chhalkata aansu - 4 books and stories free download online pdf in Gujarati

છલકાતા આંસુ - 4

મુંબઈના જુહુના દરિયા કિનારે આવેલ ગગનચુંબી ઇમારતના ચાળીસમા માળે આવેલા તમારા વૈભવી ફ્લેટના બેડરુમમા બપોરની એક હળવી ઉઘ ખેંચીને તમે હમણાંજ ઉઠયા છો અનામિકા! દરવાજો ખોલી તમે ફ્લેટની લોબીમા આવી એક આળસ મરડીને ઘુઘવાટા મારતા સમુદ્રના ઉછળતા મોજાઓ પર નજર જમાવી અનામિકા ..! અત્યારે સાંજના સમયે જુહુના તટ પર મુંબઈગરાઓનો જન શેલાબ ઉમટ્યો હતો.
તમારા અતિ વ્યસ્ત બિઝનેસમેન પતી આલોક તો મોડી રાત્રિ પેહલા ભાગ્યેજ ઘર ભણી નજર કરતા અને તમારો પાંચ વર્ષીય દિકરો યશ હજુ સુધી સ્કુલેથી આવ્યો ન હતો તો કામ વાળી બાઇ બપોરનુ કામકાજ પતાવી ક્યારનીયનીકળી ગઇ હતી

સુસવાટાભેર વાતી ઠંડી હવાની લહેરખી તમારા કાળા રેશમી વાળને તમારા ઞોરા ઞુલાબી ચેહરાપર વેરવિખેર કરી નાંખ્યા આથી તમે બન્ને હાથની નાજુક કલાઇઓ વડે વિખરાઇ જતા વાળને સરખા કર્યા ત્યાંજ ફરી પાછી હવાની લહેરખીએ આવીને તમારા ચેહરા પર વાળને વિખેરી નાંખ્યા જાણે હવા પણ મસ્તીએ ચઢી ના હોય?
પીન્ક કલરની ગુલાબી નાઇટીમા પાંત્રીસમા વરસે પણ તમારી મખમલી કાયાનો જાદુ હજી પણ એટલોજ અકબંધ છે અનામીકા.! જેટલો આજથી પંદર વરસ પહેલા હતો... હવાની એક લહેરખી આવીને તમારા ખુબસુરત ચેહરા પર લેહરાઇ રહેલી વાળની અલકલટ સાથે અટકચાળુ કરી ગઇ એટલે તમે એક નજાકતભરી અદા સાથે આંગળી વડે વાળની એ લટને હટાવીને તમારા કાન પાછળ સેરવી લીધી.
અને તમારી આ અદા પરતો નીલરાજ મરી પરવાર્યો હતો અનામિકા..! જોકે નીલરાજ નામનુ તમારુ એ હ્રદયનુ સમણુ હવે તો સમયના ધોધમા વહીને ક્યાંય દુર ચાલ્યુ ગયુ હતુ અનામિકા.! પણ દુર દુર ઘુઘવાતા જુહુના સાગર તટપર એકમેકના હાથમા હાથ પરોવી બેઠેલ પ્રેમી યુગલોને જોતાજ નીલરાજની નીલી નીલી આંખો વાળો હંસતો સ્માર્ટ ચેહરો તમારી આંખો સમક્ષ તરવરી ઉઠ્યો ને વિતેલા પંદર વરસો ઓગળી ગયા એ ચેહરામા.

એ વખતે પણ આમજ ભાવનગરના સાગર તટ પર માનવ મહેરામણ ઉમટ્યો હતો અને તમે તથા નીલરાજ આ આખાય જમેલાથી થોડે દૂર એકમેકના હાથમા હાથ પરોવી દરીયાઇ રેત પર બેઠા હતા અનામિકા.! તમારો અને નીલરાજના પ્રેમનો સુર્ય ત્યારે તો બરાબર મધ્યહાનમા તપતો હતો. તમે બંન્નેએ એમ. એ ના છેલ્લા વર્ષમા હતા . કાળા રેશમી ઘુઘરાળા વાળ , નીલરંગી આંખો અને સપ્રમાણ એકવડીયુ શરીર અને જોતાજ કોઇપણ યુવતીના મનમા વસી જાય તેવો નીલરાજ અનાથ આશ્રમ મા ઉછરેલ એક સ્કોલર યુવાન હતો .રમત ગમતથી લઇ વકતૃત્વ સ્પર્ધા સુધીની તમામ પ્રવૃત્તિઓમા હમેશા અવ્વલ રેહનાર નીલરાજ જ્યારે જ્યારે પણ કોઈ વિષય પર વકતૃત્વ આપતો ત્યારે તેના ધારદાર ભાષણોને શ્રોતાગણ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લેતા. એમ એ ના પહેલાજ વરસથી અમુક સબ્જેક્ટમા સલાહ સુચનો લેતા તમારા અને નીલરાજ વચ્ચે મુલાકાતનો સેતુ બંધાયો હતો.અને પછી બંન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી પણ એ મિત્રતા પ્રેમમા ક્યારે પલટાઈ ગઇ તેની તમને ખબર સુદ્ધા પડી ન હતી અનામિકા.!
હવાની ઠંડી લહેરખી આવીને તમારા ફુલગુલાબી ચેહરાપર વાળની એક શેર લેહરાઇ ઉઠી ત્યારે તમે તેને આગળી વડે હટાવીને પાછળ કરવા ગયા હતા ત્યાંજ નીલરાજે તમારો હાથ પકડી તમને રોકતા બોલી ઉઠ્યો હતો ." તારા વાળની આ લટને આમજ હવામા લેહરાવા દે અનામી..! " આમા તુ ખુબજ સુંદર દેખાય છે..! કેહતા તેણે તમારા ગોરા ગોરા હાથ ચૂમી લીધા હતા અનામિકા અને ત્યારે તમે આછુ આછુ શરમાઇ ગએલા એટલે નીલરાજે દરીયાની ભીની રેતમા આંગળી વડે અંગ્રેજીમા તમારુ અને પોતાનુ નામ લખ્યુ હતુ.
" ANAMIKA - NEELRAJ"

