Sukhad medaap - 7 books and stories free download online pdf in Gujarati

સુખદ મેળાપ - ૭

આટલું કહી મિહિર ત્રિપાઠી એ પોતાની કહાની પૂરી કરી. નીતીશ અને સ્મૃતિ કંઈ પણ બોલે એ સ્થિતિમાં નહોતા. નીતીશ પહેલીવાર પોતાના પિતાને મન ખોલીને વાત કરતા જોઈ રહ્યો હતો અને સ્મૃતિ બેઠી તો અહી જ હતી પણ એનું મન કોઈક બીજી જ જગ્યાએ પહોંચી ગયું હતું. આજે મનોમન નક્કી કર્યું કે હવે એ જે લક્ષ્યને લઇ અહી આવી હતી એ પૂરું કરીને રહેશે. સ્મૃતિ કઈ બોલે એ પહેલા જ એનો ફોનની રીંગ વાગી, સ્મૃતિ એ ફોન જોયો તો એના મમ્મીનો ફોન હતો. ફોન ઉપાડી સ્મૃતિએ કાને ઘર્યો કે તરત જ એની મમ્મીનો અવાજ સંભળાયો.

"બેટા ક્યાં છે તું? કેટલો સમય થયો તારો ફોનના આવ્યો? તું ઠીક તો છે ને?

ત્યારે સ્મૃતિને યાદ આવ્યું અને એણે પોતાની વોચ્ તરફ નજર કરી તો ખબર પડી કે સાંજના ૭ વાગી રહ્યા હતા. મિહિર ત્રિપાઠીની કહાનીમાં એ એટલી તો ખોવાઈ ગઇ હતી કે સમયનું ભાન જ ના રહ્યું. સ્મૃતિએ એના મમ્મીને શાંત કરતા કહ્યું,

" મમ્મી શાંત થઈ જાઓ, અત્યારે હું કામ પર છું, થોડીવારમાં ઘરે આવવા નીકળું છું. પણ ચિંતા ના કરો."

આટલું હકી સ્મૃતિએ ફોન મૂક્યો અને સામે જોયું તો મિહિર ત્રિપાઠી અને નીતીશ બંને એણે જોઈ રહ્યા હતા. બંનેની આંખોમાં અલગ જ ભાવ હતા, નીતીશના ભાવ તો સ્મૃતિ સારી રીતે ઓળખતી હતી પણ મિહિર ત્રિપાઠી ના ભાવ એ સમજી ના શકી. એટલામાં જ મિહિર ત્રિપાઠીએ સ્મૃતિને સવાલ કર્યો.

મિહિર ત્રિપાઠી : સ્મૃતિએ, તારા મમ્મી તારી બહુ ચિંતા કરે છે ને?

સ્મૃતિ : હાર, ચિંતાની સાથે સાથે એટલો પ્રેમ પણ કરે છે એટલે માટે અત્યારે જ ઘરે જવા નીકળવું પડશે.

આટલું કહેતા સ્મૃતિ પોતાની જગ્યા પરથી ઉભી થઈ, સાથે સાથે મિહિર ત્રિપાઠી અને નીતીશ પણ ઊભા થયા. નીતીશ ફટાફટ અંદર જઈ એક ગિફ્ટ લઇ આવ્યો. આ મિહિર ત્રિપાઠીનો નિયમ હતો કે ઘરે કોઈ પણ આવે એણે ખાલી હાથ ક્યારેય નહોતા જવા દેતા. નીતીશે ગિફ્ટ મિહિર ત્રિપાઠી ને આપ્યું, મિહિર ત્રિપાઠી ગિફ્ટ આપવા આગળ વધ્યા ત્યારે સ્મૃતિએ ગિફ્ટ લેવાની ના પાડી. પણ પછી મિહિર ત્રિપાઠી ના આગ્રહથી લઇ લીધી અને બહાર જવા લાગી ત્યારે મિહિર ત્રિપાઠી એ નીતીશને કહ્યું,

મિહિર ત્રિપાઠી : નીતીશ, સ્મૃતિને એના ઘરે મૂકી આવ. આમ પણ ઘણું મોડું થઈ ગયું છે અને એમનું ઘર અહીંથી ઘણું દૂર છે.

નીતીશ કઈ પણ બોલ્યા વિના આગળ વધ્યો પણ સ્મૃતિએ એવી કોઈ તકલીફ લેવાની ના પાડી અને ધન્યવાદ પણ કહ્યું. મિહિર ત્રિપાઠી પણ કઈ એમ માને એવા નહોતા, એમને આગ્રહ કરીને નીતીશને સ્મૃતિની સાથે મોકલ્યો.

