Sukhad medaap - 4 books and stories free download online pdf in Gujarati

સુખદ મેળાપ - ૪

મિહિર ત્રિપાઠી : સ્મૃતિ, આ કહાની મારી છે અને એની છે જે મારી હોવા છતાં મારી નથી. કદાચ આ કહાની કહેવાના બહાને હું ફરીથી એ યાદોને જીવી લઈશ, એના માટે હું ધન્યવાદ કરું છું. આજ પહેલા ક્યારેય આ યાદોને બોકસમથી બહાર લાવવાની કોશિશ નહોતી કરી પણ આજે એક વાતની ખુશી છે કે આ યાદોથી આગળનું જીવન જીવવાની હિંમત મળશે.
(આમ કહી, મિહિર ત્રિપાઠીએ પોતાની કહાનીની શરૂઆત કરી)

મિહિર ત્રિપાઠી એ એમની જૂની યાદોનુ બોક્સ ખોલ્યું તો હતું પણ એની સાથે સાથે ઘણી એવી યાદો પણ તાજી થઇ જશે જે એમણે ખૂબ જ પીડા આપવાની હતી અને કદાચ એ પોતે એ પીડા વર્ષોથી ભોગવી રહ્યા છે.આ એ ઘાવ છે જેની પીડા એમણે એની પાસેથી મળ્યો હતો જેને એ પોતાના જીવનથી પણ વધારે પ્રેમ કરતા હતા અને હજીએ કરે છે.

પોતાના પિતાની આ હાલત જોઈ નીતિશની ખુબ ચિંતા થઈ રહી હતી, એટેલ એણે તરત જ પોતાના પોતાને કહ્યું.

નીતીશ : પપ્પા, તમે સાચે આ વાત કરવા માંગો છો? મે વર્ષોથી તમને આ પીડામાં હેરાન થતા જોયા છે.

મિહિર ત્રિપાઠી : હા બેટા, ક્યાં સુધી આમ અંદર ને અંદર ધુંટાયા કરવું, આજે મન હળવું કરી લેવા દે.

નીતીશ એક તીખી નજર સ્મૃતિ બાજુ નાખી પોતાના પિતાની બાજુમાં બેસી ગયો.

થોડી વાર સુધી કોઈ કઈ જ ના બોલ્યું, એટલું જ નહિ સ્મૃતિએ પણ કઈ જ ના બોલી. એણે ખબર હતી કે હવે એના બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે એ પણ વગર પૂછે. આખરે મિહિર ત્રિપાઠી એ બોલવાની શરૂઆત કરી, પહેલા તો એમ જ લાગ્યું જાણે એ પોતાની સાથે જ વાત કરી રહ્યા છે પણ એમની કહાની તો ક્યારની શરૂ થઈ ગઈ હતી.

વર્ષો પહેલા ભૂતકાળમાં

આ કહાનીની શરૂઆત અમદાવાદની એક કૉલેજમાં થઇ હતી જ્યાં અમે સાથે અભ્યાસ કરતા હતા અને એનું નામ સ્વીટી હતું, ખરેખરમાં એનું નામ સ્વીટી નહોતું પણ એણે પહેલીવાર જોયા પછી મારા હોઠો પર એના માટે આ જ નામ આવ્યું હતું. એમ તો કહેવા માટે તો અમે બંને એક જ કોલેજમાં ભણતા હતા પણ ક્યારેય વાત ના થતી અને આખરે એ દિવસ પણ આવી ગયો. કોલેજના ફંકશન માટે એણે મારી સાથે વાત કરી પછી ભલે એ થોડીવાર માટે હતી પણ એમાં મને બહુ ખુશી થઇ.

એની સાથે એક જ વખત વાત થઈ હતી છતાં એમ લાગ્યું કે આને હું વર્ષોથી ઓળખું છું. એની દરેક વસ્તુ મને ગમવા લાગી હતી, એની દરેક અદા પર પ્રેમ આવતો. કોલેજમાં હોઉ ત્યારે એમ થતું કે એણે જોયા કરું અને ઘરે આવું ત્યારે હરપળ એનો જ ચહેરો નજર સામે રહેતો, એના જ વિચારોમાં ખોવાયેલ રહેતો.

સમય હવાની જેમ વહેતો જતો હતો, કોલેજના ત્રીજા વર્ષમાં હતા ત્યા સુધીમાં ઘણી વખત અમારી વાત થઈ પણ મે ક્યારેય એનું નામ જાણવાનો પ્રયત્ન ના કર્યો અને ક્યારેય મે એણે પૂછ્યું પણ નહિ, મને ક્યારેય જરૂર જ ના લાગી. આ સુંદરતાની મુરતનું નામ હું વિચારી જ નહોતો શકતો અને કદાચ મનમાં મને ડર હતો કે નામ જાણીને આ મૂરત પ્રત્યેનો પ્રેમ ઓછો ના થઇ જાય કે પછી પોતાના પર વિશ્વાસ નહોતો. અમારી વાતો ધીરે ધીરે મુલાકાતોમાં પરિણમી, અમે કોલેજમાં તો મળતા પણ હવે બહાર પણ મળવા લાગ્યા. એક દિવસ હિંમત કરીને મે એણે કોફી માટે કહ્યું અને એણે તરત જ હા કહી દીધી. એ દિવસે હું સાતમા આસમાન પર હતો. એ દિવસે પહેલી વાર મે એણે ધ્યાનથી જોઈ હતી. જ્યારે પણ એણે જોતો ત્યારે એમ જ થતું કે પહેલીવાર જોઉં છું અને જોતો જ રહી જતો.

- કિંજલ પટેલ (કિરા)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED