Corona's trouble or waking time books and stories free download online pdf in Gujarati

કોરોના એક તકલીફ કે જાગવાનો સમય

મારા આ સવાલ હાલ બધેજ ચાલી રાહીયો છે ચાહે એ આપણા દેશમાં હોય કે વિદેશ માં બધેજ લોકો ત્રાહિમામ છે. ક્યાંક લોકો એ સ્વજનો ગુમાવીયા તો ક્યાંક કોએ નોકરીઓ તો ક્યાંક લોકો ને વર્ષો પછી પૂરો પરિવાર મેળવિયો. હાલ પરિસ્થિતિ આવી છે કે સમજવો મુશ્કિલ થઈ રહીયું છે કે આ સ્થિતિ ને તકલીફ ગણવી કે જગવાનો સમય !!

કેમકે હાલ તો આપણે તેની સાથે લડી રહ્યા છીએ પણ આવો સમય ખૂબ નજીક છે જ્યારે આપણે આપણા વ્હાલા સ્નેહીજનો ,બાળકો ફરી આ બહાર ની દુનિયામાં મોકલવા પડશે તો એ સમય આપડી માટે તકલીફ મેઈ બની જશે. એટલે જ હું વિચારૂ કેઆ આ સમય ને તકલીફ મેઈ તો છેજ પણ.જે લાખો લોકો ભુખ થી મારી રહ્યા છે જ્યારે ઘણા લોકો ઘરે બેસી ને.તો ઘણા નોકરી વગર પણ જો હાલ જાગીશું નહીં તો હવે આવનારા દિલવશો વધુ ને વધુ કપરા બનશે.


કુદરતે હાલ એવી સ્થિતિ લાવી ને ઉભી કરી છે કે ધનવાન અને ગરીબ બંને લાચારી ની સ્થિતિ પાર છે.એક પાસે ધન છે પણ વાપરવા નો રસ્તો નથી કોરોના થાય તો એની દવા નથી એટલે ધન વ્યર્થ થઇ ગયું છે.જયારે ગરીબ પાસે ધન પણ નથી ને અન પણ નથી.

આના કરતાં ભી ખરાબ સ્થિતિ મઘ્યમ વર્ગીય પરિવાર ની છે. ના તો કઈ વધુ છે.ના તો કાંઈ ઓછું છે.પણ જો આજ પરિસ્થિતિ રહી તો શું થાશે આ દુનિયા નું? બસ એ જ પ્રશ્ન રોજ થાય છે. કે કોરોના ને એક તકલીફ સમજવી કે જાગવાનો સમય.


દિવસે ને દિવસે લોકો ઘરે બેસી ને કાંટાળી રહ્યા છે .લોકડોવૉન ખુલ્લે એની આશા રાખી બેઠા છે પણ આગવો સમય આપડા માટે એક નવી ચૂનોતી લઈ ને ઉભો છે. બાળકો જ્યારે સ્કૂલ ના જ બાળકો નો ચેપ લગાવી ને આવતા ત્યારે દવા થી કે શાળા એ ના મોકલી ને ચાલતું પણ હવે તો આ મહામારી તો આવી છે કે જાણ ભી નથી થવા દેતી લાંબા સમય સુધી કે તે હાજર છે આપ મા.તો દરેક માતા પિતા માટે જગવાનો સમય આવી ગયો છે.

સ્કુલ ચાલાવતા મહાનુભાવો ને અભ્યાસ નો,સ્કૂલ ફ્રેસ ની ચિંતા છે ,તો એમના પરિવાર ને તેના જીવ થી પણ વાલાહ બાળકો ને ,તો બીજી તરફ એની ફીસ ક્યાંથી લાવશું આવી ચિંતા કરતા પિતા પણ છે.એવા વિદ્યાર્થીઓ પણ છે જે આખા વર્ષ ના અંત ની મહેનત બાદ પોતાના ઉજ્જવળ ભવિષ્ય ની રાહ માં બહેઠા છે.

કોરોના માં કુદરત પણ અનુ કામ કરી રહી છે.માનવ જાત થી ફેલાયેલું પ્રદુષણ દૂર થઈ રહ્યું છે. લોકો પકવાન બનાવી ને ખાઈ રહિયા છે.કોઈ વૃધ્ધ માં બાપ ને વર્ષોથી ઝંખતા પરિવાર નો સાથ મડી ગયો છે. રોજ ના વર્ષોથી સવારે નોકરી પર જઈ ને સાંજે ઘરે આવનાર પિતા ને પણ આરામ નો આનંદ માડી રહિયો છે.ક્યાંક રોજ ની રસોઈ ઘર માં એકલી રસોઈ કરતી ગૃહિણી ને મદદ કરતો પરિવાર નવો ઉભો થઇ રહ્યો છે.

કુદરત કે માનવ સર્જિત છે આ કોરોના એ તો હજી સ્પષ્ટતા મડી નથી .પણ હા આ સમયે ઘણા લોકો નું જીવન ઉલટ પુલટ કારી દીધું છે.બસ હવે તકલીફ નું ઓછું વિચારી સામાન્ય જીવન થશે ત્યારે શું જગવાનૂ છે એ વિચારીશું આગળ ના સમય માં તકલીફ ઓછી થશે.બાકી તો સ્વાર્થી સમાજ એનો સ્વાર્થ કાઢવા ગમે તે કરશે. તો જાગી જાવ મિત્રો.


બીજા રસપ્રદ વિકલ્પો