Sanju Jitu - 5 books and stories free download online pdf in Gujarati

સંજુ જીતું પાર્ટ : 5 - છેલ્લો ભાગ

પાર્ટ :5

જ્યારે જીયાને પણ ઊડતી વાત જાણવા મળી કે હવે સંજીવની હંમેશા માટે સૂરત રહેવા આવી ગઈ છે તો એના ગુસ્સાનો પાર રહ્યો નહીં. એ સંજુ પાસે આવીને ઝગડો કરવા લાગી. સંજુ એને પ્રેમપૂર્વક સમજાવી પણ એ સમજી નહીં.

તે રાતે જીત સાથે પણ હદની બહાર ઝગડો થઈ ગયો અને જીયા કુશને લઈને પિયર રહેવા જતી રહી. જીતુંને સમજ જ પડતી ન હતી કે હવે શું કરવું? બે દિવસ બાદ જીતું સંજુના ઘરે ગયો. એ દિવસે સંજુના ઘરે પણ કોઈ હતું નહીં. જીતુંના આવતાની સાથે જ સંજુ ટેન્સમાં આવી ગઈ. સંજુએ ધરારથી ના પાડી દીધી કે એવી રીતે ઘરે એને મળવા નહીં આવે.

જીતુંને આજે કોઈનું પણ સાંભળવું ન હતું. કેમ કે એ કંટાળી ગયો હતો ઝગડાથી.

“સંજુ તું એટલી ગભરાય શું કામ છે. આપણા વચ્ચે એવું કશું નથી એનું પુરાવા શી રીતે આપવો જીયાને એ વાતની હું ચર્ચા કરવા આવ્યો છે.” જીતુંએ કહ્યું.

“જીતું તું આવી રીતે મળવા નહીં આવ. એ જ પુરાવા કાફી છે જીયા માટે. પ્લીઝ તું અહિયાં આવવાનું બંધ કર.” સંજીવનીએ આજીજી સ્વરે જ કહ્યું. એટલામાં જ વરસાદ પડવા લાગ્યો. સંજુ ત્યાંથી બાલ્કનીમાં રાખેલા સુકાયેલા કપડા લેવા માટે દોડી. એ ફટાફટ કપડા તો લાવી પણ વરસાદના ઝાપટાથી એ આછી ભીંજાઈ ગઈ. ત્યાં જ જીતુંને બચપનથી લઈને અત્યાર સુધી બંને એક સાથે કેટલીવાર પણ પલળ્યા હતાં મસ્તી કરતાં હાથમાં હાથ નાંખીને એ બધી જ સારી પળો યાદ કરવા લાગ્યો. જે જીતું વિચારતો હતો એ જ સંજુને પણ યાદ આવ્યું. એ બધા કપડાની ઘડી કરીને કબોર્ડમાં મુકતી જતી અને જીતું એણે એ ગોઠવેલા કપડા આપતો જતો હતો પણ ત્યાં જ સંજુએ એણે ટોક્યો, “ જીતું તું એ બધું રહેવાં દે. તારા ઘરે જા. નહીં તો જીયાને પિયરથી મનાવીને તેડી લાવ.”

“સંજુ આ કપડા આપવાનું કામ તો હું પહેલા પણ કરતો જ હતો ને...એમાં મારે ઘરે જવા શું કામ કહે છે.” જીતુંએ કહ્યું.

“જીતું મજાક છોડ અને ઘરે જા હવે.” સંજુએ ગુસ્સાથી કહ્યું.

જીતું કેટલા બંધનથી બંધાઈને ગુંગળામણને દૂર કરવા મંથતો હોય તેમ એણે સંજુનાં બેડ પર પલાઠી વાળીને હળવાશથી બેસતાં કહ્યું, “ સંજુ ચોમાસું લાગ્યું પણ વરસાદનો આનંદ પહેલા જેવો નથી લાગતો ને...?

“હં...”સંજુએ ટુંકમાં જવાબ આપ્યો.

જીતુંએ ફરી વાત આગળ ધપાવી, “સંજુ આપણે જ બંને મેરેજ કરી લીધા હોત તો આજે આ નકામા વહેમના ઝંઝટથી તો બચી જતે નહીં.”

“હમ્મ. બસ. થઈ ગયું? હવે જા.” સંજુએ બચેલા બીજા બધા કપડાને મૂકી કબોર્ડ ધડામથી બંધ કર્યું.

પણ જીતુંએ સંજુની વાતને સાંભળી ન સાંભળી કરીને વાતને આગળ ધપાવી, “સંજુ તારી તે દિવસોમાં થયેલી વાતને હું દિલ પર નાં લગાડતો તો જીયાને પણ નાં પટાવતો અને આજનો દિવસ પણ જોવા ન મળતો.”

સંજુએ આશ્ચર્યથી પૂછ્યું, “કંઈ વાત?”

“હું પણ તને..?” એટલું કહીને એ અટક્યો હોય તેમ તરત જ વાત બદલીને કહેવાં લાગ્યો, “અરે તારી ફર્સ્ટ જોબ વખતે હું મુંબઈ તને મળવા આવેલો? ટ્રેનમાં તું મૂકવા મને આવેલી ત્યારે તે જ કીધું હતું ને કે, ‘તારો ચહેરો જોયો છે. એક છોકરીને તો પટાવીને બતાવ.’

“તો...!!” સંજુએ પૂછ્યું.

“બસ એ જ શરત દિલ પર લઈને મેં જીયાને તને દેખાડવા માટે પટાવી હતી કે જો હું પણ અપ્સરા પટાવી શકું છું.”

“તંદુપરાંત અમે બંને ફિઝિકલ રિલેશનશિપમાં જોડાઈ ગયાં હતાં. અમે બંનેને એમાંથી નીકળવાનું મુશ્કેલ બન્યું કેમ કે જીયા પ્રેગ્નેન્ટ બની ચુકી હતી.” એટલું કહીને જીતુંએ સંજુ તરફ જોયું કે એ કશોક જવાબ આપે.

“ચાલ જે થયું એ સારું થયું. હવે જીયાને મનાવીને લાવ. પણ મેં જે કીધું હતું એ સમયે, એ મજાક હતી ઓકે.” સંજુએ કહ્યું.

“સંજુ હું થોડી મિનિટો માટે તારી પાસે આવ્યો છું કે મારા દિમાગને થોડી રાહત મળે. હું હળવાશ અનુભવી શકું પણ તું તો ફક્ત જીયા જીયા જ કર્યા કરે છે. એ મારી પત્ની છે. લઈને આવીશ એને." ગુસ્સાથી જ જીતુંએ કહ્યું.

“તો અત્યારે અહીંયા શું કરે છે? તારી પત્ની પાસે જ જા ને.” સંજુએ પણ એટલા જ ગુસ્સાથી કહ્યું.

જીતું ઉભો થયો અને સંજુના નજદીક આવ્યો અને બાવડાં પકડતા કહ્યું, “ સંજુ તારો બેસ્ટ ફ્રેન્ડ છું એટલે આવ્યો છું. તું કોણે આવી રીતે આખી જિંદગી કુંવારી રહીને દેખાડવા માંગે છે. મને ને..?? કે લે તારા પ્રેમમાં પડીને બલિદાન આપું છું એ જ સાબિત કરવા માંગે છે. હું તને કેટલા વર્ષોથી સમજાવી રહ્યો છું. એકલી જિંદગી જીવવી ભારી પડશે. લાઈફના અંતે તને એહસાસ થશે કે મેં મારી જૂવાનીને બરબાદ કરીને વેડફી નાંખી. એનો સતત તને વસવસો રહી જશે." એટલું કહીને જીતુંએ એને હળવો ધક્કો માર્યો અને કહ્યું, “ સંજુ હું તારા માટે લાયક જ ક્યાં હતો.” સંજુ હેબતાઈ ગઈ હોય તેમ જીતું તરફ જોવા લાગી અને કહ્યું, “ અચ્છા. તો જીયાનું જે કહેવું હતું એ હવે તું કહે છે. હું લગ્ન કરીને તમારા વચ્ચેથી નીકળી જાવ. ઠીક છે. એવું જ થશે. એમાં મારે લગ્નની શું જરૂર છે." સંજુ હવે સીધી વાત કરવા માંગતી ન હતી.

“જરૂરત.....છે.” એટલું કહીને જીતુંએ સંજુ પર સીધી જ તડાપ મારી હોય તેમ સંજુના હોઠને પોતાનાં હોઠોમાં દબાવી દીધા. એને એવી ગાઢ ચુંબનની અનુભૂતી કરાવી કે સંજુ એક સેંકેન્ડ માટે તો ગૂંગળાઈ ગઈ હોય તેવું મહેસૂસ કર્યું. એને તરત જ જીતુંને ધક્કો મારી પોતાનાથી અળગો કર્યો. પણ જીતું માન્યો નહીં. જીતુંએ મજબૂતાઈથી સંજુને પોતાની બાથમાં લઈ લીધી. સંજુને આ બધું ગમવા લાગ્યું પણ એ પોતાને જાણે છોડાવા માંગતી હોય તેમ જીતુંને મુઠીઓથી મારવા લાગી. જીતું પોતાનામાં જ મસ્ત બન્યો હોય તેમ સર્વસ્વ ભૂલીને સંજુના આખા ગળા ડોક પીઠ પેટને ચુંબીઓથી નવડાવી દીધી. સંજુની ઈચ્છા પણ અદમ્ય થવા લાગી. એના બંને હાથ જીતુંના વાળમાં રમવા લાગ્યા. જીતુંને પણ સંજુની પરમિશન મળી ગઈ હોય તેમ તે બહુ ઝડપથી આગળ વધી રહ્યો હતો. સંજુની આંખો આ આહલાદક પળો માણવા બંધ થઈ ગઈ પરંતુ તે જ સમયે જીતુંના બાળક કુશની કૃતિ સંજુના માનસપટ પર ફરવા લાગી જે સંજુને ખૂબ પ્રિય હતું. અને તે જ પળે સંજુ જોરથી બરાડી, “ જીતું દૂર હટી જા. એનાથી એક સેંકેન્ડ પણ આગળ વધ્યો છે તો અનર્થ થઈ જશે.” એટલું કહીને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

જીતું પાછળ જતો રહ્યો. અને જાણે હોશમાં આવ્યો હોય તેમ સંજુને રડતા જોઈ રહ્યો.

“જીતું કેમ ઉત્સાવી રહ્યો છે મને. અરે મેં તો સાચો પ્રેમ કર્યો છે તને. મારુ દિલ દિમાગ મન મને બીજા પુરુષ માટે ધ્યાન જ દોરતું નથી. મેં ઘણી વાર સમજાવ્યું છે મારા દિલને કે જીતુંને મન તન માંથી કાઢી નાંખ પણ નથી સમજી રહ્યું શું કરું હું..?? મને મારી રીતે જીવવા દે. તું પરણીત થઈને પણ પોતાનાં પર કન્ટ્રોલ કરી શકતો નથી. તું જીયા અને કુશને લઈને આવ.” સંજુએ રડતા જ કહ્યું.

જીતું પાસે કોઈ જવાબ હતો નહીં. એ નતમસ્તક હતો. કેમ કે એની ભૂલ એણે સમજાઈ. એ લપસ્યો હતો. પણ લપસવાનું એક કારણ એ પણ હતું કે એ સંજુને પ્યાર કરતો હતો. પોતાની જીદનાં કારણે પોતે જ એવી સ્થિતી ઉત્પન્ન કરી હતી કે એણે જીયા સાથે લગ્ન કરવા જ પડ્યા.

“ આના કરતાં પણ આપણે આગળ વધતે તો કેટલી શરમજનક ઘટના બનતી. તું જીયાને કયું મોઢું દેખાડતે?? તું જાણે જ છે ને એ મને કેટલી નફરત કરે છે. પોતાનાં જીભથી કહી શકતો એને કે હું સંજુ સાથે શારીરિક સુખ માણીને આવ્યો છું?” સંજુને વાત કરવા પણ હવે શરમ આવતી હતી. એને પોતાની ભૂલનો એહસાસ થયો હોય તેમ એ ડોકું ધુણાવતી રહી અને પછતાપનાં આગથી એ વિચારોમાં પડી ગઈ કે કેટલું અનર્થ થતાં બચ્યું..!!

એને જીતું સામે જોયું, “ જીતું પ્લીઝ. મને હવે ફ્રેન્ડશીપ નથી રાખવી. કે નથી મારો પડછાયો હવે તમારી લાઈફમાં પાડવો છે. હું નથી ચાહતી કે મારા લીધે તારી કુશ અને જીયાની એમ ત્રણ જણાની લાઈફ બગડે. જીતું ઊભો થા અને જા અહીંથી." સંજુએ હાથ જોડીને કહ્યું. જીતું નીચું મોઢું કરીને જતો રહ્યો.

જીતું બીજે દિવસે ઓફિસે જતો રહ્યો. સંજુ તરફથી આવેલો મેઈલ વાંચ્યો, “ જીતું મને તારી સાથે પ્રેમ થયો અને તને ન થયો પ્રેમ. બસ આટલી જ વાતને હું સમજી ન શકી. હું બલિદાન આપું છું એવો તારો મંતવ્ય છે. પણ એવું નથી. શારીરિક જરૂરતનાં માટે જ હું કોઈ બીજા સાથે લગ્ન ન કરી શકું ને? મને તારી સાથે પ્રેમ થયો છે તો થયો છે. હું ફક્ત તારી યાદોમાં જીવવા માગું છું. જીતું મારો કોન્ટેક્ટ કરવાની લાઈફમાં ક્યારે પણ કોશિશ કરતો નહીં. હું જાણું છું મારા જવાથી તમારું લગ્નજીવન સફળ થશે.”

જીતુંએ સામે એટલો જ જવાબ આપ્યો, “ તું એક દિવસ જરૂર આવશે.”

એ દિવસથી લઈને કુશ આજે ૧૬ વર્ષનો થઈ ગયો હશે એના મોમ ડેડ સાથે ખૂશખુશાલ જીવન વ્યતિત કરતો પણ સંજુનો હજું સુધી જીતુંને પત્તો કોશિશ કરવા છતાં પણ લાગ્યો ન હતો. ‘તું એક દિવસ જરૂર આવશે.’ એ જ રાહની પળોમાં જીતનાં દિવસો પોતાની બેસ્ટ ફ્રેન્ડ સંજીવની માટે એ કહેવાં નીકળી રહ્યાં હતાં કે, “હું પણ તને પ્રેમ કરતો હતો. સંજુ....હું પણ....હું પણ...ઓહ્હ સંજુ !!”

(સમાપ્ત.)

પ્રવિણા માહ્યાવંશી.

વાંચકમિત્રો આપનો ખૂબ આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED