નઈ...)

ને આ પ્રેમ ની વાર્તા એક સ્ટેપ આગળ આવી .... તોય અધૂરી ની અધૂરી જ રઈ ગઈ......

ને મે પણ પછી વાત ઓછી કરી નાખી... ક્યારેક વાત થાય પણ હવે એને એ પ્રેમ રહ્યો નથી....

પણ પ્રેમ તો પ્રેમ નો પૂજારી... એને તો ગમે એ કરો જાણે જનમ જ પોતાનું વિચાર્યા વગર પ્રેમ કરવા લીધો છે ને....પ્રેમ તો એના મન માં હજી એટલો જ છે....

ને આમ આ મહાન પ્રેમ ની તુચ્છ વાર્તા ...... એક અણસમજ માણસ ના સમજણ ભર્યા વેણ...

ને એની નવી સ્ટોરી આમ જ સમાપ્ત થઈ ગઈ....

બસ દુઆ કરો કે હવે પ્રેમ ને એની પ્રેમિકા ના રૂપ માં પ્રિયતમા ને પત્ની મળે...નકર પ્રેમ નો જીવ તો ખવાયેલો જ છે... જોડે આપનો પણ ખાવાનું ચાલુ રાખશે......

આવજો......