Nine emails that I never sent books and stories free download online pdf in Gujarati

ના મોકલેલા નવ ઇમેઇલ (એક પ્રેમીની શરત)

મારા લખેલા પત્રોની વાત એટલે કે આ નોવેલ (ના મોકલેલા નવ ઇમેઇલ) ની શરૂઆત કરું એ પહેલા તેના માટેની કેટલીક વાતો સ્પષ્ટ કરી દઉં. મારી આ વાર્તા ને મેં નવ ઇમેઇલ્સમાં કંડારેલી છે અને હું દરેક ઇમેઇલ અલગ પાર્ટમાં આગળથી અપલોડ કરીશ. જો તમને વાંચીને મજા આવે, ગમે તો અચૂકથી તમારો પ્રતિભાવ આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.

" પ્રથમ ઇમેઇલ "

લખનાર : શિવમ પટેલ

તારીખ : ૮ જૂન' ૧૨

પ્રિય શ્રુતિ,

વિષય: પહેલી નજર

આશા છે કે તું ખુશ હોઈશ. હું પણ બહુ જ ખુશ છું એનું કારણ તો તું આ ઇમેઇલ જેમ જેમ આગળ વાંચતી જઈશ એમ ખબર પડતું જશે. જોકે એ વાત ની ચર્ચા કરું એ પહેલા મારે એક ચોખવટ કરવી છે કે તું આ બાબતે કોઈ જોડે વાત ના કરતી.

આજથી લગભગ ૧ વર્ષ અને ૮ મહિના પહેલા હું મારા પરિવાર સાથે એ વખતના મારા અણગમતા શહેર અમદાવાદમાં રહેવા આવ્યો હતો. એનું મુખ્ય કારણ તો મારા પપ્પાની બદલી થઇ એજ હતું. પણ મારા માં-બાપ મને અને મારા ભાઈને મોટા શહેરમાં ઉછેરવા અને ભણાવવા માંગતા હશે એવું મારુ માનવું છે. એટલે જ કદાચ મારા સગાંવહાલાંની સલાહ લઈને મને પ્રાઇવેટ સ્કૂલમાં મારુ ૧૧ અને ૧૨ સાયન્સ પૂરું કરવા મુક્યો હતો. જોકે એ વાત અલગ છે કે ૧૧માં માં તો સહેજેય મારુ ચિત્ત ચોંટ્યું જ નથી એટલે જ મારુ રીસલ્ટ પણ ઓછું આવ્યું હતું ને છેવટે ૧૨માં નાપાસ ના થાઉં એ ડરથી મારા પપ્પાએ મને વિઝન ક્લાસીસમાં ટ્યુશન ચાલુ કરાવ્યા હતા.

જોકે એમના એ નિર્ણયનાના લીધે જ હું આ ઇમેઇલ લખવાનો પ્રયત્ન કરું છું ને સાથે હિંમત પણ. કેમકે જો કદાચ મને અહીં મુક્યો ના હોત તો હું આ ઇમેઇલ લખતો પણ ના હોત! આ જો અને તો વાળી વાત જાણે કુદરત તરફથી મારા આ છેલ્લા બર્થડે પર મળેલી એક અમૂલ્ય સોગાદ છે. જાન્યુઆરીમાં મારા બર્થડેના દિવસે મારા પપ્પા મારા સ્કૂલના મિત્રોને આપવા માટે ચોકલેટો લાવેલા પણ કુદરતના સાથ હેઠળ એ દિવસે ખુબ વરસાદ પડેલો ને એમ હું સ્કૂલમાં નહતો ગયો. પછી મેં ટ્યૂશનમાં જ એ ચોકલેટો આપવાનું નક્કી કરેલું પણ સંજોગ જાણે એનું જ ગમતું કરી રહ્યો હોય એમ એ દિવસે ટ્યુશનમાં ય બંને બેચ ભેગી કરેલી હતી. ને છેવટે હું ઘરે કહીને વધારે ચોકલેટ ખરીદી ટ્યુશનમાં લઇ ગયો હતો. એમાંય વળી મેં વિચારેલું કે ભણવાનું પતે એટલે હું છૂટતી વખતે બધાને ચોકલેટ આપી દઈશ. પણ મારા દોસ્તે પહેલા જ "હેપી-બર્થડે ટુ યુ"... ગાવવાનું ચાલુ કરી દીધું ને પછી એની સાથે આખા ક્લાસે મને ખુશ થઈને વિશ કરેલું. ને પછી મારી જીવનમાં સૌથી યાદગાર થનારી એ ઘટનાનો સમય નજીક આવી ગયો. મેં સરને પગે લાગીને પાછળથી બધાને ચોકલેટ આપવાની શરૂ કરી કે જ્યાં ૩૦ એક છોકરાઓ હતા. અને આગળની બાજુ ૨૦ છોકરીઓ બેઠેલી હતી.

આમ તો હું છોકરીઓ સાથેની વાતચીતમાં પહેલેથી જ શરમાળ હતો ને તેથી જ મેં નીચું નાખીને છોકરીઓ બાજુ ચોકલેટ આપવાની શરૂ કરી, પહેલી પાંચ છોકરીઓને ચોકલેટ આપ્યા પછી મેં જયારે છઠ્ઠી છોકરીને ચોકલેટ આપી એટલે એને મારી સામે હાથ લંબાવ્યો. એટલે મેં શરમના માર્યા બીજી ચોકલેટ કાઢીને એને આપવા ગયો, મને એ વખતે એમ હતું કે કદાચ આપવાનું ભૂલી ગયો હશું! પણ એને મને "આપી" એમ કહ્યું, ને પછી મારી મમ્મી પછી પહેલી વાર મને આટલા પ્રેમથી તેણે મને "હેપી બર્થડે શિવમ" એવું વિશ કર્યું ને બસ, આટલું સાંભળ્યા પછી મારા ટ્યુશનમાં આવવા પાછળનું એક કારણ જે હવે મુખ્ય કારણ છે એ વખતે ઉમેરાઈ ગયું. હા, હું તારી જ વાત કરું છું શ્રુતિ , તને ખબર પડી જ ગઈ હશે કે હું જે આ છઠ્ઠી છોકરીની વાત કરું છું એ તું જ છે. હા, હું જાણું છું કે કદાચ તારા મનમાં આ વિશે કશુંય નહિ હોય પણ તું નથી જાણતી કે મને તારા એ વર્તનની અને તારા મીઠા અવાજની એ ક્ષણથી એવી તે અસર પડી ગઈ હતી કે આજ દિન સુધી હું ટ્યુશનમાં તારા આવ્યા પહેલા આવું છું અને તારા નીકળ્યા પછી જાઉં છું. અને મેં ટ્યુશનની બેચ પણ તારી લીધે જ બદલાવી નાખી છે. અને ફક્ત તને આંખોથી જ મળવાની મારી આ રોજિંદી ઈચ્છાને લીધે હું કેમસ્ટ્રીના ટ્યુશનમાં રોજ ૧૦ મિનિટ મોડો પહોંચું છું. મને ખબર નથી તું મારા વિશે શું વિચારે છે? મને કેવી રીતે જુએ છે? કે જોતી પણ નથી પણ હું તારી એ પહેલી નજર ને ફરી ને ફરી પામવા એ પહેલા દિવસથી જ મથ્યા કરું છું.

આમ તો મારી મુંઝવણોના એક જવાબી રસ્તા તરીકે હું મારા આવતા બર્થડે સુધી રાહ જોઈ લઉં પણ મને કોણ ખાતરી આપશે કે પછી એક કોલેજમાં જ ભણતા હશું? એટલે આ સાહસ તો મારે કરવું નથી! જોકે ભણવામાં આપણે બહુ દૂર નથી એકબીજાની એટલે આ વાત અશક્ય પણ નથી લાગતી. પણ સાચું કહુંને તો આપણે એક જ કોલેજમાં હશું એ વિચાર જ મને સારું ભણી લેવા માટે આજકાલ વધુ ને વધુ પ્રેરે છે. અને પાછળથી ભલેને મારા સારા માર્ક્સ આવી પણ જાય, મને સારામાં સારી કોલેજમાં એડમિશન મળી પણ જાય તો લોકો મારી મહેનત ને જવાબદાર ગણાવશે પણ મારા અંતરમને તો અત્યારથી જ તારો આભાર માનવાનું શરૂ કરેલ છે. હવેથી એક મહિનામાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે તો બસ તારી સાથે એક કોલેજમાં ભણવાના મારા ઉદેશ્યને પૂરો કરવા મેં વધુ મહેનત ચાલુ કરી છે અને હું એમ પણ ઈચ્છું છું કે આપણા આ નવા સંબંધની શરૂઆત કોઈ નવા શહેરમાં સાથે કોલેજ કરતા કરતા થાય. જોકે અમદાવાદ મને હવે ગમે છે પણ આતો આપણા સંબંધને પાકો થવા માટે પૂરતો સમય મળી રહે એવો મારો આશય છે. ને રહી વાત તને મારી લાગણીઓ વિશે કહેવાની તો જો હું એ રસ્તે સીધો જ ચાલવા માંડીશ તો કદાચ તને પામીશ પણ જઈશ પણ તું મને કે હું તને સમય આપી નહિ શકીએ એટલે જ મેં મારા સંજોગને હાલ મારી મહેનતનો નકાબ પહેરાવેલો છે. કેમકે હાલ તો મારામાં એટલી હિંમત નથી કે હું તને રૂબરૂ કઈ કહું શકું, એટલે જ હું આ ઇમેઇલ લખું છું.

જોકે હું કોઈ હા કે ના ના જવાબ માટે આ ઇમેઇલ મોકલવાનો નથી! મોકલી પણ કેમનો શકું?, મારી પાસે તારી ઇમેઇલ Id પણ નથી. મેં એને પામવા પ્રયત્ન નથી કર્યા એવું હું નથી કેહતો કેમકે હું એમાં નિષ્ફળ નીવડ્યો છું. એટલે હાલ એમાં સફળ થાઉં ત્યાં સુંધી આ ઇમેઇલ ને ડ્રાફ્ટ માં સેવ રાખું છું. તને બહુ જ જલ્દી આ મોકલી શકું એવી આશા સહ.

તારો ચાહક

શિવમ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED