સ્વયં માં રહો (અંતિમ ભાગ) Abhijit A Kher દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વયં માં રહો (અંતિમ ભાગ)

(ભાગ-૦૧ ના સંદર્ભ માં અંતિમ ભાગ અહીં થી ચાલુ)


"હુ કોણ છું" તેને સમજવા એક


એક સાદા ગણિત ના ઉદાહરણ થી સમજીએ,


૧-૧=૦


બરાબર, અને આ સનાતન સત્ય છે, ખબર છે દરેક ને,...હવે, બીજું ઉદાહરણ,


જે જન્મ લે છે તે મરે છે.


આ પણ સનાતન સત્ય છે, જેટલું ૧-૧=૦ છે!!!


તો પછી, વ્યક્તિ સમજવા માં ક્યાં ભૂલ ખાય છે,...અને એક સમજદાર વ્યક્તિ કેમ "ના સમજી" માં જીવન વિતાવે છે,..


હવે, આ "ના સમજી" ક્યાં નડે છે તે જણાવું..


તમને પહેલા એક લાઈન ડાયાગ્રામ દ્વારા તેને સમજાવું અને ટૂંકમાં માનવ જીવન ફરી બતાવી દવ કેવું ચાલે છે..


જન્મ➡️બાળક ➡️ એક અણ સમજ બાળક ➡️ થોડું સમજદાર બાળક ➡️ સમજદાર બાળક ➡️ સમજદાર વિધાર્થી બને ➡️ પુખ્તવય માણસ બને ➡️ આર્થિક, સામાજિક ધારી અને કુટુંબ ધારી વ્યક્તિ બને ➡️ નિવૃત જીવન ગાળે ➡️ મૃત્યુ


ઉપરના લાઈન ડાયાગ્રામ માં વાત કરીએ તો છેલ્લા ચાર પડાવ વ્યક્તિના જીવન માટે અગત્ય ના હોય છે... હુ ફરી થી તે લખી દવ છું.


➡️ પુખ્તવય માણસ બને ➡️ આર્થિક, સામાજિક ધારી અને કુટુંબ ધારી વ્યક્તિ બને ➡️ નિવૃત જીવન ગાળે ➡️ મૃત્યુ


કેમ જીવન ના ૮૦ થી ૯૦% લોકો સ્વયંમાં રહી શકતા નથી...આ વ્યક્તિઓ જાણે છે બધું કે ૧-૧=૦ જ થાય, અને જે જે જન્મ લે છે તે મરે છે પણ છે, તે પણ સારી રીતે જાણે જ છે...!!!


તો પછી વ્યક્તિ પોતાના જીવનમાં ક્યાં માર ખાય છે,..


જવાબ છે,.. તેના માં રહેલા અજ્ઞાનતા ના સંસ્કાર, તેને બધું જાણી ને અજાણ બનાવે છે,.. જેમ કે જાણે છે કે રૂમમાં અંધકાર હોય તો લાઈટ કર્યા પછી જ જોઈ શકાય છે,.. તો તે એક વખત રૂમની લાઈટ કરી દે છે પણ પોતાની અજ્ઞાનતા માંથી સહેજ આમ કરી નથી શકતો...અને કદાચ તે કરી લે તો પણ ફરી તેને તે અજ્ઞાનતા ના ચક્ર માં ફરી ને ફરી ફરવા લાગે છે,.. કેમ એવું...?


એક વાત સમજી લો, જો તમ ને દેખાય છે કે સામે મોટો ખાડો છે અને છતાં પણ તમે એ મોટા ખાડા માં પડી ને ફરી ચાલવા લાગો ને તો માનો કે તમારા થી આ વિશ્વમાં કોઈ વધારે "માહા મૂર્ખ" અસ્તિત્વ ધરાવતું નથી..


વ્યક્તિ સ્વયં માં રહેવા માટે નો જે સમય છે, તે ભૂલી જાય છે,


એક વસ્તુ સમજી લો, જો તમે એમ વિચારતા હો, કે ફલાણી વ્યક્તિ થી દૂર થઈ જાવ, ફલાણા સમાજ થી દુર થઇ જાવ કે પરિવાર થી દુર થઇ જાવ, તો તે તમારો ભ્રમ જ છે,.. વધુ માં વધુ તમે શું કરશો,. ક્યાંક દુર જંગલ કે બીજા શહેર માં જતાં રહેશો,...અને તમને લાગે છે કે મને શાંતિ મલી જાય,...!!!


ખરુ ને...


પણ મન નું શું કરશો...મન તો તમારો સાથ ક્યારે નહિ છોડે.... કારણકે તેમાં તમારા પાછલા વિચારો બીજ બની અંકુરિત થઇ ને સામેજ આવશે, અને તમારે તેની ફસલ કે પાક કાપવો જ પડશે....અને વળી પાછું એની એજ કથા... લોકો થી અલગ થયા તો વિચારો ના મેળા માં ફસાઇ જવાનું....


સ્વયં માં રહેવા માટે ક્યાંય જવાનું નથી...કારણકે


તમેંજ દરકે ઘટનાનું કારણ કે કાર્ય છો,..જે તમારા દ્વારા હર પલ જાણતી કે અજાણી રીતે થાય છે....અને તમારો ભૂતકાળ તેનું જ પરિણામ છે... નથી કોઈ બીજા.એટલે તમે સ્વયં..


એટલેજ કહું છું આ "સ્વ" જે પ્રથમ અહમ્ રૂપી રૂપ ને ત્યજવું પડશે..બધું છોડી. ભગવાન ને શરણે થઈ જાવ...અને પોતાને "સ્વ" મુક્ત કરી સ્વયં બની જાય છે...


આ સંસાર તમારા થી છે,..તમે જ સંસાર છો,..તો તમારે સહેજ સભાન થવાનું છે,. તેનેજ જ્ઞાન કહેવામાં આવે છે.. પોતાની સભાનતા ને જ જ્ઞાનરૂપી પ્રકાશ સમજવો.,.તમે માત્ર દ્રષ્ઠા (સાક્ષી) જ છો... સાક્ષી ભાવ થી જ આ દુનિયા ને જોવો...


કોઈ પણ કાર્ય કરો તો પણ તેમ કરતા નથી બનતા જ્યારે તમે તે કાર્ય સાક્ષી ભાવ કરો છો ત્યારે..અને ત્યારે તમે તેજ ઘટિયે તમારી મુક્તિ થઇ જાય છે...અને પોતાના સ્વયં ને પરમાત્મા ના કાર્ય માં લિપ્ત કરી દો છો...(શરીર ની અંદર અને બહાર નું આકાશ એકજ થઈ જાય છે જ્યારે સ્વ સ્વયં માં સ્થાપિત થઈ જાય છે ત્યારે).


ખરેખર તો જ્યારે તમે સ્વયં માં હોવ છો ત્યારે તમે પરમાત્મા માં જ લીન હોવ છો,..અને તમે તેની પ્રતિકૃતિ બની સાક્ષી ભાવ થી સમગ્ર સંસાર ને એક ચલ ચિત્ર ની જેમ માણો ચોર ને સદા ચિર શાશ્વત આનંદ માં રમણ કરો છો....


મારી સમજ સ્વયં માટે આ છે,..


"આ મેઘાવી દુનિયામાં તમે તમારી પસંદના રંગો ની રંગોળી બનાવી શકો છો, જેમાં તમારા વિચારો આકાર બને છે અને રંગો તમારી આત્માને પ્રકાશિત કરે છે."


("In this glorious world you can create a rangoli of colors of your choice, in which your thoughts take shape and the colors illuminate your soul.")


હર રોજ દરેક પળ નીચેની પંક્તિઓ નું સ્મરણ કરો...


હું જ વ્યાપક છું,.અંદર અને બહાર,..


હુ ધ્યાન માં જ છું,..ધ્યાન ની કોઈ ચેસ્ટા કે પ્રયત્ન નથી કરવાનો મારે,..બસ હું છું અને હું જ "અપાર શાંતિમય" વ્યાપક અસીમિત અવકાશ છું,.


હુ જ અંદર થી બહાર છું..


હું જ સમગ્ર વ્યાપકતા નું કેન્દ્ર છું..


હું જ સ્વયં માં છું...