છલકાતા આંસુ - 2 S.S .Saiyed દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છલકાતા આંસુ - 2

વૈશાખી વાયરો આજે મન મુકીને વાઇ રહ્યો હતો આખા દિવસની સખત ગરમી પછી ગરમ અલસાતી સાંજ ધીરે ધીરે આથમી રહી હતી અને તમારા ધુળીયા ગામના પાદરથી બે કી.મી ના અંતરે આવેલ જુના અંગ્રેજ સમયના વગડાઉ રેલવે સ્ટેશન પર તમે તમારા બંન્ને બાળકો નવ વર્ષ ના આરવ અને સાત વર્ષની દિકરી આરતી સાથે ઉતર્યા વંદના.., એટલે તમે જે નેરોગેજ રગસીયા ગાડા જેવી મંદ ગતિએ ચાલતી ટ્રેનમા આવ્યા હતાં તે ટ્રેન એક તીણી સીસોટી વગાડતી એજ રીતે મંદ ગતિએ આગળ વધી ગઈ.
કેસવ હજી પણ નથી પહોચ્યો લાગતો ..એમ વિચારતા તમે દુર દુર તમારા ગામ ભણી જતી ગાડા વાટ નજર દોડાવી..પણ ચાલીસમા વરસે ઝાંખી પડી ગએલી દ્રષ્ટિએ વધારે દુર સુધી જોવામા તમને સાથ ના આપ્યો વંદના..,એટલે તમે તમારી મોટી કાજલી આંખો પર દુરના નંબર વાળા ચશ્મા ચઢાવ્યા અને જોયુ તો દુર દુર ધૂળની ડમરીઓ ઉડાડતુ ગાડુ આવતુ દેખાયુ.
ગાડુ આવે ત્યાં સુધી નજીક માજ એક ઝાડ નીચે પાણીની પરબ હતી ત્યા બંન્ને બાળકોને લઈને ને તમે પહોંચ્યા અને બાળકો અને તમે માટલાનુ ઠંડુ પાણી પીને તરસ બુઝાવી એટલે અત્યાર સુધી તમને એકીટસે જોઇ રહેલ પરબ પાસે બેઠેલ એક સાઠ સત્તર વરસના લાગતા વૃદ્ધ માણસે પુછ્યુ..,' કોની દિકરી બેટા.?અને ઝીણી દ્રષ્ટિ કરી તમને ઓળખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો…
હું વંદના..! મનજી મુખીની દિકરી…કહેતા
તમે એ કાકાને ઓળખવાનો પ્રયાસ કર્યો
ઓહો…મનજીની દીકરી વંદના..! કેહતા એ ઉભા થતા બોલ્યા..મને ના ઓળખ્યો બેટા.? હું.. ઇબ્રાહીમ …! તારા ઇબ્રાહીમ કાકા..!…!
જેને તુ બાળપણમા ખુબ પરેશાન કરતી હતી..! કેહતા ઇબ્રાહીમ કાકાએ તમારા બન્ને બાળકોને તેડીને માથે વ્હાલ ભર્યો હાથ ફેરવ્યો..
અને ઇબ્રાહીમ કાકાનો પરિચય થતાજ તમે રાજીના રેડ થયા વંદના.., ' અને તેમના ચરણસ્પર્શ કરતા તમે બોલી ઉઠ્યા…તમને તો કેમ ભુલી શકાય ઇબ્રાહીમ કાકા..?
તમારા ખેતરમાંથી વિણી વિણીને ખાધેલ મીઠા મધ જેવા બોર અને ગોરસ આમલીની મીઠી મીઠી યાદો હજી પણ એમજ અકબંધ છે કાકા...! તમે બોલી ઉઠાયા હતા..
પણ બેટા આમ તુ અચાનક..આટલા વરસે.? અને તે પણ આ જુના જમાનાની ટ્રેન મા…? ઇબ્રાહીમ કાકા નવાઈ ભર્યા ચેહરે વંદનાની સામે જોઇ રહ્યા..
હા..કાકા….! આજે પંદર વરસે ગામમા પગ મુકી રહી છુ..,' કેહતા તમારુ મન ભરાઈ આવ્યુ વંદના..
અને આ બાળકોએ જીદપકડી હતી કે નાના ને ઘરે ગામડે ટ્રેન મા જ જવુ છે એટલે આટલી ગરમી મા પણ સુરતથી થી આપણા તાલુકા મથકે આવી અને પછી ત્યાંથી આ ટ્રેન મા અહી આવી…કેહતા તમે એક ઠંડા પાણીની છાલક તમારા ચેહરા પર મારી…, 'નહીતર મારા પતિ તો મને બાળકોને અમારા ડ્રાઈવર સાથે કાર માંજ મોકલવા માંગતા હતા.
અને તમે આવુ કહ્યુ તો ખરુ વંદના પણ બીજીજ પળે તમારા મને તમને ટકોર કરી…છટ..રે ગાંડી.! બાળકોની આળમા ખરેખરતો તુંજ આરીતે ગામડે જવા બેબાકળી બની હતી ..અને ત્યાંજ તમારો ખેડુત કેશવ ગાડુ લઇને આવી પહોંચ્યો.., એટલે તમારા વિચારો વિખરાયા. ગાડુ આવી ગયુ એટલે તમારી સાથે ઔપચારિક વાતચીત કરી પછી ઘરે આવજે બેટા..' કેહતા ઇબ્રાહીમ કાકા સ્ટેશન ની પેલી પાર આવેલ પોતાના ખેતર તરફ જવા આગળ વધી ગયા..
માફ કરજો બહેન બા…..! તમારો સામાન ગાડામા મુકતા કેશવ બોલ્યો..,' આ બળદોને પાણી પાવામા અહિં પહોંચતા થોડુ મોડુ થઇ ગયુ...! એટલે,' કઇ નહી…કેહતા તમે બાળકો સાથે ગાડામા ગોઠવાયા વંદના એટલે કેશવે બળદોને એક ડચકારો કરતા ગાડુ ઉબડ ખાબડ રસ્તે તમારા ગામ ભણી આગળ વધ્યુ અને એ સાથેજ તમારા વિચારો પણ તમારા ગામ ભણી વળ્યા
પંદર વર્ષ...! હાં પુરા પંદર વરસે તમે તમારા ધુળીયા ગામ મા પગ મુકી રહ્યા હતા વંદના…! અને આમતો હવે ગામમાં તમારુ અંગત કહી શકાય એવુ હતુ પણ કોણ.? જેથી ગામ આવાનુ કોઇ ખાસ કારણ પણ ન હોતુ. તમારી માતા અને પિતાનો તો તમને ચહેરો પણ બરાબર યાદ ના હતો ત્યારેજ મૃત્યુ થઇ ગયુ હતુ અને ત્યાર બાદ તમારા દાદા મનજી મુખીએ માતા અને પિતાની બેવડી જવાબદારી ઉપાડી તમને સહેજ પણ ઓછુ ના આવે તેનુ ધ્યાન રાખ્યુ હતુ
અને તેમનુ પણ તમારા લગ્ન થયાના બીજા જ વર્ષે અવસાન થયુ હતુ.
અનેએટલે તમારા પિતાનુ મેડીબંધ મકાન ગામમાં આમજ બંધ હાલતમા પડ્યુ હતુ.. તો વળી તમારા પિતાની ખેતી તમારો ખેડુત કેશવ ખેડી આપતો હતો.
ગાડુ જેમ જેમ તમારા ગામની નજીક પહોંચતુ જતુ હતુ તેમ તેમ તમારો વહી ગેએલ અતિત તમારી વધુ ને નજીક સરકી તમને વિહવળ કરતો જતો હતો વંદના…
શું કરતો હશે મનોહર.?…હવે કેવો દેખાતો હશે એ.?…? પંદર વૈશાખી મોસમો વિતી ચુકી હતી તેને જોયાને….! કદાચ પરણી પણ ગયો હોય હવે તો …., એક સાથે અનેક સવાલો તમારા સુંવાળા હૈયાની હરીયાળી ધરતી પર ઉગી નિકળ્યા વંદના..!
વૈશાખી વાયરાની એક ઠંડી લહેરખી તમારા ગોરા ચેહરા પર ઉડી રહેલી રેશમી વાળની લટ સાથે અટકચાળુ કરી ગઇ વંદના..અને હાલક ડોલક થતુ ગાડુ તમારા
ગામથી અડધા કિમી પેહલા ઉચા ટેકરા પર આવેલ મહાદેવના મંદિર પાસેથી પસાર થયુ એટલે. તમારુ મન પંખી પણ દુર દુર
પંદર વરસ પહેલાના તમારા વહી ગએલ અતીત મા પહોંચી ગયુ.

ત્યારે પણ આમજ વૈશાખી ઢળતી સાંજના ઠંડા વાયરાઓ વાતા હતા અને દર વરસે મહાદેવ મંદિરના પ્રાંગણમા ભરાતા મેળામા તમે પણ તમારા સખી વૃંદ સાથે ગયા હતા….અને મેળાની ચહેલ પહેલમા તમારી સખીઓની નજર ચુકવી મંદિરની પાછળનો ઢોળ ઉતરી ખાસ્સે નીચે આવેલ વહેતી નદીના કીનારે તમારા રોજના મળવાના સ્થળ જુના પુરાણા શિવજી મંદિર પાસે પહોંચી ગયા હતા જયાં તમારા ગામનો જ યુવાન મનોહર તમારી વાટ જોતો બેઠો હતો.
કાશ આમજ રોજ મળવાનુ થાયતો
….? મનોહરે તમારા ગોરા ભર્યા ભર્યા કુંવારા બદન ને પોતાની બાહોમા ભરતા કહ્યુ હતુ વંદના.. અને એક પ્રેમ ભર્યો મીઠો છણકો કરતા તમે પોતાની જાતને તેનાથી દુર કરતા બોલ્યા હતા..,' રેહવા દે હવે…મારા બાપુ સાથે વાત કરવાની હિંમત તો છે નહી તારામા..!અને રોજ રોજ મળવાની તો બહુ દુર રહી હવે તો ક્યારેક ક્યારેક મળવાનુ પણ મુશ્કેલ થસે…કારણ કે બાપુ હવે મારા લગ્નની વાતને ગંભીરતાથી લઇ રહ્યા છે. .કેહતા તમારા ગોરા ચેહરા પર ચિંતાની લકીરો ઉપસી આવી હતી.
પણ…વંદના…મનોહર ખીન્ન સ્વરે બોલ્યો. હતો.આપણી વચ્ચેની જ્ઞાતીની આ અભેદ્ય દિવારને આપણે ક્યારેય ભેદી નહિ શકીએ. .અને આપણો આ રૂઢિચુસ્ત સમાજ
ક્યારેય આપણા સંબંધોને સ્વીકારી નહી સકે.
તો પછી આપણી પાસે ભાગીને લગ્ન કરી સમાજ સાથે બળવો કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી…તમે રુંધતા શ્વરે મનોહરની આંખો મા આંખો પોરવતા કહ્યુ હતુ વંદના.
લગ્ન પહેલા આમ દરરોજ મળતા હોવા છતા પણ કદી લક્ષમણ રેખા નહી ઓળંગનાર મનોહર પર તમને તમારા જીવથી પણ વધારે ભરોસો હતો વંદના..અને એટલેજ તમે આ પગલુ ભર્યુ હતુ.
અને ત્યારેજ તમે બન્નેએ થોડાજ જ દિવસોમા ભાગી જવાની યોજના બનાવી હતી. મનોહરથી જુદા પડીને તમે ઘરે પહોંચ્યા ત્યારે તમારા દાદા મનજી મુખી તમારી વાટ જોઈ ને જ બેઠા હતા વંદના…
આવી ગઇ બેટા મેળામા જઇને.? તમારા માથે વ્હાલ ભર્યો હાથ ફેરવતા બોલ્યા હતા.. મેળામા કેવી મજા આવી ફરવામાં.?.? તેમણે ચલમનો ધુમાડો હવામા ઉડાડતા કહ્યુ હતુ.…
હાં બાપુજી. . ખુબજ મજા આવી....,' તેમની પુરી થવા આવેલ ચીલમમા તમાકુ પુરી આપતા તમે બોલ્યા હતા વંદના..
બેટા. ..! રાત્રે વાળુ કર્યા પછી તમારા દાદા મનજી મુખીએ તમને પાસે બેસાડી હેત નિતર્યા ચેહરે તમને કહ્યુ હતુ વંદના.., ' તારા સ્વર્ગસ્થ પિતાના એક અંગત મિત્રનો એકનો એક દિકરો છે. ..કેહતા મનજી મુખીએ તમારા ચેહરાના હાવભાવ વાંચવાની કોશિશ કરતા ઉમેર્યુ હતુ...,' આપણા ગામનાજ વતની તેઓ હવે સુરત શહેરમા જઇ વસ્યા છે અને કાપડનો મોટો સ્ટોર છે તેમનો..અને ગયા વર્ષે જ ગામમા તેઓ આખા કુટુંબ સાથે લગ્ન પ્રસંગે આવ્યા હતા અને તને લગ્ન મા જોઇ હતી…અને ત્યારે જ તેમના પુત્ર શ્રવણ અને તેમના આખા કુટુબને તુ ખુબજ પસંદ આવેલ હતી…કેહતા મનજી મુખી ક્ષણવાર માટે રોકાયા હતા.
પણ બાપુ…! હજી મે લગ્ન વિશે કઇ વિચાર્યુ જ નથી…,.'ચેહરા પરના નિરાશાના હાવભાવ પરખાઇ ન જાય તે રીતે તમે કહ્યુ હતુ.
પણ બેટા…! હવે આમા કઇ વિચારવા જેવુ છેજ નહી..તારા પિતાના મિત્ર હોવાને નાતે હું તેમને ખુબજ સારી રીતે ઓળખુ છુ…અને તેમના જેવુ ખમતીધર ખોરડુ આપણને બીજુ નહી મળે અને વળી તેમની અને આપણી જ્ઞાતિ પણ એક જ છે..કેહતા તેમનો કરચલીઓ વાળો ચેહરો હાંફી ગયો હતો. અને બેટા..,' હું રહ્યો હવે ખરતુ પાન.., ક્યારે હવે ભગવાન નુ તેડુ આવી જાય તેનુ કઇ નક્કી નહી… તેમણે તમારો હાથ પોતાના હાથ મા લેતા લાગણી ભર્યા અવાજે કહ્યુ હતુ.. અને એટલેજ હું ઇચ્છુ છુ કે જેમ બને તેમ હવે જલ્દીથી તારા હાથ પીળા કરાવી આ જવાબદારી માથી મુક્ત થઈ જાઉ.
પણ…બાપુ….મારુ મન તો ક્યાંક બીજે જ લાગ્યુ છે..અને હું ક્યાંક બીજે જ હૈયુ હારી બેઠી છુ …! તેનુ શુ.? તમારા હોટ સુધી આ શબ્દો આવી ગયા વંદના… પણ તમારા દાદાજી નો હેત નિતરતો ચેહરો અને લાગણી સભર આંખો જોઇ તમે આવુ કેહવાની હિમ્મત નહોતા કરી સક્યા અને સમયસર આ શબ્દો પાછા ગળી ગયા હતા.
અને તે રાત્રે તમારા મન મા જબરી ગડમથલ મચી હતી વંદના…તમે જ્યારથી હોશ સંભાળ્યા ત્યારથી ફક્ત તમારા દાદાજી નો હેત નિતરતો ચેહરો જ જોયો હતો..તમે નાની પોતકી પહેરતા હતા ત્યાંરથી તમે સમજણા થયા ત્યાં સુધી તમારા દાદાજ તમને નાહી ધોઇ તૈયાર કરી આપતા હતા.
તમે પેહલા ધોરણથી બારમા ધોરણ સુધી આવ્યા ત્યા સુધી તમારી દરેક નાની નાની બાબતોનુ તેમણે ધ્યાન રાખ્યુ હતુ.. આમતો ગામના મુખી અને મોટા જમીનદાર હોવાના નાતે ઘરમા નોકર ચાકરોની ખોટ ન હોતી. પરંતુ તેમણે ક્યારેય તમને નોકર ચાકરોના ભરોસે છોડ્યા નો હતા. તમને ક્યાંક પણ ઓછુ ના આવે તેની પુરે પુરી કાળજી તેઓ રાખતા હતા.
બાળપણની એક એક ક્ષણો તમારી આંખો
સમક્ષ તરવરી ઉઠી વંદના… ,' તમે નાની બાળકી હતા અને દાદાજીના ખોળામા રમતા
હતા તો તેઓ ઘોડો બની તેમના ખભે બેસાળતા હતા તેવા અનેક દ્રશ્યો તમારી આંખો સમક્ષથી પસાર થઈ ગયા ..તે આખી રાત તમે પડખા ફેરવીને વિતાવી વંદના.., આખી રાત તમારા ગરમ અશ્રુઓથી તમારુ ઓશિકુ ભીંજાતુ રહ્યુ ... એક તરફ તમારો પ્રેમ હતો તો બીજી તરફ તમારા દાદા મનજી મુખીનો પ્રેમાળ ચેહરો હતો....,તેમની ઇજજત આબરુ હતી..,તેમના ખોરડાની માન મર્યાદા હતી.., આખી રાત તમારા હૃદય અને તમારા મન વચ્ચે સંઘર્ષ ચાલ્યો વંદના… હૃદય કેહતુ હતુ કે ભાગી જા મનોહર સાથે..જ્યારે તમારુ મન કોઇ પણ ભોગે તમારા દાદાના કોમળ હૈયાને ઠેસ પહોંચાડવા તૈયાર ન હતુ..આખી રાત આમ જાગીને જ વિતી ગઇ વંદના..અને સવાર પડતાજ છેવટે તમે એક નિર્ણય લઇ લીધો .
અને તે દિવસે સાંજે તમે શિવજી મંદિર ના પ્રાંગણ મા ફરી મનોહરને મળીને તમે હવે તેની સાથે નહી જઇ સકો તેવો તમારો
અડગ નિર્ણય સંભળાવી દિધો હતો..અને આ સાંભળીને થોડીક પળો માટે તે ભાંગી પડ્યો હતો.. તમારાથી જુદા થવાની કલ્પના માત્રથી તેનુ રોમ રોમતડપી ઉઠયુ હતુ..અને ત્યારે તેને માંડ માંડ સંભાળી તમારી મજબુરી જણાવી હતી..
અને ત્યારે તમારો નિર્ણય એને પણ યોગ્ય લાગતા તે બોલ્યો હતો.. વંદના સાચો પ્રેમ હમેશા બલિદાન જ માંગતો હોય છે…, ' તેણે આંખોમા આવેલ ઝળહળયા સાફ કરતા કહ્યુ હતુ..વંદના તુ ખુશીથી લગ્ન કરી સકે છે..
તારા સાચા પ્રેમની જ્યોત હમેશા મારા દિલમા જલતી રહેશે..અને તુ પણ મારા પ્રેમની શમાને સદૈવ માટે તારા હૈયામા પ્રજ્વલિત રાખજે પછી ભલે મારૂ અસ્તિત્વ વિલાઇ જાય તો પણ…અને આ સાંભળીને તમે મનોહરને તમારી બાહુપાસ મા જકડી લેતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્ય હતા…અને ત્યાર બાદ મનોહરે તમારા બન્ને ના મિલન સ્થળ એવા શિવજી મંદિરના પાછળના એક મોટા પથ્થર પર એક અણીદાર પથ્થર વડે લગભગ અડધો કલાક ની મહેનત પછી વંદના મનોહર એમ લખી તેના ફરતે દિલનુ
ચિત્ર કોતરી કાઢ્યુ હતુ …અને ભાવુક થઈ જતા તેની આંખો અશ્રુઓથી છલકાઇ ગઇ હતી.. અને તમારા પ્રમેના પ્રતિક એવા એ ચિત્ર પર એકમેકનો હાથ મુકતા હવે જીવન
મા ફરી ક્યારેય નહી મળવાના સમ ખાતા રડતી આંખે તમે બંન્ને છુટા પડ્યા હતા. અને બસ એ તમારી છેલ્લી મુલાકાત બની રહી હતી વંદના.
મંદ ગતિએ આગળ વધી રહેલ ગાડુ તમારા એ ગામના પાદરમા દાખલ થયુ એટલે તમારા બન્ને બાળકો મમ્મી ..મમ્મી કેહતા આનંદની કિલકારીઓ પાડી ઉઠ્યા એટલે તમારા વિચારોની હાર માળા તુટી. તમે જોયુતો આટલે વરસે ગામમા કોઇ ખાસ ફરક પડ્યો ન હતો…ઢળતી સંધ્યાએ સોનેરી રંગ ધારણ કરી દુર પશ્ચિમી દિશામા સુર્ય હવે આથમવાની તૈયારીમા હતો..તો તળાવની બરાબર કીનારે અડીને બનેલ રામજી મંદિરની ધજા હવામા લહેરાઇ રહી હતી..તળાવની બહારની તરફ આવેલા કુવાના ખુલ્લા પથારા પાસે ગામની કેટલીક સ્ત્રીઓ કપડા ધોઈ રહી હતી…આ બધુ જોઇ તમારુ મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યુ વંદના..
ગામમા પ્રવેશતા જ ડાબી બાજુના પ્રથમ ફળીયામા છેલ્લુ ઘર મનોહરનુ હતુ…. અનાયાસે જ તમારી નજર એ તરફ ગઇ પણ અહીથી ખાસ કઇ દેખાયુ નહી.. ગામની બરાબર વચ્ચે તમારા મેડીબંધ હવેલી જેવા મકાન સામે કેશવે ગાડુ લાવીને ઉભુ રાખ્યુ તમારી રાહ જોઇને બઠેલી પત્નીએ તરતજ તમારા ખબર અંતર પુછતા તમારો સામાન ઘરની અંદર ગઈ એટલે તમે પણ તમારા બંન્ને બાળકો ને તેડીને ઘરમા પ્રવેશ્યા. . તમારા આગમનની અગાઉથી જ તમે ખબર કેશવને આપી હતી એટલે તેણે આગલા દિવસેજ મકાન ખોલી સાફસફાઇ
કરાવી રાખી હતી અને રસોઇ પણ તૈયાર કરાવી રાખી હતી.. તે રાત્રે તમે ઔપચારિક રીતે ફળીયાના લોકોને મળ્યા….પણ તમારુ મન કેમેય કરીને મનોહરને મળવા અધીરુ બન્યુ હતુ અને ત્યારે જ તમે આવવાની જાણ થતા તમારી ખાસ સખી નંદીતા જે ગામમા જ પરણી હતી તે તમને મળવા દોડી આવી હતી..અને એકમેકને ભેટી પડતા તમે રાજીના રેડ થઈ ગયા હતા. અને મનભરીને વાતો કર્યા પછી તમારા સંબંધો થી વાકેફ નંદિતા ને તમે મનોહર વિશે પુછપરછ કરી એટલ તે બોલી ઊઠી હતી..મનોહર તો તારા લગ્ન થયાના બીજા જ દીવસે પોતની વિધવા માને લઇને આ ગામ છોડી ગયો હતો. ..અને એ ક્યા ગયો એની જાણ સુદ્ધા પણ એણે કોઇને કરી ન હોતી..અને સાંભળતા જ તમે ભાંગી પડ્યા હતા. .અને નંદિતાના ગયા પછી આમજ પથારીમા પડ્યા પડ્યા જ તમે આખી રાત વિતાવી હતી અને પછીનો દિવસ બાળકો અને કેશવ સાથે તમારા ખેતરો જોવામા જ
વિત્યો ..અને કાલે તો પાછુ શહેર જવાનુ હોઈ તમે સાંજ પડતાજ તમારા બાળકો સાથે ફરવાના બહાને શિવજી મંદિરના પ્રાંગણમા માં પહોંચી ગયા..બાળકો તો નદી જોઇને હોંશે હોંશે રમવા મંડી પડ્યા હતા પણ તમે વરસો પેહલા ના તમારા અતિત ને સોધી રહ્યા હોય તેમ ઉદાસ ચેહરે જ્યા તમે અને મનોહર બેસતા તે ઓટલા પર બેસી પડ્યા..તમારા સુક્કી આંખોના આકાશમા ઢગલો એક સ્મરણો જાગી ઉઠ્યા..
અને અચાનક કઇક યાદ આવયુ હોય તેમ ઉઠીને મંદિર ના પાછળના ભાગે ગયા અને પેલા મોટા પથ્થર પાસે પહોંચ્યા જ્યા મનોહરે તમારા બન્ને ના નામ કોતર્યા હતા..
સમયનો પછડાટ ખાઇ હવે તો એ પત્થર પણ થોડો ઘસાઈને કાળો પડી ચુકયો હતો..તમે જોયુતો હજુ ઝાંખા ઝાંખા અક્ષરોમા પેલુ લખાણ કળાઇ આવતુ હતુ…અને એના પર હાથ ફેરવતા જ તમે પોક મુકીને રડી પડ્યા વંદના..
પણ વંદના.., તમને નહી વિસરી ચુકેલ મનોહર હવે તો આ સંસારની મોહમાયા માથી મુકત થઇ વૈરાગ્ય ધારણ કરી ચુકેલ છે અને ગયા વરસે એ પણ તમારી જેમ અહીયા આવ્યો હતો અને એ પણ આ પથ્થર પર હાથ ફેરવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો ..પણ ત્યારે ભગવા ધારણ કરી ચુકેલા મનોહરને ગામમા કોઈ પણ ઓળખી સક્યુ ન હોતુ.
હવે તમારુ દિલ ભરાઈ આવતા તમે છલાકાતા આંસુઓ ને સાફ કરતા તમારા બાળકો સાથે ગામ તરફ ચાલી નીકળ્યા વંદના….ત્યારે રામજી મંદિર મા આરતી શરૂ થઈ ચુકી હતી અને તેનો મીઠો મીઠો ઘંટારવ
ઢળતી સંધ્યાની ઠંડી હવામા હળવે હળવે ગુંજી રહ્યો હતો.

( સંપૂર્ણ )
**********
S.S Saiyed
WhatsApp 9979125348

વ્હાલા વાંચકો
તમારો અમુલ્ય પ્રતિભાવ અચુક આપસો.