ગુજરાત રાજ્ય ના એક શહેર માં રહેતો શિવ હજુ ઘણો નાનો હતો. સમજણ તો પૂરતી નહોતી પરંતુ ખુબજ સરળ સ્વભાવનો, ખુબજ લગનીશિલ, દેખાવડો એવો કે જોવા વાળાની નજર નાં હટે. અને આ શિવ એટલે આપણી આ સ્ટોરી નું મુખ્ય પાત્ર.
શિવ નું શું વર્ણન કરું ? જેટલું લખું એટલું ઓછું જ પડે, લાંબા વાળ, નમણી આંખો, ગોરો વર્ણ, ખુબજ આકર્ષિત દેખાવ. તેનો સ્વભાવ પણ એટલોજ સહજ. જાણે વાતો કરે તો સાંભળનારના મન ને મોહિત કરીજ લે. આજુબાજુ નાં લોકો તેની કાલીઘેલી ભાષા સાંભળવા માટે અને તેની સાથે રમવા માટે ખાસ સમય કાઢીને આવતા. નાના હોય કે મોટા, દરેક નાં મન માં વસેલો હતો એ છોકરો. વાતો તો જાણે એવી રીતે કરતો કે દરેક વસ્તુનો માહિતગાર નાં હોય. જાણે કે દરેક વિષયવસ્તુ નું જ્ઞાન નાં ધરાવતો હોય. બધાનો ખુબજ પ્રેમ મળતો એટલે છોકરો ખુબજ કોમળ હતો. જો તે પડી જાય તો કોઈ તેને ઉભો ના કરે ત્યાં સુધી પડ્યોજ રહે. અને રોયા કરે બસ. બધા તેની ખુબજ કાળજી લેતા. ફોટા પડવાનો તો તેને જબરો શોખ. તેની સામે મોટા મોટા મોડેલ પણ પાછા પડે. કેમેરા નું નામ પડે કે બસ..... અલગ અલગ જાતના ફોટો પોઝ આપવા લાગે. થોડીવારે તેના કૂણાં કૂણાં ગાલ પર આંગળી રાખશે, પાછી પાછો પાઉટ કરશે, તો વળી થોડીવારે દોડીને અંદર જશે અને ચશ્મા લઈ આવશે,. ચશ્મા, દીવાલ, ખુરશી, દાદાજીની લાકડી, શાળાએ જવાના દફતર સાથે પણ ફોટા પાડશે. અને તેના ફોટા પણ સારાજ આવે ! દેખાવડો રહ્યો ને, એટલે.
શિવ હવે થોડો મોટો થયો. નિયમિત શાળાએ જવા લાગ્યો. એક વખતની એક ઘટના છે કે શિવ તે દિવસે શાળાએ થી છુટ્ટીને ઘર તરફ તેના શાળાના બીજા મિત્રો સાથે જતો હતો. બધાજ બાળકો પૂરા રસ્તે ગપાટા, મોજમસ્તી અને આનંદ માણતા જઈ રહ્યા હતા. એ સમયે શિવ લગભગ દસેક વર્ષનો હતો. જઈ રહ્યા હતા એટલામાં શિવ ને ઠોકર વાગે છે એટલે તે પડી જાય છે. તેના બીજા મિત્રો આ જોઈને હાસ્ય વ્યંગ્ય કરે છે પરંતુ તેને કોઈ ઉભો કરવા આગળ આવતું નથી. ત્યારે તેના દરેક મિત્રોને તેની મજાક કરવાની સુજી હશે એટલે કદાચ મદદે નહિ આવ્યા હોય. શિવની આંખોમાં પાણી આવી ગયું. એટલામાં એક છોકરી તેની નજીક આવે છે અને તેને ઉભો કરવા તેનો હાથ આગળ કરે છે. શિવ પળવાર થોડું વિચારે છે પછી તે હાથ પકડીને ઉભો થાય છે. તે પોતાના કપડા સાફ કરે છે અને સ્વસ્થ થાય છે. આજુબાજુમાં ઉભેલા તેના મિત્રો આ દૃશ્ય પલકારો કર્યા વગર જ જોયા કરે છે. શિવ સ્વસ્થ બને ત્યાં સુધીમાં તો પેલી છોકરી ત્યાંથી દૂર ચાલી જાય છે. શિવ તેની આંખો સાફ કરે છે પરંતુ તે માત્ર તેનો પીઠનો ભાગ જ જોઈ શકે છે. અચાનક તેની નજર નીચે પડેલા એક ફોટોગ્રાફ પર પડે છે. તે જરા નીચે નમીને ફોટોગ્રાફ ઉચકે છે. તે ફોટો કદાચ પેલી છોકરીનો હશે. જ્યારે તે શિવ ની મદદ કરતી હતી ત્યારે નીચે પડી ગયો હશે. અહી શિવ વધુ વિચર્યા વગરજ ફોટો તેના પેન્ટ નાં ખીચા માં મૂકી દે છે. અને ઘર તરફ અલગ વધે છે.
વૈશાલી, આપની સ્ટોરી નું બીજું અને અહેમ પાત્ર. વૈશાલી પણ તેજ શહેરની જ્યાનો આપણો શિવ હતો. બંને એકજ શાળામાં પરંતુ અલગ અલગ વર્ગોમાં હતા એટલે એકબીજાને વધુ ઓળખતા ન હતા. વૈશાલી પણ શિવ જેટલીજ સુંદર હતી. નહિ - નહિ તેના કરતા પણ વધારે રૂપાળી હતી. માંજરી આંખો, ગુલાબી ગાલ, બોયકટ વાળ. તે શિવ કરતા થોડી નમણી હતી. મને તેનો વધારે પરિચય નહોતો એટલે વધુ કઈ નાં કહી શકું. હવે તો શિવ પણ મોટો થઈ ગયો હતો અને સમજદાર પણ બની ગયો હતો. તેને પેલા ફોટોગ્રાફ વળી છોકરીને શોધવાનો નિર્ણય કર્યો. ફોટા પર થી તેને જાણ થઈ કે તે પણ તેજ શાળામાં અભ્યાસ કરે છે જ્યાં શિવ ભણે છે. શિવ તેણીને અખીય શાળામાં ખુબજ શોધી પરંતુ અસફળ રહ્યો. તેના પ્રયત્નો નિષ્ફળ ગયા. તે તેણીને મળીને તેનો આભાર વ્યક્ત કરવા માંગે છે પરંતુ તે અહી શક્ય બનતું નથી. ખરેખર તો શિવ તેણીને મનમાં ને મનમાં પ્રેમ કરતો થઈ ગયો હતો. પરંતુ તેની પણ શિવ ને જાણ ન હતી. તેની પાસે તેણીની એકમાત્ર નિશાની હતી, તે હતો પેલો ફોટોગ્રાફ્સ. શિવ તે ફોટાની ખુબજ કાળજી લેતો, સાચવીને રાખતો. તેણીની મુલાકાત ન થતાં હવે તેણે પેલો ફોટો સંભાળીને તેની ડાયરી માં મૂકી દીધો.
શિવ નો અભ્યાસ આગળ ચાલ્યો. અને વીસ વર્ષ વીતી ગયા. શિવે તેનો બાકીનો અભ્યાસ પણ પૂરો કરી લીધો અને તે આત્યારે એક સફળ બિઝનસમેન બની ગયો હતો. બીજી બાજુ તેના લગ્ન પણ થઇ ગયા છે. લગ્ન નાં વધુ નહિ પણ ત્રણેક વર્ષ થયાં હશે. બન્નેનો લગ્ન સંસાર સુખમય ચાલે છે, ઘરમાં શાંતિ, પૈસે ટકે સદ્ધર પરિવાર છે.
એક દિવસ શિવ ઓફિસે ગયેલો હોય છે અને તેની પત્ની ઘરની સાફસફાઇ કરતી હોય છે. એટલામાં તેણીના હાથમાં જૂના પુસ્તકોમાંથી એક ડાયરી મળી આવે છે. ડાયરી જોતાજ તેને યાદ આવે છે કે શિવે તે ડાયરી નહિ ખોલવા અને સંભાળીને રાખવા કહેલું. પરંતુ ઉત્કંઠા ઍવિકે રહિજ નાં શકાય. જે વસ્તુ આપને કરવાની મનાઈ કરવામાં આવે તે આપને પહેલા કરતાં હોઈએ છે. એવુંજ કઈક થયું હશે ત્યારે. બીજું બધું કામકાજ પડતું મૂકીને તેણી ડાયરી ખોલે છે. ડાયરી ખોળતાજ તેને એક જૂનો ફોટોગ્રાફ મળી આવે છે. પહેલા તો તે ધ્યાનથી જુએ છે અને પછી કબાટમાં સાચવીને મૂકી રાખે છે.