દિકરી Kinjal Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિકરી

દિકરીનો જ્ન્મ થતા જ ઘરના બઘા જ લોકો આકુલ વ્યાકુલ થઇ જાય છે. તેમની વિચારશૈલી એવુ કહેવા માંગતી હોય છે કે દિકરી તો પારકુ ધન , પારકી થાપન. પન કેમ આવી ખોટી માન્યતા છે??

આ વસ્તુ આજકાલ ની નહિ, યુગો યુગો થી ચાલતી આવે છે. દિકરીનો જીવ​વાનો અધિકાર છે, તે ઘર ના માનસો જ છીન​વિ લે છે. વષૅઓ પહેલા દિકરીને જમતાની સાથે દુઘપિતિ કર​વામાં આવતી હતી, એ જ વ્સતુ આજે ગભૅમાં જ મારી નાખ​વામાં આવે છે. પણ કેમ્??

જે માં છે એ પણ દિકરી હશે?? સાસુ પણ દિકરી હશે??તેમ છતા દિકરી માટે આટલો બલાપો કેમ્?

ઘરમાં જો ૨૫ વય નો છોકરો કમાતો ના હોય તો તેને કંઈ જ બોલતા નથી પરંતુ જો ૧૦ વય ની દિકરી કામ ના કરે તો તેને ટૉણા માર​વા માં આવે છે કે તારે પારકા ઘરે જ​વાનુ છે.

ભણવા , રમ​વાથી માંડીને દિકરી નાની હોય ત્યારે તેને રમ​વામાં પણ ઘરઘટાના વાસણઓ, ઢીંગલી લાવીને, રાજા રાની બસ આ જ રમતોમાં ગુંથેલી રાખ​વામાં આવે છે.

દિકરી ભણવા જાય્, સારા માકૅસ લાવતી હોય છતા ઘરનું કામ પહેલા, ઘરના ને સાચ​વ​વાં પહેલા. તે ધિરેધિરે મોટી થાય, લગ્નની વાતો થાય ત્યારે આપણેા સમાજ ભણતિ દિકરીને મેણા મારે કે કયારે હાથ પિલા કર​વ​ાનાં છે?કેટલું ભજવી છે???

પરન્તુ દિકરી ત્યારે જ મોટી થાય છે જ્યારે તેના લાયક છોકરો મલે અને તેને સાચવે.

આપણામાં કહેવત છે કે દિકરી એટલે સાપ નો ભારો પરન્તુ હુ કહુ છુ દિકરી એટલે તુલસી કયારો, ઘર નો દિવો. દિવો જેમ પોતે બલી અજ​વાલુ આપે છે. તેમ તે બન્ને ઘરને સાચવે છે.

આપણા સમાજ માં ઘણી દિકરીઓ આગલ છે, સમાજ હ​વે સુધરયો છે, પણ છતાં જ્યારે કોઇ દિકરી બીજી વ્યકતી સાથે વાત કરતી હોય ત્યારે તેને પણ અગ્નિ પરીક્સ​ા આપ્યા વગર છોડતો નથી.

ભુતાકાળ ની વાત કરિ એ તો શ્રી રામ ને ખબર હતી સીતા માતા નિર્દોષ છે છતા પણ તેમનો ત્યાગ કર્યો હતો.

સીતા માતા પણ કોક ના દિકરી હતા. સાસરે જતી દિકરીને સગા શિખામન આપે, શાંતિ થિ રહેજે. પણ કોઈ એવુ નથી કહેતુ કે બેટા તારી જીંદગીમાં આગલ વધજે.

દિકરી એટલી પારકી કરી દેવામા આવે છે કે પહેલા તો પાછલ જે પિતાનુ નામ લગાવાતુ હતુ એની જગ્યા એ પતી નુ નામ આવે છે.

પિયરમા જ્યારે દિકરી હોય ત્યારે એવુ કહે કે પિતાનુ ઘર છે, સાસરે એવુ કહેવા મા આવે છે પતિ ની નુ ઘર છે તો દિકરી નું પોતાનુ ઘર કયુ ??

પોતાના પતિના નામ તેણા બાલક ની પાછલ લગાવે છે. ક્યાય દિકરી ને આગલ કરવામા અાવતી નથી. જ્યારે પતિ બિભત્સ હોય ત્યારે પતિ ને એટલે સુધી હક છે કે પોતાની મિલ્કત હોય તેમ દિકરીને વેચે છે. ભુતકાલ મા પાંચાલી ને તેણા પતી એ હોડ મા મુક્યા હતા. તે પણ કોઈની દિકરી હતી. ભરી સભા મા અપમાન થા્યું. એ સમાજ એ અપમાન જોયુ પણ તેમના ભાઇ કૃષ્ણ સિવાય કોઈ મદદ કરી નહીં.

અત્યારે થોડોક સમાજ દિકરી વલણ મા આગલ વઘ્યો છે, પણ અાપનો સમાજ એમ જ માને છે કે ઘડપન મા માં બાપ ની સેવા તો દિકરો જે કરે.

હુ આવા કોઈ વિચારમા માનતી નથી. હુ મારા માં બાપ ની સેવા કરી શકુ તેમ છુ. હવે દિકરી ને ગાય દોરે ત્યા જાય ઇ જમાનો નથી.

દિકરી એટલે વટ નો કટકો. દિકરી એ સમાજ નુ કલંક નહી પણ ઘરની લક્ષ્મી છે. જ્યારે લક્ષમિ ગણાતી દિકરીનુ અપમાન થાયે ત્યારે કેટલાયે કુલ નો નાસ થાય છે.

આપના સમાજ ને આગલ વધારવા પહેલુ સ્થાને દિકરીનુ છે. સંપતિ, સંતતી, એ દિકરીના જ નસીબે હોય છે. માટે હે પામર માનવી ઉઠો, જાગો અને મનમાંથી દિકરી માટે ના કડવા વિચારો કાઢી નાખો.

લોકો વિચારે છે કે સૌથી મોટુ સમાજ નુ કલંક કયુ ?? ચોરી કરવી ?? મારી નાખવા ?? ના …… .દિકરી નુ અપમાન કરાવુ, તેને માન ના અાપવુ એ કલંક છે.

એવુ જરુરી નથિ કે જે પતી સારો દિકરો હોય એ સારો પતી પણ હોય. એ કયાંનો ન્યાય છે??????????

સૂરજ આથમે ને ચાંદ ઉગે, દિવસ જાય તો રાત થાયે, અજવાળિયું પછી અંધારીયૂ આવે, દિકરીએ એવિ પ્રેરણા છે જે બનને કુટુંબ ને તારાવાનાર.

સાસુ જ્યારે માં બનસે ત્યારે તેમને વહુ માં દિકરી ના દર્શન થસે.

કહેવા માટે તો ધણુ બધુ છે પણ દિકરી ને સમજો, જાણો અને તેણે આગલ વધારો.

દુનીયા માં પાપ પુણ્ય જેવુ કાઇ છે જ નય. પણ દિકરી, દિકરા માં મતભેદ છે તે પાપ, પુણ્ય કરતા પણ મોટુ છે.। ..

આશા રાખુ કે તમે મારિ વાત ને સમજશો.।।।પુરુષપ્રધાન દેશમાં દિકરીઓ નું માન સાચવો.।।