Bloody Love -2 books and stories free download online pdf in Gujarati

ખુની પ્રેમ -૨

પ્રેમ ના ઘણા પ્રકાર છે પ્રેમ ખાલી છોકરા અને છોકરી નો નથી હોતો પણ પ્રેમ માતા પિતા અને તેમના સંતાન વચ્ચે પણ હોય છે. પ્રેમ બે ગાઢ મિત્રો વચ્ચે પણ હોય છે અને આવી રીતે પ્રેમ નાં અલગ પ્રકાર છે.


આપણી આજની કહાની આ જ રીતની કંઇક છે બે ખાસ મિત્રોની કહાની તો ચાલો આજે તમને પ્રેમ ના એક નવો ભયાનક ચેહરા સામે પ્રત્યેક્ષ કરાવું.

આ કહાની છે અજય અને રાહુલ નામ ના બે ખાસ મિત્રો ની.

એક દિવસ અજય ઉપર અજાણ્યા નંબર પર થી ફોન આવે છે સામે વાળી વ્યક્તિ કોણ છે એ ખબર નથી પણ એ વ્યક્તિ જેને ફોન લાગવા માંગતી હોય છે એનું નામ પણ અજય હોય છે. તો અજય પહેલા તો ફોન માં પૂછે પણ છે અને કહે છે કે કદાચ ખોટા નંબર પર ફોન લગાવ્યો છે. પણ સામે વાળી વ્યક્તિ કહે છે કે મૈં મારા નાનપણ ના મિત્ર ને ફોન લગાવ્યો છે જે સ્કૂલમાં મારી સાથે હતો.

ત્યારે અજય ફરીથી કહે છે કે મને કંઈ જ યાદ નથી તમારા વિશે તમારું નામ પણ મને તો ખબર નથી. ત્યારે સામે વાડી વ્યક્તિ પોતાનું નામ કામિની કહે છે અને અજય ને કહે છે કે મારો નંબર તારા ફોનમાં સેવ કરી લે. અજય અને કામિની બંને એક બીજાના ફોનમાં નંબર સેવ કરે છે.

આ ડિજિટલ યુગ માં તમારી પાસે વોટ્સએપ તો હોય જ એટલે વોટ્સએપ દ્વારા કામિની અજય ને પોતાના અમુક ફોટોઝ મોકલી આપે છે અને અજય પાસે પણ ફોટોઝ મંગાવે છે પણ અજય કહે છે કે મારી પાસે કોઈ ફોટોઝ અત્યારે છે નહિ પછી મોકલાઈશ શાંતિથી એમ કહીને ટાળી દે છે.

અજય આ વાત કોઈને નથી કરતો પણ તેનો એક ખાસ મિત્ર હોય છે રાહુલ જેને અજય પોતાની બધી વાત કહે છે તો આ વાત રાહુલ થી કઈ રીતે છૂપાવી શકે એટલે અજય રાહુલ ને કામિની ની વાત કરી એના ફોટોઝ બતાવે છે કામિની ના ફોટોઝ જોઇને રાહુલ તેને એક જ ટસે જોયા કરે છે અને જાણે રાહુલે આવી કોઈ ખૂબસૂરત છોકરી પહેલા ક્યારેય જોઈ જ ના હોય.

અને ત્યારે અજય તેને જણાવે છે કે તે બંને મિત્રો છે અને રાહુલ પણ ખુશ થાય છે અને પોતે પણ કામિની ને મળવાની વાત કરે છે. અને અજય રાહુલ ને "હા હા કેમ નહિ આપડે બેય મિત્રો સાથે મળીશું એમ કહે છે ને બંને મિત્રો હસી પડે છે."

ત્યાર બાદ અજય અને કામિની રોજ ફોન પર કલાકો સુંધી વાતો કરે છે અજય ને તો જાણે સમય કયા જતો રહે એ ખબર પણ નથી પડતી અને અજય હવે રાહુલ ને પણ મળતો નથી એ બસ કામિની ની સાથે કરેલી વાતો અને તેના વિચારો માં જ ખોવાયેલો રહે છે. આખરે આ બંને એક બીજા ના પ્રેમ માં પડે છે અને બીજા જ દિવસ પછી મળવાનું નક્કી કરે.

અજય ખુબ જ ખુશ થઇ જાય છે અને હવે આ ખુશી નાં સમાચાર પોતાના મિત્ર ને કહ્યા વગર રહી શકતો નથી એટલે અજય રાહુલ પાસે જઈને કહે છે કે મારે તને એક શુભ સમાચાર આપવા છે અને આ સાંભળી ને રાહુલ અજય ની ખુશી માં ખુશ થઈ જાય છે અને એની કુતુહલતા વધી જાય છે પણ જેવું અજય કહે છે કે હું અને કામિની એક-મેક ના પ્રેમ માં છીએ અને કાલે અમે મળવાના છીએ આ સાંભળીને રાહુલ ની આંખો ગુસ્સા થી લાલ થઈ જાય છે તેનો હસતો ચેહરો એક દમ ગુસ્સાથી ભરાઈ જાય છે.

રાહુલ ગુસ્સા પર કાબૂ રાખીને અજય ને યાદ અપાવે છે કે આપણે તો સાથે મળવાનું હતું ને તું કેટલાક દિવસો થી મને મળ્યો પણ નથી અને હવે એકલો મળવા જઈશ એમ કહીને અજય ને ખરું ખોટું સંભળાવે છે અને અજય કહે છે યાર તું ગુસ્સે ના થા કાલે આપડે બેય મળવા જઈશું બસ.

અજય સીધો અને ભોળો હોય છે એટલે એને રાહુલ ના ઇરાદા ની ખબર નથી હોતી રાહુલ અને અજય સવારની બસ માં નીકળે છે કામિની ને મળવા માટે અને જ્યારે બસ નાસ્તા પાણી માટે હોટેલ પર ઊભી રહે છે ત્યારે રાહુલ ચા ના બહાને બસમાંથી નીચે ઉતરે છે અને અજય કામિની ને મળવાની ખુશીમાં અને એના વિચારો માં જ હોય છે.


ત્યારે રાહુલ હોટેલ માં થી કપ માં અજય માટે ચા લે છે અને કોઈ નું ધ્યાન ના પડે એ રીતે ચા માં સાંપ નું ઝહેર નાખી દે છે અને અજય જોડે એ ચા લઈને આવે છે અજય ને ક્યાં ખબર ચા માં શું છે ? અજય એ ચા પી જાય છે અને થોડીક વાર પછી અજય ને અચાનક ગળા માં હળવો દુઃખાવો થાય છે અને આંખો મોટી થઈ જાય છે ત્યારે રાહુલ જાણે એને કંઈ ખબર જ ના હોય એમ બૂમાબૂમ કરે છે "બચાવો બચાવો" થોડીક જ વાર માં બધા ત્યાં ભેગા થઈ જાય છે અને એમ્બ્યુલન્સ ને ફોન કરે છે પણ એમ્બ્યુલન્સ આવતા સુંધી માં અજય નું મૃત્યું થાય છે તરત જ ત્યાં પોલીસ પણ આઇ જાય છે.

રાહુલ જાણે મિત્રના મરવાનો બહુ જ આઘાત લાગ્યો હોય એમ રડવા લાગે છે અને ત્યાં બીજી બાજુ કામિની અજય ને મળવા માટે ખૂબ આતુર હોય છે કેમકે એને પહેલા અજય ને ક્યારેય જોયો નથી. પોલીસ રાહુલ ને પૂછે છે અને રાહુલ એ કંઈ કર્યું જ ના હોય એમ બધું પોલીસ ને કહી દે છે અને ચા નાં કપ માં ઝહેર મળવા થી પોલીસ હોટેલ માં ચા બનાવતા વ્યક્તિ ને પકડી લે છે અને પૂરી દે છે.

ત્યાંથી રાહુલ સીધો કામિની પાસે જાય છે જ્યાં મળવાનું નક્કી થયું હોય છે કામિની ને તો ખબર જ નથી કે જેને તે મળવાની છે એ અજય નહિ પણ રાહુલ છે તે બંને લોકો આખો દિવસ ફરે છે હસી મજાક કરે છે અને એક બીજા સાથે ખુબ બધી વાતો કરે છે.

કામિની અને અજય જે રાહુલ છે એ બીજા દિવસે પણ મળવાની ઈચ્છા સાથે છુટ્ટા પડે છે રાહુલ ખુબ ખુશ હોય છે કે એને કામિની ને મેળવી લીધી અને કામિની એવું સમજી ને ખુશ હોય છે કે આખરે એણે અજય ને જોયો.

એ જ રાત્રે કામિની ને સપના માં એક છોકરો આવે છે અને કહે છે કે તું તો મને પ્રેમ કરતી હતી તો તે મને કેમ દગો આપ્યો ત્યારે કામિની પૂછે છે કે હું તો તને ઓળખાતી પણ નથી તું છે કોણ ??? ત્યારે એ છોકરો કહે છે કે હું અજય છું આટલી જલ્દી ભૂલી ગઈ મને ત્યારે કામિની એને કહે છે કે તું કોઈ બહેરૂપિયો છે હું આજે જ મારા અજય ને મળી છુ સાચું બોલ કોણ છે તું ???

અજય કહે છે કે તું જેને મળી એ રાહુલ છે મારો નાનપણ નો મિત્ર તને મારા પર વિશ્વાસ નથી તો જા કાલે પોલીસ સ્ટેશન માં જઈને પુછ જે કે કોઈ અજય ની લાશ આવી છે જેનું ખૂન થયું હોય અને ત્યાં મારું એક લોકેટ હસે જે રાહુલ એ મને આપેલું એ તારી સાથે રાખજે એ હસે ત્યાં સુધી હું તારી સાથે જ રહીશ.

એ રાત્રે અજય ના સપના માં આયા પછી કામિની જાગી જાય છે અને અજય ની વાતો તેના મનમાં ફર્યા કરે છે અને જેવી સવાર પડે છે એવી તરત જ તે પોલીસ સ્ટેશન જાય છે અને ત્યાં તેને અજય ની લાશ જોવા મળે છે અજય ના ગળા માં લોકેટ હોય છે એ કામિની ધિમે રહીને કાઢી લે છે અને જેવું તે લોકેટ હાથ માં લે છે એવું તરત જ અજય એની સામે ઉભો રહી જાય છે. આ જોઇને કામિની ના હોશ ઉડી જાય છે અને તે રડવા લાગે છે અને નીચે પડી જાય છે.

ત્યારે અજય તેને કહે છે કે આ રડવા નો સમય નથી ઊભી થા અને પોલીસ ને કહે કે તને ખબર છે કે મારું ખૂન કોણે કર્યું છે. કામિની પોતાના પર કાબૂ કરી ને પોલીસ પાસે જાય છે અને કહે છે કે સાહેબ મને ખબર છે કે અજય નું ખૂન કોણે કર્યું છે ત્યારે પોલીસ વાળા પણ આશ્ચ્યચકિત થઈ જાય છે અને કહે છે કે અમને જણાવો તો અમે અત્યારે જ પકડી લઇએ અને તમને કઈ રીતે ખબર કે કોણે કર્યું છે ???

કામિની કહે છે કે એ જાણવા માટે તમારે મારી સાથે આવું પડશે અને કામિની અને અજય પોલીસને સાથે લઈને રાહુલ પાસે જાય છે પોલીસ ત્યાં સાદા કપડાં માં જઈને કામિની ની ફરતે ઊભી રહી જાય છે રાહુલ ને તો ખબર જ નથી કે કામિની ની સાથે અજય અને પોલીસ છે.

જ્યારે કામિની રાહુલ ને તેના નામ થી બોલાવે છે ત્યારે રાહુલ કહે છે કે કોણ રાહુલ ? હું તો અજય છું ભૂલી ગઈ મને ત્યારે કામિની ગુસ્સે થઈ ને રડવા લાગે છે અને રાહુલ ને અજય નું લોકેટ બતાવે છે ત્યારે રાહુલ ની આંખો ફાટી જાય છે અને એ હળબડાઈ જાય છે

રાહુલ તે લોકેટ ને ઓળખવાની ના પાડી દે છે અને કામિની ને વિશ્વાસ અપાવાનો પ્રયત્ન કરે છે કે એજ અજય છે ત્યારે અજય કામિની ને કહે છે કે એ લોકેટ રાહુલ ને પહેરાઈ દે અને કામિની જબરદસ્તી લોકેટ રાહુલ ને પહેરાવે છે ત્યાં પોલીસ વાળા કંઈ સમજી નથી સકતા કે આ શું ચાલી રહ્યું છે ?

જેવું રાહુલ ને તે લોકેટ પહેરાવે છે એવો તરત જ એને એનો મિત્ર અજય દેખાય છે પોતાના મિત્ર ની રૂહ જોઇને રાહુલ સર્મશાર થઈ જાય છે અને તૂટી જાય છે રડવા લાગે છે અને અજય ની માફી માંગવા લાગે છે ત્યાં બીજી બાજુ પોલીસ વાળા આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

અજય રાહુલ ને કહે છે કે તું તો મારો નાનપણ નો મિત્ર હતો તે મારી સાથે આવું કેમ કર્યું ? તેં કીધું હોત તો તારા માટે હું તમારા બંને થી દુર થઇ જાત અને રાહુલ અજય ની માફી માગીને પોતાનો ગુનાહ કબૂલ કરે છે ત્યાં જ અજય પણ એક મિત્ર ની રીતે તેને માફ કરે છે અને કામિની ને કહે છે કે હવે મારો જવાનો સમય થઈ ગયો.

ત્યારે કામિની રડતા રડતા અજય ને રોકે છે ત્યારે અજય કહે છે કે અરે રડે છે શું કામ કદાચ આ જનમ માં મળવાનું નહિ લખ્યું હોય પણ બીજા જનમ માં ફરી વખતે મળીશું અને અજય અંતિમ વાર બધાની સામે આવે છે અને પોતે ખૂન થયા પછી પણ હાજર હતો એ વાતનો પરચો પુરે છે. અને પોલીસ વાળા પણ હસતા મોઢે અજય ને વિદાય આપે છે અને રાહુલ ને ગિરફ્તાર કરી લે છે.


Storyteller

તમારી સાથે રહેવા વાળા દર વખતે તમારું સારું જ ઇચ્છતા હોય એવું જરૂરી નથી અને તમને ક્યારેય ના મળવા વાળા મિત્રો ક્યારેય તમારું સારું નહિ ઈચ્છે એ પણ જરૂરી નથી એટલે વિશ્વાસ રાખો પણ એટલો પણ નહિ કે કોઈ વિશ્વાસઘાત કરી જાય.


Please Read & Rate The Story Thank You For Reading.

બીજા રસપ્રદ વિકલ્પો