શોખ શું છે ? તમારો શોખ શું છે ?
હું મારા વિશે કહું તો મને ફોટોગ્રાફી બહુ ગમે છે. શું ખાલી ગમવું એને શોખ કહી શકાય ? ના, ખાલી ગમવું એને શોખ ના કહી શકાય. હું કહું મને ફોટોગ્રાફી ગમે પણ પણ મને ફોટોગ્રાફી એટલી બધી ગમે છે કે હું આખો દિવસ જમ્યા વગર દિવસ રાત પણ ફોટોગ્રાફી કરી શકું છું. તો જે તમારો શોખ છે એ એવો હોવો જોઈએ જેમાં તમને ક્યારેય પણ કંટાળો ના આવે અને આખો દિવસ પણ તમે એ કામ કરી શકો. એક વાર તમે તમારા શોખ વિષે જાણી લો પછી હું કહું તો એ જ શોખ ને તમે આગળ લઈને જાવ કેમ કે જો તમે ખાલી પૈસા કમાવા માટે એ જોબ કરી રહ્યા છો તો પૈસા તો કમાવી શકો પણ અંદર થી તમે ખુશ નહી હોવ. મિત્રો, હું અત્યારે ફોટોગ્રાફી દિલ થી કરી રહ્યો છું એ જ મારો શોખ છે અને મને આગળ ના રસ્તા આપો આપ મળતા જઈ રહ્યા છે કેમ કે હું દિલ થી એ કામ કરી રહ્યો છું. બસ, હું મારા દિલ ની વાત તમને કહેવા માગતો હતો.
તમે તમારા શોખ ને જોબ રીતે કરવા માગતા હોવ તો કરી સકો છો. પણ તમને સવાલ થશે કે કેવી રીતે? અને શું આવક હોય શકે?
કેવી રીતે તો એનો જવાબ છે તમને ગમતા શોખ માં આગળ બહુ રસ્તા હોય શકે પરંતુ દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી જેમાં થી આવક ઊભી ના કરી શકાય બસ એના વિષય માં થોડી શોધ કરવાની જરૂર હોય છે. તમે ઇન્ટરનેટ પર ગૂગલ અને યુટ્યુબ દ્વારા બધી જ માહિતી મેળવી શકો છો અને આગળ વધી શકો છો.
હવે પ્રશ્ન થાય કે આવક, તો એવું છે કે જેમ જેમ તમે તમારા વિષય માં પરફેક્ટ થતાં રહેશો તેમ તેમ તમારી આવક પણ વધતી જશે ને તમે લાખો રૂપિયા પણ કમાઈ શકો છો અને કમાઓ તો એનો આનંદ પણ લઈ શકો. તમારા શોખ ને ધીરે ધીરે પરફેક્ટ બનાવતા રહો અને આવક વધતી જશે.
શોખ માં આગળ જતાં આવનારી અડચણો
પિક્ચર માં બતાવવા માં આવે છે કે તમારા શોખ પ્રમાણે કાર્ય કરવું સરળ છે પરંતુ રીયલ લાઈફ માં એ જ કાર્ય કરવું બહુ અડચણો આવતી હોય છે, જ્યારે પણ તમે કોઈ કામ કે શોખ ની વસ્તુ કરી રહ્યા હોવ ત્યારે સારા એને ખરાબ બંને પ્રકારના માણસો મળે છે અને સારી તેમજ ખરાબ વાતો સાંભળવા પણ મળે છે. સારી વાતો થી આપણને એક તાકાત મળે છે જે આપણને આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે પણ કેટલાક એવા લોકો હોય છે જે આપણા વિષે ખરાબ વાતો કરે અથવા નકારાત્મક વિચારો મન માં ફેલાવી જાય છે. અને મનુષ્ય નકારાત્મક વાતો જલદી થી મન માં લઇ લે છે, અને આવા લોકો આ પ્રકાર ની નેગેટિવ વાતો કરે છે કે તમે આ વિષયમાં આગળ શું કરી શકશો ? આમાં તો શું આવક મળતી હશે ? ત્યારે આવા લોકો પર ધ્યાન ના આપવું કારણ કે આવા લોકો માત્ર સમાજ માં નકારાત્મક વિચારો ફેલાવે છે. આવા નકારાત્મક વિચારો થી દુર રહી તમે તમારા શોખ માં ધ્યાન આપો.
વિચારો નહી, શરૂઆત કરો
તો માત્ર વિચારો જ નહી નવી શરૂઆત કરો કહેવાનો મતલબ એ છે કે લોકો માં ઘણી બધી ખૂબીઓ હોય છે બસ એને શોધવાની જરૂર છે. દુનિયા માં બધા લોકો માં કંઇક ને કંઇક ખૂબી કે આવડત હોય છે. બસ એ શોખ કે આવડત ને શોધો અને શરૂઆત કરો તમને આગળ ના રસ્તા આપોઆપ મળતા જશે. એક થી એક સાંકળ ની જેમ જોડતી રહશે.
અસફળતા માંથી સફળતા
જો તમે તમારા મનપસંદ શોખ ને આગળ વધરવા માગો છો તો તમારે મેહનત કરવી પડશે કારણ કે 100 માંથી 99 વખત અસફળતા મળે છે જ્યારે 1 જ વખત સફળતા મળે છે અને એ 99 અસફલતા ને ચૂપ કરી દે છે.
બસ છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે પ્રયત્ન કરતા રહો સફળતા જરૂર થી મળશે. અને જ્યારે તમને તમારા શોખ માં સફળતા મળશે ત્યારે તમને એ કામ કરવામાં આખી જિંદગી કંટાળો નહી આવે અને તમે દિલ થી એ કામ કરતા રહેશો અને ખુશ રહેશો.
ધન્યવાદ વાંચવા બદલ.
- વત્સલ માંડવીયા