પ્યારા મમ્મી પપ્પા તમે આ મારો પત્ર મળે એ પેહલા તો કદાચ આ તમારું લડલું ફૂલ કરમાય ગયું હશે!હા હું શરીર રૂપી મારી આત્મા ની હત્યા કરી મુક્ત થવા ઈચ્છું છું. મુક્ત થવા ઈચ્છું છું બધા સમાજ ના થોડા વધારે સમજણ મહાનુભાવો ના મંતવ્યો અને વિચારો થી. દુઃખ તો વધ્યું ત્યારે જ્યારે તમને પણ મને નકામો સમજી બેઠા. શું હું એટલો બધો નકામો થાય ગયો હતો? પપ્પા જ્યારે ૧૦માં ધોરણ માં હું ૯૫% સાથે પાસ થયો ત્યારે તો મારી સફળતા માં તમરો ટેકો હતો ને ! તો પછી આ વખતે આવેલા મારા નાપાસ ના પરિણામ માં મારી અસફળતા માં તમરો ટેકો કેમ નય પપ્પા??
કદાચ તમારા મતે શાળા ની પરિક્ષા ના જ પરિણામો જીવન ની રેખા ને આગળ ખેંચતા હશે!મને અત્યાર સુધી કોઈ ના મેણાં નો કે કોઈ ના કહેવાનો ફરક નાતો પડતો.કારણકે તમે મને તમારા ખંભે બેસી ને ફેરવ્યો છે,તમે મારી માટે જમીન પર ઘોડો બન્યા છો,તમે મારા નવા કપડાં લેવા માટે બે - બે વર્ષ કપડાં નથી લીધા.પણ અત્યારે તમે પણ બીજા જેવા થાય ગયા પપ્પા! મારો તે એવો શું ગુનો હતો કે રોજ બધા ઘર ના ની કીચ કીચ.કોક નું ઘરે આવી ને તારી છોકરો તો જીવન માં કય નય કરી શકે ફળાણનું ફલાણું... બસ હવે કંટાળો આવી ગયો છે મને મારા જીવન પર થી!
એક ખરાબ આવેલા પરિણામ એ તો મારા જીવન ની પરિભાષા જ બદલી નાખી! ૨ વર્ષ પેલા આવેલા મારા જે પરિણામ ની જે લોકો વાહ વાહ કરતા થાકતાં નોતા. એ લોકો પણ આત્યરે કાચિંડા ની માફક પોતાનો અહંકાર રૂપી રંગ લય ને મને શિખામણ રૂપી મેણાં મારવા આવે છે. હવે નથી થતું મારા થી સહન પપ્પા ! જ્યારે મારે તમારી સૌથી વધારે જરૂર હતી ત્યારે જ તમે મહાભારત ની માફક મારી સાથે ચડી આવ્યા હતા.
તમને કય મારા પરિણામ થી ફરક નાતો પડતો તમને ફરક પડતો હતો પેલા ખુબ સુધારેલ સામાજિક ગટર ના કીડા ના શબ્દો ની. તમને મારા થી વાહલી તમારી પ્રતિષ્ઠા હતી? એવી પ્રતિષ્ઠા શું કામ ની કે જેનાથી તમારો દીકરો જ તમારાથી અલગ કરી દિધો. હું કઈ કાયર કે ડરપોક નોતો પપ્પા બસ તમારા દ્વારા મારવા માં આવેલી એક થપ્પડ અને ૩/૪ દિવસ તમે મારા જોડે રાખેલા અબોલા એ મને સાવ અંદર થી ભાંગી નાખ્યો. થપ્પડ તો ઠીક છે તમે બાપ હોવા ની ફરજ પૂરી કરી પણ પછી પ્રેમ થી સમજાવી જીવન નો પાઠ ભણાવ્યો હતો ને તો આજે આપડે બને સાથે બેઠા હોય!
હું એક સાગર નય મારા જેવા હજારો લાખો સાગર રોજ આવીજ રીતે પોતાના ની આત્મા ને પરમાત્મા સુધી પોહચડે છે. કારણ માત્ર એક જ પેલા સામાજિક ગટર ના કીડાં.જે પોતે તો ૬ ચોપડી ભણી અને પાન ના ગલ્લા લય ને બેઠા છે તે આવી ને આપડે કલેકટર શામાટે ના બની શકીએ તેના પર ભાષણ ચાલુ કરે છે!
પપ્પા તમે ચિંતા ના કરતા તમારા એક નો સાગર નય ગયા જ વર્ષે ૧૦,૧૫૯ પિતા ના સાગર એ સામાજિક ભાર ના લીધે ભણતર ના નામે આત્મા ની હત્યા કરી લીધી.આપડા દેશ માં મારા જેવા ઘણા સાગર છે એટલે તો પપ્પા તમને જાણી ને નવાઇ લાગશે કે આપડા દેશ માં દર કલાકે એક બાપ તેના બાળક ને ખોવે છે! કારણ બસ એક ને ભણતર નો ભાર ???
બસ આવજો પપ્પા મારા ગયા પછી મારા મૃત્યુ નો જવાબદાર હું પોતે જ છું એવું તમને લાગે છે ??? હજુ મારી પાછળ એક મારો નાનો ભાઈ પણ છે. થોડાક પાછળ ફરી ને એક બાપ નય પણ મિત્ર તરીકે વર્ત જો એની સાથે.આશા છે કે આવતા જન્મ માં પણ તમારા જેવા માં બાપ મળે!
તમારી લાડકો
-sagar