પેલે પાર - ૩ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પેલે પાર - ૩

(આપણે જોયું કે અભિ જે ગુજરાત નાં અમદાવાદ માં રહેતો અને કૉલેજ માં અભ્યાસ માં તેજસ્વી હોવાના કારણે તેની મહત્વકાંક્ષા U.S. સેટલ થવાની હતી. આથિૅક રીતે મધ્યમ પરિવાર આ માટે તૈયાર ન હતો તેથી તેને IIM માં થી MBA નો અભ્યાસ શરૂ કર્યો. IIM માં તેની સાથે અભ્યાસ કરતી મીરા નાં સાદગીપૂણૅ દેખાવે અભિ ને તેની નોંધ લેવા મજબૂર કર્યો. ત્યારબાદ ધીમે ધીમે મીરા ની સ્વાભિમાની સ્વભાવ તરફ તે આકષૉયો.)
હવે આગળ જોઈએ.

મીરા ની સમોસા વાળી વાત યાદ આવતા અભિ નાં ચહેરા પર હાસ્ય ની આછી લકીર રેલાઈ ગઈ. “ કેટલી સરળ હતી મીરા. ન કોઈ છળ, ન કોઈ છેતરપીંડી, તેની વાત માં કોઈ ઘમંડ ન હતું છતાં કેટલી સ્પષ્ટતા થી તેની વાત રજૂ કરી દીધી.” અભિ એ વિચારી રહ્યો હતો ત્યાં જ તેનાં ફોન ની રિંગ વાગી.
“ અભિ વ્હેર આર યુ બેટા, આઇ એમ વેરી વરીડ અબાઉટ યુ. બેટા, જ્યાં હો ત્યાં થી જલ્દી ઘરે પાછા આવો પ્લીઝ.” મિસિસ રોમા મહેતા એ કહ્યું, “ ઓકે મોમ આઇ વિલ કમ ઈન હાફ એન અવર.” અભિ એ જવાબ આપ્યો. “ બેટા ડોન્ટ કોલ મી મોમ પ્લીઝ કૉલ મી મમ્મી ઓર માઁ.” મિસિસ રોમા મહેતા બોલ્યા. “ ઓકે મમ્મી.” અભિ એ જવાબ આપ્યો.
મિસિસ રોમા મહેતા એટલે કે અભિ નાં મધર ઈન લો જે રમીલા માં થી U.S. જઇ રોમા બન્યા.
નામ માં ભલે વેસ્ટર્ન લુક હોય પણ રોમા બહેન આમ તો પુરા ગુજરાતી. ગુજરાતી લહેકો, ઢબ, કે વસ્ત્ર પરિધાન પણ તેનું પાશ્ચાત્ય પણું જોવા મળતું નહિ.
એ ખરું કે “ જેવો દેશ એવો વેશ” ની જેમ રોમા બહેન નાં ગુજરાતી પણા પર થોડો પાશ્ચાત્ય નો વરખ ચડેલો હતો. પણ શિકાગો નાં ગુજરાતી માં તે સંપૂર્ણ ગુજરાતી તરીકે શોભી ઉઠતાં.
અભિ ને જમાઈ ની જેમ નહિ પણ પોતાના દીકરા ની જેમ જ વ્હાલ કરતા. આ અજાણ્યા દેશ માં જયારે અભિ મન થી તૂટેતો તો રોમા બહેન શબ્દો કે તેમનો મીઠો હાથ માથે ફરતો તો તે મલમ નું કામ કરતા.
અત્યારે પણ રોમા બહેન ના શબ્દો એ વિહ્વળ બનેલા અભિ નાં મન ને શાંત પાડ્યું. તે મીરા નાં વિચારો ને ખંખેરી પોતાના ઘર તરફ રવાના થયો.
રાત્રી નાં લગભગ સાડા બાર થયા હતા. છતાં શિકાગો નાં રસ્તાઓ હજી જીવંત હતા. ખબર નહિ આ શહેર ઊંઘતું હશે કે કેમ ! પ્રકાશ થી ચમકતા ઉંચા બિલ્ડીંગો ની વચ્ચે થી પસાર થતા રસ્તા પર અભિ ડ્રાઈવ કરી જઇ રહ્યો હતો. એક તરફ ક્યાંય પૂર્ણ ન થનારા રસ્તાઓ ને બીજી તરફ શાંત શિકાગો નદી….
“ કેટલું સુંદર અને સ્વચ્છ છે આ નગર. આની જ તો ઈચ્છા હતી મને.” અભિ ને મન માં વિચાર આવ્યો. કેટલો ખુશ હતો જયારે તે U.S. આવ્યો હતો. ત્યારે જાણે તેના પગ જમીન થી બે ડગલા ઉપર હવા માં હતા. બધું જ પોતાની બાથ માં ભરી લઇ આ નગર માં જીવવું હતું. તેને અને તેના માટે કોઈ પણ સેક્રીફાઈઝ કરવા તૈયાર હતો.
ગાડી ચલાવતા નજર શિકાગો રીવર પર પડી. તે વિચારવા લાગ્યો આ નદી નાં પાણી કેટલા શાંત દેખાય છે પણ અંદર થી એટલી જ ખળભળતી હશે. એવુંજ તેનાં મન નું હતું. ત્યાં ફરી રોમા બહેન નો ફોન આવ્યો. “ મમ્મી દસ મિનીટ માં જ પોંહચું છું બસ.” અભિ બોલ્યો.
“ સારું બેટા. આઇ એમ વેઇટિંગ ફોર યુ. બેટા તમે આવો પછી ડિનર ગરમ કરી આપું,” રોમા બહેન બોલ્યા.
“ ના મમ્મી મને જમવાની ઈચ્છા નથી. તમે ઊંઘી જાવ હું બસ પહોંચવા માં જ છું.” અભિ એ કહ્યું છે પછી ફોન કટ કર્યો.
વાત કરતા કરતા જ અભિ તેનાં હાઉસ સુધી પહોંચ્યો. ઇન્ડિયા થી આવ્યા પછી કદાચ પહેલી વાર તે પોતાના ઘર ને ગાર્ડન ને ઝીણવટ થી જોતો હતો. કેટલું સરસ ઘર છે અને કલ્પના પણ ન કરી શકાય એટલો સરસ ગાર્ડન.
ગાર્ડન માં ચેર મૂકેલી છે જ્યાં તે મિસ્ટર એન્ડ મિસિસ મહેતા અને ક્યારેક શ્લેષા પણ તેની સાથે બેસતી.
શ્લેષા નું નામ યાદ આવતા જાણે મોઢા પર કડવાસ ફેલાઈ ગઈ.
(ક્રમશઃ)