Amrutni maa - 2 books and stories free download online pdf in Gujarati

અમૃતની મા - ૨

અમૃત ૨

ભાગ:૨

લખતા લખતા બાના ચહેરાના ભાવ ને જોતા અમૃત ખૂબ જ અસંનજશ માં પડી ગયો કે બા શું કામ ગંભીર છે? તેણે બા ને આનંદમાં લાવવા ભજન લલકારવા માંડ્યું ,બા એક નજર નાંખી ચુપ રહી ગઈ.હમેશાં બાનો એ મજાકિયો જવાબ ગેરહાજર હતો..કે “અમૃત બેટા ,ભગવાન તો ભગવાન તેમના બધા વાહનો પણ ભાગી જશે રાગમાં તો ગા બેટા...”જોકે બાને ગમતું અમૃત ગાતો એ.તેમા પણ “એરી મે તો પ્રેમ દિવાની”તે ઉપાડતો ને બા પૂરૂ કરતી.બન્ને ધણી વાર મજાની તૂકબંધી પણ કરી લેતા.પણ આજે તો તે ખૂબ જ ગંભીર હતી.

અમૃત સૂવા ઉઠ્યો તો બાએ એમ પણ ન કહ્યું કે “તારે દૂધ જોઈએ છે.”તે જાતે ગરમ કરવા લાગ્યો ને ત્યારે સાણસીના અવાજથી બા ચમકી ને રસોડા માં આવી ત્યારે અમૃત બાનું ને તેનું પિપરીમૂળનું દૂધ બનાવી ચૂક્યો હતો.તેણે બાનો હાથ પકડ્યોને તેને બહાર લઈ જઈ બેસાડી.ફક્ત આંખથી જ સમજાવ્યું કે અસહાયતા ન દર્શાવો હું છુ...આજે એ આંખનો ભાવ સરૂબેન ને ગમ્યો...તે વહાલથી તેના ગાલ થપથપાવી દૂધ પી કપ ધોઈ ને સૂવા ગઈ.અમૃત કોલેજનું કામ કરવા બેઠો.ત્યાં એને લાગ્યું કે બા ને એકલતા તો નથી લાગતી ને?પણ આમ જોવા જઈએ તો બા દિવસ આખો કામમાં વ્યસ્ત રહેતી હતી,તેથી ને ધણી બધી યુવતીઓ તેની સાથે ને સાથે રહેતી.નાની અમથી દુકાન પર સુરેશભાઈ ધ્યાન આપતા,બાને બેન માનતાને બા પણ ભાઈ નો હક જમાવતી.

બીજે દિવસે અમદાવાદ જતાં રસ્તામાં બસ અટકી જોયું તો એક ગાડીને અકસ્માત થયો હતો,બધા સહીસલામત હતા પણ એક સોળ સત્તર વર્ષની યુવતી ઘાયલ થઈ હતી.તેને લઈ તેની સાથેના બે પુરૂષો ને એક બહેન ખૂબ ચિંતિંત હતા.અમૃતને બીજા બધા પેસેન્જર નીચે ઉતર્યા.અમૃતે બધા સામે જોયું પણ બધાને તો ગાડી ક્યારે ખસે ને બસ આગળ વધે એમાં વધુ રસ હતો.તે પેલા ગાડીવાળા વડીલ પાસે ગયો અને મદદ માટે વાત કરી.તેમણે જણાવ્યું કે જો નજીક હોસ્પિટલ હોય તો સારૂ.ક્યાંક થી સહાય મળે,તો એને ખસેડી સકાય.અમૃતે આવતી જતી ગાડી ને સહાય માટે ઉભી રાખવાની કોશિશ કરી.આજના જમાના પ્રમાણે કોણ ઝંઝટમાં પડે એમ કહી બધા ખસી જવા લાગ્યા.રસ્તો થતા બસ જાય એટલો માર્ગ કરી બસવાળાએ તો બસનો હોર્ન માર્યો...હવે અમૃત પણ મુંઝાયો,કોલેજમાં કામ સોંપવાનું હતું આ બસ ચૂકે તો મોડો પડે...આથી બસવાળાને વિનંતી કરી તેણે પેલી યુવતીને વડીલ અને સાથે પેલા બેન ને લીધા.

દવાખાને પહોંચાડીને તે કોલેજ ગયો,સરને સમજાવ્યાને પોતાનું કાર્ય સોંપ્યું .સાંજે પાછા ફરતા તે દવાખાને ગયો તો જાણ્યું કે યુવતીને હાથે ફ્રેક્ચર હતું .

બે ત્રણ દિવસમાં તો એ યુવતી તેના પિતા અને માતા સાથે હળી મળી ગયો.રોજ આવતો ને જતો.આમ કુટુંબ જેવો સંબંધ બંધાયો.અમૃતે બધી વાત બાને પણ કરી.નાના બે જણ ના કુટુંબ માં ત્રણ અજાણ્યા લોકો પ્રવેશ્યા.બાએ જોયું કે અમૃત મોટો થઈ ગયો.મિત્રો તો બહુ નહોતા પણ શાલુ તેની સારી મિત્ર બની ગઈ હતી.

શાલુ લાડકોડમાં ઉછેરેલી દીકરી હતી,તેણે જન્મ જ સોનાની ચમચી સાથે લીધો હતો.પિતા દિનેશભાઈ ને માતા સુહાસિની ની એકમાત્ર સંતાન હતી.તેને કલા માં ઋચી હતી.સરસ પેઈન્ટિગ ને પોટ્રેટ બનાવતી.ફાઈન આર્ટની વિદ્યાર્થી હતી.

એક રાત્રે બાને અમૃતનો ફોન આવ્યો કે તે રાત્રે પાછો નહિ આવે ,શાલુનો જન્મદિવસ છે તેથી મોડું થશે.

બાને મનમાં હવે થોડો થડકો પેઠો.એને હતું કે હવે જો અમૃતના ભણવા પર ધ્યાન નહિ આપે તો એના ભવિષ્યનું શું??બાને શાલુ નો વાંધો નહોતો તેમને અમૃતના અભ્યાસની ચિંતા હતી.વખત જતા વાર નથી લાગતી ધીરે ધીરે અમૃત હારીજ ઓછું અમદાવાદ વધું રહેવા લાગ્યો ,બા પણ પોતાના કામને વધારતી ગઈ.એકવાર અમૃત હારીજ આવ્યો તો તેણે ઘરમાં બા સાથે બીજી સ્ત્રી ને જોઈ તે બાના ઓરડામાં રહેવા લાગી હતી.તે જરા નરમ અને બાની વધુ નજીક હતી.અમૃતને લાગ્યું ક્યાંક જોયા છે.પણ બહુ યાદ ન કરી શક્યો.બાએ તેને માસી તરીકે ઓળખાવ્યા હમેશાંની જેમ તેણે બાની વાત માની સામે પ્રશ્ન ન કર્યો.તે રાત્રે તેણે જોયું કે બાની આંખમાં જાણે પ્રશ્ન હતો કે ,”આગળ શું કરવા માંગે છે ?ભાઈ.”તેણે જાણે જોયું જ ન હોય તેમ નજર ફેરવી લીધી.એ રાત્રે બાએ ફરી ડાયરી માં કંઈક લખ્યું.પણ અમૃતે એ જોવા છતા ન જોયું કર્યુ.એ બાએ નોંધ્યું.

અમૃતનો અભ્યાસ પૂર્ણાંક પર હતો.તે એક સારો ચાર્ટર્ડ અકાઉન્ટન બની જશે.પછી તેની ઇચ્છા અમદાવાદમાં જ કામની શરૂઆત કરવી હતી.તે હવે બા સાથે સ્પષ્ટ કરવા માંગતો હતો કે બા ધંધો બંધ કરી તેની સાથે અમદાવાદ જ સ્થિર થાય.પણ છેલ્લા કેટલાય વર્ષથી એણે બાના ધંધામાં ધ્યાન જ નહોતું આપ્યું.અહી બાએ પણ ક્યારેય તેને પૂછ્યું પણ નહોતુ પૈસા માંગતોને બા તેને આપી દેતી.પણ નિખાલસતા મસ્તી રમતિયાળ પણું હવે તેની પાસે નહોતા.એક દિવસ અમૃતે બાને કહ્યું તે અને શાલુ લગ્ન કરવા માંગે છે .બાએ કોઈ રકઝક વગર મંજૂરી આપી.તેને શાલુના પિતાજી ને માતાજી ને મળવા હારીજ બોલાવ્યા.પરિણામ આવે ને એ પગ પર ઉભો રહે પછીજ લગ્ન લે એ સમજાવ્યું .એના પિતાજી સમજ્યા નહિ,તેમણે તેમના પૈસા છે..તે દીકરી શાલુના જ છે ,તો હવે તે અમૃતના જ છે ને???પણ આ બા હતી દ્રઢ મનોબળ વાળી ને સંયમી સ્ત્રી .

તેણે ન વિરોધ કર્યો પણ નોકરી પછી જ લગ્ન નો આગ્રહ રાખ્યો.અમૃત સમજી સકતો હતો માનો આગ્રહ તેણે માને કહ્યું કે “હુ મારી જ પ્રેકટીશ શરૂ કરીશ.પછી જ લગ્ન કરીશ.”બા આ જવાબથી ખુશ થઈ ને એ રાત્રે તેણે ફરી ડાયરી ખોલી કંઈક લખ્યું જે જોઈ અમૃત આજે ચુપ ન રહી સક્યો તેણે આખરે બાની ડાયરી વાંચવાનો નિર્ણય કરી લીધો...!


સમય સમયનું કામ કરે એની યાદો તમારા દિલમાં કે તમારી રોજનીશીમાં હોય છે.સરૂ પણ લાગણીઓને ડાયરીમાં ઉતારી યાદો બનાવી લખી રહી હતી.અમૃતે તે વાંચવાની ચેષ્ટા કરી,તો સરૂએ તે વખત પર વાંચજે તારી જ છે તને જરૂર મળશે કહી ઉંચી મૂકી દીધી.

આખરે એ દિવસ આવ્યો સારા સી.એ ને ત્યા ઈન્ટરસીપ પૂરી કરી પોતાની એક અલગ પ્રેકટીશ શરૂ કરવાની તૈયારીમાં અમૃત પડી ગયો.તેને દુગણી ખુશી હતી.પોતાની પ્રેકટીશની અને શાલુને પામવાની.હમણાં તો એવું નક્કી થયું કે તે દિનેશભાઈની ઓફિસમાં જ શરૂ કરે ને પછી એક ઓફિસ બનાવે.બા એ વિરોધ કરી કહ્યું કે,”બેટા સ્વમાનથી તારી ઓફિસમાં જ પહેલો દિવસ શરૂ કર.” આવતા મહિને અખાત્રીજે તારો જન્મદિવસ છે મારે તને છેલ્લી કે પહેલી ભેટ આપવી છે.” હંમેશની જેમ તે ચુપ રહ્યો.શાલુ ગુસ્સે થઈ ગઈ બધી જ બાબતમાં ,”તારા મધર કેમ માથું મારે છે?”અમૃત માટે આ નવો આઘાત હતો.શાલુ કેમ બોલી શકે..પણ અહીં પણ અમૃત ચુપ થઈ ગયો.

બાની વાત સાચી હતી મારા જન્મદિવસ જેવો સુંદર ને નસીબવંતો દિવસ બીજો ન હોય સકે.બાએ એ દિવસની તૈયારી શરૂ કરી ને અમૃતે પોતાની રીતે ઓફિસ શોધવાની.શાલુએ જીદ શરૂ કરી કે પપ્પાની ઓફિસમાં તે બેસે જેથી પપ્પાનો ધંધો પણ સંભાળાય ને એની સી.એ ની ઓફિસ પણ ચાલુ રહે.બા એ સમજાવ્યો કે જો એકવાર તારૂ સ્વમાન તુ ઊંચું મૂકશે તો તુ તારી નજરો માંજ નીચો પડી જશે.શું બા સાચી કે શાલુ??આખરે તે નાનો હતો ને તેના ને બાના સલાહકાર સુરેશભાઈને મળ્યો.મુંઝવણ કહીને સલાહ માંગી.સુરેશભાઈએ સમજાવ્યો કે ,”તારી બા સાચી છે.તું જરૂર શાલુના પિતા દિનેશભાઈનો ધંધો સંભાળ પણ તારી ઓફિસ પણ તું ચાલુ કર.ચાલ તું આવ્યો છે તો એક સરસ જગ્યા ઓફિસ માટે તને બતાવું ,મારા મિત્રની છે,તેને ભાડે આપવી છે.ભાડુ પણ તુ નક્કી કરશે તે જ બસ”.અમૃતને

આ વાત ગમી.તે જગ્યા જોવા ગયો તો તે શાલુના પપ્પાની ઓફિસ ની નીચે જ હતી.તે જોઈ ખુશ થયો.જાણે ઓફિસ તો એની કલ્પના નો નમુનો...એટલેકે એણે કલ્પી હતી તેવી જ.ભાડુ તેણે કહ્યું તો સુરેશભાઈએ મંજૂર રાખ્યું પણ અખાત્રીજ ને દિવસે જ આ જગ્યાના માલિક તેને મળવા આવશે એમ કહી તેઓ નીકળી ગયા.અમૃતે તેજ ક્ષણે શાલુને ફોન કર્યો ને બધી વિગત થી વાકેફ કરી.


(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો