Ek ajnabi - True Love Story (Part-2) books and stories free download online pdf in Gujarati

એક અજનબી - True Love Story (Part-2)

( ઇન્ટર-કોલેજ યુથ ફેસ્ટિવલ મા ભાગ લેવા માટે કિશન અને તેની team તૈયાર હતી બસ ધ્વનિ સાથેની મુલાકાત હજુ બાકી હતી. મિતુલ અને જયદીપ જેના વખાણ કરતા થાકતા નહોતા એ રૂપસુન્દરી અનેં સ્થિર એવા કિશન આ બંન્ને ની આગળની કહાની કેવી હશે ચાલો જોઈએ....)



કિશન મોટાભાગે પોતાનું સ્ક્રીપ્ટ અને લેખન નું કામ શનિવાર અને રવિવારની રજા માં જ કરતો. વાચકો તરફથી મળેલા અભિપ્રાયો અને મેસેજો નાં જવાબો પણ એ દિવસે જ આપતો.


રવિવાર ની એ તાજગીભરી સવાર માં ચા ની ચૂસ્કી લેતા લેતા કિશને પોતાનુ સોશિયલ મીડિયા ઓપન કર્યું.ઓપન થતાં ની સાથે જ ઢગલા બંધ મેસેજો થી થોડીવાર માટે કિશન નો મોબાઇલ પણ બિચારો હેબતાઇ ગયો.હજુ ગયા અઠવાડિયે જ તેની નવી બુક પબ્લિશ થઈ હતી એટલે વાંચકો નાં ઘણા અભિપ્રાયો વાળા મેસેજો હતા તો ઘણા આતુર વાંચકો નવા ભાગ ને જલ્દી થી પબ્લિશ કરવાની માગણી કરતા મેસેજ હતા.ધીરે ધીરે કિશને એક-એક મેસેજ ના રિપ્લાય આપવાનું શરૂ કર્યું. instagram ના ઢગલા બંધ મેસેજો વચ્ચે કિશન ની નજર અચાનક એક મેસેજ પર પડી.કોઈ dream_girl53 આઈ ડી માંથી આવેલા એ મેસેજ ને કિશને જોયો.


dream_girl53 :- તમે લેખક છો ?


પોતાના bio માં સૌથી ઉપર સાફ શબ્દો માં લખેલું હોવા છતા આ સવાલ કિશન ને વ્યર્થ અને થોડો વિચિત્ર લાગ્યો,પણ છતા તેણે રીપ્લાય આપ્યો,


"હા,ક્યારેક ક્યારેક શોખ ખાતર લખી લઉં છું."


dream_girl53 :- " તો તમારી લખેલી બુક્સ ક્યાં વાંચવા મળે ? "


કિશને પોતાની બુક ની link એને શેર કરી દીધી અને પછી પોતાની અધૂરી બુક પૂરી કરવાના કામ માં લાગી ગયો.છેલ્લા ઘણા સમયથી એ બુક લખવાનો પ્રયાસ કરતો હતો પણ પૂરતો સમય મળતો નહીં.વળી પાછલી વાર્તા ની સફળતા પછી વાચકોની બીજા ભાગ માટેની આતુરતા વધતી જતી હતી.કિશન નાં મતે વાચકો ની 'ઉત્સુકતા' જ એ કોઈપણ લેખકની સાચી સફળતા દર્શાવે છે.


સાંજના સમયે ફરીથી તેણે instagram ખોલ્યું તો પેલી નો બીજો મેસેજ આવેલો હતો.


" Mr.Author, તમારી બુક તો એકદમ superb છે.મેં પેલી વાર કોઈ બુક ને એકસાથે પૂરેપૂરી વાચી નાખી.પ્રેમ માં એકદમ ઓતપ્રોત થઈ ગયેલા લાગો છો.


" પ્રેમ ! " કિશન મનમાં ને મન માં હસવા લાગ્યો.


"પ્રેમ સાથે મારે દૂર દૂર સુધી કોઈ સંબંધ જ નથી, આતો બસ એક કલ્પના માત્ર છે."


એક હકીકત થી કદાચ તમે પણ વાકેફ હશો કે કોઈ પણ છોકરી પોતાના મેસેજ ના reply માટે ચોવિસ કલાક ઓનલાઈન રહિ શકે પણ જો કોઈ છોકરો એને સામેથી મેસેજ કે સવાલ કરે એટલે પેલું Active now તરત જ Last seen માં ફેરવાઈ જાય.અહી કિશન ને પણ કંઈ એવો જ અનુભવ થયો. તેના જવાબ સામે પેલી નો નવો સવાલ તૈયાર જ રહેતો..


dream_girl53 :- " લેખક થઈને જૂઠું બોલો છો.તમારી બુક વાંચીને કોઈ પણ માનવા તૈયાર ના થાય કે આ બસ તમારી કલ્પના માત્ર છે."


kishan :- પણ હકીકત એ જ છે કે પ્રેમ જેવા કોઈ શબ્દ નુ મારી લાઈફ માં સ્થાન જ નથી.


dream_girl53 :- જો તમારી બુક નો કાલ્પનિક પ્રેમ આવો હોય તો સાચા પ્રેમની તો વાત જ શું કરવી..


કિશન ને હવે થોડું વિચિત્ર લાગતું હતું ઘણા સમય થી એ એક અજાણી છોકરી સાથે વાત કરતો હતો એટલે તેણે વાત ને પૂરી કરતા કીધું,


kishan :- એ અસલ જીંદગી માં શક્ય નથી એને બસ માત્ર કાલ્પનિક જ રહેવા દો. હા,પણ શું હું તમારું નામ જાણી શકું ?


dream_girl53 :- લેખક મહાશય, તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે હું તમારી કોલેજ માં જ છું, હવે આગળ તમે શોધી લેજો.


કિશનને થોડી નવાઈ લાગી,એ પોતાના કલાસની કોઈ છોકરીને સરખી રીતે નહોતો ઓળખતો તો પછી આવડી મોટી કોલેજમાં ભણતી આને ક્યાંથી ઓળખતો જ હોય.આમ,તો કિશન ને આ બધી વાત માં કોઈ રસ નહોતો પણ બસ એને તો એ છોકરી નું નામ જાણવું હતું એટલે એનું id ચેક કર્યું.પણ એમાં કંઈ ખાસ વિગત મળે એવું કંઈ નહોતું.બસ એક કાળા લહેરાતા વાળ ની પાછળ છુપાયેલો ગોરો ચહેરો અને એ ચહેરા પર આંગળી રાખી ચુપ રહેવાનો ઈશારો કરતી હોય એવું dp હતું.વળી કિશન ના બીજા કોઈ ફ્રેન્ડસ કે કોલેજ નું official id પણ તેને ફોલો નહોતું કરતું એટલે કિશન ને ખાતરી થઇ ગઈ કે નક્કી એ છોકરી એની સાથે મજાક કરતી હતી. પછી કિશને આગળ જાણવાનુ પડતું મૂકી ને પોતાના કામ માં લાગી ગયો.


* * * * *













યુથ ફેસ્ટિવલ ને આડે હવે થોડા જ દિવસો બાકી હતા એટલે કિશન ને જલ્દી થી ડ્રામા તૈયાર કરવાનુ હતું. સ્ક્રીપ્ટ પણ રેડી હતી અને પૂરી cast પણ બસ કમી હતી તો એ ધ્વનિ ની.


કિશન અને તેની પૂરી ટીમ ડ્રામા નું પ્લાનિંગ કરતી હતી ત્યાં જ કિશન ની પાછળથી કોઈ છોકરી નો અવાજ આવ્યો,


" લેખક મહાશય, થોડું કામ અમારા માટે પણ બાકી રાખજો."


ચાસણી માં ડુબાડેલા મધ થી પણ મીઠો અવાજ સાંભળીને કિશને તરત જ પાછળ ફરીને જોયું. વ્હાઈટ શર્ટ, બ્લેક પેન્ટ માં સજ્જ, કાળા લહેરાતા વાળ પવન સાથે મળી એના ગાલ સાથે રમત કરતા હોય એમ એની લટ વારંવાર તેના મોહક ચહેરા પર આવી જતી હતી, કોઈના પણ દિલ ને વીંધી ને નીકળી જાય એવી કાતિલ નજરો અને મોઢા પર ની એ અભુતપુર્વ મુસ્કાન કોઈને પણ એનો દીવાનો બનાવવા માટે કાફી હતી.કિશન એના રૂપ ને પગ થી છેક માથા સુધી નિહાળતો રહ્યો.ખૂબ લાંબા ગાળા પછી આજે કોઈ કિશનની નજરમાં સમાઈ ગયું હતું, કદાચ દિલ માં પણ સમાઈ જાત પણ એ પહેલા જ મિતુલે ખાસી ખાઈ ને તે રૂપસુંદરી ના અવલોકન માં ભંગ પાડ્યો એટલે કિશન ફરીથી વાસ્તવિકતા માં પાછો આવી ગયો.


" જો નેહલ,આ મહાશય ને જોતાં તું માની શકે કે આમને કયારેય કોઈ જોડે પ્રેમ નહીં થયો હોય ? " એ છોકરી એ પોતાની સાથે આવેલી તેની સહેલી ને પુછ્યું.


કિશન કંઈ સમજી ના શક્યો એટલે તેણે પેલી ને પૂછ્યું, " Excuse me, આપણે પહેલા મળી ચૂક્યા છિયે ? "


" મળવામાં તો એવું છે કિશનજી, કે તમે રહ્યા બીઝી માણસો એટલે તમારી appointment લઈને મળવા આવવું પડે ને, અને જો હું તમને મળી પણ હોવ તો તમને ક્યાં યાદ પણ હશે ! " હળવેકથી મુસ્કુરાતા એ છોકરી બોલી.


કિશન નો કનફ્યુઝ ચહેરો જોઈ એ હસવા લાગી,


" અરે ડોન્ટ વરી બાબા, આમ કનફ્યુઝ્ ના થાઓ,ચાલો કહી દઉં બસ.તમને instagram વાળી કોઈ dream girl યાદ છે ? " એ બોલી.


હવે કિશન ને યાદ આવી ગયું. "હા,તો અચ્છા એ તમે જ હતા ! "


"હા, હું પોતે.મને ખબર જ હતી કે તમે તો કંઈ મને શોધવાના તો છો નહીં એટલે પછી મેં જ તમને શોધી લીધા." એ હસતા હસતા બોલી.


" by the way, તમારું શુભ નામ ? " કિશન


" ધ્વનિ..ધ્વનિ પટેલ " કિશન સામે હાથ લંબાવતા એ બોલી.


કિશન બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગયો. તેણે મિતુલ અને જયદીપ સામે જોયું તો એ બંને એ પણ ધ્વનિ ની ઓળખાણ કનફર્મ કરતા હકાર માં માથું ધૂણાવ્યું.


કિશને ધ્વનિ સાથે હાથ મિલાવતા પોતાનો પરીચય આપ્યો,"I am..." પણ કિશન પોતાનું નામ બોલે એ પેલા જ ધ્વનિએ તેને વચ્ચે અટકાવ્યો,


"તમારે introduction આપવાની ક્યાં જરૂર જ છે.પૂરી કોલેજ તમને ઓળખે છે અને હુ પણ. મને ખબર પડી કે હું તમારી ટીમ છું એટલે મેં તમને મેસેજ કરેલો.".. ધ્વનિ મલકાઇ ને બોલી.


"પણ તમારા id માં તો એકપણ ફોટો તમારાં નથી અને વળી નામ પણ બીજું હતું ને ! " આજે પેલી વાર કોઈ છોકરી વિશે જાણવાની કિશન ને ઇચ્છા થતી હતી.


" એ એટલા માટે કે મને સોશિયલ મીડિયા માં રસ નથી, એટલે હું ક્યારેક ક્યારેક જ તેનો યુઝ કરું છું." ધ્વનિ એ ચોખવટ કરતા કરતા કીધું.


આ બંને વાત ચાલુ હતી ત્યાં જ મહેતા સર આવ્યા. તેમણે બધા સાથે ધ્વનિ નો પરિચય કરાવ્યો.અને પૂરી ટીમ ને ફટાફટ પ્રેક્ટિસ શરૂ કરવાનું કહી તે જતા રહ્યા.


હવેથી રોજ કિશન અને ધ્વનિ પૂરી ટીમ સાથે ડ્રામા ની પ્રેક્ટિસ માટે મળતા. ઘણીવાર એ બંને લાઈબ્રેરી કે કેન્ટિન માં પણ ભેગા થઈ જતા.ધીરે ધીરે કિશન અને ધ્વનિ વચ્ચે મિત્રતા થઈ ગઈ.કિશન ને ઘણી વાર પોતાના ભૂતકાળની એ યાદો સતાવતી પણ કિશન કેમય કરીને એમાથી બહાર નીકળી જતો.


હવે એ દિવસ આવી ગયો કે જ્યારે બધાયે પરફોર્મ કરવાનું હતું.ગુજરાતભર ની કોલેજ ના વિધ્યાર્થીઓ, પ્રોફેસર અને જજની વચ્ચે એ લોકો એ પર્ફોર્મ કર્યું.


એક સીન એવો હોય છે જેમાં એક છોકરો કિશનને પ્રેમ વિશે પુછતો હોય છે.


ત્યારે એના જવાબ માં કિશન એકદમ ભાવુક બની જાય છે અને સ્ક્રીપ્ટ થી એકદમ અલગ જ કંઈ બોલે છે,


" પ્રેમ ! આ ખાલી અઢી અક્ષર નો શબ્દ નથી કે જેનો ઉપયોગ જ્યાં જરૂર પડે ત્યાં કરી લીધો પણ હકિકતમાં તો એ બે જીંદગી ને સાચવનારી જીવાદોરી છે.જ્યારે કોઇ સાથે પ્રેમ થાય ત્યારે એક નવી જ જીંદગી ની શરૂઆત થાય છે.એની સાથે વિતાવેલી હર એક ક્ષણ તમારાં માટે અમુલ્ય બની જાય છે. પ્રેમ થયા પછી બધા પોતાના લાગવા માંડે છે અને બધા ગમવા લાગે છે. રોજ રોજ એલાર્મ્ મૂકીને ઉડતી ઊંઘ હવે કોઈનો એક કોલ આંખો ઉઘાડે, એના ચહેરાની એ હસી એની એ નશીલી આંખો અને એનાથી વધારે એનો સાથ દુનિયા માં સૌથી વધારે કિંમતી લાગવા માંડે છે.કદાચ એટલે જ જ્યારે એ આપણને એકલા છોડીને જાય છે ત્યારે આ દુનિયા અધૂરી અધૂરી લાગે છે. બસ હવે તો એની યાદો માં જીવન વિતાવવુ પડે એના કરતા તો આ જીંદગી નો અંત આણી દઇએ એવી ઇચ્છા થાય છે પણ એને આપેલા આ વચન પગ ને પાછા વાળે છે.બસ,પ્રેમ એટલે હું અને તું નહીં પણ આપણે બંને."


આ બોલતા ની સાથે જ કિશન ની આંખો માથી હર એક યાદો આંસુ સ્વરૂપે દુનિયા સામે રજૂ થતી હતી. એના ભૂતકાળ ની એક એક યાદો,રાધી સાથે વિતાવેલી દરેક ક્ષણ તેની આંખો સામે આવીને ઉભી રહિ ગઈ.બધાને એમ જ હતું કે આ એક્ટિંગ ચાલે છે પણ હકિકત માં તો આ કિશન ની હૈયા વરાળ હતી જેને આજે દુનિયા સામે આવવાનો મોકો મળી ગયો હતો.કિશન પોતાના ડાયલોગ કરતા બીજું જ કંઈ બોલતો હતો પણ કોઈએ એને રોક્યો. ધ્વનિ સ્ટેજ ની બાજુ માં ઉભા રહીને કિશન ના એક એક શબ્દો ને સમજતી હતી.


કિશને જેવુ બોલવાનુ પૂરું કર્યું એટલે આખું ઓડીયન્સ ઉભું થઈ ગ્યું અને બધાએ કિશન ને તાળીઓ થી વધાવી લીધો.કિશને પોતના હાથ થી આંખો ના આંસુ ને ઠારી દીધા અને હળવેક થી સ્ટેજ ની પાછળ જતો રહ્યો. આ વર્ષ નું ફર્સ્ટ પ્રાઇઝ કિશનની ટીમ ને મળ્યું.બધા ખૂબ ખુશ હતા, ઉછળતા - કૂદતા હતા પણ કિશન એક ખૂણા માં એકલો ઊભો ઊભો આ બધું જોતો હતો.ધ્વનિ નું ધ્યાન કિશન બાજુ જ હતું ડ્રામા માં જે થયું એ પછી ધ્વનિ જાણવા માંગતી હતી કે એવું તે શું હશે કે કિશન આટલો સુમસાન રહે છે ? એને એ વાત ની પણ જાણ થઈ હતી કે કિશન હમેંશા છોકરીઓ થી દૂર જ ભાગે છે. પણ એને ખબર હતી કે તેના દરેક સવાલો નાં જવાબ ક્યાંથી મળશે..મિતુલ અને જયદીપ પાસેથી.


* * * * *























એક દિવસ કિશન ને થોડું કામ હતું એટલે એ કોલેજ નહોતો આવ્યો પણ મિતુલ અને જયદીપ બંને આવ્યા હતા. એટલે ધ્વનિ માટે આ બેસ્ટ ટાઈમ હતો કિશન વિશે બધું જ જાણવાનો.મિતુલ અને જયદીપ canteen માં જ્યાં બેઠા હતા ત્યાં જઈને પેલા તો ધ્વનિ એ નોર્મલ વાતચીત કરી પણ પછી તે અસલી મુદ્દા પર આવી.


"આ કિશન ની કોઈ ગર્લફ્રેન્ડ કેમ નથી ?"- ધ્વનિ એ વાત ની શરૂઆત કરતા પુછ્યુ.


"બસ એમ જ.કિશન ને એમાં કોઈ interest નથી એટલે."- મિતુલે સીધો જવાબ આપી દીધો..


" કોઈ જૂની ગર્લફ્રેન્ડ કે જેની સાથે તેનું બ્રેક અપ થયું હોય ?" ધ્વનિ એ ફરી સવાલ કર્યો એ આશા એ કે કદાચ હવે આ લોકો કહેશે.


" ના, એવું કંઈ નથી.એ પેલે થી જ આવો છે.પણ તું આવા સવાલો કેમ કરે છો ? " - જયદીપ.


" તમે લોકો મારાથી વાત છુપાવશો નહીં, હું કિશન ના સારા માટે જ કહું છું.તમે તો મારા કરતા સારી રીતે ઓળખો છો એને પણ છતા એના દિલ ના દર્દ ને ઓળખી ના શક્યા. એની અંદર ચાલતુ કોઈ વાવાઝોડું એક દિવસ નિરંકુશ બની એને જ પોતાનો શિકાર બનાવે એ પેલા એને સમજાવવો પડશે. મેં જોયો છે એને,જ્યાર થી હું એને મળી છું એ દિવસ થી આજ સુધી તે હંમેશા પોતાની સાથે જ લડાઈ લડતો હોય એવુ લાગે છે. એટલે પ્લીઝ જે કંઈ પણ હોય તે મને સાચી હકિકત કહો."


મિતુલે જયદીપ ની સામે નજર કરી અને જયદીપે ધીરે થી માથું હલાવ્યું.


" જો અમે તને વાત તો કરીએ પણ પ્લીઝ તું એ કોઈ બિજાને કહેતી નઇ. આ વાત છે એ સમયની જ્યારે આપણે બધા ૧૨ ધોરણ માં હતા, કિશન અને રાધિકા જેને પ્રેમ થી રાધી પણ કહેતા એ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા.બંને બાળપણ થી જ સાથે ઉછરેલા એટલે એમની મિત્રતા ક્યારે પ્રેમ માં પરીણમી એ બંને ને ખબર ના પડી,રાધી રોજ કિશન ની સાથે સ્કૂલે જતી, બંને બ્રેક માં સાથે જ નાસ્તો કરતા. રાધી રોજ પોતાના હાથે બનાવી લાવેલો નાસ્તો કિશન ને ખવરાવતી.સ્કૂલ માં પણ બધા રાધી અને કિશનની જોડી ખૂબ વખાણતા.નવરાશ ના સમય માં રાધી કિશન નાં મમ્મી ને પણ કોઈને કોઈ કામ માં હેલ્પ કરતી. બંને નાં પરીવાર વચ્ચે પણ સારો સંબંધ હતો.કિશન નાં અને રાધી ના પપ્પા એક જ ઓફિસ માં જોબ કરતા અને બંને ની મમ્મી પણ પાક્કી સહેલીઓ હતી એટલે આમ જોવા જઈએ તો કિશન અને રાધી ને જીવનભર ના સાથી બનવામા કોઈ અડચણ નહોતી. પણ એક દિવસ અચાનક જ રાધી ને ચક્કર આવી ગયા અને એ બેભાન થઈ ગઈ એટલે તરત જ તેને હોસ્પિટલ માં દાખલ કરી દેવા માં આવી.એના રીપોર્ટ જોઈને ડોક્ટર પણ મૂંઝવણ માં પડી ગયા હતા કે કેમ કરીને એના પરીવારજનો ને કહેવું. રાધી ને બ્લડ કેન્સર હતું એ પણ લાસ્ટ સ્ટેજ એટલે હવે તે થોડા દિવસો ની જ મહેમાન હતી. આ સાંભળીને રાધી ના મમ્મી પપ્પા પડી ભાંગ્યા, કિશન ના મમ્મી પપ્પા એ તેમને આશ્વાસન આપ્યું પણ અંદર થી તો તે પોતે પણ ગભરાયેલા હતા. બંને ઘરના એ નક્કી કર્યું કે કિશન અને રાધી ને આ વાત ની જાણ ન થાય.પણ કોઈ ને કોઈ રીતે કિશન ને ખબર પડી ગઈ એટલે એ સાવ તૂટી પડ્યો,એના પગ નીચે થી જમીન ખસી ગઈ.બે દિવસ સુધી એ ખૂબ રડ્યો, કંઈ ખાધુ પણ નહીં. બંને વડીલો ની સમજાવટ ને અંતે તેણે ખુદ ને હિંમત આપી.તે પૂરો એક મહિનો રાધી સાથે જ રહ્યો.તેણે જે માંગ્યું એ લાવી આપ્યું,જે કીધું એ ખવરાવ્યુ,જ્યાં કીધું ત્યાં ફરવા લઈ ગ્યો. આમ હંમેશા પળે પળ એ રાધી નો પડછાયો બની ને રહ્યો. એક દિવસ રાધી ની તબિયત વધુ ખરાબ થઈ એટલે તેને ફરીથી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી. ત્યાં પણ કિશન આખી રાત અને આખો દિવસ રાધી પાસે જ બેસતો તેને કાલી ઘેલી વાતો કરીને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો,પણ એક રાતે કિશન જ્યારે રાધી ના રૂમ માં તેના બેડ ની સામે સોફા માં સૂતો હતો ત્યારે તેણે અચાનક રાધીનો અવાજ સાંભલ્યો એટલે એ સફાળો બેઠો થઈને એની પાસે પહોંચી ગયો.રાધી એ એના હાથમાં કિશન નો હાથ પકડી ને કીધું, "કિશુ, કદાચ આ જનમ માં તારો અને મારો સાથ બસ આટલો જ હતો.હવે કદાચ આગલા જનમ માં મળીએ તો ભગવાન ને પ્રાર્થના કરીશ કે ત્યારે આપણે એક બીજાના થઇશુ ."


કિશન આ વાતો સાંભળીને એકદમ ડઘાઈ ગયો તેણે તરત રાધી ને કીધું,


" આ તું શું બોલે છે રાધી, તને કંઈ નથી થવાનું. આપણે કાલે ડોક્ટર આવે એટલે રજા લઈને પાછા ઘરે જવાનું છે."


રાધી થોડું મલકાણી અને પછી કિશન નાં માથે હળવેકથી હાથ ફેરવતા કીધું, "મને પેલા દિવસથી ખબર હતી કે મને લાસ્ટ સ્ટેજ કેન્સર છે અને હું બસ થોડા દિવસ ની જ મહેમાન છું એટલે ફ્લોપ એક્ટર તમારી એક્ટિંગ કંઈ કામમાં ના આવી (રાધી હસતા હસતા બોલી).આમ પણ એ રાધા ને કાનો નહોતો મળ્યો તો પછી આ રાધી ને કિશન ક્યાંથી મળવાનો.તું હંમેશા તારું ધ્યાન રાખજે અને બની શકે તો મને ભૂલી જજે.


રાધી એ ઉઠવાનો પ્રયત્ન કર્યો,કિશને તેને સહારો આપ્યો.રાધી એ હળવેકથી કિશન ના માથા ને પોતાના હાથ માં લીધું અને ચુમ્બન કર્યું અને બાથ માં સમાવી એક લાંબુ આલિંગન આપ્યું. કિશને સ્વસ્થ થઈ રાધી ને હળવેકથી બેડ પર સુવરાવી,સુવરાવતી વખતે કિશન ની આંખ માંથી એક આંસુ હળવેક રહીને રાધિના હાથ પર પડ્યું.કંઈક ભીનાશ અનુભવાતા તેણે આંખ ખોલી,તો કિશન ની આંખ માંથી અશ્રુ ની ધાર વહેતી હતી.રાધી એ ફરી ઉભા થઈને એના હાથથી આંસુ લુછ્યા અને કિશન ને કીધું, "જો કીશન એક વાત હંમેશા યાદ રાખજે, મારી ગેરહાજરીમાં તું જરા પણ રડ્યો છે ને તો તારી ખેર નથી." આમ કહી તે હસવા લાગે છે.


રાધી નાં ચહેરા પર ની હસી જોઈ કિશન પોતાના આંસુ લૂછી નાખે છે અને રાધી ની બાજુ માં જ બેઠે છે.પોતાનો હાથ રાધી નાં હાથ માં રાખીને એની નજર રાધી થી ક્ષણ પણ દૂર નથી કરતો.એવામાં અચાનક રાધી કિશન નો હાથ જોરથી દબાવે છે, રાધિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલે કિશને જોરથી બૂમ પાડી નર્સ અને ડોક્ટર ને બોલાવ્યા.રાધિ એ કિશન નો હાથ ખેચી તેને નજીક બોલાવી ને કીધું, "આઇ લવ યુ કિશન." બસ ધ્વનિના આ છેલ્લા શબ્દો અને એના હાથમાં કિશન નો હાથ આજદીન સુધી કિશન નથી ભૂલી શક્યો.કિશન માનવા જ તૈયાર નહોતો કે એની રાધી એને મૂકી ને બઉ દૂર જતી રહિ છે. "


મિતુલ ની આખી વાત સાંભળતી ધ્વનિ ની આંખો પણ ભરાઈ ગઈ.જયદીપે વાત ને આગળ વધારતા કીધું,


"એ ઘટના પછી આજ દિન સુધી કિશન રાધીને ભુલાવી શક્યો નથી.તેની યાદોને,તેની વાતોને,તેની સાથે વિતાવેલી એક-એક ક્ષણો તેના માટે અમુલ્ય છે.રાધી ની જગ્યા લઈ શકે એવી બીજી કોઈ છોકરી પણ કિશનની લાઈફ માં નથી આવી, અને એ ન આવવા પાછળનું એક કારણ કિશન ખુદ છે.કારણ કે કિશન કયારેય કોઈ છોકરી સાથે એવો સંબંધ જ ન રાખતો કે એ આગળ વધીને પ્રેમ માં પરિણમે.તું એક માત્ર છોકરી છો જે રાધી ના ગયા પછી કિશન સાથે આટલી ક્લોઝ છો."


મિતુલ અને જયદીપ ની વાત પૂરી થઈ ગઈ પણ ધ્વનિ હજુ રાધી અને કિશન ના વિચારો માં ખોવાયેલી હતી.તે કંઈ પણ બોલ્યા વગર બેગ લઈ ત્યાંથી ઉભી થઈ અને ચાલવા માંડી.


ધ્વનિ ને કિશન નો સાથ ગમી ગયો હતો. એના વિચારો,એની સાદગી,એનું રૂપ આ બધાથી મોહિત થયેલી ધ્વનિ કિશન ને પોતાના દિલ ની વાત કહેવા માંગતી હતી.પણ રાધી વિશે જાણીને એ વાત કરતા અચકાણી પણ પછી તેણે કિશન ને પોતાના દિલ ની વાત કહેવાનું નક્કી કર્યું.


બીજા દિવસે ધ્વનિ કિશન ને શોધતી શોધતી લાઈબ્રેરી માં પહોંચી.ત્યાં કિશન પાસે જઈ બેઠી અને તેને સાંજે કોલેજ પછી મળવાનું કહ્યું. સાંજે કોલેજ પૂરી થયા પછી બંને કોલેજ નાં ગાર્ડન માં મળ્યા.ધ્વનિ એ સીધી જ કિશન સાથે વાત શરૂ કરી અને પોતાના દિલ ની વાત કિશન સામે રજૂ કરી,


" કિશન,આપણે મળ્યા એને હજુ ઝાઝો સમય નથી થયો છતા પણ મને એવું લાગે છે કે હવે મને તારી આદત પડી ગઈ છે.તારી એક એક વાતો મને ગમે છે.કદાચ મને મારા દિલ ની વાત રજૂ કરતા નથી આવડતુ પણ આમ છતા તું મારા દિલ ની feeling સમજી શક્યો હઇશ.ટૂંક માં કહું તો કિશન મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. ક્યાં થયો, ક્યારે થયો, કેવી રીતે થયો એ કંઈ મને ખબર નથી પણ બસ એટલી ખબર છે કે થઈ ગયો છે. I Love You Kishan." ધ્વનિ એ કિશનની આંખો માં આંખો પરોવીને પોતાના દિલ ની વાત એને કહી દીધી.


પણ કિશન ને જાણે કંઈ ફરક જ ના પડ્યો હોય એમ એ તે મૂક બની ઊભો રહ્યો,ધ્વનિ ની વાત પૂરી થઈ એટલે એ બોલ્યો,


"ધ્વનિ તું મારા ક્ષણિક સાથ ને પ્રેમ સમજી બેઠી એ તારી નાદાની કહેવાય.મારા જીવન માં પ્રેમ નો પર્યાય ફક્ત એક જ છે અને જે હંમેશને માટે રહેશે.તારી પાસે આખી જીંદગી પડી છે.તારું મોડેલિંગ નું સપનું પૂરું કર, પોતાના માતા પિતા નું અને પરિવાર નું નામ રોશન કર.આ પ્રેમ ની માયાજાળ માં પડવાનું રહેવા દે."


" પણ,કિશન........" ધ્વનિ આગળ કંઈ બોલે એ પેલા જ કિશને તેને અટકાવી.


" ધ્વનિ, હું સમજી શકું છું કે જ્યારે કોઈ જોડે પ્રેમ કર્યો હોય તો એને ભુલાવવો કેટલો અઘરો હોય છે પણ તું જેટલી જલ્દી ભૂલવાની કોશિશ કરીશ એટલું તારા માટે સારું રહેશે.ભલે આપણે પ્રેમી નાં બની શકિયે પણ તું હંમેશા મારી બેસ્ટ ફ્રેન્ડ બનીને રહીશ.બસ,મારા તરફ થી એટલી જ અપેક્ષા રાખજે."


" કિશન , મને ખબર છે કે તું શા માટે આવી વાતો કરે છે અને શા માટે તું પ્રેમ નાં નામ થી જ દૂર ભાગે છો. હું જાણું છું તારા ભૂતકાળ વિશે,તારી અને રાધી વિશે..."


ધ્વનિ ના મોઢે થી રાધી નું નામ સાંભળતા જ કિશન ચોંકી ગયો.


"હા કિશન, મને જયદીપે અને મિતુલે બધી વાત કરી દીધી છે.પણ કિશન એ તો તારો પાસ્ટ હતો પણ મારે તો તારા ફ્યુચર નો હિસ્સો બનવું છે.તું જ્યાં સુધી ભૂતકાળ ને વળગી રહીશ,ત્યાં સુધી તું નવી શરૂઆત કરી જ નહીં શકે.તારા અને રાધી ના સંબંધો કદાચ એટલા મજબૂત હશે કે મને સ્વીકારતા તને સમય લાગે પણ જો તું કોશિશ જ નહીં કર તો પછી એ તારી નબળાઇ કહેવાય."


રાધિ નું નામ પડતાં જ કિશન વિચારમગ્ન થઈ ફરી એના ભૂતકાળના પન્નાઓ માં ખોવાઈ ગયો.રાધી સાથે વિતાવેલી દરેક પળો થી લઈ તેના ચહેરા ની છેલ્લી સ્માઇલ સુધીના દ્રશ્યો તેની આંખ સામે તરવા લાગ્યા.દિલ પર પથ્થર રાખીને આટલા લાંબા સમય સુધી ટકાવી રાખેલા અશ્રુબિંદુ કિશન ની આંખ માથી ટપકી પડ્યા. ધ્વનિ એ કિશન ની આંખ માં આંસુ જોઈ તેનો હાથ પોતાના હાથ માં લીધો અને કીધું,


"હું તને રાધી ની દરેક યાદો ને મિટાવવાનુ તો નથી કહેતી પણ એ યાદોની સાથે નવી યાદો ને પણ સ્થાન આપવાનું કહું છું. રાધી હવે તારી જીંદગી માં તો પાછી આવવાની નથી એ તું પણ જાણે છો, પણ જો તું આજે જેવો છો એવો જ રહીશ તો કદાચ રાધી પણ દુઃખ થશે."


કિશને ધ્વનિ નો હાથ છોડાવી પોતાની આંખો લૂછી અને પછી ઉભા થતાં થતાં બોલ્યો, " સોરી ધ્વનિ, એક પ્રેમી તરીકે તને મારા દિલ માં કયારેય સ્થાન નહીં મળે પણ હા, એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે મારાં જીવન માં હંમેશા તારા માટે જગ્યા રહેશે."


આટલું કહી કિશન ત્યાંથી ચાલતો થયો.આજે તેની ચાલ માં પણ ફરક દેખાતો હતો.


આ બાજુ ધ્વનિ નાં દિલ ના ટુકડે-ટુકડા થઈ ગયા, તે ત્યાં જ પડી ગઈ અને એની આંખમાથી આંસુઓ ની ધાર થઈ.એના દિલ ની વાત ને કિશન ના સમજી શક્યો.કોલેજેથી ઘરે ગયા પછી પણ તેણે કંઈ ખાધું નહીં, બસ એક રૂમમાં પૂરાઇને રડતી રહિ.


* * * * *



એ ઘટના પછી ધ્વનિ ને કિશનના જીવન માં એક બેસ્ટ ફ્રેન્ડ નું સ્થાન મળી ગયું હતું.આ બાજુ ધ્વનિ પાસે પણ બીજો કોઈ રસ્તો નહોતો. કદાચ ને કિશન ની દોસ્તી પ્રેમ માં બદલાઈ જાય એવી તેને હજુ આશા હતી. ધ્વનિ સાથે દોસ્તી થયા પછી કિશન ના જીવન માં ઘણા ફેરફારો આવી ગયા.રોજ સુનમૂન બેઠી રહેતો કિશન એકદમ બદલાઈ ગયો હતો.રોજેરોજ કોલેજ માં મળવાનું, લેક્ચર બંક મારીને કેન્ટીન માં જઈને બેસવાનુ, સાથે મૂવી જોવા જવાનું અને રજાઓ માં બધા મિત્રો કંઈ દૂર ફરવા જવાનું. કિશન અને ધ્વનિ ની મિત્રતા એટલી પાક્કી થઈ ગઈ હતી કે બંને અવારનવાર એકબીજાના ઘરે આવતા-જતા. ધ્વનિ કિશન ના ઘરના બધા સાથે એકદમ હળીમળી ગઈ હતી,ઘણીવાર કિશન મમ્મી કિશન ને ધ્વનિ વિશે કંઈક સિરિયસ થવાનું કહેતા પણ કિશન એમને એમ કહી ટાળી દેતો કે, "અમે તો ખાલી બેસ્ટ ફ્રેન્ડ છિયે,બીજું કંઈ નહિ." અંતે દીકરા ની જીદ સામે એ હરવખત હારી જતા.


આમ કરતા કરતા કોલેજ ના ચાર વરસ પૂરા થવા આવ્યા.કોલેજ માં પ્લેસમેન્ટ માટેના ઈન્ટરવ્યુ ગોઠવાયા.કિશન ને એક સારી કંપની માં ઉંચી પોસ્ટ મળી ગઈ, બસ એને કોલેજ પૂરી થતાં જ એમાં જોડાવાનુ હતું. આ સાથે જ અઢી વરસ ની એ મિત્રતા એવા પગથિયે આવીને ઉભી રહિ હતી કે ત્યાંથી આગળ નો રસ્તો કિશન માટે કઠિન હતો.ધ્વનિ નાં સાથ અને વિશ્વાસ ની ધીરે-ધીરે એને આદત પડતી જતી હતી.એ જ્યારે પણ ધ્વનિ ને જોતો એટલે તેને એમાં રાધી દેખાતી.ધ્વનિ વિના હવે એને ચેન નાં પડતું.હવે તો જયદીપ અને મિતુલ પણ પોતાના દોસ્ત ની ગાડી ફરીથી પાટા પર લાવવા એને સમજાવતા કે એ ધ્વનિ ને સાથે નવા જીવન ની નવી શરૂઆત કરે.


ધીરે ધીરે કિશન ની ધ્વનિ સાથે ની ગાઢ મિત્રતા ક્યારે પ્રેમ માં પરિણામી એનો ખ્યાલ જ ન રહ્યો તેણે ઘણીવાર હિંમત કરી ધ્વનિ પાસે જઈ પોતાના દિલની વાત કરવાની પણ દર વખતે તે વિચારતો કે ધ્વનિ ને ના પાડ્યા પછી કદાચ ધ્વનિ પણ તેને ના પાડે તો. એના ડર પાછળ નું કારણ એ પણ હતું કે ધ્વનિ એક mordern વિચારો વાળી છોકરી હતી અને પાછી એ


એક મોડેલ પણ હતી એટલે એના બીજા ઘણા ફ્રેન્ડ હતા એટલે કિશન એમ વિચારતો કે કદાચ ધ્વનિ એમાંથી જ કોઈને પસંદ કરતી હોય.આ બધી અટકળો વચ્ચે કિશને એક દિવસ હિંમત કરીને એક પેપર માં પોતાના દિલ ની વાત લખી દીધી.એ લેટર ને લાઈબ્રેરી માં બેઠેલી ધ્વનિ ને ખબર ના પડે એમ એની બુક માં રાખી દીધો.


એ લેટર મૂક્યા પછી કિશન રોજ ધ્વનિ નાં જવાબ ની રાહ જોતો પણ કોઈ જવાબ આવતો નહીં.ધીરે ધીરે પંદર દિવસો વીતી ગયા પણ હજુ સુધી ધ્વનિ નો કોઈ જવાબ નહોતો આવ્યો.ધીરે ધીરે કિશન ની હિંમત પણ તુટતી જતી હતી. અચાનક એક દિવસ કિશન ને ખબર પડે છે કે ધ્વનિ મોડેલિંગ નો કોર્સ કરવા હંમેશ ને માટે લંડન જાય છે.આ સાંભળતા ની સાથે જ એ એકદમ તૂટી પડે છે.જે ધ્વનિ એ એને જીવન નો સાચો મતલબ સમજાવ્યો, જેણે એને બીજું જીવન આપ્યું એ આજ એને છોડીને જાય છે એ વાત કિશન માનવા તૈયાર જ નહોતો. તેણે ધ્વનિ ને કોલ ઉપર કોલ કર્યા, મેસેજ કર્યા પણ કોઈ reply નહીં.હવે કિશન સાવ એકલો પડી જાય છે એને ખબર નથી પડતી શું કરવું કે શું ના કરવું.


* * * * *









છેલ્લા ત્રણ કલાકથી બેઠો બેઠો એક હાથે વ્હિસ્કી નાં ઘૂંટ અને બીજા હાથ થી સિગારેટ ના કશ લેતો કિશન બાલ્કનિ માં બેઠા બેઠા સતત આકાશ ભણી જોઈ રહ્યો હતો. એ જાણે ચાંદાને જ બધી વાત નો દોષિ માની એને કોસતો હોય એવું લાગતું હતું.વળી ચાંદો પણ પોતાનાં દોષ છુપાવવા મોઢું સંતાડતો હોય એમ વાદળો ની હારમાળા પાછળ છુપાઇ રહ્યો હતો.ત્યાં જ ઘર ના મેઇન દરવાજો ખુલવાનો અવાજ આવ્યો, થોડીવાર પેલા જ શોપ વાળો દારૂ ની બોટલ આપવા આવ્યો હતો એટલે દરવાજો અડધો ખુલેલો હતો. જયદીપ એનું ઈન્ટર્વ્યુ દઈને આવ્યો હતો પણ તેણે જેવું બારણું ખોલ્યું તે સાથે જ બારણા ને લગોલગ પડેલી વ્હિસ્કી ની ખાલી બોટલે દદડવા માંડી.જયદીપ ની નજર સામે નું દ્રશ્ય એની કલ્પના ને પરે હતું.બાલ્કનિ માં ચેર પાસે પડેલો કિશન હાથ માં દારૂ ની અડધી ભરેલી બોટલ લઈને કંઈક બડબડ કરતો હતો.એની આસપાસ અને આખી રૂમ માં ફેલાયેલા સિગરેટ ના એ ચિત્ર વિચિત્ર ભાત રચતા ધુમાડાએ વાતાવરણ ને ઝાંખુ કરી નાખ્યું હતું



આ બધું જોઈ એ એકદમ ડઘાઇ ગયો, એક ક્ષણ માટે તો એ માનવા તૈયાર જ નહોતો કે આ એનો દોસ્ત કિશન જ છે.રૂમ ની ખુલ્લી રહેલી બારી માથી સડસડાટ આવતા પવનના ઝોકા એ જયદીપ ને વિચારોની દુનિયા માંથી બહાર પછાડયો.તે પોતાની બેગ નો ઘા કરી કિશન પાસે પહોચ્યો. રોઇ રોઇ ની લાલ થઈ ચુકેલી એની આંખો, અસ્તવ્યસ્ત કપડાં અને દારૂ અને સિગરેટ ની મિશ્ર દુર્ગંધ વચ્ચે કિશન પડ્યો હતો.


જયદીપે કિશનના હાથ માંથી સિગારેટ અને દારૂ બોટલ ને બહાર ફેકી દીધી.પોતાના હાથમાંથી બોટલ લઈ લેતા અચાનક કિશન થોડો ઘુઘવાયો, " કોણ છે બે, મારી બોટલ લાવ."નશા માં ધુત કિશનની જીભ પણ લથડાતી હતી.


" કિશન ! શું હાલ બનાવીને બેઠો છે તું ? " જયદીપે કિશનને પુછ્યુ.


પોતાનું નામ સાંભળીને કિશન બેઠો થયો અને આંખો ચોળતા ચોળતા જોયું જયદીપ નો ઝાંખો ચહેરો દેખાયો એટલે એ બોલ્યો, " અરે જયદીપ. મારો દોસ્ત,મારો યાર,મારો ભાઈ બસ તું જ એક છો જે મારી ચિંતા કરે બાકી આ આખી દુનિયા બઉ સ્વાર્થી છે."


" કિશન, શું થયું તને ? સાચે સાચું બોલ. " જયદીપે ઉગ્ર સ્વર માં કીધું.


કિશન જાણે કોઈ વાત સાંભળતો જ ન હોય એમ તે ઊભો થયો અને નવી બોટલ લેવા રૂમ માં ગયો. નશા માં ધૂત કિશનને આજુબાજુ ની કોઈ ચિજવસ્તુઓનુ ધ્યાન જ નહોતું. લથડતા શરીરે ચાલતા ચાલતા એનો પગ ટીપોઇ સાથે ભટકાયો, એટલે તરત જ તેણે બે - ત્રણ ગાળો દઈ દીધી.


જયદીપે તરત જ દોડીને તેનું બાવડું ઝાલી લીધું અને તેને હળવેકથી સોફા પર બેસાડ્યો અને તરત જ મિતુલ ને કોલ કર્યો,


" ક્યાં પહોંચ્યો લ્યા તું ? "


" બસ રાજકોટ પહોંચવા જ આવ્યો છું, કેમ શું થયું ? "


" યાર, આ કિશન ની હાલત વધારે ને વધારે ખરાબ થતી જાય છે.ન જાણે કેટલી બોટલો અને સિગરેટ ના ખોખા ખાલી કર્યા હશે.તું જલ્દી પહોચ."


જયદીપે ફોન મૂકીને તરત જ કિશનને નશો ઉતારવા માટે નવરાવવા ઊભો કરવા ગયો ત્યાં જ કિશને તેને ધક્કો મારીને પાડી દીધો. હવે તો જયદીપ ને પણ ગુસ્સો ચડેલો હતો તેણે ઉભા થઈને કિશન ના ગાલ પર બે લાફા જડી દીધા પણ તરત જ તેને ભેટી પડ્યો, કારણ કે એ દોસ્ત એની જાન કરતા પણ વહાલો હતો.


કિશનની બાજુમાં બેઠી તેણે હળવેકથી કિશન ના ખભા પર હાથ રાખી એ બોલ્યો, "કિશન શું થયું ? ધ્વનિ એ કંઈ કીધું ?"


ધ્વનિ નું નામ પડતાં ની સાથે જ રડી રડીને સૂકાયેલ ગયેલી લાલ આંખો માં ફરી અશ્રુ ની ધાર શરૂ થઈ ગઈ, તે તરત જ જયદીપ ને ભેટી પડ્યો અને જોરજોરથી રડવા લાગ્યો. જેમ કોઈ નાના છોકરા ને છાનો રાખે એમ જયદીપે કિશને જયદીપ ના માથા પર હાથ ફેરવ્યો અને તેને સંભાળ્યો.


" હવે મને શરુઆત થી આખી વાત કર " - જયદીપ બોલ્યો.


ડુસકા ભરતા ભરતા કિશને બેઠા થઇને વાત શરૂ કરી,


" ધ્વનિ,.....ધ્વનિ હવે હંમેશ ને માટે મને એકલો મૂકીને લંડન જતી રહિ, હંમેશા હંમેશા માટે.ધ્વનિ જ્યારે મને સમજાવી ને ગઈ પછી મને થયું કે કદાચ મારા પ્રયત્ન માં ભૂલ હશે એટલે મેં જાતે મારા પર પ્રયોગો કર્યા.એ દરમિયાન મને એવું લાગ્યું કે મારી ધ્વનિ પ્રત્યેની લાગણી બસ એક ફ્રેન્ડ પૂરતી નથી રહિ પણ એ એક કદમ આગળ વધી ગઈ છે.મારી હિંમત નહોતી થતી એને કહેવાની, ઘણી ટ્રાય કરી પણ દર વખતે મન અચકાતુ અને ગભરાતુ એટલે એક દિવસ મેં એક લેટર માં મારા દિલ ની બધી વાતો લખી નાંખી અને એની બુક માં રાખી દીધો.પણ આજે કેટલાય દિવસો થયા અને એનો કોઈ જવાબ ના આવ્યો પણ મયંક પાસે થી જાણવા મળ્યું કે એ હંમેશ ને માટે લંડન જાય છે. કદાચ એની પાછળ નું કારણ પણ હું જ હોઇશ.કારણ કે જ્યારે એ મને પ્રેમ કરતી હતી ત્યારે હું તેને હડધૂત કરી દેતો પણ આજે જ્યારે મને એની જોડે પ્રેમ થયો છે તો એ જ વસ્તુ મારી સાથે બને છે.


યાર,જયદીપ.એની વાતો અને એના સાથ ની આદત પડી ગઈ છે મને.એની સિવાય એકલું એકલું લાગે છે, જીવવાનુ કોઈ કારણ દેખાતું નથી. બસ હવે તો આ જ મારો સહારો છે. એમ કહી કિશને બાજુ માં પડેલી બોટલ ઉપાડી અને એને હોઠે લગાડી."


કિશનની વાતો જયદીપ ને સમજ બહાર ની હતી એટલે તેણે ફટાફટ ધ્વનિને કોલ કર્યો પણ તે સ્વીચ ઓફ આવતો હતો,તેણે ફરીથી ટ્રાય કરી પણ આ વખતે ભી સ્વીચ ઓફ જ આવતો હતો.


" રહેવા દે જયદીપ,હવે એને પોતાની લાઈફ જીવવા દે.કદાચ એ મારા વગર વધારે ખુશ રહી શકશે." - કિશન


" હા, જો તને ના મળી હોત તો કદાચ ખુશ જ હોત." પાછળ દરવાજા પાસે થી કોઈનો અવાજ આવ્યો.


કિશન અને મિતુલે નજર કરી તો દરવાજા પાસે બેગ લઈને ધ્વનિ ઉભી હતી.ધ્વનિ ને જોતાં જ કિશન સફાળો બેઠો થઈ ગ્યો અને લથડાતી જીભે બોલ્યો, " ધ્વનિ તું અહીંયા.તું તો લંડન જવાની હતી ને ? "


"હા જવાની હતી નહીં, પણ જવાની છું એ પણ એકલા નહીં પરંતુ તારી સાથે." - ધ્વનિ


જયદીપ તો મૂક પ્રેક્ષક બની ને બંને વાતો સાંભળતો હતો.


" જો હું ગઈ હોત તો તો તું કદાચ મને યાદ પણ ના કરેત.સાચું ને ? " - ધ્વનિ ગુસ્સા માં બોલી.


" યાદ ! મારી આ હાલત જોઈને તને શું લાગે છે ? મને જ્યાંરથી ખબર પડી કે તું લંડન જા છો ત્યાર થી મારી હાલત આવી છે, હવે તું વિચાર કર જો તું જતી રહિ હોત તો મારો શું હાલ થાત ? " - કિશન


" હવે રહેવા દે આ બધું.જો સાચે જ મને ચાહતો હોય તો મને આવીને કેમ ના કીધું ? હું તો તને પ્રેમ કરતી જ હતી, એ તો તું હતો કે જે મને વારંવાર દૂર ભાગતો હતો." - ધ્વનિ એ વ્યંગ માં કીધું.


" મારી હિમ્મત જ નહોતી થતી કે તને આવીને કહું કે હું તને ચાહું છું. હા,એક વાર કોશિશ તો કરેલી લાઈબ્રેરી માં તારી બુક માં એક ચિઠી પણ મૂકેલી પણ તારો કંઈ જવાબ ન આવ્યો એટલે મને લાગ્યું કે કદાચ તારી 'ના' હશે."


" અરે ડોબુ, એ બુક મેં લાવીને બેગ માં જ મૂકી દીધેલી.આજે જ્યારે સામાન પેક કરતી હતી ત્યારે એ બુક અને બુક માં રાખેલો તારો લેટર જોયો.જો આજે એ બુક ના મળી હોત તો હું સાચે લંડન જતી રહિ હોત અને આપણે કયારેય એક ના થઈ શક્યા હોત."- ધ્વનિ


" હવે તું મને પ્રોમિસ કર કે આજ પછી કોઈ દિવસ મને છોડીને કયાય નહિ જાય.તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું.તારી યાદ માં ને યાદ માં દેવદાસ બની ગયો હતો. જેવી રીતે વરસાદ વિના ઢેલ અધૂરી છે,જેમ ચંદ્ર વિના રાત અધૂરી છે એવી જ રીતે મારી આ દુનિયા તારી વિના અધૂરી-અધૂરી છે. ન જાણે તારી વિના મારી જિંદગી કેમ પસાર કરેત ? તારી એક એક યાદ આ દિલ ને મારા પ્રેમ ની સાબિતી આપતા હતા. " - કિશને એકી શ્વાસે પોતાના દિલ ની વાત ધ્વનિ સામે રાખી દીધી.


" હા, મારા લેખક મહાશય. હું પ્રોમિસ કરું છું કે


આજ પછી કોઈ દિવસ, કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ મુશ્કેલીમાં તને એકલો નહીં છોડું અને જીવન ભર તારો સાથ નિભાવિશ." - ધ્વનિ હસતા હસતા બોલી.


ધ્વનિ એ કિશન પાસે જઈ એની આંખો માં આંખો પરોવી.જયદીપ હળવેક દઈને ત્યાંથી બહાર નીકળી ગયો.આ


બંને ની નજરો એકમેક માં ભળી ગઈ.કિશને તેને પ્રપોઝ કરવા માટે એક ગોઠણે બેઠી ધીમેક થી ધ્વનિનો હાથ પોતાના હાથ માં લિધો.


" આઈ લવ યુ ધ્વનિ.વિલ યુ મેરી મી ? " - કિશને અંતે પોતાના પ્રેમ નો ઈકરાર કરી જ દીધો.


" યસ,આઈ લવ યુ ટુ " - ધ્વનિ એ કિશન નું પ્રપોઝ સ્વિકારતા કહ્યું.


કિશને ઉભા થઈ ધ્વનિ ના કમર માં હાથ નાંખી તેને પોતાની તરફ ખેચી. વધતી જતી દિલ ની ધડકનો અને એકબીજા નાં શ્વાસો ની ગરમી મહેસૂસ કરી ધીરે ધીરે કિશન ની અને ધ્વનિની આંખો બંધ થતી ગઈ અને હોઠ નજીક આવતા ગયા અને હળવેક રહીને બંને ના કોમળ હોઠો નો મિલાપ થયો અને બંને એકમેક માં સમાઈ ગયા.આ ગાઢ આલિંગન અને હોઠો ની રમત વચ્ચે કિશન અને ધ્વનિ હંમેશ ને માટે એકબીજા ના થઈ ગયા.



સમાપ્ત

લેખક :- નીરવ પટેલ (કિશન )
Instagram :- @nirav_donda_
Whatsapp no :- 9376366161

ટૂંક સમયમાં પબ્લિશ થવાની સ્ટોરી :- લાસ્ટ સીન ( last Seen )


બીજા રસપ્રદ વિકલ્પો