ઘમંડ - ૧ Desai Riddhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

ઘમંડ - ૧

અનિકેત એક પ્રતિષ્ઠા વાન અને ધનવાન ઘર નો એક નો એક દીકરો હતો. નાનપણ થી જ તેનો ઉછેર ખૂબ જ સારી રીતે થયો હતો. તેના માં બાપે તેના ઉછેર મા કોઈ જ પ્રકારની ખામી રાખી ન હતી.તેના પપ્પા એક સારા અને જાણીતા ઉધોગપતિ હતા. અનિકેત સારું ભણ્યો અને ભણ્યા બાદ તેણે તેના પપ્પા ના ધંધા મા મદદ કરવા નું વિચાર્યું. અને તે તેના પપ્પા ની કંપની મા જોડાઈ ગયો. અનિકેત ના પપ્પા ના એક મિત્ર હતા.તેમનું નામ મુકુંદ રાય હતું. તે પણ એક સારી કંપની ના માલિક હતા. તેમને એક દીકરી હતી. તેનું નામ નતાશા હતું. નતાશા તેના માં બાપ ની એક ની એક દીકરી હતી. અનિકેત ના પપ્પા અનિકેત ના લગ્ન નતાશા સાથે કરવા માંગતા હતા. નતાશા ના પપ્પા ને પણ અનિકેત ગમતો હતો. એક દિવસ અનિકેત ના પપ્પા નતાશા ના પપ્પા ને મળ્યા અને તેમની આ મુલાકાત મા તેઓ એ નતાશા ના પપ્પા ને લગ્ન ની વાત કરવાનુ વિચાર્યું. ઘણું વિચાર્યા બાદ તેમણે નતાશા ના પપ્પા ને હળવેક થી વાત કરી. તેમણે કહ્યું , મુકુંદ હું અને તું વર્ષો થી સારા મિત્રો છીએ. તેથી હું મારા દીકરા ના લગ્ન બીજે કયાંય કરવા માંગતો નથી. મને નતાશા દીકરી ખૂબ ગમે છે.તે ખૂબ જ સારી અને સંસ્કારી દીકરી છે. તેથી તને કોઈ વાંધો ન હોય તો હું તેને મારા ઘર ની દિકરી બનાવવા માંગુ છું.આ સાંભળીને નતાશા ના પપ્પા તો ખૂબ રાજી થઈ ગયા. તેમને પણ અનિકેત ગમતો હતો. તેમણે કહ્યું આપડે ભાઈબંધ માંથી વેવાઈ બનતા હોઈ એ તો તેના થી વધુ ખુશી ની વાત શું હોઈ શકે!
અનિકેત ને તેના પપ્પા ના રૂપિયા નું અને પોતાના સ્ટેટ્સ નુ અભિમાન હતું. તેથી તે તેના લેવલ ની પત્ની શોધવા માંગતો હતો. તેના બીઝનેસ મા સારિકા નામ ની એક છોકરી કામ કરતી હતી.સારિકા અનિકેત ને ગમતી હતી.તેની અણીદાર અને મોટી આંખો , કોમળ ગુલાબ જેવા હોઠ , તેનો ગોરો વર્ણ , તેનું લાંબુ નાક ,તેનું નિખાલસ હાસ્ય, તેનો સરલ સ્વભાવ તેને ગમતો. અનિકેત આ બધું કાયમ જોયા કરતો.તે સારિકા ને એકલા મા ખૂબ નિહાળતો.પણ તે કોઈ દિવસ સારિકા ને કહી શક્યો નહીં. કારણ કે તે એક મધ્યમ વર્ગ ની છોકરી હતી.અને અનિકેત ને તો તેના લેવલ ની પત્ની જોઈતી હતી. તેને સારિકા ને તેના પ્રેમ ની વાત કરવા મા તેનું સ્ટેટ્સ વચ્ચે આવતું હતું. સરળ ભાષા માં કહીએ તો સારિકા તેના લેવલ ની ન હતી તેવું અનિકેત નું માનવું હતું. તેથી અનિકેત ને તેના જોડે પ્રેમ તો હતો પણ તેના સ્ટેટ્સ ના કારણે તે સારિકા ને કહી શકતો ન હતો. તેને એ ઘમંડ હતો કે મને તો મારા લેવલ ની જ છોકરી જોઈએ.તેના કારણે તે ખૂબ જ મુંઝાવા લાગ્યો. તેને કંઈ સુજતું ન હતું.પણ તેને લગ્ન તો રૂપિયા વાળી છોકરી જોડે જ કરવા હતા. તેથી તેના પ્રેમ માં પણ લેવલ અને સ્ટેટસ આડું આવતું હતું. તેને દિવસ રાત સારિકા ના વિચારો આવવા લાગ્યા. તે રાત દિવસ ઊંઘતો ન હતો. તેને શું કરવું તે કંઈ સુઝતું ન હતું. તે ન સારિકા વગર રહી શકતો હતો કે ન સારિકા જોડે જિંદગી વિતાવી શકતો હતો. તે સારિકા ને તેના પ્રેમ ની વાત કરી દે તો તેનું સ્ટેટસ જળવાઈ રહે નહીં તેવું તે માનતો હતો.તેના કારણે તે ખૂબ ચિંતા મા રહેવા લાગ્યો. શું પ્રેમ માં પણ લેવલ કે સ્ટેટ્સ હોય ?
By - Riddhi Desai