સ્કૂલ મેમારિશ - બાળપણ ની એ સ્કૂલ ની યાદો Riddhi Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કૂલ મેમારિશ - બાળપણ ની એ સ્કૂલ ની યાદો



બાળપણ એ જીવન નો એક એવો હિસ્સો છે જે વીતી ગયાં પછી તે ને યાદ કરવામાં કઈક મજા જ છે.

ચાલો તો ફરી એ બાળપણ અને સ્કૂલ ના દિવસો યાદ કરીએ....


નાના હતા ત્યારે તો બસ પોતાના ધૂન રમતો રમતા કોણ સુ કરે તેનું કઈ ખબર ના હોતી બસ આપડે તો રમતો રમ્યા કરતાં ત્યતો 6 year થયા એટલે સ્કૂલ જવાનું થયું એ સ્કૂલ નો પહેલો દિવસ આજ પણ મને યાદ છે કે જ્યાં બધાજ બાળકો રડતા રડતા સ્કૂલ માં આવતા હતા.બાળકો ને એ નથી ખબર કે આજે રડિયે છીયે એજ સ્કૂલ ને છોડવા માટે પણ રડવું પડશે.....


બસ પછી તો સ્કૂલ ચાલુ થઈ એટલે હું તો પેલા ધોરણ માં મને તો કઈ જ ના આવડે શિક્ષક શિખડે ને અમે જોઈ ને લખતા ક્યારેક તો શીખવા માટે માર પણ મળી છે ત્યારે તો આંખ માંથી આશું નીકળી જતા પણ આજ એ આંસુ ની કિંમત સમજાય છે.
લખતા તો બધુજ આવડી ગ્યું નવા બધા friends બની‌ ગયા જેમની સાથે મસ્તી કરવાની મજાજ કઈ અલગ હતી. ફ્રી લેક્ચર માં નાસ્તા કરવો,કોઈ શિક્ષક ભણાવતા હોય ત્યારે ક્લાસ માં વાતો કરવી,ચિઠ્ઠી લખી ને વાતો કરવી એમાં પણ હસવું રોકવું એ પણ એક કળા હતી. રજા નો ટાઈમ થાય એ પહેલાં બેગ પેક કરીને બેસી જવું. રજા પડી નથી ને ઘરે બેગ રાખી ને સીધા રમવા જવું,મુગોટોડી,દોરિકુદકા,એમ અલગ અલગ જાત ની રમત રમતા.

ક્યારેક તો કોઈક ની વાડી માં જઈ ને આબલી લઈ આવતા ,ઝાડ ઉપર ચડી ને લટકતા, ત્યારે તો જો વાડી ના માલિક ને ખબર પડી કે આ આવ્યા છે તો આવી બન્યું..


એમ કરતાં કરતાં બસ 8 વર્ષ નીકળી ગયા બધા ફ્રેન્ડ્સ હાઈ સ્કુલ માં આવી ગયા, બધા છૂટા પડી ગયાં ,બસ એ પ્રાઈમરી સ્કૂલ ના દિવસો યાદ કરી ને આજ પણ હસવું આવે છે.
9માં ધોરણ માં આવ્યા ત્યારે તો થોડા દિવસ તો કોઈ બોલાવતું જ નહિ બસ શાંતિ થી બેઠી રહેતી. એમ કરતાં કરતાં ફ્રેન્ડ બની ગયાં ત્યા તો 9 માં ધોરણ ની એક્ઝામ આપી ને 10 ધોરણ માં આવી ગયા ત્યારે તો બધા ને ટેન્શન હતું કે ફેલ્લ થાશું તો..?બસ બધા મહેનત કરવા લાગી ગયા,10 નું ધોરણ તો બસ એમજ નીકળી ગ્યું.ત્યાતો બોર્ડ ની એક્ઝામ નું time ટેબલ આવિયુ, હોલ ટિકિટ લેવા ગયા બધાની સ્કૂલ અલગ અલગ આવી મારી સ્કૂલ તો બધાની સ્કૂલ કરતાં ઘણી દૂર હતી. એક્ઝામ તો બધા એ આપી દીધી, 1-2 મહિના તો જલસા જ કર્યા.
તો એક દિવસ સમાચાર મા આવ્યું કે કાલ તમારું રિઝલ્ટ એટલે કે 10 ધોરણ નું તો ટેન્શન આવી ગ્યું રાતની નીંદર ઉડી ગઈ કે શું આવશે કાલ રિઝલ્ટ એ ટેન્શન માં સવાર પડી તો રિઝલ્ટ જોયું તો પા થઈ જ્ઞાતા.બસ એ દિવસ બવ ખુશી નો હતો.

11 મી આર્ટસ માં કરી 12 મી માં આવ્યા , સ્કૂલ નું છેલ્લું વર્ષ અને ફૂલ્લ જલસા કર્યા ચાલુ લેક્ચર માં કાગળ ના ડૂચા ઘા કરવા,નાસ્તો કરવો , જે લેક્ચર ભરાવો ના હોય તો લાસ્ટ બેન્ચે બુક લઈ ને સુઈજવાનું, એમ કરતાં સ્કૂલ નો છેલ્લો દિવસ વિદાય સમારાવ રાખવા માં આવ્યું.સ્કૂલ ના પેલા અને છેલ્લા દિવસે રડવું આવે. એ વાત આજ ખબર પડી.

તમને એમ થતું હસે કે આની વાતો તો ખૂટતી જ નથી, ચાલો તો પૂર્ણવિરામ કરી જ નાખું......