જ્યારે નીતીશ અને સ્મૃતિ નીકળ્યા પછી મિહિર ત્રિપાઠી ફરી પાછા પોતાના રૂમમાં આવીને પોતાના કામમાં લાગી ગયા. એમને ખબર હતી કે નીતીશને સ્મૃતિ સાથે મોકલી બહુ મોટો ખતરો લીધો છે પણ એમને આ કરવુ જરૂરી લાગ્યું.

એ જાણતા હતા કે આ સ્મૃતિ કોણ છે. એ અહી આવી એ પહેલાંજ એની બધી જ જાણકારી એમને મેળવી લીધી હતી અને એ પોતાના દીકરાને પણ બહુ સારી રીતે ઓળખતા હતા.

આ બાજુ કારમાં સ્મૃતિ કૈર્જ બોલી નહોતી રહી, એ એમ જ જતાવી રહી હતી કે એ નીતીશ ને ઓળખતી જ નહોતી. થોડો સમય એમ જ પસાર થયો પછી નીતીશે સ્મૃતિને પૂછ્યું,

નીતીશ : તું કેમ છે સ્મૃતિ?

સ્મૃતિ ને આ સાંભળીને આશ્ચર્ય થયું અને કટાક્ષમાં જવાબ આપ્યો.

સ્મૃતિ : હું કેમ છું એ વાત થી મિસ્ટર ત્રિપાઠી ને ફરક ના પડવો જોઈએ, જો એ પોતાના જીવનમાં આગળ વધી ગયા છે તો આ સવાલ પૂછવાનો કોઈ અર્થ નથી બનતો.

આ સાંભળી નીતીશ ને બહુ જ ગુસ્સો આવ્યો પણ એણે પોતાનો ગુસ્સો દબાવી ફરી થી કહ્યું.

નીતીશ : સ્મૃતિ મારો આશય તને દુઃખ પહોંચાડવાનો નહોતો. મને માફ કરજે

આ સાંભળી સ્મૃતિ નીતીશે થોડી ક્ષણ માટે જોયા કરે છે અને ફરી થી કારમાર શાંતિ છવાઈ જાય છે.

કલાક પછી સ્મૃતિનું ઘર આવી ગયું એટલે એ કઈ પણ બોલ્યા વિના કારમાંથી નીચે ઊતરી,. બાજુ નીતીશે પણ કારમાંથી નીચે ઉતરી ગયો હતો. જેવી જ સ્મૃતિ પોતાની સોસાયટી એમ જવા લાગી નીતીશે એણે રોકી અને કહ્યું

નીતીશ : સ્મૃતિ, તું મને માફ નહિ કરી શકે?

સ્મૃતિ આ સાંભળી ને ચૂપ રહી કંઇક ના બોલી એટલે તરત જ નીતીશ આગળ બોલ્યો.

નીતીશ : હું જાણુ છું કે ભૂલ મારી હતી પણ તું ક્યાં સુધી મારાથી નારાજ રહીશ. મને પસ્તાવો છે કે મારે તને રોકવ જોઈતી હતી અને મને પસ્તાવો છે કે તું મારાથી દૂર થઈ ગઈ. તું પાછી મારી પાસે નહિ આવી શકે? હું એ બધું કરવા તૈયાર છું જે તું કહીશ બસ હવે મને મૂકી ને ના જઈશ.

સ્મૃતિ એ નીતીશ બાજુ જોયું તો એનું માથું નીચું હતું એની આંખોમાં આંસુ હતા, એ પોતાને રોકી ના શકી અને નીતીશને ગળે વળગી પડી, એની આંખોમાં પણ આંસુ હતા. એ કઈ બોલી નહિ બસ આભાર માનીએ સોસાયટીમાં ચાલી ગઈ.

આ બધું સ્મૃતિના મમ્મી જોઈ રહીએ હતા, મિહિર ત્રિપાઠી ની જેમ એ પણ બધું જાણતા હતા એટલે એમને મનોમન કઈ નક્કી કર્યું અને ઘરમાં જતા રહ્યા.

નીતીશ થોડીવાર સુધી ત્યાં જ ઊભો રહ્યો અને પછી ઘરે જવા નીકળી ગયો.

- કિંજલ પટેલ (કિરા)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED