આંખો નાં બળાત્કાર Gopi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

આંખો નાં બળાત્કારઆંખો નાં બળાત્કાર


૧૨ ધોરણ નું પરિણામ આવ્યું ને દેવ નાં ખુશી નો પાર ની હતો.ધાર્યા પ્રમાણે માર્ક્સ તો હતા કે એન્જિનિયરિંગ માં એડમીશન મળી જશે અને થયું પણ એવું! સુરતની સારી કૉલેજ માં એડમીશન મળી ગયુ.એમ તો પોતે અંકલેશ્વર માં રહે માટે રોજ કૉલેજ જવા માટે હવે અંકલેશ્વર થી સુરત અને સુરત થી અંકલેશ્વર ટ્રેન માં જવું પડશે. દેવ સ્વભાવે બહુ સીધો અને શરમાળ હતો.કોઈ છોકરી સાથે વાત કરવામાં પણ એક વાર માટે અચકાય! પણ હવે તો ખરેખર એક નવી દુનિયા માં પગ મૂકવાનો હતો.ઘણા નવા મિત્રો બનશે અને હવે ઘર થી દૂર જઈ ભણવાનું હતું.

કૉલેજ શુરૂ થઈ.રોજ ટ્રેન માં નવા અને અલગ વ્યક્તિ જોવા મળતા.કેટલા અપંગ ભીખ માંગતા અને કેટલી વાર કિન્નર પૈસા માંગવા આવતા! દેવ એ રોજબરોજ ની અવરજવર હોવાથી મુસાફરી માટે પાસ કઢાવ્યો હતો.એમ તો રોજ જગ્યા મળી જતી.કૉલેજ માં આવી ને જરા શરમ ઓછી થઈ અને નવાં નવાં મિત્રો બનતા ગયા.દેવ નું મિત્ર વર્તુળ એટલું મોટું નાં હતું પણ સારા મિત્રો હતા. માનસી, વિકાસ, ધારા, દિવ્ય અને જીત! દેવ સિવાયના બધા મિત્રો સુરત થી જ હતા.નવા મિત્રો સાથે ની નવી દુનિયા જાણે દેવ ને સ્વર્ગ જેવી લાગતી હતી કેમ કે એને ખરેખરી દુનિયા માં હજુ પગ જ ક્યાં મૂક્યો હતો.હજુ તો શુરુઆત હતી! જોતા જોતા ૬ મહિના વિતી ગયા.હવે ટ્રેન નો પ્રવાસ અને મિત્રો સાથે સમય વિતાવવો એ આદત બની ગઈ હતી.

એક દિવસ માનસી અને ધારા કૉલેજ માં આવી તો ધારા ગુસ્સામાં હતી ને બોલ બોલ કરતી હતી અને માનસી એને શાંત કરી રહી હતી.જેવી બંને દેવ સાથે એના ૩ મિત્રો સાથે ઊભા હતા ત્યાં આવી ને આવતા જ ધારા તાડુકી ઉઠી.

"સાલા સમજે છે શું પોતાને? છોકરી બાજું માં બેઠી હોઈ એટલે કંઇ એના બાપા ની મિલકત થાય કે?"

"તું કઈ વધારે જ કરે છે ધારા! પતાવ ને?" માનસી શાંત પાડવા બોલી.

"ના ના હું કહું એને એમ બેસવું જ નાં જોઈએ!"

" અરે શું થયું પણ બંને કેમ એટલી લાલ પીળી થઈ ગઈ છે?" વિકાસ એ પૂછ્યું.

"જો ને વિકાસ, આજે રિક્ષા માં અમે આવ્યા તો હું પેહેલા બેઠી પછી ધારા, પછી થી કોઈ અંકલ આવ્યા તો એ ધારા ની બાજુ માં બેઠા.રિક્શા થોડી આગળ ગઈ તો આ બેન ને શું થયું રિક્ષા વાળા ભાઈને કહે ઊભી રાખો..ને પેલા અંકલ ને ઉતારી ને કે ક્યાં તમે ઉતરી જાઓ ક્યાં અમે ઉતરી જઈએ!" માનસી હજુ કઈ આગળ બોલે એ પેહેલા ધારા એ વાત આગળ વધારી..

"તમને ખબર છે એ સાલો જગ્યા ની હોઈ એમ અંદર ખસી જાય જાણે એણે જગ્યા ની હોઈ એમ નેં હાથ ની કોણી વગર કારણે મારી છાતી ને અડવ્યા કરે..એટલી ઓછી જગ્યા તો હતી જ નહિ કે એને એટલું અંદર ગુસવું પડે. સાલો...હરમી....નપાવટ...#@#@?#?@?#?#?..."

"ઓ..ઓ... બસ તે તો શ્લોક શુરૂ કર્યા પણ..." દેવ એને અટકાવતા બોલ્યો..

"હા કદાચ એને સાચે ની ફાવતું હોઈ ને ભૂલ માં થઈ ગયું હોઈ?" દિવ્ય એ વાત મા તાપસી પુરાવી.

