Vyapar - 1 books and stories free download online pdf in Gujarati

વ્યાપાર - 1

(આ નવલકથા કોઈની માન્યતાઓ કે લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુ માટે નહિ પરંતુ સામાજિક સુધારાઓ માટે તેમજ સમાજમાં જ રહેતા એક વર્ગ કે જેને સામાન્યરીતે લોકો ખૂબ જ ધૃણાથી જોતા હોય છે તેવા દેહવ્યાપાર કરતા સ્ત્રી વર્ગના જીવન વિશે લખવામાં આવેલી છે. આ વાર્તાનો હેતુ સ્ત્રી સમાનતા અને સ્ત્રી ઉદ્ધાર માટેનો છે. દેહવ્યાપાર કરનાર સ્ત્રીઓના જીવન વિશે લોકોને ઘણા પ્રશ્નો હોય છે જેના ઘણા જવાબો આ વાર્તામાંથી મળી શકે તેમ છે.)


મોટા ચાર રસ્તે બ્રિજ નીચે હું જઈને ઉભો રહ્યો. સામે અમુક લિપસ્ટિક લગાડેલી, મેકઅપ કરી તૈયાર થયેલી છોકરીઓ ઉભેલી. મને બહુ શરમ આવતી હતી તોય હિંમત કરી થોડો આગળ ગયો. કોઈ જોઈ તો નહિ જાય ને એમ વિચારીને મેં મોં ઉપર રૂમાલ બાંધી દીધો. નજીક જઈને એક છોકરી સામે જોયું એણે નેણ ઊંચા કરીને ઇશારાથી પૂછ્યું. મને અગાઉ આવો કોઈ અનુભવ નહતો એટલે બહુ શરમાતો હતો પણ તોય મેં પૂછ્યું, "કેટલો ભાવ? સોરી શું પૂછાય મને ખબર નથી..."
હું અચકાતા-અચકાતા આગળ બોલવા જતો હતો એટલામાં એણે તરત કીધું, "પાંચસો રૂપિયા, હોટલ હું કહું ત્યાં, એના પૈસા તારે આપવાના અને કલાકથી વધારે નહિ રહું, જલ્દી બોલ"
મેં કીધું, "હા પણ કલાકમાં મારી જોડે જ રહેવાનું અને હું કહું એમ કરવાનું..."
એ થોડું હસીને બોલી, "હા બે કરજે ને જે કરવું હોય એ... જલ્દી બોલ મારે બીજા ઘરાક છે..."
મેં તરત હા પાડી દીધી અને મારી બાઈક ઉપર બેસી ગઈ. એણે કીધું એ હોટલમાં ગયા, રૂમમાં ગયા, દરવાજો બંધ કર્યો અને મેં સમય જોયો અને એને પૂછ્યું, "કંઈ ખાવું છે તમારે?"
એ બોલી, "બે હું અહી આખો દિવસ નથી રોકાવા આવી, એક કલાક જ છે તારે જે કરવું હોય એ જલ્દી કર પછી ના કહેતો થોડીવાર રોકાઈ જા..."
"હા હા નહિ કહું. બોલો ભૂખ લાગી છે તો કંઈ મંગાવું અને કઈ ચા-કોફી પીવી હોય તો પણ બોલો..." એને નહતું ગમતું તોય મેં ફરી પૂછ્યું અને એણે ફરી ના પાડી.
"સારું તો આપણી પાસે એક કલાક છે રાઇટ? એક કલાકમાં હું જે પૂછું એટલા જવાબ મને આપવાના" મેં મુદ્દાની વાત ચાલુ કરી હોય એમ કીધું.
એ આશ્ચર્યથી જોઈને બોલી, "બે તું વાતો કરવા લઈને આવ્યો છે? સવાલ-જવાબ શું કરે છે?"
"બહેન તમે મને કીધું હતું ને એક કલાક હું જે કહું એ કરવાનું? હવે તમે મને સવાલ નહિ કરો. હું જે પૂછું એના જવાબ શાંતિથી આપો" મેં વાક્ય પૂરું કર્યું પછી એ થોડીવાર સામે જોઈ રહી, એને બહેન કહેવાવાળું કદાચ ક્યારેય કોઈ ગ્રાહક નહિ મળ્યું હોય.
"બહેન? તું કોણ છે બે? પોલીસવાળો કે મીડિયા વાળો હોય તો અત્યારે જ રૂમમાંથી બહાર નીકળ નહિ તો બૂમાબૂમ કરીશ અને તારી ફજેતી કરીશ." એ એકદમ ગુસ્સે થઈ ગઈ.
મેં એને શાંત કરતા કીધું, "કેમ કોઈ સારી રીતે વાત કરે એ નથી ગમતું તમને? હું આટલા પ્રેમથી વાત કરું છું તો કેમ ગુસ્સો આવે છે?"
"ચલ એય બહુ જોયા છે તારી જેવા... હવે મને મૂકી જા... હું કોઈ જવાબ નથી આપવાની, મને કશી ખબર નથી.." એ ઉભી થઇ ગઈ અને દરવાજા આગળ પહોંચી ગઈ...
હું એની જોડે ગયો અને બોલ્યો, "હું પોલીસવાળો પણ નથી કે મીડિયાવાળો પણ નથી, મારે બસ થોડી માહિતી જોઈએ છે. ૧૦ મિનિટ બેસો તો ખબર પડે ને મારે શું કામ છે!"
એટલામાં તો એણે દરવાજો ખોલી દીધો અને બહાર બૂમ પાડી અને...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો