માયાએ એક ગોળી છોડી તો એ મીનાક્ષી ની ઠીક બાજુ પરથી પસાર થઈ ગઈ! સમર તો સાવ ગભરાઈ જ ગયો!
"જો, તારે જે કરવું હોય એ મારી સાથે કર! પ્લીઝ તું મીનાક્ષીને કંઈ જ ના કર!" સમર રીતસર રડમસ હતો!
"ના... સઝા તો એણે પણ મળશે! સઝા - એ - મૌત!" માયા બોલી અને ઘીનોનું હસી.
"કહ્યું હતું ને કે ના રાખ દોસ્તી! માની હતી તું મારું!" સમર બાજુમાં જ રહેલી મીનાક્ષીને બોલી રહ્યો હતો.
"આ બધી વાતો માટે તમે બહુ જ લેટ થઈ ગયા છો!" માયા બોલી.
"અરે પણ તારે અમને બંનેને કેમ મારવા છે?! અમે તારું શું બગાડ્યું છે?!" સમરે પૂછ્યું.
"એ તો આ મીનાક્ષી ના બાપે કરેલું તમારે ભોગવવું પડે છે!" મીનાક્ષી બોલી.
"અરે પણ શું કરેલું મિસ્ટર પ્રભાત શર્મા એ?!" સમર બોલ્યો.
"એ તો એ રાઝ છે જે આજ સુધી કોઈને પણ નથી ખબર!" માયા બોલી, "અને હું ખબર પણ નહિ પડવા દઉં!"
એટેલા માં સમર અને મીનાક્ષી ને શોધતા શોધતા મિસ્ટર પ્રભાત શર્માના લોકો આવી ગયા હતા.
"યુ આર અંડર એરેસ્ટ! હેન્ડ્સ અપ!" એક ઘેરો અવાજ આવ્યો તો માયા ગભરાહટ થી ચોંકી ગઈ.
રૂમમાં ચારેબાજુ મિસ્ટર પ્રભાત શર્માના આદમીઓ હતા! સૌ પાસે બંદૂકો હતી!
માયા એ ગન પોતાના ઉપર પોઇન્ટ કરી અને છેલ્લે છેલ્લે બોલી, "આ રાઝ કોઈ નહિ જાણી શકે! હું આ રાઝ કોઈને નહિ જાણવા દઉં!" આ કહેતા ની સાથે જ એણે ગન ફાયર કરી દીધી અને એ ત્યાં જ ઢળી પડી!
🔵🔵🔵🔵🔵
"ડેડ, માયા કયા રાઝની વાત કરતી હતી?!" મીનાક્ષી એ એના ફાધરને આ સવાલ કર્યો.
"મારે કોઈ જ રાઝ નથી! હું એણે જાણતો પણ નથી!" મિસ્ટર પ્રભાતે કલીર કરી દીધું.
"હવે થી તમે બંને કોઈની પણ ઉપર ટ્રસ્ટ નહિ કરો! હમણાં થોડો સમય તમારા બધા જ ફ્રેન્ડ સાથે કોઈ નાતો રાખશો નહિ.
"અરે હું તો સપનામાં પણ ના વિચારી શકું કે માયા આવી પણ હોઈ શકે એમ!" મીનાક્ષી રડતા રડતા બોલી.
"ઓય પાગલ, તું સારી તો કઈ બધા જ સારા જ હોય એવું જરૂરી તો નથી ને!" સમરે કહ્યું.
સમર મિસ્ટર પ્રભાત શર્માના બિઝનેસ પાર્ટનર અને ફૅમિલી ફ્રેન્ડ નો એકનોએક છોકરો હતો. સાથે સાથે અહી રહીને ઘણું કામ પણ કરતો હતો. એવી જ રીતે મીનાક્ષી પણ એના ફાધર ના બિઝનેસમાં હેલ્પ કરતી હતી.
પહેલા બંને સાથે ખૂબ ટાઈમ સ્પેન્ડ કરતા હતા... પણ મીનાક્ષી સાથે થોડો વધારે સમય એ રહેતી તો સમર ને ખટકતું.
"હા... હવે તો નવા ફ્રેન્ડ પણ બનાવી લીધા... મને તો તું ભૂલી જ જજે!" સમર હળવેકથી કહેતો.
"અરે, એવું બિલકુલ નથી! તું તો ખાસ છું જ યાર!" મીનાક્ષી કહેતી.
એક દિવસ મીનાક્ષીને માયાએ એના ઘરે બોલાવેલી પણ સમર સાથે ગયો તો બંનેને એણે ગન બતાવી અને મારી નાંખવા કહ્યું.
🔵🔵🔵🔵🔵
આજે અહીં જ સમરે જમી પણ લીધું. જોકે આજે બંનેને ઊંઘ આવે એમ લાગતું નહોતું.
"જો હવે તું બિલકુલ સાવધાન રહેજે, પાગલ કોઈ પણ ની ઉપર ટ્રસ્ટ કરી લઉં છું!" મીનાક્ષી કોફી આપવા જતાં સમરે કોફી લેતા એણે કહ્યું.
"હા... બાપા!" મીનાક્ષી બોલી.
"મીનુ, ચાલ ને તારા ફાધર અને મધરની વાતો સાંભળીએ! બચપણમાં કરતા ને એવું!" સમરે કહ્યું.
"હા... ચાલ શાયદ કંઇક જાણવા જ મળી જાય!" મીનાક્ષી એ શક્યતા બતાવી.
બંને એમના દરવાજે કાન માંડી ને ઊભા રહ્યા.
"ના... કહેલું ને કે મીનાક્ષી ની સુરક્ષા પર ધ્યાન આપો એમ!" મિસિસ શર્મા એમના પતિને બોલી રહી હતી.
"અરેરે! મારા કરેલા કર્મોની સઝા બિચારી મારી મીનાક્ષીને મળે છે!" મિસ્ટર પ્રભાત શર્માનો એ અવાજ હતો. બંને ના આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો.
"હા... જો તમે એ હરકત ના કરી હોત તો અત્યારે આપણે આ દિવસો દેખવા ના પાડતા!!!" મિસિસ શર્મા કહેતી હતી.
"ઓહ ડેડ!" કહેતા મીનાક્ષી રડી જ પડી અને એની આ રૂદન અંદર દરવાજાથી પાર સંભળાય ગઈ હતી!
આખીર શું રાઝ હતો?! કેમ મિસ્ટર શર્મા આટલા ડરેલા હતા?! સવાલ ઘણા હતા.
(આવતા એપીસોડે ફિનિશ)
એપિસોડ 2 અને અંતિમ એપિસોડ(કલાઈમેક્સ)માં જોશો: "આઇ લવ યુ, સમર!" આમ અચાનક જ આવું સાંભળતા સમર શુરૂમાં તો હેબતાઈ ગયો.
"હા... કે ના?!" મીનાક્ષી એ રીતસર દાદાગીરી કરી.
"તું પાગલ, શું થયું છે તને અચાનક?!" સમરે બચાવ કર્યો.
"હા હવે લવ ના જ હોય તો બોલ ને પણ!" ઉદાસી અને ગુસ્સાના ભેગા ભાવથી એ બોલી.
"અરે પાગલ, એવું નથી! આઇ આઇ લવ યુ, ટુ!" અચકાતા અચકાતા સમર માંડ બોલી શક્યો.