Vishw paryavaran divas books and stories free download online pdf in Gujarati

વિશ્વ પર્યાવરણ દિવસ

૫ જૂન એટલે કે પર્યાવરણ દિવસ..

હું પોતે પ્રકૃતિ પ્રેમી છું અને માસ્ટર ડિગ્રી પણ એન્વાયરોમેન્ટલ બાયોટેક્નોલોજીમાં પૂર્ણ કરી છે..મને પ્રકૃતિ વિશે જાણવું ખૂબ ગમે છે..અને તેને બચાવવી પણ એટલી જ ગમે છે.

પર્યાવરણુનું જતન કરવુંએ દરેક મનુષ્યની ફરજ છે.. લોકો પર્યાવરણના દિવસે જ છોડ રોપશે.. પછી બીજા કોઈ દિવસે તો છોડને જોવા પણ રાજી નથી. દર મહીને એક વ્યક્તિએ પાંચ છોડતો વાવવાં જ જોઈએ અને એકલા છોડ કે વૃક્ષ જ કેમ વાવીએ? પર્યાવરણના બધા તત્ત્વો પણ એટલા જ મહત્ત્વના છે જેમ કે પાણી, પ્રાણી, હવા, અને જમીન. આમાંથી આપડે શું સાચવીએ છે??
• પાણીનો તો બેફામ ઉપયોગ અને બગાડ કરીએ છે.
• પ્રાણીઓ પ્રત્યે દયાભાવ નથી.
• હવાને ખૂબ પ્રદુષિત કરીએ છે.
• જમીન તો ખાલી કોંક્રીટના જંગલો બનાવા માટે રહી છે.. વૃક્ષો, છોડ કે પ્રાણીઓ માટે બિલકુલ નથી રહી.

Let me inform to all of you and myself too.. how nature replied us in 2019 and still replies us..
૧) વર્ષ ૨૦૧૯ નાં શરૂઆતમાં કંઈના અનુભવ્યું પરંતુ ઉનાળામાં ભયંકર ગરમીનો અહેસાસ કરાવ્યો..ફક્ત ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં.. તેનું કારણ ગ્લોબલ વોર્મિંગ..જેના લીધે એમેઝોનનાં જંગલમાં આગ લાગી જેને દાવાનળ કહેવાય છે. જુલાઈ-૨૦૧૯ માં આ દાવાનળ ચાલુ થયો હતો જેને બુઝાતા ચાર-પાંચ મહીના લાગ્યા હતા.. જેમાં લાખો પ્રાણીઓ હોમાય ગયા.. અને જેટલા તમે વૃક્ષો વાવ્યાં નઈ હોય તેમાંથી ચાર ગણાં વૃક્ષો બળીને રાખ થઈ ગયાં.. આમાં લોકોએ સોશિયલ મીડિયા પર ફોટોસ્ મુકી બસ સંવેદના જાહેર કરી.
એમેઝોનનુ જંગલ પૃથ્વીનાં ફેફસાં કહેવાય છે કેમકે તેમાંથી 20% ઓક્સિજન પૃથ્વીને મળે છે.

૨) ઓસ્ટ્રેલિયન બુસ ફાયર.. જે એમેઝોનના જંગલના દાવાનળ કરતાં પણ ખૂબ મોટી હોનારત હતી.. જે સપ્ટેમ્બર-૨૦૧૯ માં શરૂ થઈ હતી.. જેમાં કરોડો પ્રાણીઓનું ભળથું થઈ ગયું હતું..
આવી તો કેટલી હોનારતો સર્જાય.. અતિવૃષ્ટિ, ભૂકંપ, હીટવેવ, વાવાઝોડા.. વગેરે..

૨૦૧૯ નો જવાબ ૨૦૨૦ માં મળ્યો છે...કોરોનાનાં લીધે મનુષ્યો ઘરે પૂરાય ગયા છે જ્યારે પ્રકૃતિ બહાર લટાર મારે છે.. પ્રાણીઓ ઝુ માં નહી શહેરનાં રસ્તા પર જોવા મળે છે અને માનવી ઘરમાં પૂરાયને તેને જોય છે. હવા હવે પ્રદૂષિત નથી..કેમકે ફેક્ટરીઓ બંધ છે, સેંકડો વાહનોની અવર-જવર બંધ છે.. સાથેસાથે નદીઓ પણ શુધ્ધ થઈ ગઈ. આ ચમત્કાર તો કોરોનાના લીધે થયો.. પરંતુ શું આપણે આ પ્રયાસ ના કરવો જોઈએ?? જેનાથી પર્યાવરણ સંતુલિત રહે.
શું બધા પ્રયત્ન સરકાર જ કરે?? શું આપડે આપડી જાતે.. આપણા પ્રયત્નોથી પર્યાવરણને ન બચાવી શકીએ?? જે પ્રકૃતિનો ઉપયોગ ભરપૂર કરીયે છે શું તેનું ઋણ આપણે ચુકવી શકીશું? એક-એક છોડ કે વૃક્ષ વાવાંથી ઋણનાં ઉતારી શકાય. હા, વૃક્ષો વાવાં ખૂબ જરૂરી છે પરંતુ વધુ માત્રામાં..
ચાલો તો સરકારનાં પર્યાવરણ બચાવો અભિયાનનાં જોડાઈએ.. અને સાથે આપણે પણ પ્રયત્ન કરીએ..તો તેના માટે શું કરીશું આવો જાણીએ..
• વૃક્ષો અને છોડવાંઓ તો અચુક વાવાશું પરંતુ વધુ માત્રામાં.. તમારા ઘર આંગણે, સોસાયટી માં ખુલ્લી જગ્યામાં..
• પાણીનો ઉપયોગ પૂરતી માત્રામાં કરીશું.. ગમેતેમ વેડફીશું નહીં.. ખાસ તો બ્રશ કરતી વખતે..
• નદી, તળાવ, દરીયામાં કચરો નાંખીને પાણીને પ્રદૂષિત ન કરીએ.
• કચરાને કચરાપેટીમાં જ નાંખીએ. ( જો કે સ્વચ્છતા અભિયાનને લોકો એ અપનાવ્યું છે.. જે એક સારૂ કાર્ય છે)
• પ્લાસ્ટિકની કોથળી ન વાપરીએ એના સ્થાને કાપડની થેલી વાપરીએ. જેમ અમુક ખાવાની વસ્તુ પેટમાં નથી પચતી તેમ જ પ્લાસ્ટિકની થેલીઓ જમીન પચાવી નથી શકતી જેથી પ્રદૂષણ પણ વધે છે.
• પ્લાસ્ટિકનાં બોટલનો ઉપયોગ ઓછો કરીશું.
• 3R યાદ રાખીશું- reuse, reduce and recycle
• ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરવાંનો આગ્રહ કરીશું. યુઝ એન્ડ થ્રો વાળી વસ્તુઓનો ઉપયોગ બિલકુલ ન કરીએ.
• પ્રાણીઓને નુકસાન ન પહોંચાડો. પ્રાણીઓ માંથી જે વસ્તુ બને છે તેનો ઉપયોગ ન કરવો કેમકે પ્રાણીઓ પણ પ્રકૃતિનો જ એક ભાગ છે.
• જંગલો નો નાશ ન કરવો.
• નવીનીકરણીય સંસાધનો નો ઉપયોગ કરીશું જેમકે સૌરઉર્જા, પવનઉર્જા, હાઈડ્રોઈલેકટ્રીક પાવર, બાયોમાસ બળતણ...
• પ્રદૂષિત હવા છડતી ફેકટરીઓમાં એર ફિલ્ટર વાપરવાં જેથી ઝેરી હવા વાતાવરણમાં ફેલાય.
• ખેતરો માં પેસ્ટીસાઈડ તથા અન્ય રાસાયણિક દવાઓ ન વાપરવી જે જમીનને નુકસાન કરે તેની જગ્યાએ કુદરતી ખાતર વાપરવુ.

આવા તો અન્ય ઘણા ઉપાય છે જેનાથી પર્યાવરણને બચાવી શકાય છે અને આટલું તો કરી જ શકીએ છે કેમ કે પ્રકૃતિ પાસેથી બધુ લઈને આપડે સુખી રહીએ છે..
કહેવું તો ઘણું છે પ્રકૃતિ વિશે પણ પછી તમને શાળાનું કોઈ પુસ્તક લાગશે.

Save environment, save earth. Save ourselves.
Live peacefully with nature and nuture the environment.

Happy environment day.♻️🌳🌴🍁



બીજા રસપ્રદ વિકલ્પો