Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - 3. ચીંટુ - મમ્મીનું ગર્વ

3. ચીંટુ - મમ્મીનું ગર્વ

ત્રણ વર્ષનું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કેટલું સરળતાથી કરી લેતું હોય છે....? ગીતો, વિડિઓઝ, ગેમ્સ - આરામથી શોધી કાઢે અને ચાલુ પણ કરી લ્યે. સ્ક્રીન પરની દરેક 'એપ'ને તેના પ્રતીક કે રંગથી ફટાફટ ઓળખી કાઢે. અને, નાની ને નાજુક આંગળીઓ તો એવી ફરે કે જાણે ફોન વાપરવમાં નિપુણતા હાંસલ કરી હોય..! આટલી વિશેષતા હોય પછી ચીંટુની મમ્મીને ગર્વ કેમ ન થાય..? કોઈ પણ મમ્મી-પપ્પાને ગર્વ થાય..!

"મારો ચીંટુ અત્યારથી જ ગેઇમ રમવામાં બહુ હોશિયાર હો..! આપણને તો એટલી ખાસ ખબર જ ન પડે - ફોન માં કે ગેઇમમાં....! કાર્ટૂન-વિડિઓ જોવાના એને બહુ જ ગમે.. ને, એ સમયેતો કોઈની સામે નજર પણ ના કરે - એકદમ એકચિત્તે, ખૂબ ધ્યાનપૂર્વક - માથું ઊંચું જ ના કરે..! અને હા, ફોન એના હાથમાં આવી ગયો એટલે આખા ઘરમાં શાંતિ...! બાકી તો, આપણાં ઘરનાં કામકાજ થઈ રહ્યા..!" મમ્મીની ગર્વ ભરેલી વાતોથી ચીંટુને પોરસ એવું ચઢ્યું કે સ્માર્ટફોનમાં ચાલતી કારની સ્પીડ વધી એટલુંજ નહીં; બલ્કે આંગળીઓ, ફોન ને કમરથી ચીંટુ પોતે બધું જ ડાબે-જમણે અંગળાઈ લેવા લાગ્યાં..!

બપોરની નિરાંતની પળોનો લાભ લઇ બેસવા આવેલા પડોસવાળા આંટીએ પોતાની નાની દીકરી બબલી ની વાત ચાલુ કરી, " મારી બબલી..., એય એવી વાતો કરે..., શું વાત કરું....?" ને..!

ને, શું..? અચાનક બધું શાંત, નીરવ શાંતિ. થોડી વાર ફોનની સ્ક્રિનપર કોમળ કળી જેવી આંગળીઓએ ધમપછાડા કર્યા પણ કારને એવી બ્રેક લાગી કે રડ્યા વગર છૂટકો નહોતો. "મમ્મી..ઇ..ઇ...!!" મમ્મીની વાતોમાં ભંગ પડી ગયો. પડોસવાળા આંટીનેય થોડું ખરાબ તો લાગ્યું હશે. કેટલી સરસ વાતો ચાલતી હતી.., હજું એમની 'બબલી'ની વાતો તો બાકી જ હતી. આંટીનો દયામણો અને અણગમા થી ભરેલો ચહેરો જોઈ ચીંટુએ વોલ્યુમ થોડું વધારી ને 'ઈ.. ઇ.એં.. એં..." થોડો તીવ્ર અને ઊંચો સૂર આલાપ્યો.

"ચૂપ કર!" કહી મમ્મીએ ચીંટુ ને શાંત પાડવા થોડો ઉગ્ર શૂર બતાવી જોયો. કોઈ ફાયદો ન થયો. "આજકાલ આ છીંકરની જીદ બહુ વધતી જાય છે!" નિસાસા સાથે બાબલીના મમ્મી તરફ નજર કરી.

"તોય તમારો છોકરો તો ઘણો ડાહ્યો છે. મારે બબલી તો ટીપીએ નહીં ત્યાં સુધી સાંજે નહીં.! બબલી આંટીના પાઠ શીખવવાની રીત વિશે સાંભળી ચીંટુને જાણે કાઈ અજુગતું જ લાગ્યું. તેને મનમાં થયું કે મમ્મી નવો પ્રયોગ પોતાનાં પર અજમાવે નહીં તો સારું!

"ઇ..ઇ..ઇ..અ.. .." શરૂ કરી પોતાના હાથમાં રહેલો મોબાઈલ મમ્મી તરફ ધરી દીધો...

હવે, મમ્મીએ તો ચીંટુને ન્યાય કરવો જ રહ્યો. મમ્મી માટે, વાત હવે માત્ર ચીંટુની આવડતની નો'તી; આબરૂની પણ હતી.
ચીંટુને એ તો અહેસાસ થઈ ગયો હતો કે એના ફોનમાં કે મમ્મીની વાતોમાં આવી પડેલું વિઘ્ન ચલાવી લેવામાં નહીં આવે. "એક મિનિટ...", એમ કહી મમ્મીએ ચીંટુના હાથમાંથી ફોન લીધો, બે-ચાર બટન આમ-તેમ તપસ્યા; પણ ફોન હેંગ..!

"અરે.. આ શું? ફોન તો હેંગ...! હવે પપ્પા આવીને ફોન સરખો કરે ત્યારે..! ચાલ, બીજું કાંઈ રમ..! નહીં તો થોડી વાર સુઈ જા..! "

મમ્મીના શબ્દોએ ચીંટુના ચહેરા પર એવી બે-ચાર લાંબી ને ત્રાંસી કરચલીઓ ખેંચાઈ ઉઠી કે જાણે દરિયાનું ઊંચું મોજું ઉછળશે ને 'બબલીની વાતો..' ક્યાંક તણાઈ જશે એવા ભાવથી આન્ટીની લાગણીઓ વરસી પડી....! " લે બેટા, આ મારા ફોનથી રમ. આમાં ગેઇમ નથી..! ચાલ યુ ટ્યૂબ કરી દઉં. ગીતો સંભાળ.., લે..!"

ચીંટુને મોબાઈલ મળ્યો, આંટીને માન સ્વરૂપે ચીંટુનું નિર્દોષ સ્મિત મળ્યું અને મમ્મીને ગર્વની લાગણ થઈ...!

... વધુ આવતા અંકે.. ભાગ - ૪ માં..

- કે. વ્યાસ