" જીવનમા આમજ મારો સાથ નિભાવીશ ને અનામી…? "તમારી આખોમા આખો પરોવી નીલરાજે કહેલુ અને તેના હાથ પર મુકી જીવનમા ક્યારેય વિખૂટા નહી પડવાની કસમ તમે બંન્નેએ લીધી હતી. અને અચાનક દરિયાઈ મોજાની એક હળવી લહેર કીનારે ધસી આવીને નીલરાજે લખેલા તમારા નામપર પાણી ફેરવી ચાલી ગઈ અને તમે જોયુતો નીલરાજે લખેલ તમારા બંન્નેના નામમાથી નીલરાજનુ નામ પાણીમા ધોવાઈ ગયુ હતુ અને અડધુ પડધુ અનામિકા નામ રહી ગયુ હતુ ને એ જોઇ તમે મજાકીયા સ્વરે બોલી ઉઠ્યા હતા અનામિકા!
જોયુ..! હજી તો હમણાંજ તે જનમ જનમ સાથ નિભાવવાની કસમો ખાધી ને બસ પળવારમા જ સાથ છોડી દિધો…!.?..!
એટલે નીલરાજે હંસીને ઉત્તર આપેલો
"જીન્દગી છે જ અનિશ્ચિતતાઓથી ભરેલી એક પહેલી (ઉખાણુ) જેવુ અનામિકા..! શું ખબર જીન્દીગીની આવીજ કોઈ બેરહમ લહર આવીને આપણને એક બીજાથી અલગ કરીદે..!..!
અને નીલરાજ પોતાનુ વાક્ય પુરુ કરે એ પહેલાજ તમે તમારી નાજુક હથેળી તેના હોઠો પર મુકી બોલી ઉઠ્યા હતા.
" આવુ ના બોલ નીલરાજ..! તારા વિનાની જીંદગીની હું કલ્પના પણ કરી નથી સકતી..!..!
અને ત્યાર બાદ તમારા બિઝનેસમેન પિતાની તમે એકની એક લાડકવાઇ પુત્રી હોઇ તમારા પિતાને નીલરાજ સાથે લગ્ન કરવા માટે તમે મનાવી લીધા હતા પણ તમારા વેવિશાળ થાય એના થોડા સમય પહેલા જ તમને તમારી એક અંગત સખી મારફત નીલરાજનો એક ટુંકો પત્ર મળ્યો હતો અને એ વાંચતાજ તમે નફરત અને ગુસ્સાથી તમતમી ઉઠ્યા હતા અનામિકા.! પત્રમાં લખ્યુ હતુ….,

પ્રિય અનામી..!

મને ખબર નથી કે હવે તને " પ્રિય" સંબોધન કરવાને હું લાયક છું કે નહી. પણ તને
આ પત્ર લખવાનુ કારણ એકજ છે કે
મને તારી સાથે લગ્ન મંજુર નથી. અને મને આશા છે કે તું આનુ કારણ નહી પુછે.!
કારણ કે તુ સારી રીતે જાણે છે કે ખુલાસાઓ આપવા અને લેવા મારા સ્વભાવમા નથી
તેમ છતા પણ જીંદગીનો આ મહત્વનો નિર્ણય કરતી વખતે હું તને જરુર કહીશ કે હું કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરીને હમેંશા હમેશા માટે આ શહેર છોડીને જઇ રહ્યો છુ..!
માટે મને મળવાની કે સોધવાની કોશિશ ના કરજે.

લી. ક્યારેક તારો હતો તે

- નીલરાજ

અને ત્યારે તમને ગુસ્સો તો એટલો આવ્યો હતો કે નીલરાજ ત્યારે જો તમારી સામે હોતતમે તને એક સણસણતો તમાચો ઝીંકી દિધો હોતઅનેપછી જીવનમાં ક્યારેય એ મક્કાર અને બેવફા વ્યક્તિનો ચેહરો પણ નહી જોવાના નિર્ણય સાથે તમે તમારા પિતાજીના પસંદ કરેલા થોડાક બેવકુફ પણ શ્રીમંત નબીરા આલોક સાથે પરણીને મુંબઈ આવી ગયા હતા અનામિકા.!

મમ્મી..! મમ્મી...! ની બુમો પાડતો તમારો દિકરો યશ આવીને તમને વળગી પડ્યો એટલે તમે ચમકીને વર્તમાનમા પાછા આવી ગયા અનામિકા. ને નીલરાજના એ ભુલાઇ ચુકેલા અતિતથી તમારુ મન ફરી એક વખત નીલરાજ પ્રત્યેની કડવાશથી ભરાઈ ગયુ.

પણ અનામિકા..! નીલરાજ જેમ કહ્યુ હતુ કે જીવન એક અનિશ્ચિતતાઓથી ભરેલી પહેલી જેવુ છે . અને તેણે સાચુજ કહ્યુ હતુ. નીલરાજ અચાનક તમને છોડીને ચાલ્યો ગયો તે પણ તમારા જીવનની એક પહેલીજ હતી પણ તમે આજે પંદર વરસ વીતી જવાં છતા પણ એ પહેલીને સુલજાવી સક્યા નથી અનામિકા.!

"પણ ચાલો અનામિકા..! તમારી આ વરસોથી નહી સુલજેલી પહેલીને આજે હુંજ ઉકેલી આપુ છુ. તે દિવસે ભાવનગરના સમુદ્ર તટ પર તમારાથી જુદા પડ્યા પછી નીલરાજની છાતી મા અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને હ્રદયના સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરના કેહવાથી તેણે અમુક રીપોર્ટ કરાવ્યા હતા અને રીપોર્ટ આવ્યા બાદ ડૉક્ટરે જે નિદાન કર્યુ તેનાથી તે હચમચી ઉઠ્યો હતો. તેનુ હ્રદય જન્મથીજ ખુબ કમજોર હતુ અને તેનો જીવનદીપ ઞમે ત્યારે બુજાઇ જાય તેમ હતો. અને આથીજ તમારા સુખી ભવિષ્ય માટે અને ભર જવાનીમા તેના મૃત્યુનો જખમ તમારા કોમળ હૈયા પર ના પડે તે માટે તમારી નજરોમા બેવફાનો નો નકાબ ઓઢી તમારાથી દુર ચાલ્યા જવાનુ નીલરાજે વધુ પસંદ કર્યુ હતુ અનામિકા.! અને આથીજ તેણે પેલો જુઠ્ઠો પત્ર લખી તમારી નફરત વહોરી લીધી હતી.. અને અનામિકા તમારા લગ્ન પછી તમારાથી દુર રેહવા છતા પણ તે પળે પળ તમારી ખબર રાખતો રેહતો હતો અને તમારા લગ્નના બરાબર ત્રણ વર્ષ પછી તેણે મુંબઈનીજ એક હોસ્પિટલમા તમને યાદ કરતા કરતાજ પોતાની જીંદગીનો છેલ્લા શ્વાસ લીધા હતા અનામિકા.

"તો અનામિકા છે ને જીવન એક અનિશ્ચિતતાઓથી ભરેલી એક પહેલી…?

અને અનામીકા અત્યારે ફ્લેટની બાલ્કનીમાથી ઉઠીને અંદર જઇ રહ્યા હતા ત્યારે દુર દુર જુહુના સાગર તટપરના માનવ મહેરામણથી ઉભરાતા કોઇ સ્ટોલ વાળાની મ્યુઝિક પ્લેયર સિસ્ટમ માથી જુનુ પુરાણુ મોહમ્મદ રફીનુ આ ગીત હળવે હળવે તમારા કાનોમા ગુંજી રહ્યુ હતુ.

" ખુશ રહે તુ સદા યે દુઆ હૈ મેરી..
" મૌત હી આખરી બસ દવા હૈ મેરી..

પણ અફસોસ કે એ ગીતની પંક્તિનઓ સંવેદના તમારા હૈયાને સ્પર્શી સકતી ન હતી અનામિકા…!

(સંપૂર્ણ)

* * * * * *
S.S. Kadri
Please Sand Your Feedback
WhatsApp 9979125348


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED