એક ગામડા ગામ નામનું ગામ અને એ ગામમાં મૂળુ ભાઈ એના ભાઈ ભીખા સાથે રહે, મૂળુ ભાઈ આખો દિવસ વાડીએ જાય, મેહનત કરે અને પોતે જે કમાય એમાંથી પોતાનું અને એના ભાઈ ભીખા નું પેટ ભરે.
હવે મૂળુ ભાઈ ના લગન થઈ ગ્યાં, ભીખા ના ભાભી આવી ગ્યાં છતાં પણ ભીખો હજુ કામ ન કરતો, આખો દિવસ ગામ માં રખડે અને ભાઈ ના પૈસે નભે પણ આ બધું ભાભી થી ન જોવાણું એટલે એણે એક દિવસ ભીખા ને કઈ દીધુ કઈ કામ ધંધો કરતા જાવ આ મફત ન મળે જમવાનું, આખો દિવસ રખડ રખડ કરો તે, ક્યાં સુધી પોતાના ભાઈ ના સહારે જીવસો.
આવા કળવા વેણ ભીખા ને કિધા અને કેવાય છે ને મેણુ કોઈ ને ન મારીએ મેણુ માથા નો ઘા, એમ ભીખા ને મેણુ લાગી આવ્યુ એ પોતાની જૂની કુહાડી લઈ અને ઘરે થી ચાલી નીકડ્યો અને ભાભી ને કીધું કે હવે તો રાજા ની કુવરી પરણી ને જ ઘરે આવી.
ભીખા ભાઈ એ જંગલમાં ભટકવાનું શરૂ કર્યું આખો દિવસ જંગલમાં ચાલે બપોરે એકાદા જાડવાના થડે વિશામો કરે અને આગળ વધે , આમ કરતા કરતા ઘણો સમય વીતી જાય છે અને એક દિવસ ભીખો બપોર ના સમયે એ એક જાડ નીચે આરામ કરવા સૂતો હતો એટલામાં જાડ ની ડાળ ઉપર થી પક્ષીના બચાઓ નો ચિ ચી કરવાનો અવાજ આવ્યો, ભીખા ને એમ કે પક્ષીના બચા છે તો બોલેજ ને પણ એ અવાજ વધતો ગયો એટલે ભીખા ને થયું જોવા જવા દે અને ભાઈ ભીખો કુહાડી લઈ ડાળ ઉપર ચડયો તો તા એક માળા માં ઘૂડપંખા ના બચા અને એ બચાઓ ને સાપ ખાવા આવતો હતો એટલે બચા ચી ચિ કરતા હતા અને ભીખા એ કુહાડી નો ઘા જીકી અને શાપ ના કટકા કટકા કરી નાખ્યા અને માળા માં નાખી દીધા એટલે બચા મોજ મા આવી ખાવા લાગ્યા અને ભીખો પાછો આરામ કરવા જતો રહ્યો.
થોડા સમય પછી ઘૂડપંખા આવી તો પોતના માળા માં શાપ ના કટકા જોય કઈ ન સમજી પછી બચાઓ એ આખી વાત કીધી કે કઈ રીતે ભીખા એ આજ અમને બચાવ્યા અને પછી ઘૂડપંખા પોતના બચાઓ સાથે નીચે ભીખા ભાઈ નો આભાર માનવા આવી. ઘૂડપંખા કે ભીખા ભાઈ તમે મારા બચાઓ નો જીવ બચાવ્યો તે બદલ આભાર પછી ભીખા ભાઈ અને ઘૂડપંખા વચે વાર્તાલાપ થયો ભીખા એ પોતાની વાત માંડી, પોતાની આખી કહાની સંભડાવી એટલે ઘૂડપંખા એ કીધું ભીખા ભાઈ ખબર નઈ તમારી સફર કેટલી લાંબી થશે તમે એક કામ કરો મારું એક બચુ લેતા જાવ એ તમને મદદ કરશે એટલે ભીખા એ કીધું બેન આ બચુ શું મદદ કરશે એટલે ઘૂડપંખા એ કીધું એ તમારી ઉપર ઉડસે એટલે તમને તાપ થી બચાવશે ભીખો કે તો ભલે આવે.
હવે ભીખો એકલો ન હતો એની સાથે હવે એક ઘૂડપંખા નું બચુ પણ હતું.
તે લોકો એક સિંહ ની ગુફા પાસે પોચી જાય છે ત્યાં ભીખો જોવે છે કે સિંહણ ના મોઢા માં હાડકું ફસાય ગ્યું છે અને સિંહણ ના બચા ચારેકોર આંટા મારે છે અને રડે છે સિંહણ ઘણો પ્રયત્ન કરે છે પણ હાડકું નથી નીકડતું એટલે આ દ્રશ્ય જોય ભીખા ને એમ થયું કે સિંહણ ની મદદ તો કરવી જોય પણ બીક પણ લાગતી હતી કે હાડકું કાઢું અને પછી મને ખાય જાય તો પણ બચા ને રડતા જોય ભીખા ને દયા આવી ગય એને કઈ પણ વિચાર કર્યા વગર પોતાની પોતાની કુહાડી હાડકા માં ફસાવી અને હાડકું એક જ જીક માં ખેંચી લીધું, સિંહણ એ પણ ભીખા નો આભાર માન્યો અને ભીખા ની વાત જાણી અને પોતના એક બચા ને ભીખા જોડે મદદ કરવા મોકલું..
હવે ભીખો એકલો નઈ ત્રણ જણા હતા, ભીખા ને કોઈ નો ડર ન હતો કારણ કે સિંહનું બચુ જોડે હતું પછી ત્રણેય પાછા સફર ખેડવા નીકડી પડે છે.........