સ્વયં માં રહો - 1 Abhijit A Kher દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વયં માં રહો - 1


Be Yourself (સ્વયં માં રહો)

ઘણા ખરા લોકો તમને ઘણી વાર આવું કહેતા જોયા હશે,. તેમાં મોટે ભાગે વડીલ વર્ગ કે શિક્ષક વર્ગ જ હશે, કદાચ તમે કોઈ મોટીવેશન વકતા ને આવું કહેતા સાંભળ્યા હશે,.. ખરું ને...


કદાચ તમે તેમની વાત માની લઇને સ્વયં માં રહેવા નું ચાલુ પણ કરી દો છો,... એટલે થાય એવું કે એકાદ દિવસ, અઠવાડિયું કે બહુ બહુ તો મહિનો તમે તમારી સ્વયં ની જાત થી અળગા થઈ, જે તે કામ કે જેને તમે પૂરું કરવા માગો છો, તેના પર પૂરતું ધ્યાન આપવાનું ચાલુ કરી દો છો,.. પછી ભલે તે સ્વયં થી સમાજ, વ્યક્તિગત જીવન, સામાજિક જીવન કે ધંધાદારી જીવન હોય તેમાં તમે તમારી અનુકૂળતા મુજબ અળગા થઈ જાવ છો,.. ખરું ને...


પણ તેનો મતલબ ખરો!!!!?????, મને તો તેનો તાત્પર્ય ક્યાં સરતો(justify) હોય તેમ લાગતો નથી,...


અહીંયા...તો તમે ઘણી વાર... મન થી એક વિચાર કરી થોડા સમય માટે પોતાની જાત ને મક્કમતાપૂર્વક અળગી કરવાનો પ્રયત્ન જ કરો છો,... માત્ર પ્રયત્ન જ...


હા, ખરું કે તમે જેના માટે નિશ્ચિત સમય આપ્યો હોય તેમાં તમે સફળ પણ થયા હસો, અને તેનો લાભ પણ લીધો હસે,..અને સાથે આનંદ પણ લીધો હસે....


ઉપર ની બધીજ વાત ૧૦૦% સાચી છે,...પણ કઈ અવસ્થા માટે ???


જવાબ છે ભૌતિક સંસાર માટે, કે જે સંસાર નાશવંત છે તેના માટે...અને તેમ છતાં... વળી પાછા સ્વયં માંથી જાહેર જીવન માં પાછા આવતા પણ વાર નથી લાગતી....અને વળી પહેલા હતા ત્યાં ને ત્યાં પાછા આવી જઈયે છીએ..


હુ જે "સ્વયં માં રહો" એવું એમ કહું છું ત્યારે તેનો અર્થ ઘણો વ્યાપક અને ચિર અને સ્થાઈ અવસ્થા માં રહેવા માટે વાત કરું છું,... તે પણ


આ ભૌતિક સંસાર રહીને... જ્યાં તમારે કોઈ સંસાર છોડ વાની કે ભગવા ધારણ કરવાની કોઈ જ જરૂર ન પડે.


અરે... ના ...ના... હુ તમને કોઈ સમાધિ અવસ્થા માં પણ લઈ જવા માટે નહિ કહું કે લઈ જવ,... પણ હું માત્ર તેનો પરિચય તમને કરવા માગું છું... તમારા સ્વયં નો,.


મારું કામ માત્ર આ સંસાર માં એટલુજ છે કે આ ભૌતિક સંસાર માં અટવાયેલા લોકો ને રસ્તો બતાવવાનો,.. નહિ કે જબરજસ્તી લઇ જવાનો...(જે મે અનભવ્યું અને જે હું બતાવવા માગુ છું,.. તે કદાચ ઈશ્વર ની ઇચ્છા હસે!!!)


હુ માત્ર તમારા માટે (એટલે કે હાલ વાચનાર વ્યક્તિ માટે) એ દરવાજો કે રસ્તો બતાવી આપુ અને ખોલી આપુ, બાકી જેને ખરે ખર ચાલવું હસે તેજ તે દરવાજા માં કે તેના આગળ ના રસ્તા ની મજા માણી શકે છે.. બીજા નહિ..


