બસેરા - 2 Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસેરા - 2

' બસેરા ' પાર્ટ - 2

🌺🌺🌺🌺

પાર્ટ - 1 માં વાંચ્યું .
આસપાસ રહેતા છતાં દૂર એવું કહી શકાય એવા બે પાત્રો શ્રેમન અને નેહાના પ્રેમની વ્યથા ...

આવો મળીયે ફરી ...બંનેના કુટુંબીજનોને ....

શ્રેમન અને નેહા બંને અલગઅલગ બગીચાના ફુલ હતા . પરંતુ વિચારો બંનેના એક જેવા ... બંનેની આંખોમાં એકબીજા માટેની તડપ , બંને જણા પોતાની કલ્પનાઓમાં તો એકબીજા સાથે કેટલું જીવી ગયા હશે .

પોતાના પરિવારના સભ્યોને કોઈ જાતની ઠેસના પહોંચે એ કારણથી બંને ચૂપ હતા .

🌺🌺🌺

એકદિવસ બંને ઘરના મળીને સવારથી સાંજ પીકનીક પર ગયા .જમવાનું બધુ ઘેરથી જ લઈ લીધુ હતુ .

પીકનીક માટેની જગ્યા ખૂબ સરસ હતી . દરિયાકિનારો , વિશાળ મંદિર , અનેક જાતના ચકડોળ , ખાણી-પીણીના સ્ટોલ ....

નિનાદને તો મજા પડી ગઈ હતી . અને એમાં પણ શ્રેમન સાથે મસ્તી એને વધારે આનંદ આપતી હતી .
રમતા રમતા અચાનક એ માસૂમના હોઠો પરથી શબ્દો સરી પડ્યા ... ' મમ્મા આ જ મારા પપ્પા હોય તો કેવું ? '
થોડીવાર તો બધા સ્તબ્ધ બની રહ્યા પરંતુ દાદીએ પૌત્રની વાતને વાળતા કહ્યું . ' સરિતાબેન મારે તમને આ માટે એક વાત કરવી જ હતી . જો તમને વાંધો ન હોયતો...

આ શબ્દો સાંભળતા જ શ્રેમનનું મન આકાશમાં ઉડવા લાગ્યું . લાગે છે ઉપર વાળાએ મારા પ્રેમનો સ્વીકાર આખરે કરી જ લીધો .

ત્યાં જ નિનાદની દાદીના શબ્દો ફરી
કા' ને અથડાયા .. નેહાની નાની બેન પુર્વા છે . જો તમને વાંધો ન હોયતો ...? ' ,
હજુ સુધી એનુ ભણવાનું ચાલતુ હતુ એટલે અહીં આવી જ નથી . નેહાની મમ્મીના દેહાંત પછી એના પિતાએ પુર્વાની જવાબદારી અમને સોંપી છે .
અને કહ્યું છે . જો તમારા જેવું ઘર મળે તો મારી પુર્વા માટે જરૂર ધ્યાનમાં રાખજો .
એમાં પણ શ્રેમન જેવો છોકરો અને તમારા જેવું ખાનદાન મળતું હોયતો બીજે જોવાની જરુર જ શી છે ???

શ્રેમનના કાનમાં આ શબ્દો પડતા જ ચહેરાનો રંગ બદલાય ગયો . પૂરું શરીર ધ્રુજી ઉઠ્યું . એકદમ ઉભો થઈને દરિયાકિનારા તરફ ચાલ્યો ગયો .

નેહાએ શ્રેમનનો ચહેરો જોઈ લીધો . બધાની નજર ચૂકાવી એ પણ શ્રેમનની પાછળ પાછળ ગઈ .

' શુ થયું ? ' કેમ ઉભો થઇને....

' બોલો બોલો .... '

બોલો બોલો કે પછી બોલ...

' હું... તુંકારે બોલાવું એ ગમતું હતું . તો પછી અત્યાર સુધી ચૂપ કેમ હતી .? , ....અને હા
ખાસ...કંઈ નહીં બસ લટાર મારવા આવી ગયો .

' તો આંખોમાં આસું...? '

આ લારીમાંથી ધુમાડો નીકળી રહ્યો છે એ સીધો આંખમાં ગયો . એટલે આસું નીકળી પડ્યા ...

' સાવ જૂઠું બોલે છે તું ... '

' તું મને તારી નજરથી અટલો વાંચી શકતી હતી તો.....
ખેર જવા દે... હવે તારો આદેશ એ જ હશે કે મારી બેન સાથે લગ્નની હા પાડી દે...બરોબર ને ?'

' તું બધુ જ સમજે છે પછી અટલી નારાજગી શુ કામ ? '

' હા ... હા.. તું આદેશ કર... એમ પણ પ્રેમમાં તો બલિદાન જ હોય ... શુ કહેવું છે તારું ? '
યા હોમ કરી મને સ્વાહા કરી દે ...

' પણ આપણી વચ્ચે હજુ કોઈ એવી ... '

' હા એ વાત સાચી ' આઈ લવ યુ ' બોલું તો જ તું સમજી શકે બરોબર ને ? ' ,

' એવું કંઈ નથી ...પણ તારા જેવો સારો છોકરો મળતો હોયતો મારી બેનનું જીવન ધન્ય થઈ જાય...' ,

' ઓહઃહઃ . પ્રેમની બલી...' ,

' હું તને સમજાવવાની કોશિશ કરું છું અને તું આડાઅવળા સવાલો કરે છે .' આ રીતે બંને બેનોનું ઘર સચવાય જશે . બંનેના માઁ-બાપ બધું જ.... '
અને તું શું સમજે છે ? મારી રાતો એમને એમ પસાર થાય છે ..., ?

' બસ...આગળ કંઈ નહીં . મને તારા નિર્ણયથી કોઈ વાંધો નથી . ..
હું તારી , ...ઓહઃહઃ સોરી તમારી બેન સાથે લગ્ન કરવા તૈયાર છું . અને ગુસ્સામાં ને ગુસ્સામાં શ્રેમન ફરી બધાની વચ્ચે આવીને બેસી ગયો .

શ્રેમનને જોતા જ એના મમ્મી બોલ્યા ... ' કેમ આટલો લાલઘૂમ છે . છોકરીની વાત કરી એટલે શરમાઈને ચાલ્યો ગયો તો કે શું ? ' ,

મમ્મીની વાત સાંભળતા શ્રેમન નીચું જોઈને બેસી ગયો . અને બોલ્યો ' મમ્મી આજ સુધી તમારી કોઈ વાતની ના કહી છે .? ' જેવી તમારી ઈચ્છા

બંને પક્ષે હા થઈ જતા બંનેના આર્યસમાજની વિધિથી લગ્ન લેવાયા અને પ્રસંગ સુખપૂર્વક સંપન્ન થઇ ગયો .
🌺🌺🌺🌺

લગ્નની પહેલી રાત અને શ્રેમનનું મન બેચેન હતું . એના વિચારોમાં , એના સપનામાં બધે જ નેહાનુ નામ અંકિત થયેલું હતું . પોતાના વિચારોમાંથી એ કોઈપણ રીતે નેહાને હટાવી શકે એમ ન્હોતો...
ફૂલોથી સજાવેલા અને પરફ્યુમની સુગંધથી મહકતા રૂમમાં પ્રવેશ કર્યો . ઘૂંઘટની આડમાં બેઠેલી પૂર્વા બેચેનીથી શ્રેમનની રાહ જોઈ રહી હતી .

શ્રેમને રૂમમાં રહેલા પડદાની પાછળની બારી ખુલ્લી હોય એવું લાગ્યું . એટલે થોડો પડદો હટાવી બંધ કરવા હાથ લંબાવ્યો ત્યાં સામે નેહા નજર આવી આંખોમાં આસું સાથે બે કાન પકડી માફી માગી રહી હતી ... શ્રેમને પણ એની નજર સામે જોરથી બારી બંધ કરી દીધી .

🌺🌺🌺

ધીરે ધીરે સૌ પોતાના રૂટિનમાં વ્યસ્ત થવા લાગ્યા . અને નિનાદ અને શ્રેમનની દોસ્તી તો એસ યુઝવલ ...
બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો .

પૂર્વાને હંમેશા એક વાત સતાવતી હતી . હોય ન હોય કોઈ વાત તો છે જે શ્રેમન મારાથી છુપાવે છે . કોઈ ખૂણે એવો અહેસાસ પણ થાય છે કે શ્રેમન મને દિલથી પસંદ નથી કરતો . ઔપચારિકતા પૂરતો વ્યવહાર રાખતો હોય એવું લાગતું ...
હા પણ કોઈ જાતની રોકટોક , ગુસ્સો એવું તો મારી સાથે નથી જ કરતો .મનમાં ને મનમાં ઘણા વિચારો કર્યા કરતી .દીદીને આ વાત કરું કે શું ? ...પણ પછી વિચાર્યું ના રે ... મારા લીધે એ પણ બિચારી દુઃખી થશે .

સમય નીકળતા બાદ ખબર પડી કે પૂર્વા પ્રેગ્નેન્ટ છે. એ સમાચાર સાંભળતા જ શ્રેમનના મમ્મી રાજી રાજી થઈ ગયા . દાદા-દાદી બંને જુમી ઉઠ્યા ..દોડીને નેહાના પરિવારને પણ ખુશખબર આપી દીધા .

પૂર્વા ના પિયર સાઈડ ખાસ કોઈ સગાસંબંધી હતા નહિ . જે હતા એ નેહા અને એના સાસુ-સસરા .

શ્રેમન માટે શરૂઆતમાં લગ્નજીવન પાનખરની ઋતુ જેવું હતું . ઘણી કોશિશ કરી કે પૂર્વાનો દિલથી સ્વીકાર કરે . પરંતુ બધુ વ્યર્થ હતું . એની જિંદગી યંત્રવત મશીનની જેમ પસાર થઈ રહી હતી .

પૂર્વાને નવમો મહિનો બેસી ગયો હતો ચેકઅપ પણ નિયમિત ચાલતું હતું . તબિયત એકદમ નોર્મલ હતી . બસ હવે રાહ હતી એક તાજા જન્મ લેતા પુષ્પની...
એકદિવસ વ્હેલી સવારે દુખાવો ઉપડતા પૂર્વાને હોસ્પિટલ લઈ જવામાં આવી .
કિલકારી કરતા બાળકના રડવાના અવાજથી હોસ્પિટલનું સવારનું એલાર્મ ગુંજી ઉઠ્યું ....

વૉર્ડમાંથી નર્સે બહાર નીકળતા જ લક્ષ્મીજી પધાર્યાની વધામણી આપી અને બોલી ' શ્રેમનભાઈ અને નેહાબેનને અંદર બોલાવે છે .

અંદર જતા જ નેહાએ પૂર્વાના ચહેરા સામે જોયું .પૂર્વાની આંખો કૈક વિચિત્ર લાગી રહી હતી . નેહા એનો હાથ પકડતા બોલી ... ' શુ થયું .. ? '

પૂર્વા તૂટક તૂટક અવાજમાં બોલી ' દીદી મને મારી તબિયત કૈક વધારે જ ખરાબ લાગે છે .તમે પ્લીઝ મારી પાસે જ રહો , કંઈ ખબર નથી પડતી શુ થાય છે ? ગળામાંથી શબ્દો અટકી અટકીને બાર આવતા હતા .
મારા અને શ્રેમનના બાળકને તમે સાચવી લેજો . અને હા શ્રેમન એકલા થઈ જશે . એટલે બની શકે તો એમનો પણ સ્વીકાર કરી તમારી વિરાન જિંદગીને લીલીછમ કરી દેજો .
શ્રેમનની સામે નજર કરતા પૂર્વા બોલી ' શ્રેમન હું અને દીદી એકબીજાની પરછાય છીએ . તમે પ્લીઝ મારી દીદીને અપનાવી લેજો . તો જ મારી આત્માને શાંતિ મળશે .....તમારા બંનેનું......... આટલું બોલતા જ પૂર્વાની આંખો સ્થિર થઈ ગઈ .

રૂમમાં હાજર બધાની આંખો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી ....
નિરાશ ચહેરે તાજા ખીલેલા પુષ્પને લઈ બધાએ ઘર તરફ પ્રયાણ કર્યું .

પુર્વાની અંતિમ દરેક વિધિ સંપન્ન થતા ... ઘરના વડીલોએ આપસમાં સમજુતી કરીને શ્રેમન અને નેહાના કોર્ટ મેરેજ કરાવી દીધા ...

રાત ફરી આવી હતી , ચાહનાર પાત્રને ચાહવાની ઘડી એક આવી હતી , સુહાગરાત માણવાની ઘડી બસ આવી જ હતી . પાત્રો બેમાંથી એક થયાની સુખદ ઘડી આવી હતી .

જિંદગી ફરી એક ' બસેરા ' તરફ ડગલા માંડી રહી હતી . પાનખર ઋતુ પુરી થતા જ ગુલમહોરના વૃક્ષ પર ઉગેલા પુષ્પોથી ડાળી ડાળી ફરી મહકી ઉઠી ...

' ऐसे ही नही बनता आशियाना ,
चार दीवारों के इर्दगिर्द छुपी दो दिलोकि खामोश मुहब्बत ,
कितनी तड़प , कितने आँसु , कितनी कुर्बानिया ....🌹🌹🌹🌹🌹