"જો દેવા...હું કઈ કીકલી નથી કે સમજ નાં પડે.બધું સમજ પડે. ડોશી ઘોડી ને લાલ લગામ..#@#?#?@?#?#..આ માનસી જેવા ઢીલી ઢેબરા જેવી છોકરી નાં લીધે ફાવી જાય એ લોકો જેવા નીચ!"

"શાંત થઈ જા, પત્યું ને હવે!" વિકાસ એ કહ્યું...

"હું ક્યાર ની એક જ વાત કહું છું કે તે એને રિક્શા માં થી ઉતારી દીધો પછી કેમ ગરમ થયા કરે છે."

એમ બંને બધા મિત્રો એ એને શાંત કરી અને હસી મજાક કરતા ક્લાસ માં ગયા.પણ દેવ નાં મન માં થયું આ તો થઈ રિક્શા ની વાત, પોતે ટ્રેન માં જાય ત્યારે ઘણી વાર જોઈ કે ઘણી મહિલા આમ ભીડ માં ઉભી રહે.કોઈને એમ બબાલ કરતા તો નથી જોઈ.જો કે મહિલા માટે અલગ ડબ્બો હોઈ છે એટલે જનરલ માં એટલી મહિલા હોતી પણ નથી.આ વાત એના મન માં રહી ગઈ.આખો દિવસ એ જ વિચાર્યા કર્યું.સાંજે ઘરે જવા ટ્રેન પકડવા સ્ટેશન ગયો.દેવ સાથે એક આધેડ વયના કાકા રોજ સાથે હતા.ઘણી વાર એ કાકા એના માટે જગ્યા પણ રોકતાં.પોતાની નોકરી ની, ઘર ની અને દેશ રાજનીતિ ની વાતો કરતાં, દેવ નો સમય પસાર થઈ જતો.આજે પણ એને મોડું થઈ ગયું હતું તો એમને એની જગ્યા રોકી હતી.

"અરે આવ દિકાં, આજે મોડો પડ્યો!"

" અરે કાકા મોડું થઈ ગયું..Thanks તમે જગ્યા રોકી માટે!"

" અરે એ મે તને દૂર થી જોયો એટલે થયું આજે તને મોડું જ થઈ ગયું હશે."

આ કાકા ઘણી વાર છોકરી ને પણ જગ્યા આપતા "લે બેસ દીકરી, તું તો મારી દીકરી જેવી જ ને.શાંતિ થી બેસ" આમ મીઠું મીઠું બોલતાં.એમને જોઈ ને દેવ ને લાગતું આજે ધારા કહેતી હતી એવું હતું હશે કે?

ટ્રેન ચાલવા લાગી..જરા સ્પીડ પકડી એટલે દેવ ની મામા ની છોકરી ઈશા એ જ ટ્રેન માં હતી અને એના ઘરે જ જવા ટ્રેન માં બેઠી હતી. એ જગ્યા શોધતા શોધતા એ બાજુ આવી ને દેવ ને જોઈ ને બોલી,
"દેવ તું પણ આજ ટ્રેન માં? મને એમ કે તને મોડું થશે એટલે તને પૂછ્યું નહિ.બાકી એમ તો તારી સાથે જ અંકલેશ્વર આવી જાઉં એમ વિચારેલું!"

એટલું બોલી ઈશા દેવ ની આજુ બાજુ જોવા લાગી એને બેસવા માટે જગ્યા જોઇતી હતી.દેવ અને પેલા કાકા સામે સામે બેઠા હતા.દેવ ની બાજુ માં જગ્યા ના હતી પણ પેલા કાકા ની બાજુ માં જગ્યા થઈ શકે એમ હતી.કાકા હંમેશા પોતે બેસે એની બાજુ માં પોતાનો ઠેલો મૂકતા અને જ્યારે પણ ઈશા જેવી છોકરી ને જગ્યા જોઈએ તો દીકરી બેસી જા એમ કહી જગ્યા આપતા.આજે પણ હજુ કઈ દેવ બોલે એ પેહેલા કાકા એ કહ્યું,.

"શું શોધે છે?? બેસવા માટે જગ્યા?

"હા પણ દેવ ની બાજુ માં જગ્યા નથી."

"કાઇની ઈશા તું અહીંયા બેસી જા હું ઊભો રહી લઈશ." દેવ ઉભો થતાં બોલ્યો.

ત્યાં હજુ દેવ ઉભો થઇ જાય એ પેહેલા એમનો ઠેલો ફટાફટ હટાવ્યો અને કહે,
"અહીંયા બેસી જા દીકરી.તું તો મારી દીકરી જેવી છે. એને શા માટે ઉભો કરે ખોટું?"

