મરતી વખતે કે ગમે ત્યારે માણસ ને પૂછો કે તારા જીંદગી ના આનંદ ના દિવસો કેટલાં તો પહેલા તો મુંજાશે.બહુ પૂછશો તો માંડ ત્રણ કે ચાર કે પછી વધુ મા વધુ દસ.જીવન આટલું મોટું અને આનંદ ફ્ક્ત આટલા જ દિવસ.તો બાકીના દિવસો શુ દુ:ખ મા જ કાઢ્યા. બહુ આશ્ચર્ય જનક વાત છે. માણસ નું જીવન તો જોઈએ સતત ઉલ્લાસ થી ભરેલુ .
જ્યારે માણસ ભણી ગણી ને કમાવવા લાગે ત્યાર થી એક ચિંતા ના વમળ માં એવો ફસાય કે વાત પુછો માં.પહેલા કમાવવાની ચિંતા.કમાવવાનું શરૂ કરે ત્યારે પહેલાં જોબ ગમતો મલે તેના માટે કેટલી મથામણ કરે.જોબ ગમતી ના મળે તો એવી રીતે જોબ કરે જાણે ઢશસરડા કરતો હોય. પહેલી વાત માણસ ને જે ગમતુ હોય તે જ જોબ સ્વીકારવી જોઇએ. ડૂ વ્હોટ યુ લવ. એ સિદ્ધાંત કાયમ યાદ રાખવો જોઇએ. સમજો, સચિન તેંડુલકરે ક્રિકેટ ને બદલે કોઈ ભી બીજો પ્રોફેશન લીધો હોત તો તે સુખી થોડી હોત.તો મહત્વની વાત ડુ વ્હોટ યુ લવ. તો તમે જીંદગી માં આનંદ કરી શકશો. અગર તમને તમારો ગમતો જોબ ના મળે તો જે જોબ મળે તેને ગમતો કરી લેજો. જેમ ડુ વ્હોટ યુ લવ છે ,તેમ લવ વ્હોટ યુ ડુ પણ છે.
જે પણ કામ મલે તેને જો ખુબ રસ થી ખુબ દિલ દઈ ને કરવામાં આવે તો તે કામ નો આનંદ જ ઓર છે.જીવન નો સૌથી મોટો બોથપાઠ આ વાત માં રહેલો છે.જ્યારે કોઈ પણ માણસ પોતાના કામ ને આનંદ ગણે છે ત્યારે તે કામ પ્રાર્થના બની જાય છે .આનંદ કયાંય થી આવતો નથી, આનંદ કરવો પડે છે.
કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે કે ફળ ની આશા રાખ્યા વગર તુ બસ કર્મ કર. આ વાત નાનપણ થી સાંભળતો હતો. પણ મને સમજાતી નહોતી. એમાં પણ જયારે s. s. c. માં હતો ત્યારે ઍક તો પાસ થવાનું હતુ તેમાં આ બધી વાતો વાહિયાત લાગતી, કારણ કે
સારા ટકા લાવવાના છે, તે જ ફળ મેળવવા ની આશા છે.તેજ ના હોય તો મહેનત કરીયે જ શું કામ.
વર્ષો ગયા પછી આ વાત બરોબર સમજાણી કારણ એક વખત ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું કે કુંભાર જ્યારે ઘડો બનાવે ત્યારે જો તેની નજર ઘડા બનાવવા કરતા પૈસા કમાવવા પર જ હોય તો તે ઘડા બેનમુન ના બનાવી શકે. પણ જો તેનું ધ્યાન એક જ પર હોય કે બસ મારે ઘડા સુંદર અને બેનમુન બનાવવા છે,ચાહે ગમે તે થાય. મારો ધર્મ બસ સારા ઘડા બનાવવાનું છે.
અને કુંભાર જો પુરી તન્મય તા થી એકાગ્રતા થી દિલ દઈ ને ઘડા બનાવે તો એ ઘડા સુંદર અને મસ્ત જ બનવાના છે.અને સારા અને સુંદર ઘડા ના પૈસા પણ સારા જ આવવાના છે. લક્ષ્ય પૈસા પર ના રહેતા ફક્ત ઘડા બનાવવા પર રહે તો માણસ ઘણા તણાવ માં થી મુક્ત થઈ જાય.
માણસ ચાહે ગમે તે જોબ કરતો હોય પણ તે જોબ માં તેને આનંદ ના આવતો હોય તો તે કામ મા આનંદ લાવવાનો હોય. તે કામ તેને પુરા ખંત થી, પુરા રસ થી, પુરી તન્મયતા થી કરવાનુ હોય. જયારે પણ તમે તમારૂં કામ પુરી તન્મય તા થી કરો છો ત્યારે તે કામ પુજા થઈ જાય છે, તેજ કામ પુજા થાય છે, બાકી બધા કામ ઢસરડા થાય છે.અને ઢસરડા થી કરેલા કામમાંથી આનંદ કેવો. અને જે પણ કર્મ કરો તે એટલા ઓતપ્રોત થઈ ને કરી કે જાણે તે કામ જીવન નું છેલલ્લુ કામ હોય. આ રીતે કર્મ કરીને તમે પરમ આનંદ પામશો.
તો મર્યા પછી ભગવાન મલશે કે નહિ તે તો ખબર નથી, પણ મરતા પહેલાં કે જીવન ના કોઇ પણ સમયે તમે છાતી ઠોકી ને કહી શકશો કે હા હું આનંદિત છુ કારણ મે હરેક કર્મ ને પુરા આનંદ અને તન્મય તા થી કર્યું છે. તો મરતી વખતે કે મરતા પહેલા કરેલા કોઈ પણ કર્મ નો અફસોસ નહિ રહે.
To be continued....