બીજા ન ચાલે તેમા તેમની મરજી,..


(## મહા-માયા ની મરજી, આ મહા માયા શું છે તે પછી વિસ્તાર થી વાત કરીશું..નહિ તો અત્યારે ગુચવાઈ જશો મિત્રો)


હવે, સ્વયં માં રહેવું એવું સમજવા માટે તમારે પહેલા પોતાની જાત સાથે વાત કરવી પડશે,...


એટલે બનશે નીચે મુજબ;


"ભાઈ,.. મારે કેમ સ્વયં માં રહેવું, શું હુ પહેલા સ્વયં માં ન હતો કે હતી.. અને કેમ મારે યાદ કરાવું પડે છે... મારી જાત ને કે તું આમ કર કે તેમ કર, પણ અંતે પોતાની જાત માંજ રહે... આવું વારંવાર કેમ મારા મન ને મને યાદ કરાવવું પડે છે!!!!"


હુ જવાબ આપુ કેમ..કેમ આવું કરવું પડે છે....


કારણ કે તમે સવાલ જ ખોટી રીતે પૂછી રહ્યા છો...
લો, વળી ફરી નવી વાત આવી...


ભાઈ નવી વાત લાગશે,. તમને કેમ!!;


ધારોકે,
જો વિદ્યાર્થી ને તમે સવાલ જ પરિક્ષા માં ખોટો પૂછશો તો તે જવાબ પણ સવાલ મુજબ જ આપશે...કે જેવો સવાલ તેવો જવાબ,.. હોશિયાર વિદ્યાર્થી તો કમસે કમ આવુજ કરશે...


આ દેશમાં નો દરેક નાગરિક જ્યારે પોતાની ભવ્ય સંસ્કૃતિ થી પરિચિત થવાનું ચાલુ કરશે અને ત્યારે તેની કોતુહલતા તેને ભારત ના વર્ષો જૂના માનવ જીવન ના પ્રકૃતિ જોડે ના સંબંધ આત્મસાત કરવાનું ચાલુ કરશે ત્યારે તે માંડ એક ડગલું માડસે પોતાના અસ્તિત્વ ને જાણવા માટે નું...


અત્યારે,
જરૂર છે રાજા જનક જેવા વિદ્યાર્થીની અને જરૂર છે અષ્ટાવક્ર જેવા ગુરુની...આ દેશમાં;


બાકી દેશ તો સ્વયં પ્રકાશિત થઇ ઉઠસે એક જનક જેવા સ્વયં માં રહેલા વિદ્યાર્થી જ,.. સૂરજ નો પ્રકાશ ન તો ઢાંકી શકાય કે ન તો બંધ કરી શકાય... કારણ કે તે સ્વયં પ્રકાશિત છે,. ન તો તે બીજા થી પ્રકાશિત છે... ન તો આધારિત છે, તે સ્વયં...અને માત્ર સ્વયં... પ્રકાશિત છે.


સ્વયમ્ માં રહેવા માટે પોતાના સાચા અસ્તિત્વ નો પરિચય જરૂરી છે, અને એ પરિચય તમને માત્ર એક સવાલ થી જ આવશે..


"હુ કોણ છું"

બસ આ એક જ સવાલ તમને તમારી સાચી ઓળખાણ બતાવી શકે છે...અને પોતાની જાત ને સ્વયં માંજ કાયમ માટે સ્થિર કરી દેશે., એ પણ કશું છોડીયા વગર,.. સંસાર માં રહી ને પણ સ્વયં માં સ્થિર રહેવા ની મજા જ કંઇક ઓર જ હોય છે.... એક વાર સ્વયં ને પૂછી તો જોવો "હુ કોણ છું"..


પછી તમને ખુદ જ તમારી જાત જ જવાબ આપશે... અને તમારી પોતાની આંતરિક ખોજ ની યાત્રા ચાલુ થશે, તે પણ ચિરકાલીન અને હર હમેંશ માટે....

(બીજું આવતા અંકે..)