Triveni - 4 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી ભાગ-૪

નિરવે મનોજ અને અક્ષયને પોતાના ફાર્મ હાઉસ પર પાર્ટી માટે ઇન્વિટેશન આપ્યું હોવાથી બન્ને આવે છે.લગભગ સાંજના સાડા પાંચ કે છનો સમય થયો હશે.નિરવને સ્નેહાના બોયફ્રેન્ડ તરીકે નહિ પરંતુ સહાદ્યાર્થી‌ તરીકે બન્ને ઓળખતા હોય છે.એમ‌ પણ મફતની મજા કોણ જતી કરે.
" લેટ્સ સ્ટાર્ટ"નિરવે બ્રાન્ડેડ બોટલ સામે મૂકી.
"ઓહ! સો કોસ્ટલી"-અક્ષય
"માય ફેવરિટ ફ્લેવર"-મનોજ
"એટલે જ તો લાવ્યો છું,બાઈટિગમા શું ચાલશે?"-નિરવ
"જે હોય એ..ના હોય તોય ચાલશે."-મનોજ
"આઈસ ક્યુબ?"-અક્ષય
"કિચનમાં"-નિરવ
"હું લઈ આવું"-મનોજ
કિચનમા જવા માટે ઊભો થાય છે.
"નાસ્તો પણ છે મૂકેલો લઈ આવજે"-નિરવ
"ઓકે"-મનોજ
બધી વસ્તુ લેવા માટે મનોજ કિચનમાં જાય છે.કોઈનુ
અટ્ટહાસ્ય સંભળાય છે.આજુબાજુમા કોઈ દેખાતું નથી.એને એ હાસ્ય અક્ષય અને નિરવનુ લાગે છે.
મનોજ ફ્રિજમા વસ્તુ લેવા જાય છે.પાછથી ઝાડના પાંદડાઓ ખરતા હોય એવો અહેસાસ થાય છે.નજરઅંદાજ
કરીને એ વસ્તુ ઉપાડે છે.ગ્લાસ ઉપાડવા જતા એક ગ્લાસ છટકી જાય છે અને તૂટવાનો બમણો અવાજ આવે છે.વસ્તુઓ લઈને બહાર આવે છે.
ત્રણે જણા ગોળ ટેબલ પર ગોઠવાય છે.વચ્ચે બાઈટિગ અને બોટલ મૂકી.અજવાળુ પણ ઓછું થઇ ગયું હતું.નાના નાના ટમટમિયા સળગાવી વધારાની લાઈટો બંધ થઈ.ત્રણેના મોઢામાંથી ફૂકાતી સિગારેટના ધુમાડાએ‌ ગોટા ચડાવ્યા હતા....
અક્ષય-"દિવાનગી ભી કૈસી લગ ગઈ,
મુજે તો તેરી લત લગ ગઈ.
મિલતી હૈ કભી કભી મુજે
લગતા હૈ જૈસે મહેબૂબા મિલ ગઈ-એણે તો ચૂસકીઓ ચાલુ કરી.
મનોજે પણ સાથ આપ્યો-
"ઢૂંઢતા રહા મેં ઈધર ઉધર તુજે,
તૂ તો બહોત કરીબ સે મિલ ગઈ.
ક્યાં કરે હમ ભી ઓ જાનેમન
હમસે છીનકર તું કીસી ઔર કી હો ગઈ."
નિરવ બધું સાંભળે છે અને બન્નેને જોશ પૂરૂં પાડે છે-
"મહેબૂબા તો હોતી હી ઈસલિયે હૈ,
પ્યાર હમ કરે લે જાતા કોઈ ઔર હૈ"
"તને પણ સારો અનુભવ લાગે છે કે પછી તારી પાસેથી પણ કોઈએ તારી ખુબસુરત ચીજ છીનવી લીધી કે‌ શું?"-અક્ષયે નિરવની મજાક ચાલુ કરી.
"ના..રે...ના..આપણા નસીબમાં ગુલાબના ફૂલ ક્યાથી"-નિરવે પાનો ચડાવ્યો.
"ગુલાબ કંઈ એમ હાથમાં ના આવે"-મનોજે નિરવને મસકા મારતા કીધું.
"તો કેમ આવે?"-નિરવે પૂછ્યું
"પેલા બોટલ ખોલ પછી સમજાવું"-મનોજ(અત્યારે ત્રિવેણી થોડા સમય માટે ફરી એની નજર સામે આવી ગઈ હતી)

નિરવ હાથમા બોટલ લઈને ખોલી આપે છે.અને ત્રણ‌ પેક બનાવે છે.આઈસ ક્યૂબ નાખીને મનોજ અને અક્ષયને એક એક આપે છે અને એક પોતે લે છે.ચીઅર્સ અપ કરીને ત્રણે ચાલુ કરે છે.
"અરે મ્યુઝિક બ્યુઝિક ચાલુ કર"-મનોજ(નિરવને બીજે રસ્તે ચડાવવાનો પ્રયત્ન કર્યો)
નિરવ પાસેના હોમ થિયેટર પર ગીતો વગાડવાનુ ચાલુ કરે છે
"મુજે પીને કા શૌક નહીં,પીતા હું ગમ ભુલાને કો"-થોડુક માંડ વાગ્યુ.
"અરે યાર...ગમ કે નહીં ખુશી કે ગાને બજારો"-અક્ષયને હવે ધીમે ધીમે નશો ચડતો જતો હતો.એક પેક ઢીંચી ગયો-"લે બનાવ બીજો."
મનોજને પણ‌ લગભગ પેક પૂરો થવાની તૈયારી હતી-"મુજે ભી પીલા દો..મેરે યારો."
નિરવે બન્નેને બીજા એક એક પેક બનાવીને પકડાવી દીધા.પોતે ઘણુ‌ ઓછું પીતો હતો.એ સંપૂર્ણ સભાન અવસ્થામાં હતો.એ પોતે મનોજ અને અક્ષયને પેક પર પેક પીવડાવ્યે જતો હતો.
"ઐસા મજા તો હુસ્ન કી રાનીઓમે ભી નહીં હૈ...જીતના ઈન બોટલોમે રખા હૈ."-અક્ષય પૂરો ટલ્લી થઈ ગયો હતો.
મનોજને પણ ધીમે ધીમે નશો ચડવા લાગે છે.એ આ વખતે નિરવ પાસેથી ત્રીજો પેક બનાવવાની માંગ કરે છે.નિરવ બન્નેને ફરી પાછા એક એક ગ્લાસ પકડાવી દે છે.મનોજ અને અક્ષય બન્ને હવે નશામાં ધૂત હતા‌.લગભગ અંધારું થઈ ગયું હતું.નિરવ બન્નેને નહાવા માટે ફોસલાવે છે.જેથી નશો વધારે ચડે.નિરવ બન્નેને બાથમાં નહાવા માટે ધકેલે છે અને પોતે વોશરૂમ જવા માટે નિકળી જાય છે...
અચાનક લાઈટ બંધ થઈ જાય છે...કોઈ સ્ત્રીની કીકીયારીઓ સંભળાય છે.
આછા અજવાળામાં અક્ષયને કઈક દેખાય છે.એની ચીસ નીકળી જાય છે....
"ભૂતતતતતતતત......ત્રિવેણીનુ ભૂત"-દોડતો બાથના સામેના છેડે નીકળી જાય છે.અર્ધ બેભાન થઈને ડરનો માર્યો પડી જાય છે....
મનોજની આંખો ડરની મારી ફાટી જાય છે......
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED