The Untold Love Story - 2 books and stories free download online pdf in Gujarati

The Untold Love Story - 2

સીન 2 :-
શિવ સાંજે ઘરે પાછો ફરે છે. આખાય દિવસ નાં કામકાજ થી થાકીને લોથપોથ. આખું શરીર અકળાય છે, માથા પર ન જાણે કોઈએ કઈક વજન મૂકી દીધો ન હોય સતત એવું લાગ્યા કરે છે, તેને માથું ભારે લાગે છે. એક ખભે બેગ, બીજા હાથમાં ટિફિન, એક હાથ કોણી એથી વળેલો અને તે હાથમાં ઈસ્ત્રી વિખરાયેલું ને કરચલી પડી ગયેલું શૂટ. આમ આ થાકેલો માણસ પોતાની કાર માંથી નીચે ઉતરે છે. તેની પત્ની ઉપર બાલ્કની માં ઉભી આ બધું નિહાળી રહી છે. તે પારખી લે છે કે શિવ આજે ખુબજ થાકેલો જણાય છે. તેની ફટાફટ દોડીને અંદર જાય છે. પહેલા તો દરવાજો ખોલે છે અને શિવ ને આવકારે છે. તેના હાથમાંથી તેનો શૂટ, ટિફિન અને બેગ લઈને અંદર રૂમમાં ચાલી જાય છે. બધુજ ત્યાં મૂકીને પાછી આવે છે અને શિવ ને સોફા પર આરામ કરવા આગ્રહ કરે છે. શિવ અહી બેસે છે. તેની ઝડપથી રસોડામાં જઈને પાણી લઈ આવે છે. શિવ નિરાંતે પાણી પીવે છે. એટલામાં તેની ટીવી શરૂ કરીને સમાચાર ની ચેનલ લગાવી આપે છે. શિવ જ્યાં સુધી સમાચાર જુએ છે ત્યાં સુધીમાં તેની ડાઇનિંગ ટેબલ પર રસોઈ પીરસે છે અને ટેબલ તૈયાર કરે છે. થોડી વારે શિવ જમવા આવે છે, બંને એકબીજાને આગ્રહ કરીને વ્હાલ થી જમાડે છે. આવોજ કઈક પ્રેમ દરેક ઘરમાં પતિ પત્ની વચ્ચે જોવા મળતો હોય છે. જમ્યા પછી શિવ થોડો આરામ કરે છે. ત્યાં સુધીમાં તેની પત્ની ઘરના બીજા કામકાજ પૂરા કરે છે.
રાત્રીના એ પહેલા પ્રહાર માં બંને જણા બાલ્કની માં ક્વોલિટી ટાઈમ પસાર કરવા અને કુદરતી પવન નો આનંદ માણવા ભેગા થાય છે. પતિ પત્ની એકાંત માં એકબીજાની સાથે જ્યારે ભેગા થાય ત્યારે આખાય દિવસનો થાક ક્યાંક નાસી જતો હોય છે. જ્યારે તેઓ સાથે હોય છે ત્યારે આખાય દિવસમાં કેવી કેવી ઘટનાઓ ઘટી, શું શું કામ કર્યું, બોસ કેટલા કોને - ક્યાં ખીજવાયા, Cantin માં જઈને શું ખાધું, કોનાથી આજે ચા ઢોળાની, ઓફિસ માં કોની સાથે આજે માથાકૂટ થઈ, વગેરે જેવી વાતો પુરુષો તરફથી ચાલતી હોય છે. જો સ્ત્રીઓ ઓફિસે જતી હોય તો તેના તરફથી પણ આવી વાતો હોય શકે. પરંતુ જો તે હાઉસ વાઇફ હોય તો આજે શું કામ કર્યું, સોસાઈટીના કયા ઘરમાં શું થયું તેની વાત, શેરીમાં કે મહોલ્લામાં શું નવી ઘટના બની, શાકભાજી વાળો આવ્યો ત્યારે કોણ કોણ શાકભાજી લેવા આવ્યું હતું અને ત્યાં શું વાતો થઈ, સાંજના સમયે ઘરના ઓટલા પર બધી બહેનપણીઓ ભેગી થઈ ત્યારે કોણે વાતોનું પડીકું ખોલ્યું, વગેરે વાતો થતી હોય છે. અહી પણ આવીજ કઈક વાતો ચાલતી હતી. એટલામાં તેની પત્નીએ તેને પૂછ્યુ,
શિવ, એક વાત પૂછું ?
હા, પૂછને!! જરૂરથી પૂછ, એ તો તારો હક છે, શિવે પ્રેમથી કહ્યું.
જો જો હો ખીજવાતા નહિ, મને ઠપકો ન આપતાં, તેની પત્નીએ ડરતા ઉત્તર આપ્યો.
નહિ ખીજવ બસ, જા વચન આપ્યું, શિવે કહ્યું.
હું આજે ઘરની સફાઈ કરતી હતી. હું જ્યારે આપણો બેડરૂમ સાફ કરતી હતી ત્યારે મને તમારી એક જૂની સાચવીને મુકેલી ડાયરી મળી. તમ મને એ ડાયરી ને ખોલવાની નાં પાડેલી.
હા, સાચી વાત છે, મે તેમ કરવા કહેલું, મને યાદ છે, એટલું કહેતાં શિવ વચ્ચે બોલ્યો.
હું તે ડાયરી જોતા રહી નાં શકી, વાત આગળ ચાલી. એટલે મે ડાયરી ને ખોલી અને વાંચી, મને તેમાં એક ફોટો મળ્યો, તે કોઈ છોકરીનો છે. તે કોણ છે તે મને જાણવું છે. તે ફોટાની પાછળ આજથી વીસ વર્ષ પહેલાની તારીખ લખેલી છે. તેનું શું રહસ્ય છે? મારે તે જાણવું છે. તેની પત્નીએ વાત પૂર્ણ કરી.
શિવ હળવેથી કહે છે, સાંભળ, આજ થી વીસ વર્ષ પહેલાં... આમ કહીને શિવ સંપૂર્ણ વાત તેણીને જણાવે છે. અને આગળ જણાવતા કહે છે કે તે તેણીને ( ફોટોગરાફ્સ વળી છોકરીને...) મનોમન પ્રેમ કરવા લાગ્યો હતો. તેણે તેને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેની સાથે મુલાકાત નાં થઈ. પછી મે બધું ભગવાન પર મૂકી દીધું અને હું તેને મનમાં ને મનમાં જ તેને પ્રેમ કરતો રહ્યો. મારા ભણતર પૂરું થયા પછી તરતજ આપનું વેવિશાળ નક્કી થયું. ત્યારે મને થયું કે હવે મને. તે નહિ મળે . અને તેની રાહ જોવામાં ને જોવામાં જો હું તેને મારા મનમાંથી નહિ કાઢી શકું તો એ તારા પ્રત્યે અન્યાય થશે. એટલે મે ત્યાંથી તેને ભૂલીને મારા મનમાં મે તને સ્થાપી. મે તને એટલા માટે આ ડાયરી ખોલવાની નાં પાડેલી કે તારો મારા પ્રત્યેનો પ્રેમ ઓછો ના થાય. તારા મનમાં મારા પ્રત્યે શંકાના બીજ નાં વવાય. મને માફ કરજે, મે તારાથી આ વાત છૂપાવી એ બદલ હું તારી માફી માંગુ છું. એટલું કહી શિવે તેની વાત પૂરી કરી. શિવ જ્યારે તેની પત્ની સામે જુએ છે ત્યારે તેને ખબર પડે છેકે તેણી ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે.
અરે, તને શું થયું? કેમ રડે છે? હજુ તો શિવ આટલું બોલે ત્યાં તો તેણી શિવ ને ભેટી પડી અને ફરીથી રડવા લાગી. શિવે તેના માથા પર વ્હાલનો હાથ ફેરવ્યો અને કહ્યું,
ચૂપ થઈ જા, બિલકુલ ચૂપ થઈ જા, રડીશ નહીં અને મને શાંતિથી કહે કે શું થયું તને, મને બધી વાત કહે ચાલ, એટલું કહી શિવ તેને પાણી પાય છે અને શાંત કરે છે.
તેની પત્ની એ તેને પૂછ્યુ શું તમને આ છોકરી નું નામ ખબર છે?
નહિ, પરંતુ કેમ આવું પૂછે છે? શિવે ઉત્સાહી સ્વભાવમાં પૂછ્યુ.
કઈ નહિ તમને બધુજ સમજાઈ જશે, આ છોકરીનું નામ છે " વૈશાલી" તેણીએ જવાબ આપ્યો. હેં!!! તને કેવી રીતે ખબર પડી? શિવ નો તુરંતજ બીજો સવાલ આવી ગયો.
કેમ કે આ વૈશાલી હું જ છું તેણીએ વળતો ઉત્તર આપ્યો.
શિવ આ સંભાળીને અચંબિત થઈ ગયો. તે કંઈપણ બોલી ના શક્યો. તેની પાસે વર્ણન કરવા કે કંઈપણ કહેવા માટે શબ્દો જ નથી. તે મોટી આંખો કરીને વૈશાલીને જોતોજ રહી ગયો. તેની આંખોમાં ખુશીનાં આસુ આવી ગયા. તે તેણીને ભેટી પડ્યો અને તેના જીવનમાં આવવા બદલ તેનો ઉપકાર માણવા લાગ્યો, આભાર વ્યક્ત કરવા લાગ્યો.
તે પહેલી ઘટના પછી ઘણા વર્ષો વીત્યાં હોવાથી બંને એક બીજાને ઓળખી નહોતા શક્યા. પરંતુ તે દિવસ નાં ખુલાસા બાદ બંને વચ્ચેના પ્રેમ માં વધારો થતો ગયો.
આ વાત માં શિવ ને વૈશાલી અને વૈશાલીને શિવ નો પ્રેમ મળ્યો. જે બંને એ એકબીજાને સાચા હૃદય થી પ્રેમ કર્યો હતો તેને સમયે મલાવી દીધા.
એ બીજી ઘટનાને પણ આજે વીસ વર્ષ વિતી ગયા છે પરંતુ તેઓને વચ્ચે આજે પણ વિખવાસ નથી થયો. તેમનો પ્રેમ અતૂટ રહ્યો. અને તેની સાક્ષી હું છું. હું પોતે, તેમની દીકરી, "વૈભવી".
આભાર
દુનિયામાં કહેવાયું છેને કે;
"અગર તુમ કિસિકો સચ્ચે દિલ સે ચાહો તો,
પૂરી કાઈનાત ઉસે તુમસે મિલાને મે જૂટ જાતિ હે"...

બીજા રસપ્રદ વિકલ્પો