દેવ ને પણ કઈ અજુગતું નાં લાગ્યું.એને થયું મારી બાજુ માં એમ પણ અજાણ્યો વ્યક્તિ છે ને કાકા ની બાજુ માં બારી પાસે ઈશા ને ચિંતા નહિ એમ વિચારી થયું જેમ થાય એમ..ઈશા કાકા ને બહાર ની બાજુ થોડા ખસેડી બારી પાસે એકદમ દેવ ની સામે બેસી ગઈ.ટ્રેન ની ઝડપ સાથે ૩ જણ ની વાત વધતી ગઈ. એ વચ્ચે આજે દેવ ને કાકા નું વર્તન થોડુ અજુગતું લાગ્યું.થોડી વારે મજાક કરી હસી દેતા અને વારે ઘડી તાળી પાડવા ઈશા આગળ હાથ લંબાવતા.ઈશા તો પપ્પા સમાન સમજી કઈ બોલી નહીં.એમ થતાં અંકલેશ્વર આવી ગયું.કાકા પેહેલા ઉતરા અને પાછળ ઈશા અને દેવ ઉતરતા હતા.આ બાજુ કાકા નીચે ઉતરી ગયા ત્યાં એક માણસ પાછળ થી આવી ઈશા ને કહ્યું,.

"આ પાકીટ તમારું છે? તમે બેસેલા ત્યાં પડ્યું હતું?"

જેન્ટ્સ પાકીટ હતું તો ઈશા નું કેમ નું હોઈ? એને દેવ ને આપ્યું જોયું તો કાકા નું હતું.દેવ ફટાફટ ઉતરી ને કાકા ને આપવા ગયો..

ત્યાં જે એને પાછળ થી સાંભળું તો એના પગ નીચે જમીન સરકી ગઈ.કાકા એમના મિત્રો સાથે વાત કરતા હતા ને દેવ પાછળ ઉભો હતો પણ કાકા નું ધ્યાન નહિ હતું.

"અરે યાર આજે તો મજા આવી ગઈ! શું મસ્ત આઇટમ હતી.ઓલા દેવ ની બેન હતી પાછી! વારે ઘડી હાથ પકડવા નો મોકો પણ મળ્યો હા..! આ ઠેલા વાળું બહાનું સારું છે.એક જગ્યા તો ખાલી રહે આવી મજા થઈ જાય ને આંખો ને ને શરીર ને ઠંડક મળી જાય..."

હજુ કઈ આગળ બોલે એ પેહલા દેવ એ કાકા નાં ખભા પર હાથ મૂક્યો ને જેવું ઓલા કાકા એ પાછળ જોયું તો એક તમાચો મારી દીધો.

"બધું સાંભળી લીધું છે મે! આ લે તારું પાકીટ, રહી ગયું હતું ટ્રેન માં, ને સારું થયું રહી ગયું.તારો કાળો ચેહરો ખબર પડી."

દેવ હાથ માં પાકીટ ઠમાવતો બોલ્યો તો ખરો ને કાકો એક વાર માટે ગુસ્સો પણ કરત પણ જો વાત વધે ને દેવ બધા ની વચ્ચે એના વિશે ગમે તેમ બોલે તો એના માટે શરમજનક પરિસ્થિતિ થઈ જાય.એટલે ત્યાં થી ચૂપચાપ જવા માંડ્યું.ચેહરા પર ગુસ્સો અને આંખ માં શરમ નાં માર્યે જતો રહ્યો.ઈશા આ બધું જોઈ રહી હતી.એને પોતાને થયું કે એવી રીતે આડકતરી રીતે કેટલી છોકરી સાથે આમ થતું હશે? કોઈ ઘુરી ને જોયા કરે તો કોઈ ધક્કો મારી આખા શરીર ની સ્પર્શ ની મજા લે.કોઈ જગ્યા ઓછી છે એમ બહાને આમ તેમ હટવા માં ગમે તે જગ્યા એ અડે! આમ સીધા કરતા આંખો ને સ્પર્શ નાં કેટલા બળાત્કાર થતાં હશે!

શું તે દરેક યુવતી ટ્રેન માં કે જાહેર વાહનો માં ટૂંકા કપડાં પેહેરે છે? સાડી હોઈ કે બુરખો અને ડ્રેસ હોઈ કે જિન્સ, જેની નિયત માં ખરાબી છે એ નાં પોતાની ઉંમર જુએ છે નાં સામે યુવતી ની ઉંમર, દેખાવ, કે કપડા ની લંબાઈ?? ઘણી ધારા જેવી છોકરી હોઈ જે અવાજ ઉઠાવે છે અને કોઈ ઈશા જેવી જે શું થાય છે એ સમજી નથી શકતી અને સમજે છે કે કઈ અજુગતું નથી, કોઈ માનસી જેવી છોકરી હોઈ છે કે જે સમજે બધું છે પણ નાં અવાજ ઉઠાવે છે નાં પોતાના ઘરે કઈ કહી શકે છે અને સહન કર્યે જાય છે.વિચારો આ ૩ માંથી તમે કોણ છે?????


"કઈ તો કીમતી હશે આ સ્ત્રી નાં શરીર માં!
એ શરીરે વેચાય પણ છે ને શરીર એ કમાય પણ છે!
બીજ ને ધારણ કરનાર પુષ્પ ની સુંદરતા માં,
જન્મદાત્રી સ્ત્રી ની સુંદરતા માં ક્યાં ફરક?
એક ચૂંટાય છે ત્યાં બીજી ક્યારેક ચૂથાય છે!"