ભીખો - 2 Jay Piprotar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ભીખો - 2

ભીખો આગળ ચાલ્યો, ઘણા દિવસો વીતી જાય છે અને છેવટે ભીખો એક નગરી માં પોહચે છે પણ ત્યાં એને કોઈ દેખાતું નથી એ નગરી નું નામ અંધેરી નગરી હતું જ્યા કોઈ પણ માણસ દિવસ ના ન દેખાય જેવી રાત પડી એટલે આખું નગર ચાલુ થય ગ્યું ભીખો તેના મિત્રો જોડે એક ખંઢેર માં સૂતો હતો, પણ અડધી રાતે ભિખા ને કોઈ બાય નો રડવાનો અવાજ આવ્યો એટલે ભીખો જોવા ગ્યો કે કોણ રડે છે અને શું કારણ હશે? ત્યાં જય ને એ પેલા બેન ને પૂછે છે કે બેન કેમ રડે છે શું થયું તો પેલા બેન કે માથું દુખે છે તો ભીખો કે હું લાવી આપું દવા પણ પેલા બેન કે ભાઈ એ દવા થી નઈ મટે તો ભીખો કે કોઈ ઈલાજ તો હશે ને એટલે પેલા બેન એ કીધું ગામ ના પાદર માં એક આંબો છે એમાંથી એક કેરી તોડી આપો બસ.. ભીખો કે એમાં શું એમ કરી એ કેરી તોડવા નીકડો આ વાત બીજા લોકો ને ખબર પડી એને ભીખા ને કીધું કે ત્યાં ભૂત્યો દાદો રહે છે એ ત્યાં જવા વાડા ને ખાય જાય છે પણ ભીખો તો ડર્યા વગર નીકડો કેરી તોડવા..
અને આ વાત રાજા ના કાને પડી અને રાજા એ ભીખા ને બોલાવ્યો અને કીધું કે તું સાચેન કેરી તોડવા જાય છે તો ભીખો કે હા આખા ગામમાં પેલી વાર આવો મરદ માણસ જોયો હતો એટલે રાજા એ કીધું જો તું કેરી તોડી આવ તો હું મારી કુવરી તને પરણાવું અને ખોટો પડ્યો તો તારું ધડ માથા થી અલગ કરી નાખુ, ભીખા એ વાત સ્વીકારી અને નીકડયો કેરી તોડવા..
તેના આંગણા માં પોચી ભૂત્યો દાદો અંદર સૂતો હતો એટલે ભીખો ચૂપચાપ આંબા ઉપર ચડી ગ્યો પણ આંબા માં અવાજ થયો અને ભાઈ ભૂત્યો જાગી ગ્યો કોણ છે મારા આંબા માં એમ કરતો કરતો બાર આવ્યો અને ભીખા પાછળ ચડયો આંબા ઉપર આ ડાળ થી પેલી ડાળ એમ કરતાં કરતાં છેલ્લે ટગલી ડાળે ભૂત્યો પૂગી ગ્યો અને મોકે એની ચોંટી જરાક બાર દેખાની એવી તો ઘૂડપંખા નું બચુ આકાશમાં અધેર અધેર ઉપાડી ગ્યું અને પછી ત્યાંથી મૂક્યું જેવો નીચે પડ્યો એવો સિંહ ના બચા એ પંજો માર્યો અને સીધી ભીખા એ ભૂત્યાં દાદા ની ચોટી કાપી લીધી, ભૂત્યો દાદો આજીજી કરવા લાગ્યો અને ભીખા ને કીધું ભાઈ મને છોડી દે આ મારી ચોંટી લઇ જા જ્યારે તું મુસીબત માં હોય ત્યારે એક વાળ સળગાવજે એટલે ભૂતડે ભૂતડા થઈ જશે અને બીજો સળગાવી એટલે બધા ગાયબ ભીખો કે સારુ પણ પેલા આ આંબો પેલા બેન નાં ફળિયા માં ખોળી દે એટલે ભૂત્યાં દાદા એ આખો આંબો ઉપાડી ને ત્યાં ખોળી દીધો અને આખા ગામ માં ભીખા ની ચર્ચા થવા લાગી..
રાજા એ ખૂબ પ્રશંસા કરી અને પોતાની દીકરી પરણાવા નું કીધું પણ રાજા એ કીધું ભીખા દિકરી તો હું દય દવ હમણાં તારા લગન કરાવી દવ પણ બાજુ ના દેશનો રાજા આપડા ઉપર ચડાય કરે છે એવા સંદેશ આવ્યા છે એટલે ભીખા એ કીધું તમે ચિંતા ન કરો હું જય એ પણ એકલો...
રાજા પેલા તો હસ્યા પણ ભીખા એ કીધું હું હકીકત માં કવ છું બધાં ભીખા ને મૂર્ખ સમજવા માંડ્યા પણ ભીખો ટસ નો મસ ન થયો અને એકલો યુધ્ધ કરવા ગયો અને બીજા બધા ને કીધું તમે દૂરથી જોજો, સામે હજારો ની સેના અને ભીખો એકલો સામે વાળા પણ હસ્યા પણ ત્યાંતો ભીખા એ ભૂત્યાં દાદા નો વાળ કાઢી સળગાવ્યો અને રોગા ભૂતડે ભૂતડા થઈ ગ્યાં સામેની આખી શેના ને ખૂંદી નાખી ઘડીક વાર માં તો યુદ્ધ પૂરું અને ભીખા એ બીજો વાળ સળગાવ્યો તો બધા ગાયબ પેલા જે લોકો દૂરથી જોતા તે આશ્ચર્ય ચકિત થઈ ગ્યાં અને પછી રાજા એ પોતાની દીકરી ભીખા ને પરણાવી અને ભીખો પછી ત્યાં થોડાક મહિના રહ્યો પછી પોતાના ઘર ની યાદ આવી એટલે નીકડી પડયો ગામ જવા 30 - 40 સોના ના ગાડા ભરી રાજકુંવરી સાથે રસ્તામાં પેલી સિંહણ આવી તેને એનું બચુ આપ્યું અને આભાર માન્યો, ઘૂડપંખા ને પણ એનું બચુ આપી આભાર માની પોતાના ગામડે પાછો ફર્યો..
ભીખા ની ભાભી તો જોય ને જ ડઘાય ગય આખા ગામે ભીખા ના સામૈયા લીધા, ઢોલ વાગ્યા અને ભીખા એ જે કીધું એ કરી બતાવ્યું અને છેલ્લે
ખાધું પીધું અને રાજ કર્યું...... 🤗