Featured Books
શ્રેણી
શેયર કરો

સંબધોની સંતાકૂકડી: મલ્ટીપલ રિલેશનશીપ

ફેરીટેલ જેવો પતિ જોઈએ છે પણ સંબધો જ નથી ટકાવી શકતી


જમાના સાથે સંબધો પણ સંતાકૂકડી જેવા થઈ ગયા છે. આવી જ એક વાત છે દીયા અને તેના પરિવારની પૈસા, ક્રેડિટ કાર્ડ, સારુ ભણતર આપી દેવાથી સારો ઉછેર નથી અપાતો પણ એ માટે આપવું પડે છે સમયનું સિંચન.

વાતે એવી છોકરીને જે પ્રેમની તલાશમાં કપડાની જેમ બોયફ્રેન્ડ બદલે છે પણ તેને બદનામી સિવાય કાંઈ નથી મળી રહ્યું. આવો સાંભળીએ માતા-પિતા અને દિયાની આ સંબધોની સંતકૂકડીની વાત.

મારી દીકરી સંબધોમાં રહી જ નથી શકતી. તેને આંતરે દિવસે બોયફ્રેન્ડ બદલી દે છે. મને ખુબ શરમ આવે છે. આડોશી પાડોશી મને જણાવે છે કે, મારી દીકરીને દરરોજ નવો છોકરો ઘરે મૂકવા આવે છે. મિત્રો અમારા જમાનામાં પણ હતા પણ અમને લીમીટ ખબર હતી. મેં ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેની ફેસબુક પોસ્ટ જોઈ મને થયુ ધરતી મારગ આપે તો સમાઈ જાઉ. ફેસબુક ઉપર કિસ, હગ, અને એ ફોટાની નીચે આવતી ભદ્દી કોમેન્ટ અરેરે.

મારા સંબધીઓ મારા અને મારી દીકરીના કેરેક્ટર ઉપર આંગળી ઉઠાવે છે. મેં મારી દીકરી સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તેને સમય જ નથી. મારી દીકરી દિવસે કામ, રાતે લેટનાઈટ પાર્ટી, અને શની-રવિ ઉંઘ્યા કરે. હું ઉઠાડું તો રાડા રાડા કરે છે. બહુ જ શોર્ટ ટેમ્પર છે. બહુ પેમ્પર નથી કરતી પરંતુ તેના પિતાએ ફટવાડી છે. તેને અમારા કોઈ સંબધી સાથે વાત-ચીત કરવાના પણ સંબધ નથી.

મારી દીકરી કહે છે. આ મારી લાઈફ છે. મારે નથી આવું. કોઈ મહેમાન આવે તો તે બહાર જ ન આવે. મારે જુઠ્ઠુ બોલવુ પડે કે મારી દીકરી ઘરે જ નથી.

તેના પપ્પા સાથે બાળપણમાં સારી ટ્યુનિંગ હતી પરંતુ હવે તેમની સાથે પણ તે ક્લોઝ નથી. તેના પપ્પાનો જ વાંક છે. એના પપ્પાએ જ બગાડી છે. તેના 20 વર્ષ પહેલા તેના પપ્પાને અફેર હતુ. મારી દીકરી મારા પતિના રસ્તે જ એ ચાલે છે. મારી દીકરી મારા પતિના પાપનું જ પરિણામ છે.

મારી દીકરી બે છોકરાને ઘરે લઈ આવી અને કહ્યુ કે હું આમની સાથે સિરિયલ રિલેશનશીપમાં છું. અને હવે બંને સાથે બ્રેકઅપ છે. મારા પતિને આ વિશે કહું તો તે દિવ્યાનો સપોર્ટ આપે છે અને મને જ દોષિત કહે છે. મારા પતિ આજે પણ તેની પ્રેમીકાને મળે છે. અને મારી દીકરી પણ તે જ કરી રહી છે. હું મારી દીકરીનું તુટેલુ હદય નથી જોઈ શકતી. વારંવાર તેનું હ્દય તુટે તે હું નથી જોઈ શકતી. મને મહેણાં મારે છે સમાજ તેનો વાંધો નહીં મારી દીકરી એ દુઃખ ન વેઠે એ જ જોવાનું છે.

દિયાના પપ્પાનું કહેવું કંઈક અલગ જ છે સાવ અલગ

મારી પત્નીનું દિમાગ ખરાબ છે. એની ઉમંરમાં તે દોસ્ત બનાવી રહી છે. તે દોસ્ત નહીં બનાવે તો કોણ બનાવશે? અને આડોશી પાડોશીની વાત કરું તો લોગો કા કામ હૈ કહેના, એને માટે થઈને હું મારી દીકરીની આઝાદી ન છીનવી શકું. સગા સંબધીઓ દીકરીઓ બીએ પાસ છોકરીઓ સાસરે જતી રહી, મારી દીકરી માસ્ટર કરીને જોબ કરી રહી છે અમારા સંબધીઓ તેની ઈષ્યા કરે છે. લગ્નનું શું છે? મારી પત્ની ખોટી મારી દીકરીને દોષ દે છે. મારી દીકરી મીસ્ટર રાઈટને શોધે છે તેને મળશે એટલે પરણી જશે.

આજકાલના બાળકોને સ્પેશ આપવો જોઈએ. તેમની પર્સનલ સ્પેશમાં ઈન્ટરફીયર ન કરવું જોઈએ. મારી દીકરીની પર્શનલ સ્પેસમાં મારી પત્ની ઘુસી જાય છે. ભુખ ન લાગે તો પણ દીકરીની પાછળ પડી જશે. મારી દીકરી મોટી થઈ ગઈ છે તેને ભૂખ લાગશે એટલે ખાઈ લેશે. મારી દીકરીને લોકોને મળવું પસંદ નથી તો શું કામ મેળવવાનું?

મેં મારી દીકરીને ઈન્ડિપેન્ડન્ટ રાખી છે અને તે લોકોને સમજે છે. અને એ જ પ્રમાણે વર્તે છે. તેની ઉપર આપણા વિચારો થોપવા ન જોઈએ. મારી પત્ની તેની વિચારધારા મારી ઉપર થોપી છે અને હવે તે એ જ વસ્તુ મારી દીકરી સાથે કરી રહી છે. મારી દીકરી જાતે લોકોને સમજે અને મોટી થાય અને તે હાલ મોટી થઈ રહી છે.

મેં મારી પત્નીએ મને મારા પહેલાના એક્સ્ટ્રા મેરિટિયલ અફેર માટે માફ કરી દીધો હતો. તેમ છતા તે હરહંમેશા મારા ઉપર શંકા કરે છે. કોન્ફિડેન્સ અને વિશ્વાસ જરૂરી છે. વિશ્વાસ એ સંબધની કરોડરજ્જુ છે. હું સાચુ કહું છું તમામ ભૂલો મારી પત્નીની છે. મારી પત્નીએ પહેલા મારી દીકરીને સમય આપ્યો નહીં અને હવે તેની પાછળ પડી જાય છે. હું વીકએન્ડમાં મારી દીકરી સાથે જઉ છું શોપીંગમાં. મેં તેને મારા ક્રેડિટ કાર્ટ પણ આપ્યા છે. મારી સાથે જે થયું તે મારી દીકરી સાથે ન થાય. એ માટે તેણે મલ્ટીપલ રિલેશનશીપમાં જવું પડે તો ભલે જાય.

દિયા કહે છે તમે બંને દૂર રહો

હું સાચા પ્રેમની શોધમાં છું. મારૂ રિલેશનશીપ સ્ટેટસ કોમ્પિલીકેટેડ છે. મારી મમ્મીને લાગે છે મારે દરેક છોકરા સાથે શારિરિક સંબધો છે. મારા પપ્પાને મારા જીવવા ન જીવવાથી કોઈ ફરક નથી. મારા માતા-પિતા પાસે સમય જ નથી. ક્રેડિટ કાર્ડ આપવાથી, કોઈકવાર શોપિંગ પર જવું પ્રેમ નથી.

હું મારા મિસ્ટર રાઈટની શોધમાં છું. મારો પતિ મને સમજે, મારા ઉપર ગુસ્સો ન કરે અને સૌથી અગત્યનું મને સમય આપે.

ઘરમાં મેં એટલું જોયું છે કે, મારે હવે મારી સાથે પોલાઈટ રહે તેની જરૂર છે. મારે ડોમેનેટીંગ પર્શન નથી જોઈતો.
12માં ધોરણમાં મારે એક બોય ફ્રેન્ડ હતો અમારી એક વર્ષની રિલેશનશીપ હતી. મેં તેને બર્થડે વિશ ન કર્યુ તેણે મારી સાથે ગાળાગાળી કરી અને બ્રેક અપ થઈ ગયુ.
બીજુ એક સૌથી ટુંકાગાળાનું રિલેશનશીપ મને યાદ છે એ વખતે અમે મુવી જોવા ગયા અને કોફી જોવા ગયા. ત્યારે મેં કહ્યુ કે જે પણ બીલ આવ્યુ તે ચુકવવા માટે એ છોકરાએ જબરજસ્તી કરી કે હું છોકરો છું એટલે હું જ ચુકવીશ. અરે એ છોકરો મારો પતિ નહતો કે મારા બીલ ચુકવે હું ચુકવીશ મારા બીલ.

મારા મા-બાપ વાતે વાતે ઝઘડે છે. ઈસ્ત્રી કેમ નથી કરી? જમવામાં મીઠું કેમ નથી? મમ્મી રાડો પાડે છે. કદાચ મમ્મી પહેલા આવી નહીં હોય. પણ પપ્પાના અફેર પછી તે આવી થઈ ગઈ. પપ્પા રોજ ઓફિસ પછી તેમની પ્રેમિકાને મળવા જાય છે. બસ મમ્મી આ વાતે જ ચિંતામાં છે. તે ઈનસિક્યોર છે. મને ઘણીવાર થાય છે હું રડ્યા કરું. મને કોઈ પ્રેમ આપે.

આ પરિવારે દીકરીના ઉછેરમાં એવી તે શી ઉણપ રહી ગઈ? ખરેખર દીકરી દોષિત છે? પિતા દોષિત છે? કે માતા? તે તો તમે સમજદાર છો નક્કી કરી લેશો પરંતુ સમયનો ખામિયાઝો કોઈ પૈસા પૂરા નથી કરી શકતા. કોઈની આઝાદી તેનો પર્સનલ મેટર છે પરંતુ કમિટમેન્ટમાં આવેલી ઓટ તમારા પરિવારને પણ બરબાદ કરી દે છે. પિતાનું એકસ્ટ્રા મેરિટયલ અફેર તેની દીકરીને મલ્ટિપલ રિલેશનશીપ તરફ દોરી ગયુ છે જ્યારે માતાની સતત અસુરક્ષિતતાની ભાવના તેને તેનીજ દીકરી પર વિશ્વાસ નથી કરવા દેતી. સંબધોની સંતાકૂકડીમાં સમય ખુબ મોટો ખેલાડી છે. તમારા બાળકો તમારા જેવા જ હોય તેવું જરૂર નથી પરંતુ તમારા બાળકો તમારા જેવા ન બને કે બને એવી ભાવના તેમને બરબાદી તરફ દોરી જઈ શકે છે. ફરીથી મળીશું આવી જ કોઈ સંબધોની સંતાકૂકડી જેવી વાત લઈને.

હું ગાયત્રી જોષી તમને જરૂરથી મળતી રહીશ ( સત્યા ઘટના પર આધારિત)