unfaithfull - susupese story of trust in realationships - 1 books and stories free download online pdf in Gujarati

વિશ્વાસઘાત - સંબંધોમાં વિશ્વાસની સસ્પેન્સ કથા - 1


"મને કેમ એવું લાગે છે કે તું મારાથી કંઇક છુપાવી રહી છું?!" રવી એ અમી ને કહ્યું તો અમી એ નજર ચુરાવી લીધી!

"જો આ સમય આ બધા નાટક માટે નથી! જો તું પૂરી વાત કહીશ તો જ આપણે એણે બચાવી શકીશું!" રવી એ એણે ભારપૂર્વક કહ્યું તો અમી એ ફટાફટ બોલવા માંડ્યું.

"નીતા મારા ઘરે આવી હતી! એણે મને કહેલું કે જો કોઈ પણ હાલત થાય પણ તને એમ ના કહે કે પોતે ક્યાં છે એમ! કેમ કે એ નથી ચાહતી કે તું કોઈ મુસીબતમાં પડ!"

"અરે પણ કઈ મુસીબત?! એના વિના તો હું જીવું જ કેવી રીતે?!" રવી એ ભારપૂર્વક કહ્યું.

"હા... એણે મને બસ આ એક ચિઠ્ઠી આપી છે, એણે કહેલું કે રવી જ આ ચિઠ્ઠી ની વાતને જાણી શકશે એમ!" એણે એના પર્સ માંથી એક ચિઠ્ઠી કાઢીને એણે આપી દીધી.

રવી એ એ ચિઠ્ઠી ને ઓપન કરી ને વાંચવા માંડ્યું, "રવી, હું બહુ જ મોટી મુસીબતમાં છું! અમી - ન ઉદય મારી સાથે ગલત કરે છે! એ મને નહિ જીવવા દે! આથી હું એક ખાનગી જગ્યાએ જઈ રહી છું! ત્યાં મને કોઈ નહિ શોધી શકે! તું પણ મને શોધતો ત્યાં ના આવતો, પ્લીઝ! મને મરેલી માનીને ભૂલી જા! તારી જ નીતા!" ચિઠ્ઠી વાંચીને રવી રડવા લાગ્યો!

ઉદય તો એનો સારો ફ્રેન્ડ હતો તો એણે શું થયું આમ અચાનક?! એ ચાર તો કોલેજ ના ટાઈમ થી ગાઢ દોસ્તો રહ્યા હતા! એણે બધી જ વાતો ને એના મગજમાં વલોવવું શુરૂ કર્યું. પણ એણે કોઈ પણ વાત અજુગતી ના લાગી!

"અમી પ્લીઝ હેલ્પ મી! હું નીતા વિના નહિ રહી શકું!" રવી બોલ્યો તો અમી ને એની ઉપર દયા આવી ગઈ! એણે એણે બાહોમાં લઇ લીધો!

"તું જરાય ચિંતા ના કર, હું છું ને!" એણે કહ્યું તો રવિને થોડું સારું લાગ્યું.

"તું ખરેખર નીતા ને લવ કરું છું?!" એણે એના માથે હાથ ફેરવતા કહ્યું. બંને થાકીને બાજુના સોફા પર બેસી ગયા હતા અને અમી એ જબરદસ્તીથી રવી ને એના ખોળામાં માથું રાખી સુવડ્યો હતો.

"હા... તું પણ તો ઉદયને..." ખુદ રવી જ નહોતો ચાહતી કે એ આગળનું બોલે!

"ના... મે ક્યારેય ઉદયને લવ કર્યો જ નથી! એ જ તો કારણ છે કે અમે ક્યારેય સાથે રહ્યા પણ નથી! અમારી વચ્ચે બસ ફ્રેન્ડશીપ જ રહી!" કહેતા ની સાથે જ એની આંખમાં આંસું આવી ગયા હતા.

"અમી, તુંયે મને પ્રોમિસ કરેલું કે તું એણે લવ કરીશ! કેમ આમ કર્યું તુંયે!" રવી એ કહ્યું.

"લવ લાઇફમાં એક જ વાર થાય છે! એક જ વ્યક્તિથી પછી એ વારંવાર ના થાય પાગલ!" અમી એ હળવી ઝાપટ રવી ને મારી!

"એક વાત કહું... પેલા દિવસ તુંયે કેમ ઉદયને તો સામેથી પ્રપોઝ કર્યો હતો?!" રવી એ ધારદાર નજર કરતા કહ્યું તો એણે "એ તો ..." કહીને. વાત પૂરી ના કરી! એણે ક્યાં ખબર હતી કે આ વાત પૂરી ના કરવાનો એણે ખૂબ જ અફસોસ થવાનો હતો!

"રવી, ચિઠ્ઠીમાં નીતાએ લખ્યું છે કે મે અને ઉદયે એની સાથે ગલત કર્યું છે તો પણ કેમ તને મારી ઉપર શક નથી?!" અમી ને જવાબ ખબર હતી તો પણ એ જાણવા માંગતી હતી!

"અરે યાર, આપને એ પહેલા મળેલા જ્યારે કોઈ નહોતું! આપની દોસ્તી વધારે ગહેરી છે!" રવી એ સ્પષ્ટતા કરી.

"એક્ઝેટલી, તો કેમ કોઈ પણ ને તે પસંદ કરી લીધી?!" અમી બોલી જ જવા માગતી હતી પણ એણે મનમાં જ વાત કરી!

"તું યાર કોઈ પણ ને કરું પ્રપોઝ મે ના કરું?!" રવી પણ એ જ સમયે મનમાં વિચાર કરી રહ્યો હતો!

કાશ આ બંને આ વાત એક બીજાને કહી જ દીધી હોત! તો એમને એવા ક્યારેય અનુભવો કરવા જ ના પડતા!

"રવી ચાલ જમી લઈએ! કાલ સુધીમાં તારી નીતુ નો કૉલ પણ આવી જ જશે!" અમી એ વાત સંભાળતા કહ્યું.

"ના... યાર ભૂખ નથી!" રવી એ બહાના શુરૂ કર્યા પણ અમીને તો ખબર હતી કે એ કેવી રીતે માનશે!

એણે વાતોમાં ઉલઝાવી ને એણે એક પછી એક કોળિયા એણે ખવાડવા શુરૂ કર્યા અને એણે ખાઈ પણ લીધું! એ એવું જ કરતી! એની અને નીતા વચ્ચે ઝઘડો થાય તો પણ મનાવવા તો અમી ને જ જવું પડે! એ એણે થોડી જ વારમાં માનવી પણ લે!

અમીના ઘરે જ બંને ઊંઘ્યા પણ એ જ સોફા પર વાતો કરતા કરતા, એણે તો એણે ઊંઘાડતા પણ આવડતું હતું! અમી રવી ની એક એક વાતથી વાકેફ હતી! બંને ખૂબ જ ક્લો ઝ હતા તો પણ કેમ એણે નીતા સાથે...?!

સવારે બંને ઉઠ્યા તો ફ્રેશ થઈ ને નીતાને શોધવા પ્લાન કરવા લાગ્યા એવા માં જ રવી નો ફૉન રણક્યો! બંનેના દિલ જોર જોરથી ધડકવા લાગ્યા! રવી એ હિંમત કરીને કૉલ રિસિવ કર્યો. એ અવાજ પારખી ગયો! એ અવાજ નીતાનો જ હતો!

"રવી, રવી, રવી! પ્લીઝ મને બચાવી લે! હું બહુ જ મુસીબતમાં છું! આ ઉદયે મને અહીં બાંધીને રાખી છે!" એ ગભરમણમાં બોલતી હતી!

બીજો અવાજ પણ રવી પારખી ગયો એ અવાજ ઉદયનો જ હતો! એણે ધમકી આપી - "જો તારે તારી નીતાને સુરક્ષિત જોઈતી હોય તો મારા કહેલા એડ્રેસ પર આવી જજે! અને હા, સાથે જ તારી પ્રોપર્ટી ના કાગળ પણ લાવજે!" રવીના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. બંને એ ત્યાં જવાનું વિચાર્યું. હા, અમી રવી ને કોઈ પણ હાલતમાં એકલો મૂકવા નહોતી માગતી!

બંને અજાણ હતા કે ત્યાં જતાની સાથે જ ઘણી વાતો ખુલવાની હતી! ઘણા રાઝ એમને આશ્ચર્યચકિત કરવા ઉતાવળા જ બન્યા હતા! પણ જોવાનું એ હતું કે કોણ હતું વિશ્વાસઘાતી?!

વધુ આવતા અંકે...


ભાગ 2માં જોશો:

"એ બંને એવી વાત કરી રહ્યા હતા કે, ઉદયે મને અને તને એકસાથે જોયા હતા! અને એ નીતાને કહેતો હતો કે રવી એટલે તું નીતાને નહિ પણ મને લવ કરું છું! તો નીતા ગુસ્સામાં આવી ગઈ અને એણે જોરથી કહ્યું કે મોકલી દો આ બંનેને ત્યાં આપને હજી જોઈશું કે આ બંને સાથે રહે છે કે જુદા?! રવી ને તો હું એમ કહી એ તને બસ મારવા જ આવતી હતી કે ઉદયે એણે રોકી લીધી! ઉદયે એમના લોકોને આપને અહીં લઈ આવવા કહ્યું! અને આપને અહીં આવી ગયા!"

આ બધું જ સાંભળીને રવી ને સવાલ થાય છે કે શું અમી સાચું કહી રહી હતી?! શું અમીની તો આ નવી ચાલ તો નથી ને?! શું ખબર અમી એ જ મારા લવ માટે આ પ્લાનિંગ કરી હોય?! સવાલ તો ઘણા હતા, પણ જવાબમાં બસ એણે એની ફ્રેન્ડ નો એક વિશ્વાસ હતો! એનું એણે ખબર હતી કે એ વિશ્વાસઘાત નહિ કરે!

"અમી, મજાક તો નથી કરતી ને યાર તું?!" રવી બોલ્યો તો અમી રીતસર રડી જ પડી! હા, એણે એ પણ ખબર હતી કે એણે કેવી રીતે યકીન દિલાવાનું હતું!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED