amuly bhet books and stories free download online pdf in Gujarati

અમૂલ્ય ભેટ..

શર્મા પરિવાર મા આજે ખુશીની લહેર છવાયેલી હતી. ઢોલ નગારા વાગી રહ્યા હતા ને મીઠાઈઓ વેન્હચાઈ રહી હતી. આજે શ્રીમાન શર્મા તો કૈંક અલગ જ રંગ મા રંગાયા હતા. હા, આજે શર્મા પરિવાર ને આંગણે સાક્ષાત બાલકૃષ્ણ સ્વરૂપ એવા પુત્ર નો જન્મ થયો. શ્રીમાન શર્મા કે જેવો બુટ બનાવતી એક ખૂબ જ મોટી કંપની ના મેનેજર છે. આજે વર્ષો પછી તેમના આંગણે ખુશીઓ આવેલી હતી. આજે તે કંપની મા જઈને પોતાના માલિક ને અને બીજા દરેક નાના મોટા કામદારો કે જે ત્યાં કામ કરતા હતા તેને મીઠાઈ આપે છે અને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. સૌ કોઈ તેને વધાઈ આપે છે અને તે એમના બાળકને ને ઘણા બધા આશીર્વાદ આપે છે. ત્યાર બાદ શ્રીમાન શર્મા પોતાના ઘરે પાછા ફરે છે અને તેના બાળક ની સામે કલાકો સુધી બેસી રહે છે અને તેને નિહાળ્યાં કરે છે.
આ બધું એક તરફ થઈ રહ્યું હોય છે ત્યારે કુદરત ની કરામત તો કેવી કે બીજી તરફ એક નાનકડા દવાખાના મા એક મા પોતાના બાળક ને જન્મ આપવા જઈ રહી હતી અને તે પોતાના અને તેના બાળકના જીવ માટે મૃત્યુ સામે લડી રહી હતી. હજારો પ્રયત્નો અને કરોડો દુઃખો વેઠીને તેને પણ એક પુત્ર નો જન્મ થાય છે. આ સ્ત્રી અને તેમના પતિ બંને સામાન્ય મોચીનું કામ કરતા .લક્ષ્મી અને માનવ એ કેટલી એ કલાકો પછી રાહત નો શ્વાસ લીધો. પોતાના બાળક નો મુખ જોઈને આજે બંને જાણે પોતાની ગરીબી ના દરેક દુઃખો ભૂલી ગયા હતા. તેમની પાસે બધાને મીઠાઈઓ વેચવાના પૈસા તો ના હતા, છતાં પણ તે પોતાની પત્ની અને પરિવાર માટે થોડીક મીઠાઈઓ લાવે છે. આજે તેમની પાસે પોતાના બાળક ને ઉછેરવા માટેના ઘણા પ્રશ્નો હતા છતાં પણ ઘણી આશાઓ અને હિંમતના સથવારે તો અડગ મને જીવતા હતા.
સાથે સાથે શ્રીમાન અને શ્રીમતી શર્મા એટલે કે તપન અને મહિમા ને તો પૈસે ટકે કાંઈપણ પ્રશ્નો હતો જ નહિ. કંપની તરફથી મળેલા મોટા બંગલા મા રહેતા સાથે બંનેના પરિવારો પણ પૈસે ટકે સુખી હતા. તેઓ તો પોતાના બાળક માટે કઇ પણ કરવા તૈયાર જ હતા. પૈસો ખર્ચવા તો પાછા વળી ને ના જોવે.
લગભગ દસેક દિવસ પછી તપન અને મહિમા ખૂબ મોટી પાર્ટી નું આયોજન કરે છે અને તેમાં બધા સગાસંબંધી અને તપન ના કંપની ના દરેક ને આમંત્રણ આપે છે અને પોતાના બાળક નું નામ તેમાં જાહેર કરે છે - આરવ.
બીજી તરફ લક્ષ્મી અને માનવ પણ મંદિર મા જઈ ને ભગવાન ની સમક્ષ પોતાના બાળક ને આશીર્વાદ અપાવી અને તેનું નામ રાખે છે - ગૌરવ.

ધીમે જેમ જેમ ગૌરવ અને આરવ મોટા થતાં જાય છે તેમ તેમ તેમ તેમના માતા પિતા પણ પોતાનું બાળપણ ફરીથી જીવી રહ્યા છે. તેઓ એ સેવેલા અનેક સપનાઓ ને જીવંત કરી રહ્યા છે. હા , બંને પરિવાર મા ખુશીઓ તો સરખી છે પણ બનેના એ ખુશીઓ ને જીવવાના રસ્તાઓ અલગ છે.

બંને પરિવાર તેમના બાળક ને લાડકોડ થી ઉછેરે છે પણ તપન અને મહિમા તો આરવ ને જાણે સોનાના પારને ઝુલાવે છે ત્યારે બીજી જ ત્તરફ઼ લક્ષ્મી અને માનવ ગૌરવ નો ઉછેર કૈંક અલગ જ રીતે કરવાનું વિચારે છે. આરવ નો ઉછેર જાણે પાણી માગતા દૂધ મળે એ રીતે થઈ રહ્યો છે જ્યારે ગૌરવ ને તો પેહલેથી જ જિંદગી સહનશક્તિ સાથે જીવતા શીખવાડે છે. હા માનવ અને લક્ષ્મી ક્યારેય પણ ગૌરવ ને કંઇ ખોટ નથી વર્તાવા દેતા.
આમ ને આમ થોડા વરસો વીતી જાય છે હવે બંને બાળકો શાળા મા જવા લાગે છે. આરવ ને તો સહેર ની શ્રેષ્ઠ શાળા માં પ્રવેશ અપાવે છે જ્યારે ગૌરવ સામાન્ય સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે.
માનવ અને લક્ષ્મી હંમેશા માનવ કામ કરવા નીકળે તે પેલા ગૌરવ ને શાળા એ છોડવા જાય અને બપોરે લેવા પણ જાય. ઘરે આવીને ગૌરવ સાથે આખા દિવસ ની વાતો કરે અને ત્યાર બાદ બધા સાથે જમવા બેસે.
બીજી તરફ આરવ ને તો દરરોજ શાળા એ મૂકવા અને લેવા માટે તપન એ એક સુંદર ગાડી ખરીદી હોય છે. ઘરે પણ આરવ ની સંભાળ રાખવા ઘણા નોકરો રાખે છે. આરવ ને જોઈતી વસ્તુ તેના માગ્યા પેહલા હાજર હોય છે.
ધીમે ધીમે આવી રીતે ઘણા વરસો વીતતા જાય છે. ગૌરવ અને આરવ નું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય છે. ગૌરવ અભ્યાસ મા ખૂબ જ સારો હોવાથી સરકાર દ્વારા તેને સારી એવી સ્કોલરશીપ મળતા તે પણ શહેર ની શ્રેષ્ઠ શાળામાં આગળ ના અભ્યાસ માટે પ્રવેશ મેળવે છે.
ગૌરવ તેની નવી શાળા ને લઇ ને ખૂબ જ આતુર હોય છે , પહેલા જ દિવસે સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરી ને તે શાળા પોહંચે છે. જેવો તે અનેક સ્વપ્નાઓ ને આંખો મા વસાવી અને કૈંક જ્ઞાન મેળવવા ની આશાઓ સાથે વર્ગ મા પ્રવેશવા જાય છે ત્યાં અચાનક જ તેના પગ થંભી જાય છે. વર્ગ મા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ ગૌરવ ને એકીટસે જોયા કરે છે જાણે તે કોઈ અલગ ગ્રહ કે દુનિયા માંથી આવેલ હોય. ગૌરવના સાદા સીધા વસ્ત્રો , પગ મા સામાન્ય જોડા ને હાથ મા એક નાનકડું બેગ, આ બધું જોઈ ને વર્ગ ના તમામ વિદ્યાર્થીઓ તેની મસ્કરી કરે છે, તેની હસી ઉડાવે છે. ખાસ કરીને ૫ -૭ વિદ્યાર્થીઓની એક ટુકડી તો તેને ખૂબ પજવે છે. જાણે પૈસા ની મોહ માયા અને ચમક ધમક સામે આજે ગૌરવ ના ચેહરા પર નું સ્મિત અને તેજ તેની સામાન્ય પરિસ્થિતિ ને લીધે ફિકા પડી ગયા હતા.

એજ સમયે શિક્ષક આવતા તે દરેક શાંત થઈ જાય છે અને ગૌરવ પણ અંદર જઈને બેસી જાય છે. આમ તો ગૌરવ એક સમજુ અને સહનશકિતથી ભરપુર તથા ધીરજ પુર્ણ વ્યક્તિ હોય છે, પરંતુ આ ઘટના ની તેના મગજ પર થોડી એવી અસર થઈ છે, તેને ક્યાંક વાચેલું એક વાક્ય યાદ આવે છે કે ગરીબ તરીકે જન્મવું એ કોઈ ગુનો નથી કે આપડી કોઈ ભૂલ નથી પણ ગરીબ તરીકે મરવું પણ એ તો આપડી જ ભૂલ છે. આવા વિચારોની હારમાળા માંથી તે અચાનક બાર આવે છે અને શિક્ષક જે અભ્યાસ કરાવતા હતા તે તરફ ધ્યાન આપે છે.

આમ તો ગૌરવ નો સ્વભાવ પહેલેથી જ મિલનસાર હતો તેથી થોડા સમય મા તેના ઘણા મિત્રો બની જાય છે અને મદદ કરવા તે હંમેશા તૈયાર રહેતો તેથી શિક્ષકો પણ તેને પ્રેમ થી રાખતા . જોત જોતામાં એક વરસ પુર્ણ થાય છે અને હવે ગૌરવ ૧૦ મા ધોરણ મા આવે છે. ત્યારે અચાનક એક દિવસ વર્ગખંડ માં આચાર્ય આવે છે એની સાથે એક બીજો છોકરો પણ હોઈ છે. આચાર્ય તેનો પરિચય કરાવતા કહે છે કે," આજથી તમારા વર્ગ મા તમારી સાથે તમારો એક નવો મિત્ર પણ અભ્યાસ કરશે " , અને ત્યારબાદ તેવો એ અને પોતાનો પરિચય આપવા કહ્યું." હું આરવ શર્મા, હું પાટણ થી આવું છે, મારા પપ્પા ખૂબ મોટી કંપની ના મેનેજર છે અને તેમની બદલી અહીંની નવી બ્રાન્ચ મા થવાથી મે અહી પ્રવેશ લીધો છે."
આરવ ની આ બોલી મા તેમનું હું પણું સારી રીતે ઝલકતું હતું. દરેક તેને જોઈ ને સ્તબ્ધ થઈ જાય છે. તેના કપડા થી લઈને બુટ અને ઘડિયાળ બધું જ કોઈ બ્રાન્ડેડ કંપની નું હતું.
આરવ નો સ્વભાવ ચીડિયો અને સ્વાર્થી હોવાથી તેમના ખૂબ ઓછા મિત્રો રહ્યા. તે દરેક બાબતે આરવ સાથે સ્પર્ધા કરવા લાગ્યો. તે પૈસા ના રુવાબ સાથે મિત્રો બનાવતો થયો. બધાને રોજ ત્યાંની કેન્ટીન મા નાસ્તો કરાવવા થી લઈને ગીફ્ટ આપવા સુધી નું દરેક કામ કરતો.
આવી રીતે તે બધાને પોતાની તરફ કરતો ગયો. ગૌરવ નો સ્વભાવ સીધો સાદો તેથી આવું કશું તેને ગમતું નહિ તે માનતો કે મિત્રતા પૈસા ના રુએ નહિ પરંતુ લાગણી ના આધારે બાંધવામાં આવતો સંબંધ છે અને આમ પણ તેની પાસે એટલા પણ પૈસા નહોતા કે તે ખુદ પણ પૈસા ખર્ચીને બહાર નો નાસ્તો કરી શકે.
જોત જોતામાં ઘણા મહિનાઓ વીતી ગયા. હવે આવી બધી ઘટનાઓની ગૌરવ પર કશી અસર થતી નહિ. એ તો માત્ર તેના અભ્યાસ મા જ ધ્યાન આપતો. કારણકે તેને પોતાના માતા પિતાને આ પરિસ્થિતિ માંથી બહાર લાવવા હતા. અચાનક એક દિવસ પ્રથનાસભા મા એક જાહેરાત થઈ છે કે ટૂંક સમય માં ધોરણ૧૦ ના વિદયાર્થીઓ આપણી વચ્ચે થી વિદાય લેશે અને પોતાના ભવિષ્ય તરફ આગળ વધશે તેથી તેવોને શુભકામનાઓ આપવા નો વિદાય સમારંભ ટૂંક સમય માં યોજાશે. એ દિવસે વર્ગખંડ માં લગભગ બધા જ ઉદાસ હતા. આટલો સમય સાથે વિતાવ્યા પછી બધાથી અલગ થવાનો વિચાર જ આ ઉદાસી નું કારણ હતું. અચાનક શિક્ષક આવે છે અને બધાના ઉદાસ ચેહરા અો જોઈને આજે તે ભણાવવા ને બદલે એક રમત રમાડવાનું નક્કી કરે છે. આ રમત કૈંક એવી હોઈ છે જેમાં વિદ્યાર્થીઓ એ શિક્ષક દ્વારા કેહવામાં આવેલ લક્ષણ કયા વિદ્યાર્થી નું છે તે કેહવાનું પણ એ લક્ષણ એક પહેલી સ્વરૂપ મા હસે જેને ઉકેલવાની રહેશે. બધા તૈયાર થાય છે. ધીમે ધીમે રમત શરૂ થાય છે ને રમત પૂરું થતાં બધા જ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે સૌથી વધુ પહેલી આરવ જ હલ કરે છે અને ગૌરવ વિશેની તો તમામ.સુ હસે આનું કારણ? આવું સુકામ થયું એ જ કોઈને સમજાતું નહતું. ત્યાર બાદ શિક્ષક બધા ને કહે છે કે કાલે તમારે બધા એ મારા પ્રશ્નો ના જવાબ તૈયાર કરીને લાવવાના છે અને પ્રશ્નો આ પ્રમાણે છે કે,
૧. તમને સૌથી વધુ ગમતું કાર્ય કયું છે??
૨. તમે ૧૦ ધોરણ પાસ કર્યા પછી આગળ કયા વિષયો પસંદ કરવા ઈચ્છો છો??
૩. તમારો સૌથી પ્રિય વિષય કયો છે??
સૌ કોઈ આ પ્રશ્નો વિશે એક બીજા સાથે થોડી ચર્ચા કરે છે અને ત્યારબાદ સૌના જવાબ સાંભળવાની આતુરતા અને પોતે સુ જવાબ આપશે તે વિચાર સાથે ઘરે જાય છે.
હવે આગળ બને છે એવું ક બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે જઈને આ પ્રશ્નો વિશે તેમના માતા પિતા સાથે ચર્ચા કરે છે. જ્યારે ગૌરવ ઘરે જઈને તેમના માતા પિતાને જણાવે છે કે તે શું બનશે મોટો થઈને અને તેના પ્રશ્નો ના જવાબ શું આપવા જોઈએ? ત્યારે તેમના માતા પિતા માનવ અને લક્ષ્મી તેને સમજાવે છે કે જો બેટા તારે શું બનવું એ તો તું જાતે જ નક્કી કરી શકે . અમે તારી સાથે જ છીએ બેટા, પણ તું જે પણ બનવા ઈચ્છે તે જે - તે પદ ક સ્થાન નું માં જાળવી સકવો જોઈએ, તારાથી મોટા અને નાના દરેક ને સાથે લઈને તેમની લાગણીઓ ની કદર કરતા તેને આવડવું જોઈએ.


જ્યારે બીજી તરફ આરવ તેના ઘરે જઈ ને તેના માતા પિતા તપન અને મહિમા સાથે વાત કરવા ઈચ્છે છે તો તેઓની પાસે તો જાણે સમય જ નથી કારણકે મહિમા તેની હાઇ કલાસ કિટ્ટી પાર્ટી માંથી કદી ફ્રી નથી થતી અને તપન ને તેના કામ સિવાય અને બીઝનેસ મીટીંગ સિવાય કશું દેખાતું નથી. જ્યારે ઘણી હિંમત પછી આરવ તપન ને જઈને એવું પૂછે છે કે ડેડી માટે મોટા થઈને સુ બનવું જોઈએ ત્યારે તપન કહે છે કે જે પણ થાય તારે તો મોટી કંપની ના મેનેજર જ બનવાનું છે મારી જેમ... અને તેના ફોન ની ઘંટડી વાગતા તે આરવ ને ત્યાંથી જવાનું કહી દે છે. આરવ ભલે ગમે તેટલો તોફાની હોઈ છતાં ક્યાંક હજી તે ખૂબ જ લાગણીશીલ હતો હા તને ખરાબ ક તોફાની વર્તન પાછળ નું કારણ કદાચ ઘરમાં તેની મનની વાતો ને વાચા ના મળવું તે જ હતું..
હવે વાત કે કયું કામ તેને સૌથી વધુ ગમે છે ? એનો જવાબ પણ તને તારી જાતે જ મળશે. બસ એટલું વિચારી લે કે કયું કામ એવું છે જે કાર્ય પછી તેને અનેરો આનંદ મળે છે, જે કામ કરવામાં તને કદી થાક નથી લાગતો બસ એજ કામ સૌથી ગમતું કામ કહી શકાય અને યાદ રાખજે બેટા કોઈ પણ કામ કદી નાનું ક મોટું નથી હોતું.
બીજી તરફ જ્યારે આરવ તેના મમ્મી ને જઈને પૂછે છે કે મમ્મી મને મારા શિક્ષક એ એક પ્રશ્ન પૂછીયો ક મને સૌથી વધું કયું કામ ગમે ત્યારે તરત જ મહિમા બોલે છે કે એ જ કામ કરાઈ ને જેમાં બોવ બધા પૈસા મળે નામ મળે પ્રતિષ્ઠા મળે . આવું કહ્યા પછી તે ફરીથી પોતાનું કામ કરવા લાગે છે.

આમ બંને જણા પ્રશ્નો ના વિચાર કરતા કરતા સૂઈ જઈ છે. બીજા દિવસે વર્ગમાં શિક્ષક આવે છે ત્યારે બધાને જવાબ પૂછે છે ત્યારે ગૌરવ જણાવે છે કે તેને સૌથી વધુ ગમતું કામ આર્ટ અને ક્રાફટ નું છે, તે ધોરણ ૧૦ પછી વાણિજ્ય વિષય પસંદ કરી આગળ નો અભ્યાસ કરવા ઈચ્છે છે અને તને મન પસંદ વિષય અંગ્રેજી છે. બધા તાળીઓ વગાડે છે. ત્યારબાદ શિક્ષક વારા ફરતી બધાને પૂછી ને પછી અંતે આરવ ને પૂછે છે ત્યારે તે જણાવે છે કે મને સૌથી વધુ ગમતું કામ કવિતાઓ અને ગસલો વાચવા અને સાંભાળવાનું છે, હું ધોરણ ૧૦ પછી વાણિજ્ય વિષય પસંદ કરીશ અને મને ગમતો વિષય ગુજરાતી છે.
આરવ નો આવો જવાબ સાંભળીને સૌ દંગ રહી ગયા કોઈ ને કશું સમજાતું નથી કે આ દરેક પ્રશ્નો ના જવાબ નો કોઈ તાલમેલ ના હતો.
થોડા દિવસો વીતી જાય છે અને તેઓની વિદાય નો સમય આવે છે, વિદાય સમારંભ મા બધા વિદયાર્થીઓને શુભેરછા પાઠવવા મા આવે છે. તેમજ વિદ્યાર્થીઓ પણ શિક્ષકો નો આભાર વ્યક્ત કરે છે.

થોડા જ દિવસો મા તેઓની પરીક્ષાઓ પણ પુર્ણ થાય છે અને હવે સૌ પરિણામ ની રાહ જોઈને બેઠા હોય છે. બધાના મના ઘણા બધા પ્રશ્નો પણ હોઈ છે. બધા લોકો પોતાને હવે આગળ શું અભ્યાસ કરવો ને કયા પ્રવેશ મેળવવો તે વિચારમાં જ હોઈ . જોતજોતામાં પરિણામ પણ આવી જાય ને ગૌરવ અને આરવ બંને ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થયા છે. હા એવું ના હતું કે આરવ માત્ર તોફાની જ હતો પણ તે અભ્યાસ મા પણ સારો હતો.
હવે પ્રશ્ન હતો વિષય પસંદગી અને આગળ ના અભ્યાસ નો. ગૌરવ તેમની ઈચ્છા પ્રમાણે વાણિજ્ય સાથે ૧૧મા ધોરણ મા તેજ શાળા માં પ્રવેશ લઈ લે છે પરંતુ આરવ, આરવ ની ઈચ્છા ભાષા ના વિષયો સાથે આગળ વધવાની હતી કારણકે તેને કવિતાઓ અને ગઝલો નો ભારે શોખ હતો અને તેમાં તેને રસ રુચિ પણ હતા. પરંતુ તપન ની તેને મેનેજર બનવાની ઈચ્છા સામે આરવ એ પણ વાણિજ્ય વિષય જ પસંદ કરવો પડ્યો.
ધીરે ધીરે દિવસો પસાર થવા લાગે છે. ધોરણ ૧૧ પૂરું થાય છે. આરવ અને ગૌરવ બંને ના પરિણામો ઉત્તમ આવે છે. ગૌરવ નો તો મનપસંદ વિષય હતો અને આરવ પણ મેહનતું હોવાથી સારા પરિણામો લાવે છે. માનવ અને લક્ષ્મી તો ગૌરવ ને સાબાશી આપે છે અને હંમેશા તેને આગળ વધવાની પ્રેરણા આપે છે. ગૌરવ ને બધી રીતે પોતાના વિચારો ને રજૂ કરવાની, પોતાની ઈચ્છાઓ ને જીવવાની છૂટ હોય છે તેથી ગરીબી નો પડછાયો ક્યારેય ગૌરવ ના ભવિષ્ય ને ઝાંખો પડી શકે તેમ ન હતો.

બીજી તરફ આરવ ના પરિણામ સાથે તપન અને મહિમા કદી સંતુષ્ટ જ ના થાય. આરવ ગમે તે પરિણામ લાવે હંમેશા તેને સાથ આપવાના બદલે તેને હિંમત કે સાબશી આપવાના બદલે તેનાથી નાખુશ જ રહેતા. હંમેશા તેના પર ગુસ્સો કરીને તેને એકલો મૂકી પોતપોતાના કામ પર લાગ્યા રેહતા . આ બધી ઘટનાઓ ની આરવ પર માનસિક રીતે અવડી અસર થવા લાગી. કારણકે બાળક કદાચ ગમે તેવું હોઈ પૈસા ને એશોઆરામ કદાચ તેને થોડો સમય સારા લાગે કે તેને એની ભૂખ રહે પણ છેવટે તો તેને પરિવાર અને માતાપિતાના સાથ અને પ્રેમ ની જ ભૂખ હોઈ છે.


આરવ ની આવી સ્થિતિ ના કારણે તેનો સ્વભાવ પણ બદલાવ લાગ્યો હતો. તે શાળામાં આવતો કલાસ મા બેસતો પણ તેનું ભણવામાં ધ્યાન ના લાગતું. તે એકલો બેસવા લાગ્યો, ના કોઈને બોલાવે, ના કોઈ સાથે વાત કરે , બસ ક્યાંક ખોવાયેલો રેહતો. આરવ ની આ સ્થિતિનું ગૌરવ એ ઘણી વાર નિરીક્ષણ કર્યું હતું. તેને આરવ સાથે વાત કરવાની પણ કોશિશ કરી હતી. પણ આરવ અને ગૌરવ ના પહેલેથી રહેલા સબંધો એ કદાચ આરવને રોકી લીધો હતો.

ધીમે ધીમે ધોરણ ૧૨ પૂરું થવા આવ્યું. બોર્ડ ની પરીક્ષાઓ ને થોડાક જ દિવસો બાકી હતા અને શાળામાં પણ આજે છેલ્લો દિવસ હતો. બધા દુઃખી હતા. પોતાના મિત્રોથી અલગ પડવું કોને ગમે. તમે બધા એ પણ આ લાગણી ક્યારેક તો અનુભવી જ હસે, બરાબર ને?

શાળામાંથી દરેક ને શુભકામનાઓ સાથે વિદાય આપવામાં આવી. બધાએ ખૂબ મેહનત કરી ને પરીક્ષાઓ આપી અને પોતાના ભવિષ્ય તરફ આગળ વધ્યા. હવે સૌ પોતપોતાની કારકિર્દી તરફ હરણ ફાળ છલાંગો લગાવી રહ્યા હતા. સૌ કોઈ પોતાને ગમતા કામમાં સારું પ્રદર્શન કરી ને તેને પોતાની કારકિર્દી બનાવી નોકરી ધંધો કરવાનું વિચારતા થયાં.

એક દિવસ એક ખૂબ સારી અને પ્રતિષ્ઠિત કંપની એ છાપામાં અને રોજગાર કચેરીમાં પોતાને જોઈતા સ્ટાફ માટે ભરતી અંગેની જાહેરખબર આપી. કંપની ખૂબ સારી નામના ધરાવતી હોવાથી ખૂબ સારા વ્યક્તિઓ ઇન્ટરવ્યુ માટે આવ્યા. કંપની નું નામ હતું - "એમ. એલ. જી." જે બ્રાન્ડેડ અને સારી ગુણવત્તાવાળા બુટ ,ચપ્પલ બનાવતી અને વેચતી શ્રેષ્ઠ કંપનીઓ માની એક હતી. હાલ માં જ જેને શ્રેષ્ઠ કંપની નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો તેની શ્રેષ્ઠ ગુણવત્તા છતાં વાજબી કિંમતના કારણે.

આ કંપની મા અતારે એક સારા વેચાણ મેનેજર ની જરૂર હતી, કારણકે જે વ્યક્તિ હાલ વેચાણ મેનેજર તરીકે કાર્યરત હતા તેમને બઢતી આપવાની હોવાથી તેમની જગ્યા એ નવા વ્યક્તિ ની નીમુણુક કરવાની હતી.

આ જગ્યા માટે ખૂબ સારો પગાર પણ આપવામાં આવતો પણ સાથે તેમની જવાબદારી પણ મોટી હોવાથી કોઈ સારા વ્યક્તિ ની જ નિમણૂક કરવી રહી. ઘણા લોકો આ જગ્યા માટે ઇન્ટરવ્યુ આપવા આવે છે પરંતુ માલિક ને કોઈ પસંદ પડતું નથી. અંતે એક વ્યક્તિ જે મોડો પોચ્યો હોવાથી માલિક ના આદેશ અનુસાર અંદર ના આવવા દેવાથી બહાર જ લોબી મા બેઠેલો તેને અંદર બોલાવાઈ છે. જ્યારે કંપની ના માલિક અને ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ એકબીજાને જોવે છે ત્યારે જાણે ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિના પગ તળે જમીન ખસી જાય છે, કારણકે એ ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ એટલે કે આરવ શર્મા., અને તેની સામે આજ કંપની ના માલિક તરીકે ઇન્ટરવ્યુ લેવા બેઠેલો વ્યક્તિ કોઈ બીજું નહિ પરંતુ તેની સાથે જ અભ્યાસ કરનાર ગૌરવ હતો. આજે આરવ ને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો. એક સામાન્ય ગરીબ મોચીનો છોકરો આજે આવડી મોટી કંપની નો માલિક!! તેની નજર શરમ થી નીચી થઈ જાય છે, કારણકે આજે તે એ ગૌરવ પાસે પોતાની જાતને બોવ નાની સમજવા લાગ્યો.

ગૌરવ ધીમેથી કહે છે , " આરવ તું એજ વિચારે છેને ક હું અહીં કેમ ?? અને હા તારે કશું વિચારવાની જરૂર નથી આ નોકરી તારી જ છે એટલે નહિ કે હું તને ઓળખું છું અને હા હું તને નોકરી નઈ આપુ એ વિચાર પણ તારો ખોટો છે. કારણકે ભૂતકાળ માં તે કરેલા પરિસ્થિતિ જોગ મારી સાથે ના વર્તન ને કારણે હું મારી કંપની ને તારા જેવા સારા મેનેજર ની ખોટ નઈ ખાવા દવ.

પણ હા, હું આજે અહીં છું તારી સામે એક માલિક બનીને આનું એક માત્ર કારણ એ છે કે મને મારા માતા પિતા એ ભલે બાળપણ મા એશોઆરામ ની જિંદગી નહોતી આપી, મોટી ગાડી ક બંગલો નહોતો આપ્યો, મારા જન્મદિવસ પર કોઈ પાર્ટી કે મોંઘી ગિફ્ટો નહોતી આપી પણ હા એક અમૂલ્ય ભેટ આપી હતી એ હતી વિચારોની સ્વતંત્રતા અને તેમનો સાથ અને પ્રેમ. જેની ખોટ હંમેશાં તને વર્તાઈ હતી.

પૂર્ણ.

મિત્રો, આ વાર્તા લખવા પાછળ નો મારું હેતુ એ સમજાવવાનો જ છે કે, જીવન મા વિચારોની સ્વતંત્રતા એ એક વ્યક્તિના અસ્તિત્વનો આધારસ્તંભ છે અને વિચારોની સ્વતંત્રતા એ દરેક નો અધિકાર છે. આ વાર્તા મા પણ જો આરવ ને એ ભેટ મળી હોત તો કદાચ આજ તે એક ખૂબ સારો કવિ કે લેખક હોત તેના શોખ મુજબ. તેમજ બીજી વાત કે ક્યારેય મા બાપ ની પરિસ્થિતિ આપણું ભવિષ્ય નકી નથી કરતી. આપણા ભવિષ્ય ના રચયિતા આપડે ખુદ જ હોઈ છીએ.

આપનાં પ્રતિભાવો ની અપેક્ષા સહ.......
🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹

બીજા રસપ્રદ વિકલ્પો