વિહવળ ભાગ-1 Dipkunvarba Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

વિહવળ ભાગ-1



રાત્રિના અંધકારમાં આકાશમાં જળહળતા તારા સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં.આખું શહેર શાંતિપૂર્ણ માહોલમાં સરી પડ્યું હતું. ચાંદનો મીઠો ટાઢક આપતો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. મધ્યરાત્રિનો સમય હતો.
સમસ્ત શહેર જ્યારે ગાઢ નિંદ્રામા શાંત હતું ત્યારે એક ઘરના ઉપરના માળે આવેલા ઓરડામાં અંધકારમાં એક યુવતી ઓરડાની અટારીમાં સ્થિર ઉભી હતી. સોના વર્ણો એનો દેહ,જ્યોતિપુંજ ની કિરણ સમાન એની આંખો નું તેજ,વિખરાયેલા તેના કેશ પવનની મંદ મંદ લહેરખી સાથે ઉડી રહ્યાં હતાં અને એના આંખોમાં થી સરી રહેલા અશ્રુમાં ખરડાયેલા તેના લાલ ગાલ અને મનમાં ઉમડતા અસંખ્ય ઝંઝાવાત સાથે ગહન અસમંજસમાં ડુબેલી જણાતી હતી. શાંત નયરમ્ય દ્રશ્ય નિહાળતી અંતરમા ઘણા પ્રશ્નો લઇ જાણે જવાબ ની રાહ જોઇ રહી હતી.
આ યુવતી હતી નિયતી.
નિયતી એક ધનાઢ્ય પરિવારમાં જન્મેલી ખુબ જ વ્હાલસોહી દિકરી હતી. નિયતીના પિતા મનસુખભાઇ વ્યવસાયમાં તેમની પ્રામાણિકતા અને આગવી કાર્યકુશળતા માટે નામના મેળવી ચુક્યાં હતા.જ્યારે તેની માતા સરલાબેન નિર્મળ સ્વભાવ અને આદર્શ ગૃહણી તરીકે સારુ એવું માન સન્માન ધરાવતા હતાં. તેમ છતાં મનસુખભાઇ અને સરલાબેન ને એ વાત નુ જરા પણ અભિમાન નહીં.નિખાલસતા અને ઉદારતા જાણે તેમના અંતર માં વાસ કરતી હોય,તેવી તેમની મૃદુ વાણિ ,જેનાથી કોઇ પણ વ્યક્તિ અભિભૂત થઈ જાય.
નિયતી તેના માતાપિતા ની એક માત્ર સંતાન હતી. નિયતીને પણ તેના માતાપિતાના ગુણો વારસામા મળ્યાં હતાં.આજના વિચારો ધરાવતા પરંતુ રૂઢિવાદી પરિવારમાં નિયતીનુ જીવન ઘડતર થઇ રહ્યું હતું. લાડકોડથી ઉછરેલી નિયતી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી કૉલેજના બીજા વર્ષનો અભ્યાસ કરી રહી હતી. નિયતી પિતાના વ્યવસાયમાં તેમને મદદ થાય અને તેમને જવાબદારી માંથી થોડી હળવાશ મળી રહે તે માટે કૉમર્સનો અભ્યાસ કરી રહી હતી.શાંત અને સંયમિત નીયતિ પોતાનું ધ્યાન માત્ર અભ્યાસમાં જ લગાવતી હતી.અભ્યાસની સાથે સાથે ઘરના કામમાં પણ નિયતી કુશળતા પ્રાપ્ત કરી ચૂકી હતી.રોજ સમયસર કૉલેજ જતી અને આવીને ઘર કામમાં મમ્મીને મદદ કરતી.રોજની તેની દિનચર્યા જ જાણે બની ગઇ હતી. કયારેક મિત્રો સાથે કેફેમાં તો ક્યારેક મુવી જોવા જઇ આવતી.અભ્યાસ પુર્ણ થયા બાદ તે પિતાના વ્યવસાય નો કાર્યભાર સંભાળવા તત્પર હતી.
નિયતી અને તેના માતાપિતાનું જીવન સુન્દર રીતે વ્યતીત થઇ રહ્યું હતું.તેના હોવાથી ઘરમાં જાણે ઉત્સવનો માહોલ સર્જાયેલો રહેતો.
નિયતીનો જન્મદિવસ પણ આવી રહ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેના માતાપિતા સાથે મળીને તે પહેલા મંદિર જઇ ભગવાનના આશીર્વાદ લઇ, ત્યારબાદ અનાથઆશ્રમના બાળકો સાથે થોડો સમય પસાર કરવાની હતી. તેના જન્મદિવસના એક દિવસ અગાઉ જ બધી તૈયારીઓ થઇ ગઇ હતી.
વહેલી સવારે નિયતી નાહી-ધોઈને નીચે આવી અને માતાપિતા તથા દાદાદાદી ના આશીર્વાદ લીધા.ત્યારબાદ નિયતી તેના માતાપિતા સાથે નક્કી કર્યા મુજબ મંદિર અને ત્યારબાદ અનાથ આશ્રમ જવા નીકળી.
ગત વર્ષોના અનુસાર આ વર્ષે પણ તેઓ બધો જ કાર્યક્રમ પતાવીને ઘરે આવ્યા. ત્યાંથી આવ્યા બાદ બધા સાથે મળીને જમ્યા.તેઓ ભેગા થઈને બેઠા જ હતા કે નિયતીના ફોનની રિંગ વાગી, વિશ્વાનો તેના પર ફોન આવ્યો. નિયતીના મિત્રો અને વિશ્વા તેના જન્મદિવસ નિમિતે તેની પાસે પાર્ટી માંગી રહ્યાં હતાં.આમ તો નિયતી આ દિવસે ક્યાંય બહાર વધુ ન જતી,ઘરે રહીને જ માતાપિતા અને દાદા દાદી સાથે જ દિવસ પસાર કરતી પણ, હવે તે કૉલેજમાં આવી ગઇ હતી. કૉલેજના વાતાવરણ સાથે તાલમેલ મેળવવો પણ જરૂરી હતો. નિયતી કૉલેજમા આવ્યા બાદ મિત્રો સાથે બહાર જતી. એ લોકોની જગ્યા પણ નક્કી જ રહેતી. તેમના ગૃપમાં કોઇ નો પણ જન્મદિવસ હોય ત્યારે તેઓ ત્યાં જ જતા.નિયતીએ તેના પિતાની મંજુરી લીધી અને પોતાના રૂમમા ચાલી ગઇ.બધા મિત્રોએ નક્કી કર્યા અનુસાર સાંજે પાંચ વાગ્યે કેફેમા ભેગા થવાના હતા.

(આજનો દિવસ કોણ જાણે નિયતીના જીવનમાં સ્નેહની મિઠાસ લાવવાનો હતો કે કડવા અનુભવ એ તો સમય જ બતાવશે.)

થોડો આરામ કર્યા બાદ ચાર વાગ્યાની સાથે જ નિયતી તૈયાર થવા લાગી. તૈયાર થઈ નીચે આવીને તેના મમ્મીને મળીને બહાર જવા નિકળી.આમ તો નિયતીને કૉલેજ લેવા મુકવા ગાડી જતી હતી પરંતુ આજે નિયતી પોતાની સ્કુટી લઇને ગઇ.પહોચતાની સાથે જ તેના મિત્રો તેને ઘેરી વળ્યાં અને નિયતી ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી અને બધા ટેબલ પર ગોઠવાઈ ગયા.
હર્ષોલ્લાસનો માહોલ છવાઇ ગયો સાથે સાથે બધાએ ઓર્ડર પણ આપી દીધો.બધા વાતચીતમાં મગ્ન હતા અને એક બીજા સાથે નિર્દોષ મજાક કરી રહ્યા હતા.
તેમાં વિશ્વા નિયતીની ખુબ જ નજીકની મિત્ર,બંને એકબીજાને પોતના મનની બધી જ વાત એકદમ નિખાલસતા અને સરળતાથી કરી શકતા. બંનેની મૈત્રી મિત્રતા સ્કુલ સમયથી જ ગાઢ હતી.
તેમના ગ્રુપમાં ટોટલ સાત સભ્યો હતાં.નિયતી, વિશ્વા, અંજના, જીનલ, અતુલ, કમલ અને નવીન. વિશ્વા અને નવિન, અંજના અને કમલ, જીનલ અને અતુલ બધા જોડીઓમાં હતાં.નિયતી જ આખા ગ્રુપમા સિંગલ હતી.
બધા ખુબ જ ખુશી સાથે મજા માણી રહ્યા હતા.
એટલામાં નિયતી ની નજર સામેના ટેબલ પર બેઠેલા યુવક પર પડી. આછા ગ્રે રંગના શુટમા સજ્જ આ યુવક મીટિંગ કરતો હોવાનું જણાતું હતું.એકદમ શિસ્તબદ્ધ રીતે ખુરશી પર બેઠેલો યુવક મનમોહક હતો.સારી રીતે ઓળેલા એના વાળ,સ્વયં સુર્યનારાયણના તેજનું લાલિત્ય એના મુખ પર પથરાયેલું,એના બોલવા પર જાણે સિંહના મધુર ગર્જનનો આભાસ થતો હોય તેમ નિયતીના ટેબલ સુધી સંભળાઇ રહ્યો હતો.એનું કસાયેલુ શરીર અને સુડોળ બાંધો જોતા તેની પ્રતિભા સાક્ષાત કોઇ મહાબલી યોદ્ધા હાલ જ રણ મેદાનમાં યુદ્ધમા વિજય પ્રાપ્ત કર્યો હોય તેવી અત્યંત આકર્ષક પુરવાર થઇ રહી હતી. મનમોહક આ યુવાન નિયતીના માનસપટ પર ગહન છાપ ઉપસાવી રહ્યો હતો. એકવાર જોઇ લે તે મંત્ર મુગ્ધ થઇ ને જોયા જ કરે તેવો આ યુવાન કોણ હતો. ક્યારેય કૉલેજના કેફેમા કોઇને પણ મીટિંગ કરતા કોઇએ જોયા ન હતા.
આ દ્રશ્ય જોઈને જ નિયતીના મનમાં સો સવાલો ઊભા થઇ ગયા. જિજ્ઞાસા વશ નિયતી આ બાબતની માહીતી મેળવવા માટે કેફેના કાઉન્ટર પર ગઇ.
ત્યાં બેઠેલાં આધેડ વયનાં સજ્જન,કેફેના માલિક અને સંચાલક હતા. તેમનુ નામ હરિશભાઇ, લગભગ દસ વર્ષ થી તેઓ આ કેફે ચલાવી રહ્યાં હતા.
નિયતીની કૉલેજ અને આસપાસના વિસ્તારમાં દુર સુધી આવુ કોઈ સ્થળ ન હતું. જયાં ખાનપાન સાથે સાથે શાંતિ થી બેસીને અભ્યાસ અથવા વાતચીત પણ કરી શકાય.અહીં આવતા લગભગ પ્રત્યેકને હરિશભાઇ નામથી જાણતા હતા, તેનુ એક માત્ર કારણ એ હતું કે અહીં કૉલેજના વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી. તેઓ નિયતી ને પણ સારી રીતે જાણતા હતા અને તેના મિત્રોને પણ, કારણ કે નિયતી અને તેના મિત્રોનો ત્યાં રોજબરોજનું આવવા જવાનું હતું.
ત્યાં જતાની સાથે જ નિયતી બોલી !! " કેમ છો અંકલ, સામેથી જવાબ આવ્યો....!! " મજામા દિકરા. અને સજ્જને હસતા પુછ્યું કેમ આજે મંડલી અત્યારે જમાવી છે...??એટલામાં જ નિયતીને શોધતા વિશ્વા ત્યાં આવી અને જવાબ આપ્યો, અંકલ આજે નિયતીનો જન્મદિવસ છે. સાંભળતાની સાથે જ સજ્જને નિયતી ને જન્મદિવસની "શુભેચ્છા" પાઠવી, "આભાર ..." કહી,
નિયતીએ તરત જ પેલા યુવક વિશે પુછ્યું, તે અહીં મીટિંગ માટે કેમ આવ્યો..?!?!
કેફેમા પહેલી વાર કોઇ વ્યવસાયિક કામ કરતુ નજરે પડ્યુ હતું,તેથી તેના વિશે માહિતી મેળવવા નિયતી આતુર હતી.
તેના પુછવા પર હરિશભાઇ એ કહ્યું કે આ પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોવર્ધનદાસનો એક માત્ર વ્હાલસોયો પુત્ર ભાગ્યોદય છે.
ગોવર્ધનદાસનુ કાપડ ઉદ્યોગમાં ખુબ મોટું નામ હતું. શહેરના મોટા ભાગના લોકો તેમને જાણતા હતા.તેમની કિર્તી ચારેય તરફ ફેલાયેલી હતી. તેમણે બીજા નાના મોટા ઉદ્યોગો પણ વિકસાવ્યા હતા. હવે નિયતીને પણ ધીરે ધીરે યાદ આવી રહી હતુ કે પિતાના મોઢે ઘણીવાર આ નામ સાંભળ્યું છે. હવે બધી વાત નિયતીને સમજ આવી રહી હતી.
કંઈક વિચારતા વિચારતા નિયતી ભાગ્યોદય ના સામે એકી નજરે જોઇ રહી હતી ત્યાં જ ભાગ્યોદય ની નજર પણ તેને તાકી રહેલી નિયતી પર પડે છે અને જાણે બે નેત્રો વચ્ચે સંગ્રામ છેડાવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું હતું,પરંતુ અચાનક જ નિયતીએ આંખ ફેરવી લીધી અને વિશ્વા સાથે વાત કરવા લાગી.ભાગ્યોદય નિયતીને દૂરથી નિહાળી રહ્યો હતો. નિયતીને જોતા જ ભાગ્યોદયને દોડી રહેલા જીવનમાં જાણે હળવાશની અનુભૂતિ થઇ.નિયતીનુ સૌંદર્યથી ભરપુર યૌવન ભાગ્યોદયને તેના તરફ આકર્ષિત કરી રહ્યુ હતું.
બંનેને એકબીજાને જોઇને પોતાનામાં નવી ઊર્જા સંચારીત થવાનો એહસાસ જાણે અસ્વસ્થ કરી રહ્યો હતો.પોતાની જાતને સંભાળવી મુશ્કેલ થઇ રહી હતી.
અંતરમા અલગ પ્રકારની અગાઉ ક્યારેય ના અનુભવી હોય તેવી લાગણી સાથે નિયતી પોતાના ઘરે જવા નિકળે છે.પરંતુ તેનુ મન જાણે કેફેમા જ રહી ગયુ હતું. રસ્તામાં વિશ્વા સાથે બધુ વિના સંકોચ કહેતી નિયતી ખુબ જ શાંત જણાઇ રહી હતી. વિશ્વાના કંઇ પણ પુછવા પર પણ તેને માત્ર માથું હલાવી જવાબ આપ્યો.
નવી લાગણીઓ ની અનુભૂતિએ નિયતીને મૌન કરી દીધી. લાગણીઓના પ્રવાહમાં વહેતી નિયતીની "જીવનનૈયા" કયા કિનારા સુધી પહોંચી શકશે એ તો માત્ર સમય જ જાણતો હતો.