Niya books and stories free download online pdf in Gujarati

નિયા

.
પાપા મારે આઈસ્ક્રીમ ખાવો છે.

રાત ના 2 વાગ્યે નિયા ની ડિમાન્ડ હતી

રાકેશ ભાઈ: બેટા અત્યારે સુઈ જા સવારે અપાવીશ

નિયા: ખાવી છે તો અત્યારે જ

રાકેશ ભાઈ : સારુ મારાં ઢીંગલા કરી ને આઈસ્ક્રીમ લેવા માટે ગયા

(નિયા એક એવી છોકરી કે જેના પાપા એ બોલે એ તરત હાજર કરી આપે એકદમ હેપ્પી છોકરી
જેને હસ્તી જોઈ ને કોઈ પણ લોભાય જાય. પાછી પાપા ની લાડલી . . સૌમ્યા બહેન રોજ કહ્યા કરે આટલી માથે નો ચડાવો દીકરી છે, પણ રાકેશ ભાઈ ને તો નિયા એટલે એની જિંદગી )

નિયા એક સારી એવી ડાન્સર છે
20 વર્ષ ની નિયા જાણે કે ઘર ની શાન છે

પાપા આજે મારે પાર્ટી મા જવું છે
મારે પાંચ......એટલું બોલી ત્યાં તો રાકેશ ભાઈ એ 5000રૂપિયા આપી દીધા.
નિયા માટે પૈસા વાપરવા
પાર્ટી કરવી
દુનિયા ફરી લેવી એ જ એનું સપનું

નિયા પાર્ટી મા ગઈ
ત્યાં તેના ફ્રેંડ્સ ને બધા સાથે ખુબ એન્જોય કર્યું

એય નિયા ચાલ ને આજે પેલો ડાન્સ કર ને
સુમિત બોલ્યો
નિયા એ પણ હા કહી કેમ કે તે એનો બેસ્ટ ફ્રેન્ડ હતો અને પાર્ટી પણ સુમિત તરફ થી જ હતી.

પાર્ટી મા કેટલાયે લોકો હતા
જેમાં નિયા કોઈ ને ઓળખતી તો કોઈ ને નોતી ઓળખતી
અચાનક નિયા નો પગ લપસી ગયો.

સુમિતે સંભાળી લીધી
પણ
નિયા ને એક અવાજ સંભળાયો
એકદમ એની મા જેવી છે
ડાન્સ કરતા એ પણ લપસી જતી તી.

નિયા ના તો હોસ ઉડી ગયા
તરત તે અવાજ આવ્યો હતો ત્યાં ગઈ ને પૂછ્યું કે
કોણ બોલ્યું?
પણ કોઈ એ જવાબ ના આપ્યો
નિયા વિચારો મા ડૂબી ગઈ
કેમ કે સૌમ્યા બહેન તો જન્મ થી જ અપંગ છે
તો એ ડાન્સ કઈ રીતે કરે
કેમ આવો ખોટો આરોપ એની મા પર કોઈ લગાડી શકે.

નિયા ઘરે આવી ગઈ
એના મમ્મી ને પૂછ્યું કે મમ્મી તું ક્યારેય તારી આ ઘોડી વગર ચાલી છે
સૌમ્યા બહેન : નિયા હું જન્મ થી અપંગ છું આ ઘોડી વગર તો હું ચાલી જ નો શકુ.

નિયા વિચારો મા છે
આખરે કોણ હતું એ જેને આવો આરોપ લગાવ્યો.

વાત ને ભૂલવાની કોસીશ કરે એમ એમ એ ઘૂંચવાતી જતી તી
એ પાપા પાસે ગઈ
પાપા:મારે તમારા લગ્ન ના ફોટા જોવા છે
નાને થી ક્વ છું તમે બતાવતા જ નથી

રાકેશ ભાઈ એ વાત ટાળવાની કોસીસ કરી
અરે એ જુના છે મારી ઢીંગલી
તારા લગન મા સરસ ફોટા પળાવીસુ

નિયા જિદ્દી તો નોતી પણ આજે એ જીદ કરવા લાગી
તો પણ પપ્પા ના માન્યા અંતે તેને બીજી વાત કરી

એને પાપા ને પૂછી લીધું કે પાપા મને ડાન્સ આવડે છે તો તમને પણ આવડતો હશે ને?

રાકેશ ભાઈ
અરે ના ના બેટા મને ક્યાં ડાન્સ આવડતો હતો.
તો પાપા એક વાર મમ્મી કેતી તી કે તમે પણ ડાન્સ કરતા
ના બસ એ તો એમજ રોમા . .

રોમા ! કોણ રોમા? નિયા એ સવાલ કર્યો

અરે બેટા એ મારી ફ્રેન્ડ હતી અને રાકેશ ભાઈ ઉભા થઇ ને ચાલવા લાગ્યા.

આજે નિયા થી ના રહેવાયું
એ લગ્ન ના ફોટા શોધવા લાગી
આખા ઘર મા ક્યાય ના મળે
નિયા રડવા લાગી
એને કેટલીયે કોસીસ કરી પણ જવાબ ના મળે
પણ પાપા ની એક બેગ મા થી આઈ ડી મળી
જેમાં રાકેશ ભાઈ તો અનમેરિડ બતાવતા હતા.

આજે નિયા સાવ સવાલો મા ઘેરાયેલી હતી

એ સૌમ્યા પાસે ગઈ

મમ્મી તમારા ને પાપા ને કેટલા વર્ષ થયા લગન ને

સૌમ્યા શુ બોલે

તો પણ ખુદ ને સંભાળી ને બોલી

25 વર્ષ

તો મામ્મા પાપા ની આઈ ડી મા અનમેરીડ કેમ લખ્યું છે

સૌમ્યા બેન રોવા લાગ્યા.

બેટા તું આ કોઈ જ સવાલ નો kar
તારે કોઈ કમી હોઈ તો કે

તારે શુ જોઈ યે છે

બોલ hu આપીશ

નિયા : મારે જાણવું છે હું કોણ છું
અને તમે મારી મમી નથી
પાપા મારાં પાપા છે તો અનમેરીડ કેમ લખ્યું છે
કોણ છું હું કોણ છે મારાં પાપા મમ્મી??????રાકેશ ભાઈ આજે સવાલો સાંભળી રહ્યા હતા પણ જવાબ નોતા

નિયા નું દુઃખ જોવા તું નહોતું
ત્રણેય રડતા હતા

આખરે રાકેશ ભાઈ એ હિંમત કરી

જો તારે જાણવું જ હોય તો આજ પછી હું તને નહિ રોકુ
પણ સચ્ચાઈ જાણવાની તારી હિંમત જ નથી
તું તૂટી જઈશ સાવ

સૌમ્યા બેન કે રેવા દયો ના કયો છોકરી ને કઈ
પણ
નિયા ને સાંભળવું હતું

આખરે ઊંડો શ્વાસ લઇ રાકેશભાઈ બોલ્યા
રોમા
રોમા છે તારી મમી નું નામ

મારી બેસ્ટ ફ્રેન્ડ રોમા
તારા જેવી જ દેખાતી ડાન્સ તારા જેવો જ કરતી
કથક મા તારા જેવી જ હતી

રૂપ રૂપ નો અંબર હતી રોમા

તો એ ક્યાં છે નિયા એ પૂછ્યું

રાકેશભાઈ ભાઈ કે એ તો મને પણ નથી ખબર

દુનિયા સામે લડવાની એની હિંમત નોતી
એટલે તને જન્મ દઈ ને હોસ્પીટલ માંથી જ ગાયબ થઇ ગઈ.

મેં મારી રોમા ના સંતાન ને મારું બનાવી ને રાખ્યું

રોમા મારી સાથે નોકરી કરતી તી
એક વાર એ બોસ સાથે ગાંધીનગર ગઈ હતી
આવ્યા પછી સાવ ચૂપ હતી

મને એમ કે બોસ એ હેરાન કરી હશે
પણ વાત સાવ જુદી હતી

આખો દિવસ બોલતી રોમા ચૂપ ચૂપ રહેતી નોકરી મૂકી દીધી

એ મેન્ટલ થઇ ગઈ હતી. એવા મા એ પ્રેગ્નટ છે આવા ન્યૂઝ આવ્યા
રોમા સાવ એકલી એનું કોઈ નહોતું એટલે આશ્રમ મા મોકલી દીધી
આવી છોકરી ને કોઈ અપનાવા તૈયાર નહોતું
મેં કેટલીયે કોસીશ કરી કે રોમા સાજી થાય પણ એ ના થઇ સાજી.

અને નવ મહિના ના અંતે એ તને જન્મ આપી ને ભાગી ગઈ

એની સાથે શુ થયું હતું એ કોઈ ને ખબર નથી.

નિયા : મારે મળવું છે મારી મમ્મી ને

અરે પણ એ ક્યાં છે કઈ જ ખબર નથી

હું શોધી લઇશ

અને તમે તો સમજ્યા કે મમ્મી ના દોસ્ત હતા
પણ મમ્મી કોણ છે
તમે લગ્ન નથી કર્યા તો આ સ્ત્રી એમનામ કઈ રીતે રે છે સાથે?

નિયા હવે સવાલો નું ઘોડાપુર બનતી જતી હતી.

સૌમ્યા કામવાળી છે

એક ભાઈ બહેન જેવો સંબંધ છે અમારે.

નાની હતી ત્યાર થી આપડા ઘરે કામ કરતી

ધીમે ધીમે એ એકલી થઇ ગઈ

અને મારે પણ કોઈ નહોતું જે તારી દેખભાળ કરી શકે
એટલે મેં તેને અહીં જ રહેવા કહ્યું.

તને મા ની કમી મહેસુસ ના થાય એટલે મેં જ કહેલું કે નિયા તને મા કહેશે.

નિયા ધ્રુસકે ધ્રુસકે રડતી હતી

એ દિવસ તો આખી રાત નિયા સૂતી જ નઈ

નિયા એ નક્કી કર્યું કે એ તેની મા રોમા ને મળશે
પણ ક્યાં?
કઈ રીતે?

પાપા ને તો કઈ જ ખબર નોતી કેમ કે
જયારે રોમા ગાંધીનગર થી આવી તી ત્યારે જ રોમા એ કીધું તું કે
મારી જિંદગી મા દાખલ ના થતો નહિ તો હું આત્મા હત્યાં કરી લઇશ
એટલે રાકેશભાઈ એ ક્યારેય રોમા નો પીછો જ નથી કર્યો
અને
નિયા ને પણ રોકવાની કોસીશ કરવા લાગ્યો
પણ

નિયા એટલે રોમા નો જ અવતાર

કરવું એટલે કરવું

એ હોસ્પીટલ પર ગઈ જ્યાં તેનો જન્મ થયો હતો

ત્યાં કોઈ ને ખબર નોતી રોમા વિશે

નિયા નો સાથ સુમિત એ આપ્યો

નિયા અને સુમિત એ બધી જગ્યા એ ગયા જ્યાં જ્યાં રોમા જતી તી

સુમિત એ હિમ્મત આપી અને બેઉ આગળ વધ્યા
ત્યાં સુમિત ને અચાનક વિચાર આવ્યો

નિયા રોમા આંટી ને શોધવાનો એક ઉપાય છે

જલ્દી બોલ ને શુ ઉપાય છે

અંકલ ના કહેવા મુજબ આંટી પાગલ થઇ ગયા હતા તો આપડે મેન્ટલ હોસ્પિટલ મા તપાસ કરીયે

અરે પહેલા કેમ ના બોલ્યો તું

નિયા અને સુમિતે આખા અમદાવાદ ની બધી હોસ્પીટલ તપાસ કરી

પણ નામ થી કોઈ ઓળખ્યું જ નહિ

આખરે નિયા અને સુમિત પાછા આવતા તા ત્યાં એક આમ તેમ નાચતી મહિલા દેખાઈ
ગાંડી હતી એ તો પણ સારુ નાચતી તી
અચાનક નિયા એ ડોટ મૂકી
અને એની સામે ઉભી રહી ગઈ
મેળા ઘેલા કપડાં
પણ ચહેરો જાણે કે બીજી નિયા

નિયા તેને બાથ ભરી ને રડવા લાગી

એ સ્ત્રી તેને દૂર કરવા લાગી
ના મને નો અડ આઘી જા
મને એકલી મૂકી દો કોઈ નો અડશો મને
હું કોઈ ને નઈ કવ
નિયા samji નો શકી
પણ રોમા ને વિશ્વાસ મા લઇ અને
હોસ્પીટલ ની પરમિશન મેળવી ને
રોમા ને ઘરે લાવી.

રાકેશભાઈ અને સૌમ્યા બેન સ્તબ્ધ રહી ગયા
સાવ એટલે સાવ પાગલ બની ગઈ હતી રોમા

નિયા એ વિશ્વાસમા લીધી
બધા નો પરિચય કરાવ્યો
નવડાવી ધોવડાવી તૈયાર કરી અને પોતાના રૂમ મા લઇ ગઈ

સુમિત પણ હવે ઘરે ગયો

રોમા બધું અલગ જ રીતે જોતી તી

નિયા હવે ફ્રેશ થવા જવું તું એટલે
રાકેશભાઈ ને કે પાપા તમે ધ્યાન રાખો હું આવું.

રાકેશભાઈ એ રોમા ને જોઈ એ એવી જ હતી જેવી પહેલા હતી.

અચાનક રાકેશભાઈ ના ખીસા મા થી પેન લઇ એ હાથ પર કંઈક દોરવા લાગી

રાકેશભાઈ ને થયું કે આ ને હજુ પણ યાદ છે

રોમા ખીસા મા પેન જોવે અટલે હાથ મા સ્ટાર બનાવતી.

આજે પણ રોમા એ એવું જ કર્યું.

નિયા એ નિયા અહીં આવ જલ્દી....

હા પાપા શુ થયું?

જો ને આ રોમા પેલા જેવી જ હરકતો કરે છે

નિયા ખુશ હતી

પાપા મારી મદદ કરો ને
મારી મમ્મી ની યાદો મા તમે છો તો એને બધું યાદ અપવો ને

હા હા બેટા કેમ નહિ..

રાકેશભાઈ રોજ એને કામ દોસ્તી બધી વાતો કરે
પણ રોમા ને કોઈ ફર્ક નો પડે.

રોજ નિરાશ થઇ અને બાપ દીકરી સુઈ જતા.

એક દિવસ સુમિત આવ્યો.
એ નિયા ને ફોટોસ ન વિડિઓઝ બતાવતો હતો
કે રોમા ત્યાં આવી.

અને એ જોવા લાગી
ફોટોસ ગાંધીનગર ના હતા અને રોમા માથું પકડી ને રડવા લાગી

કદાચ વર્ષો પછી રોમા રડી હશે.

ત્યાં રાકેશભાઈ આવ્યા અને રોમા તેને ઓળખી ગઈ.

રોકસ્ટાર તું અહીં.

રોમા રાકેશભાઈ ને રોકસ્ટાર કેતી.

પછી બધી વાત કરી.

રોમા ને બધું યાદ હતું

નિયા ને પેલી વાર મળી પણ એને ધક્કો મારી દીધો
તું મારી છોકરી નથી.

વઇ જા આઘી નથી જોવું મારે તારું મોઢું હરામી દૂર જા મારાં થી.

નિયા કઈ જ નો સમજી શકી પણ એ જતી રાઇ.

નિયા રડ્યે રાખે.
આમ 3દિવસ થયાં.

રાકેશભાઈ એ રોમા ને સમજાવી
પછી વાત કરવા રાજી થઇ.

નિયા સાથે સરખી વાત કરી

નિયા એ પૂછ્યું કે મારાં પાપા કોણ છે મમ્મી?

તો રોમા રડવા લાગી અને કહે કે મને મા માનતી હોય તો તારા બાપ વિશે પૂછતી નઈ.

રોજ આ એક જ વાત ને લઇ નિયા રડવા લગતી

આખરે શુ છે એ રહસ્ય?
કોણ છે મારો બાપ?

અંતે રોમા એ કહ્યું કે તારા મા સાંભળવાની તાકાત હોય તો ક્વ તને તારો બાપ કોન છે એ.

હા કે મને કોણ છે મારો બાપ.

રોમા જમીન પર ફસડાઇ પડી

એક નઈ પણ 9 બાપ છે તારા.

નિયા નો શ્વાસ રોકાઈ ગયો.

રોમા એ વાત ચાલુ રાખી.

હું કમ્પની માંથી ગાંધીનગર ગઈ તી સર સાથે
ત્યાં બીજી કમ્પની એ અમારી કંપની ને ડુબાડવાનો પ્લાન કર્યો હતો.
નકલી પેપર પર સર ની સહી લેવાની હતી.
એ લોકો એ મને પૈસા આપ્યા કે આ કામ કરી આપ.
મેં ના કીધું તો ધમકી આપી
તો પણ હું નો ડરી અને દોડતી સર ને કેવા જતી તી કે સહી નો કરતા
ત્યાં એક જણ એ મારાં વાળ પકડી પછાડી દીધી
બૌ સાચું બોલવાનો શોખ છે તો ભોગવ
અને
મારાં એક એક કપડાં ઉતારી નાખ્યા.
એક પછી એક 9વ્યક્તિ એ મારો ભોગ કર્યો.

હું બેભાન થઇ ગઈ.

હોસ મા આવી તો બોલવાની હાલત મા noti
તો પણ ખુદ ને સંભાળી ને પછી આવી ગઈ.

સર ને મેં કઈ નો કીધું.

ચૂપ ચાપ હું ત્યાં થી પછી આવ વા માંગતી તી.

મારી હિંમત નો ચાલી કે હું નોકરી કરું

નોકરી તો મૂકી પણ ત્યાં અચાનક હું પ્રેગ્નટ થઇ
અને હું પાગલ થઇ ગઈ.

તને જન્મ આપી હું ક્યાં ગઈ એ નથી ખબર.

કોક ને કોક મને મારતું
કોઈ કામ કરાવતું તો કોઈ વળી નાચવા નું કેતુ
એમ કરતા કોઈ એ મને મેન્ટલ હોસ્પિટલ પહોંચાડી દીધી.

ત્યાર થી ત્યાં જ હતી.

આ વાત થી રાકેશભાઈ પણ અજાણ્યા હતા કે
રોમા પર ગેંગ રેપ થયો તો.

નિયા એ કસમ ખાધી કે જ્યાં સુધી મમ્મી ની જિંદગી બગાડનાર ને જેલ મા નઈ નાંખે ત્યાં સુધી એ શાંતિ થી નહિ બેસે.

બધી ઇન્ફોરમેશન લઇ
નિયા એ પોલીસ મા રિપોર્ટ કર્યો.

હોટેલ ની c.c.t.v. ફૂટેજ કામ આવી.

એ બધા લોકો ને પકડાવી દીધા.

જેમાં રાકેશભાઈ અને સુમિત ખડે પગે નિયા ની સાથે હતા.

અદાલત એ એ 9વ્યક્તિ ને સજા આપી.

આજે રોમા થોડી ખુશ દેખાતી હતી.

આ ખુશી 21વર્ષ પેલા જોઈ હતી રાકેશભાઈ એ.

પછી સૌમ્યા સાથે મળી ને નિયા એ રાકેશભાઈ અને રોમા ને લગ્ન માટે મનાવ્યા.

આમ તો બેઉ પેલા પણ સારા ફ્રેન્ડ હતા.

રાકેશભાઈ ને રોમા ગમતી તી.
પણ બોલી નોતા શક્યા.

પણ એના પ્રેમ નું સાબૂત હતું કે રાકેશભાઈ એ નિયા ને બાપ ની જેમ ઉછેરી

આજે બધા ખુશ છે
એક સાથે બે લગ્ન છે આ ઘર મા

રોમા અને રાકેશભાઈ ના
તો
બીજા
નિયા અને સુમિત ના.


બીજા રસપ્રદ વિકલ્પો