પ્રેમ
જેવું નામ એવું જ....
અરે અરે ઊભા રહો... જેવું નામ એવું જ કામ નોતું.... બસ ખાલી નામ જ એનું પ્રેમ હતું.
તો તમને હુ વાત કરવા માંગુ છું પ્રેમ ની.... જેનું બસ નામ જ પ્રેમ હતું... પ્રેમ તો એ હજી શોધે જ છે....
એના જીવન ની love stories...
હા વાર્તાઓ... એક વાર્તા નઈ....બઉ બધી....
કદાચ લખવા બેસે પરિક્ષા સમજીને તો ૫ ૬ સપલીમેનટરી તો એક્સ્ટ્રા લેવી જ પડે......
હવે જેની પ્રેમ ની વાર્તાઓ આટલી બધી હોય તો એ પ્રેમ પણ કેવો જોરદાર હસે?
અરે અરે વળી પાછા ... ઊંધું ના સમજો ...જોરદાર તો છે જ એ...સ્માર્ટ, ઈન્ટલીજન્ટ...દેખાવ માં પણ કઈ પૈસા પડી નો જાય...
પણ પણ પણ....તોય બિચારો..... આટલી બધી વાર બેકલો થયો... તોય એકલો નો એકલો......
તો ચાલો એની લવ સ્ટોરીઝ માંથી એની પેહલી સ્ટોરી ચાલુ કરીએ....
વાર્તાઓ માં થોડી કોમેડી છે..... ઇમોશન છે....ડ્રામા છે.... ત્રેજેડી છે.......બઉ બધા લોકો છે...અને તોય એકલાપણું છે....
આવો તો આ પ્રેમ ની દુનિયા માં આંટો મારીયે...
વાર્તા - ૧
વેકેશન પૂરું ને હવે નવું વરસ ચાલુ..... નવું ધોરણ ચાલુ થાય એ પેહલા જ નક્કી થઈ ગયું હતું કે હવે સ્કૂલ બદલી નાખીએ... ને આપડા અમદાવાદ માં નવી બનેલી સ્કૂલ માં એડમીશન મળી ગયું હતું...
ધોરણ ૯ ની શરૂઆત.....નવી નવી સ્કૂલ... નવો નવો ડ્રેસ...ને સ્કૂલ નો પહેલો પહેલો દિવસ ...
નીચે શિક્ષકો ઊભા હતા ક્લાસ બતાવવા.....ને પૂછીને ખુશી ખુશી પ્રેમ એ સીડી ચડી....ને ક્લાસ શોધી લીધો... ને ક્લાસ માં અંદર જતા જ એની નજર પહેલી બેન્ચ પર બેઠેલી એક વિશ્વ સુંદરી પર પડી.....એટલે એ કઈ એવી હતી નઈ... પણ એ ઉંમર માં બધી સારી દેખાતી છોકરીઓ વિશ્વ સુંદરી જ લાગે.....( યાદ કરી જોવો )
ઉંમર ૧૪ શરીર ની સાથે મગજ માં પણ હોર્મોન્સ બઉ બધા બદલાવ લાવી રહ્યા તા.. ને એમાંથી સૌથી મહત્વ નો બદલાવ પ્રેમ ને પણ આવ્યો ... "પ્રેમ" નો બદલાવ...
એને જોતા જ દિલ ૩૬૦ એ અને મગજ ના હોર્મોન્સ ૫૮૦ ની સ્પીડ માં ભાગવા માંડ્યા તા.....ને થઈ ગયો પ્રેમ ને જીવન નો પેહલા પ્રેમ...
"વાહ... કેવી મસ્ત છે...." મન માં તાત્કાલિક નીકળી ગયું હતું...
પહેલો દિવસ હતો.... નવા નવા દોસ્ત ધીમે ધીમે બની ગયા....હજી નવી સ્કૂલ હતી એટલે ક્લાસ માં એટલી સંખ્યા હતી નઈ... એટલે સ્વાભાવિક હતું કે વાત કરવાનો મોકો જલદી મળવાનો હતો......
અઠવાડિયું તો સ્કૂલ ને બધું મસ્ત મજા માં ગયું ....ઓલું કહેવાય ને નવું નવું નવ દાડા...
સ્કૂલ જવાના રસ્તે આગળ ગલી માં મહાદેવ નું મંદિર હતું..... સવાર જતા વખતે પ્રેમ પણ પ્રેમ થી દર્શન કરતો હતો....ને ત્યાં એ વિશ્વ સુંદરી પણ એના મતાશ્રી સાથે આવી.... ને પ્રેમ ની નજર પડતાં જ સ્માઇલ આવી ગઈ.....
હવે તો જે એહસાસ પ્રેમ ને થયો... એ એના શબ્દ માં સાંભળીયે... તો થોડીક વધારે મજા આવશે....
" મારી સામે સ્માઈલ કરી આજે તો... આજે તો જઈને વાત કરવી છે..."
પ્રેમ ની ખુશી નો પાર નોતો...
ને રીસેસ પડી....
" હાઈ " તું રોજ સવારે મંદિરે જાય છે?"
"ના ના આજ સોમવાર હતો ને એટલે મમ્મી લઈ ગઈ."
અવાજ સાંભળીને તો જાણે બાળપણ નો સાચો જનમો જનમ વાળો પ્રેમ સ્થપાઈ ગયો...
"હોમવર્ક કર્યું ઇંગ્લિશ નું?"
"હા"
બસ હવે તો એક વાર વાત થઈ ગઈ તો બાનું જોઈએ વાત કરવા માટે ... હોમવર્ક થી બીજું બાનું સ્કૂલ માં હોય જ સુ...
"મને ના આવડ્યું ઇંગ્લિશ માં મને બુક આપને"
" તું આપને તારી બુક.... આપડે અત્યારે જ જોડે કરીએ"
અને ડોકું હલાવીને પ્રેમ જે સ્પીડ માં એની બેન્ચ પર બુક લેવા દોડ્યો કદાચ ઓલમ્પિક માં દોડ્યો હોય ને તો બોલ્ટ ને પણ હરાવી દે.....
" બેય સવાલ જવાબ સોલ્વ કરવા બેઠા...ને મે ખોટું લખ્યું એ એણે એના સુવર્ણ અક્ષરે સુધારી દીધું "
નોંધ - ( ઇંગ્લિશ ની એ વર્કબુક હજી સુધી પસ્તી માં નથી ગઈ. )
હા તો હવે થોડું ફાસ્ટ ફોરવર્ડ કરીએ.....
આમ ને આમ દોસ્તી દોસ્તી મુલાકાત ને વાતો માં ધોરણ ૯ પસાર થઈ ગયું....
હવે આયુ બોર્ડ....
( હા એ વાત જણાવી દઉં... કે પ્રેમ ના પેહલા પ્રેમ ની આ વાત ૨૦૦૯ ની છે.... અત્યારે તો ૫ માં ધોરણ માં પ્રેમ થઈ જાય છે.. પણ હજી અમે ૯૦' પછી ના જન્મેલા માં આટલું એડવાન્સ પણુ હતું નઈ...)
૧૦ માં માં ઉંમર વધી... સમજણ વધી... ને ક્લાસ માં બીજા હેન્ડસમ છોકરા નું આગમન થયું...અમે થોડાક માંથી બઉ બધા થઈ ગયા...
ને એમાના એક સ્માર્ટ છોકરા સાથે આ વિશ્વ સુંદરી નું જોડાણ થઈ ગયું...
પ્રેમ ને ખબર પડતાં આઘાત તો બઉ લાગ્યો...
પણ આ તો પ્રેમ છે.. ને એમાંય બાળપણ ની પ્રીત... એમ કેમ જવા દેવાય....
કોશિશ ચાલુ હતી... ને એક સુવર્ણ મોકો જોઈ ને પ્રેમ એ એના દિલ ની વાત... એ વિશ્વ સુંદરી ને જણાવી દીધી.....
ને ઓલી શરમાઈને ભાગી ગઈ......હવે એ હા સમજે કે ના ?
અડધું વરસ પત્યું...ને રક્ષાબંધન નો પવિત્ર તહેવાર આયો...
આખા ક્લાસ ને પ્રેમ ના પ્રેમ પ્રકરણ ની ખબર હતી....માટે એમાં એના અમુક દોસ્ત સપોર્ટ માટે પણ હતા...
એમાંથી એક એ સમાચાર આપ્યો...
" પરમદિવસે રક્ષાબંધન છે.... ને કાલે આપડે સ્કૂલ માં ઉજવણી કરવાની છે......એવી વાતો સંભળાય છે કે ઓલી તને રાખડી બાંધવાની છે."
આ સાંભળીને નો પ્રેમ આંચકા માં...
" નો હોય.... એને કઈ જવાબ નથી આપ્યો ભાગી ગઈ તી..."
" અરે ભાઈ એની ફલાણી બેનપણી જોડે એ વાત કરતી હતી ને ત્યારે મે સાંભળી લીધું..."
આશિકી ના દીપક તિજોરી સમાન મારો આ મિત્ર મને ચેતવી ગયો..( એ હજી પણ મારો મિત્ર છે ).
સ્કૂલ થી ઘરે ગયો...ઘરે મન ના લાગ્યું... રાતે ઊંઘ ના આવી.... કાલે સુ થશે?...સુ સાચે એ આવું કરશે?.... એ તો મને ૨ વરસ થી ઓળખે છે....પેલો તો હમણે આયો...
વગેરે વગેરે અસમંજસ માં દિવસ નીકળી ગયો....
રાતના એક પળ માટે તો વિચાર આવ્યો પણ કે સ્કૂલ નથી જાઉં....પણ હિંમત તો પ્રેમ ની..... એમ કેમ હાર માની લે...
અને સ્કૂલ માં પેહલા પીરીયડ માં કઈ દેવામાં આવ્યું કે છેલ્લા એક કલાક માં રક્ષાબંધન ની ઉજવણી થશે.....
રિસેસ પડી ને મારી વાર્તા એ આખા ક્લાસ માં વેગ પકડી લીધો હતો....
મારા પરમ મિત્ર મને સમજાવતા હતા...".કેમ આયો યાર એ સાચે રાખડી લાઈન આવી છે .."
મે કીધુ કે જે થશે જોયું જસે!!!..હુ તો આ પેહલા પ્રેમ માં પાગલ જ હતો ...
ને ક્યાં પ્રેમ માં કોઈ સંભાળે જ છે?
ને છેલ્લો પીરીયડ આયો...... હુ શાંતિ થી બેઠો હતો..... અમારા "સર એ એનાઉન્સ કર્યું કે જે જેમના માટે રાખડી લાયા હોય એ બધા બાંધી સકે છે....
એક પછી એક છોકરીઓ ... છોકરાઓ ને રાખડી બાંધતી ગઈ......
મારા દિલ ની ધડકન ડ્રમ ની જેમ વાગી રહી હતી....
ને એ વિશ્વ સુંદરી ઉથી....રાખડી લઈને સીધી આવી મારી પાસે....
" હાથ આપ..."
"કેમ... હુ ના આપુ.. મારે નથી બંધાવી...."
"પણ મારે બાંધવી જ છે"
"સાચું કેહ છે?"
"હા સાચું જ કહું છું"
ને મારા દિલ ના ટુકડે ટુકડા થઈ ગયા....પણ મન માંથી ઘમંડ ના ઉતર્યો....ને એ જ અભિમાન સાથે મે હાથ લંબાવી દીધો... એણે રાખડી બાંધી ને આખા ક્લાસ માં ચિચિયારી પડી ગઈ... ને મારું મોઢું જાણે મહામારી જોઈને દુઃખી થાય એવું થઈ ગયું...
ને હુ એવા મોઢા સાથે બેસી રહ્યો... બસ આંખ માંથી આંસુ ના નીકળ્યા....
પાછળ થી કોઈ એ ચિઠ્ઠી મારી જેમાં લખ્યું તું..
" હવા આયી લેહેર બન કર ચલી ગઈ,
હવા આયી લેહેર બન કર ચલી ગઈ,
મે સિંદૂર લે કે ખડા થા,
વો રાખી બાંધ કર ચલી ગઈ ."
કોણે ફેકી હતી હજી સુધી ખબર નથી...
ને આ પ્રેમ નો પહેલો પ્રેમ ...કોમેડી સાથે જ પતિ ગયો.....
પણ આ તો શરૂઆત હતી... એમ કઈ થોડી પ્રેમ હારી જાય.... પિકચર તો હજી બાકી જ હતું ....
આ તો પ્રેમ છે....
તો પ્રેમ ની બીજી વાર્તા આવતા ભાગ માં....