અશ્રુવંદના - 1 ronak maheta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અશ્રુવંદના - 1

સુરજના કિરણો મંદ મંદ બારીમાંથી રેલાઈ રહ્યાં હતાં.હિમાચલ પ્રદેશના પવનના ઠંડા સૂસવાટા આવી રહ્યા હતા. પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. કુદરત પણ ઘણું અજીબ છે જ્યારે તે તેના પૂર્ણ સ્વરૂપે દર્શન આપે છે ત્યારે કુદરતના સાનિધ્યનો આહલાદક અનુભવ માણવા જેવો છે. નિધિ પણ રૂમમાંથી બેઠા બેઠા કુદરતનું આ સંગીત માણી રહી હતી. લગ્નજીવનના છ મહિનામાં જ લગ્નજીવન વિખરાઈ જશે તેવી તેને ક્યાં ખબર હતી !!
એકલતાાા ઘણી વખત સારી લાગે છે પણ એકલતાા શૂન્યાવકાશમાં ન પરિણમે તેનું ધ્યાન તો આપણે જ રાખવું પડે. એકલતાને કારણે પોતાની જાતને માણવાનો મોકો મળે છે.એના કારણે જ પોતાની આત્મા સાથે શબ્દસંયોગ રચાય છે. અને પાછળથી આવીને રિયા નિધિ નેે ભેટી પડી.
રિયા અને નિધિ બંને સારા મિત્રો હતા. લગ્નજીવન તૂટી ગયા બાદ તેની જે માનસિક હાલત થઈ ગઈ હતી તે જોઈને રિયા એ જ બહાર ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. અને આખરે એક દોસ્ત જ બીજા દોસ્ત ને કામ આવતો હોય છે. કદાચ દોસ્ત જેટલી દિલની લાગણી અને આંખની ના કહેવાયેલી વાતો ને સમજી શકે છે તેટલું કદાચ બીજું કોઈ સમજી શકતું નથી.
નિધિએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે તેનું જીવન આટલું ઝડપથી બદલાઈ જશે. જે માણસને તે શાળાના સમયથી પ્રેમ કરતી હતી તે માણસ લગ્નજીવન ના છ મહિના બાદ જ ડિવોર્સ આપવાની વાત કરશે તેને સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.

પ્રેમ ભલે નશ્વર કહેવાતો હોય ભલ શાશ્વત કહેવાતો હોય અમર કહેવાતો હોય પરંતુ પ્રેમની પરિભાષા દરેક માણસે બદલાઈ જતી હોય છે. નિધિ અને વિકી શાળાના સમયથી એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા. અને વડીલોની મરજીથી બાળપણથી જ નક્કી કરી રાખ્યું હતું કે બંનેને એકબીજા સાથે જ પરણાવીશુ.
પ્રેમ એ એક એવી વસ્તુ છે કે જેમાં એકના નિર્ણય ની સજા બંને ને મળતી હોય છે. પછી તે નિર્ણય ગમે તે હોય !! વિકી અને નિધિ ભણવામાં સરખા જ હોશિયાર હતા પરંતુ નિધિ ને વાંચન અને લેખન નો ખૂબજ શોખ હતો એટલે એને શાળા પછી આર્ટસ લેવાનું વિચાર્યું હતું. અને આર્ટસ કરી ખ્યાતનામ મેગેઝિન માં પોતાના આર્ટીકલ પબ્લિશ કરતી હતી. જ્યારે વિકીને ડોક્ટર બનવું હતું એટલે એને મેડિકલ લાઈન પસંદ કરી ડોક્ટર બન્યો હતો. બંને પોતાના ધંધામાં સારું કમાતા હતા અને બંને પોતાની શાખા માં ખ્યાતનામ વ્યક્તિ હતા. બંનેનો પોતાના ક્ષેત્રમાં ભારે દબદબો હતો. પણ ક્યારેય બેઉની વચ્ચે કામને કારણે ઇગો આવ્યો ન હતો. ક્યારેક પ્રેમમાં ઉતાર-ચઢાવ આવતો પણ લાગણીઓનું તો ઘોડાપુર જ હતું.

લગભગ લગ્ન પહેલાંનો જે સુવર્ણકાળ નિધી અને વિકીએ માન્યો હતો તે બીજા કોઈએ માણ્યો નહીં હોય. બન્ને એકબીજાથી ધણું સારી રીતે પરિચિત હતા. માત્ર શારીરિક આકર્ષણ જ ન હતું પણ સાચા દિલની લાગણીઓ નો સંગમ હતો. જે ના ધાર્યું હોય એ પણ બે મિનિટમાં થઈ જાય એનું નામ જ જીવન. જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે એની ના નહીં પણ જ્યારે કલ્પનાઓનો દરીયો વાસ્તવિકતાના ખાબોચિયા સામે સુકાઈ જાય ત્યારે જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.

કેટલી લગ્નજીવનની તૈયારીઓ કરી હતી! કેટલા ધામધૂમથી લગ્ન કર્યા હતા..pre wedding, marriage function, honeymoon ની કેટકેટલી યાદો.... એકબીજાની સાથે કેટલાા બધા સપના જોયા હતા. નાનપણથી જ એકબીજાનો સાથ હોય ત્યારે વાસ્તવિકતા છે કે જીવનની દરેક ક્ષણે નિધીને વિકી તો યાદ આવતો જ હોય. નિધિ આ બધા ભવ્ય ભૂતકાળમાં જ ખોવાયેલી બારીમાંથી એકીટશે જોઈ રહી હતી. ત્યાં રિયાએ તેને જગાડી અને વર્તમાનમાં પાછી લાવી.
વધુ આવતા અંકે..........