07.06.2020 Swetin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

07.06.2020

૦૭.૦૬.૨૦૨૦
આ મારા જીવન નો એક્દમ મા એક્દમ ખરાબ ગયેલો દિવસ છે. જ્યારે તમે કોઈ ના જન્મદિવસ ની રાહ જોઈ રહીયા હોઉ અને એ બી તમારા જન્મદિવસ કરતા પણ વધારે અને એ જ દિવસે તમને એના તરફ થી આખા દિવસ મા કોઈ પણ પ્રકારનો મેસેજ ના આવે તો તમે કેવું ફીલ કરસો, એ જ ફીલ મેં આ દિવસે અનુભવ્યુ છે.

મેં એના જન્મદિવસ માટે મે ઘણું બધુ પ્લાન કરેલું અને એના માટે મેં અમારા બનેનો એેક સર્પ્રાઇઝ વિડિયો બનાયો હતો. અને સાથે સાથે એક જન્મદિવસ ની શુભકામના નો મેસેજ પણ તૈયાર કરેલો. રાત ના 12 વાગે મેસેજ અને વિડિયો એને મોક્લીયા અને તેણે મેસેજ નો ફોરમલ થેન્ક યૂ નો મેસેજ કરિયો. ત્યારે મને એમ થયું કે તેણે મને મેસેજ વાંચીયા વગર જ મેસેજ નો રિપ્લાઇ આપી દીધો હોય અને આ વાત નું મને થોડું ખોટું બી લગિયું. થોડા સમય પછી તેણે વિડિયો કોલ કરિયો અને ત્યારે તેણે મારી સામે મે મોકલેલો વિડિયો જોયો અને વિડિયો જોઈ ને એ બહુ જ ખુશ થઈ ગઈ અને એને ખુશ જોઈ ને હું પણ ખુશ થઈ ગયો.

હું એના જન્મદિવસ માટે એટલો ઉત્સુક હતો કે જેની કોઈ સીમા જ ન હતી અને રાતે વિડિયો કોલ પર એને ખુશ જોઈ ને તો હું વધારે આનદ માં આવી ગયેલો. સાથે સાથે એને મળવાની ની પણ દિલ માં ઈચ્છા હતી. બીજા દિવસે સવારે એનો સુભ સવાર નો મેસેજ હતો, મે પણ રિપ્લાઈ માં સુભ સવાર કીધું અને એનો તરત જ yoo નો મેસેજ આયો. મારી બીજી કાઈ આગળ વાત થઈ એ પેલા તો એ એના કામ માં વ્યસ્ત થઈ ગઈ અને મારા દિલ ની વાત મારા દિલ માં રાય ગઈ. પછી હું તૈયાર થઈ ને મારા દરરોજ ના કામ કાજ માં લાગી ગયો અને જમી ને ઓફિસ ગયો. પણ આ હર એક પળ માં હું એના રિપ્લાઇ ની આશા સાથે મોબાઈલ જોતો હતો કે એનો કોઈ રિપ્લાઇ આયો કે નઈ.

ઓફિસ જઈ ને પણ હું મારો મોબાઈલ થોડા થોડા સમય પછી જોતો રહતો અને એના મેસેજ ની રાહ જોતો હતો. બપોર થઈ ગઈ પણ એનો કોઈ રિપ્લાઇ ના આયો. જેમ જેમ સમય પસાર થતો એમ એમ હું ઉદાસ થતો જતો હતો અને આમ ને આમ રાહ જોતો સાંજ ના ૬ પણ વાગી ગયા પણ એનો કોઈ રિપ્લાઇ ના આયો. સમય સાથે મારી એના જન્મદિવસ માટે ની ઉત્સુકતા અને આનદ બને પતિ ગયા અને સાથે સાથે એને મળવાની ઈચ્છા પણ પતિ ગઈ. ઓફિસ થી ઘરે આયો અને ૭ વાગી ગયા પણ એનો કોઈ રિપ્લાઇ ના આયો અને છેલ્લે મે એને ફરી થી ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બ્લોક કરી દીધી. એને બ્લોક કરવાની ના તો મારી કોઈ ઈચ્છા હતી અને એને બ્લોક કરીને મને ના કોઈ આનદ થયો.

આપડા જીવન માં એવા ખણાં દિવસો આવી જાઈ છે જે આપડે ધરેલા નથી હોતા અને એવા દિવસો પણ આવી જઈ છે. પણ ભગવાન કરે આવા દિવસો કોઈ ને ના આપે કારણ કે આ દિવસ થી તમને ખબર પડી જઈ છે કે કોઈ ના જીવન માં તમારા માટે કેટલું મહત્વ છે અને તમારુ એના જીવન માં શુ સ્થાન છે . અને એ જાણી ને તમે ખૂબ જ ઉદાસ થઈ જાસો અને કદાચ એ વ્યક્તિ માટે લાગણી ગુમાવી શકો છો.