પેલે પાર - ૭ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેલે પાર - ૭

(આપણે જોયું કે U.S. સેટલ થયેલો અભિ શ્લેષા અને તેનાં ડેડી દ્વારા વારંવાર અપમાનિત થાય છે. સમીર મહેતા નાં શબ્દો સહન ન થતા અભિ નાસ્તો કર્યા વિના પગપાળા નીકળી જાય છે. ચાલતાં ચાલતાં હવેલી જવાનું નક્કી કરી ત્યાં પહોંચે છે. શ્રીજી બાવા નાં દર્શન કરી બહાર પ્રાંગણમાં બેઠો વિચારમગ્ન થઇ જાય છે. પોતાની લાલસા એ જ તેનો આ હાલ કર્યો છે.)
હવે આગળ……….

સુરેખા બહેને જયારે અભિ ને મીરા નો ઉલ્લેખ કર્યો તો તે કંઇ જવાબ દીધા વિના નીકળી ગયો. અને વિચારવા લાગ્યો, “મીરા…….મીરા……..મીરા. શું મળશે હું મીરા સાથે રહીશ તો? કદાચ પાંચ- સાત વર્ષે ૩BHK કે એકાદ ગાડી. બહુ તો થોડી લાઇફસ્ટાઈલ ઊંચી થશે એથી વિશેષ શું? અને તેનાં પિતા, મારાં માતા-પિતા ની જવાબદારી પણ ખરી જ ને. મારાં સ્વપ્નો બહુ ઊંચા છે. મારે તો આકાશ માં ઉડવું છે. એ લાઈફ મને સમીર મહેતા નાં જમાઈ તરીકે જ મળી શકે. શિકાગો જેવા શહેર માં સેટલ થયેલો બિઝનેસ, સ્વપ્ન થી પણ સુંદર ઘર અને શ્લેષા જેવી પોતાની સાથે શોભતી મોડૅન છોકરી.”
અભિ મનોમન મીરા અને શ્લેષા ની કમ્પેર કરવા લાગ્યો. ક્યાં મીરા જેવી ઓલ્ડ લુક છોકરી અને ક્યાં શ્લેષા જેવી બોલ્ડ છોકરી. “ અભિ તારી સાથે મીરા જેવી દેશી છોકરી નહિ પણ શ્લેષા જેવી એન.આર.આઇ. છોકરી જ શોભે.” એમ વિચારી અભિ એ મીરા ને એક જ ઝટકે પોતાના મન માંથી કાઢી નાખી.
એક વાર ફરી મહેતા ફેમિલી સાથે અભિ ની મુલાકાત ગોઠવાઈ. અભિ એ પણ જોતો હતો કે શ્લેષા તેની સાથે વાત કરવાનું ઇગ્નોર કરતી હતી. પણ અભિ એ એમ માન્યું કે નવા વાતાવરણ માં તે અનકમ્ફોર્ટેબલ ફીલ કરતી હશે એટલે બોલતી નહિ હોય.
ફાઇનલી મહેતા અને શાહ પરિવાર વચ્ચે મીટીંગ ગોઠવાઈ. મનહર લાલ અને સુરેખા બહેન ની અનિચ્છા છતાં તેમને આ મીટીંગ નું ભાગ બનવું પડ્યું.
“ અભિ લગ્ન પછી અમારી સાથે શિકાગો આવશે અને અમારી સાથે રહેશે. અમારો બિઝનેસ શ્લેષા ની સાથે રહી સંભાળશે. MBA થયેલા આ છોકરા ની અહીં શું વેલ્યુ? એ તો બિઝનેસ મેન થવા જનમ્યો છે.” સમીર મહેતા બોલ્યે જતા હતા. “ આમ પણ અમારા પછી અમારું બધું શ્લેષા નું જ છે તો પછી બંને ને સાથે મળી સંભાળવા દો.” સમીર ભાઈ એ કહ્યું.
“ પણ સમીર ભાઈ અભિ તો તેની ફાઈનલ એક્ઝામ આપ્યા પછી જ અહીં થી નીકળશે ને?” મનહર લાલ વચ્ચે બોલ્યા.
“ મારી વાત પૂરી નથી થઇ મનહર ભાઈ. અને મને મારી વાત વચ્ચે થી કપાય એ ગમતું નથી.” સમીર મહેતા નાં શબ્દો થી મનહર લાલ થોડા ઝંબવાઈ ગયા પણ અભિ તરફ થી પિતા નાં અપમાન છતાં કોઈ પ્રતિભાવ ન મળતા તેમને બાકી ની બધી બાબતો માં મૂક સંમતિ આપી દીધી.
“ અભિ ને એક્ઝામ દેવાની શી જરૂર છે? એને ક્યાં જોબ કરવાની છે તો ફાઇનલ નું સર્ટિફિકેટ જોઈએ. તમે બસ લગ્ન ની તૈયારી કરો.” સમીર મહેતા બોલ્યા. સુરેખા બહેન ચમક્યા પણ મનહર લાલે તેમને ઈશારે થી શાંત કર્યા.
અભિ એ ત્યાર પછી મીરા ને મળવાનું અવોઇડ કર્યું. એકાદવાર IIM માં મળી તો નજર ફેરવી જતો રહ્યો. મીરા ને કદાચ સૌમ્યા પાસે થી જ બધી બાબતો ની જાણ મળી ગઈ હશે. તેથી તેને પણ કોઈ રિએકશન ન આપ્યું.
કોર્ટ મેરેજ કરી અભિ મહેતા પરિવાર સાથે દસ જ દિવસ માં શિકાગો જવા રવાના થયો. શ્લેષા હજી પણ તેનાં થી દૂર હતી. અભિ એ માન્યું કે શિકાગો પહોંચી બધું બરાબર થઇ જશે.
શિકાગો પહોંચતા નાં બે જ દિવસ માં ચિત્ર કંઇક જૂદું હતું. શ્લેષા એ અભિ ને કહી દીધું કે આ મેરેજ મમ્મી-પપ્પા ને ઇન્ડિયન જમાઈ નો મોહ હતો એટલે કર્યા છે બાકી મને તારા માં કોઈ ઇન્ટરેસ્ટ નથી.
અભિ અચાનક હવા માં થી નીચે પટકાયો. પણ તેને હતું કે તે પોતાના પ્રેમ થી અને બિઝનેસ સ્કીલ નાં ઉપયોગ થી આખા પરિવાર અને શ્લેષા ની નજીક પહોંચી શકશે.
(ક્રમશઃ)