My experience as a government doctor.. - 1 books and stories free download online pdf in Gujarati

એક સરકારી ડૉક્ટર ના અનુભવો - 1

#lockdown #indiafightscorona #mywriting #myexperiences #healthdepartment #missingthosedays

એક સમયની વાત છે દાહોદ નામે એક ગામ હતું..બધા હળી-મળીને રહેતા હતા.રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ હતી. અને અચાનક એક દિવસ..

મૂળ વાત એમ છે કે કોરોના પેન્ડેમિક એ સ્વાઇન ફ્લુના દાહોદના દિવસો યાદ કરાવી દીધા. ત્યારે 'frontline H1N1 warriors' જેવો હેશટેગ પ્રચલિત હોત તો આપણે પણ પ્રાઉડલી એના માટેની થાળીઓ- તાળીઓ ઝીલી હોત અને દીવડાના પ્રકાશમાં આપણું મોઢું પણ ચમક્યું હોત.. અને ' I can't stay at home because I am a medico' જેવી એકાદ ફ્રેમ આપણાં પ્રોફાઇલ પીક ને પણ શોભાવતી હોત.. કારણકે ત્યારે આપણે હતા સરકારી કર્મચારી.. કહેવા માટે આયુષ મેડીકલ ઓફિસર પરંતુ MBBS ડૉક્ટરના અભાવમાં phc ના રણી-ધણી. અપજશનાં જૂતિયા-ઠીકરા ફોડવાનું સરકાર માન્ય ઠેકાણું..!! (આમ તો જશ-અપજશ બંને હોય પણ સરકારી ડોક્ટર્સ - ઇવન હવે તો પ્રાઇવેટ ડોક્ટર્સ પણ - અને જશ ને તો પૃથ્વી અને સૂર્ય જેટલું છેટું પડી જાય!!)

હા, તો આમ તો પ્રોટોકોલ મુજબ મેડીકલ ઓફિસરે હેડકવાર્ટરમાં રહેવું ફરજીયાત હોય પણ આપણે રહેતા HQ થી પંદર કિલોમીટર દુર દાહોદ સીટીમાં..સ્વાઈન ફલૂ દાહોદમાં હતો નહીં પરંતુ કોરોના ની જેમ એ પણ airborne droplet infection- surface transmission થી ફેલાતો.. આ બધા કન્ટેજીયસ ડિસીઝ હંમેશા રિસ્કી હોય અને ખૂબ ઝડપથી કમ્યુનીટી સ્પ્રેડ થાય એ શક્ય હોય.. એટલે પ્રિકોશન માટેના ઓર્ડર્સ બધા શહેરો-ગામડામાં લાગુ કરી દેવાયા હતા.અને એ હતી ફેબ્રુઆરી-માર્ચ ની સીઝન. દાહોદ ના વતનીઓ માટે ઘરે આવવાનો સમય..ગુજરાતમાં ગમે ત્યાં હોય, હોળી તો વતનમાં જ કરવાની એવો એમનો નિયમ.. દિવાળી કદાચ ઘરે ન કરે તો ચાલે પણ હોળી- ધુળેટી,ગોળ-ગધેડાનો મેળો જોવા તો આવવું જ પડે .. થોડા જ સમયમાં તેમનું આ વેકેશન ચાલુ થવાનું હતું અને જો એવામાં transmission શરૂ થાય તો ફેલાતા જરા પણ વાર ન લાગે..

N-95 અને સેનેટાઇઝર જેવા ટાંચા સાધનોથી દુશ્મન સામે લડત આપવાની હતી.. બધી જાહેર રજાઓ કેન્સલ થઈ ગઈ, મંજૂર કરાવેલી C.L. પણ..! (હા, MO ની નોકરીમાં જિંદગીમાં ક્યારેક પહેલાથી મંજૂર થયેલી સી.એલ પણ હોય અને એવા દિવસો પણ આવે !!!) P.S. મારા લગ્નમાં પોલિયો ના કારણે ન આવનાર ફ્રેન્ડના મેરેજમાં સ્વાઈન ફ્લુના લીધે ન જઈને મારો 'સરકારી બદલો' પુરો કરી લીધેલો મેં!

શિવરાત્રીના દિવસે માસ્ક પહેરીને ઓપીડીમાં બેઠા બેઠા જાત-જાતનાં વિચારો આવતા હતા.. 'શિવ તો સંહારના દેવતા છે' થી લઇ ને 'સ્વાઈન ફલૂ ચાલુ થશે તો ઘરે ક્યારે જવાશે' અને 'જીવન એક જંગ છે' થી લઇને '"Survival of the fittest" ને એવું બધું..!!

રોજ દિવસ ઉગે ને એમ થાય કે આજે તો નહી આવે ને સ્વાઈન ફલૂ નો કેસ? રિપોર્ટ્સ દાહોદમાં થતાં નહીં એટલે બરોડા SSG માં મોકલાતા અને લગભગ 24-30 કલાકે આવતા.. ત્યાં સુધી બધા જ ઉચ્ચક જીવે રહેતા.. શંકાસ્પદ દર્દી થી લઇને તેમનુ સેમ્પલ લેનાર લેબ ટેક.થી લઇને શંકાસ્પદ દર્દી શોધનાર mphw ભાઈઓ સુધી બધાં.. એમ પણ TB ના દર્દીઓ દાહોદમાં વધુ.. એટલે ફલૂ જેવા તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો વાળા સ્વાઈન ફલૂ ના દર્દીને અલગ તારવવાનું કામ પણ અઘરું..

સતત રીપોર્ટિંગ -જાતજાતના ફોર્મસ- આંકડાઓ- daily update - કંટ્રોલ રૂમમાંથી આવતા ફોન - માઈગ્રેટેડ પબ્લિકનું સ્ક્રીનીંગ - ડ્યુટી અરેન્જમેન્ટસ - એસટી સ્ટેન્ડ તેમજ અન્ય ચેકપોસ્ટસ પર MPHW ભાઈઓની ડયુટી - IEC એક્ટીવીટીઝ - શંકાસ્પદ દર્દી માટેનો અલગ પ્રોટોકોલ ફોલો કરવાનો- લગભગ રોજે-રોજ બદલાતી ગાઈડ લાઇન્સ - લોકો નો ડર-દહેશત,એમના પ્રશ્નો - કેટલું સમજાવ્યા પછી પણ શંકાસ્પદ દર્દીઓની સેમ્પલ આપવાની અસહમતી - એમનાં 'i know everything' વાળા દોઢ ડાહ્યા સગા વહાલાઓ (દાહોદમાં આ પ્રજાતિના લોકો પ્રમાણમાં ઓછા હતાં, પણ હતાં તો ખરાં જ)....

ઉપરથી રૂમ પાર્ટનર્સ પણ બંને phc Mo એટલે સતત એ જ વાતો-ઘરેથી આવતાં કોલ્સ અને મેસેજીસ પણ એ જ પૂછતાં.. ઝીંદગી માનો સ્વાઈન ફ્લૂ પર થમ સી ગયી થી...

And, 'This too shall pass' ની જેમ એ મહામારી માંથી પણ ગુજરાત- દેશ અને આખુ વિશ્વ સહી-સલામત બહાર આવી ગયા..બસ કોરોના પેન્ડેમિકમાંથી પણ આવી જ રીતે બહાર આવી જઈશું..મે ગોડ બ્લેસ અસ..

અલબત્ત સ્વાઈન ફલૂ કરતાં કોરોના વધુ ઘાતકી છે- વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે - કમ્યુનીટી સ્પ્રેડ ભયજનક રીતે વધી રહ્યું છે અને આવા lock down ના દિવસો તો સ્વાઇન ફ્લૂ એ દૂર દૂર સુધી દેખાડ્યા ન હતા.. છતાં પણ No night can be longer than 12 hours..બહારે ફિરસે ખિલેગી, રાસ્તે ફિરસે મંઝિલ તક પહુચાયેન્ગે ઔર ઝીંદગી એક બાર ફિરસે મુસ્કુરાયેગી, ડેફિનેટલી..!!

Stay home, Stay positive..☺️

બીજા રસપ્રદ વિકલ્પો